Gujarati / English

મહા વદ-૧૦ને રોજ બપોરે સભામાં બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “પૂર્વના ઋષિ કરતાં આજના સંત-હરિજનોનાં વચન અધિક માનવાં. જેમાં શ્રીજી મહારાજ કે સંત નાહ્યા હોય તેમાં નહાય કે પાણી પીએ કે તેના ઉપર પક્ષી ઊડીને જાય તેનું પણ કલ્યાણ કરે, એવો આજનો મહિમા છે.

“શ્રીજી મહારાજને અને મોટાને અંતર્યામી ન જાણે ને અખંડ સ્મૃતિ ન રાખે તે નાસ્તિકપણું છે. એક તો વિદ્યાએ કરીને મોટાઈ હોય ને એક તો વયે કરીને મોટાઈ હોય, પણ મૂર્તિમાં જોડાય તે મોટપ ખરી. ભુજમાં બાળમુકુંદદાસજીને કોઈ આગળ બેસારતા નહિ, પણ એ તો મૂર્તિ સાથે રમૂજ કરતા. માટે મહાપ્રભુજીની વાત અટપટી છે. બાધિતાનુવૃત્તિ હોય ત્યાં સુધી પોતાની અને મહારાજની મોટાઈની ખબર પડે નહિ, જેમ બળદેવજીને પડી નહિ તેમ. આજ તમને શ્રીજી મહારાજે એવું બળ આપ્યું છે. આ વખત બગાડી નાખે એટલે કે પોતાનું પૂરું ન કરે તેને જન્મ ધરવો પડે ને તે નીચ કહેવાય.

“ભગવાનના ભક્તનો દેહ પ્રફુલ્લિત હોય ને વાણી પણ પ્રફુલ્લિત હોય ને એનાં દર્શન જે કરે તે પણ કૃતાર્થ થઈ જાય. તે ભક્ત જો આ સત્સંગમાંથી બહાર નીકળે તો શબ જેવો થઈ જાય તે કોઈ અડે પણ નહિ. માટે શ્રીજી મહારાજની મૂર્તિમાં રસબસ થઈ રહેવું ને એક મૂર્તિની ને મૂર્તિના સુખની ઈચ્છા રાખવી. ઐશ્વર્યની કે કાંઈ જોવાની કે નિરાવરણ થાવાની કે અંતર્યામીપણાની ઈચ્છા રહે તો તે જગતની કોરનો  લોચો કહેવાય. તેમ જ મૂર્તિ વિના નકરું મૂર્તિનું તેજ જે અક્ષરધામ તે દેખાય તે પણ લોચો છે. એક મૂર્તિ ને મુક્ત બે જ સર્વત્ર દેખાય એ અંતર્વૃત્તિ કહેવાય અને તે લોચાથી રહિત કહેવાય. માટે મૂર્તિમાં રસબસ થઈ રહેવું.

“તે ક્યારે રહેવાય? તો મહિમા યથાર્થ જાણ્યો હોય તો રહેવાય. આ લોકમાં પૈસાનો મહિમા જાણ્યો છે તો ચાર-ચાર મહિના સુધી સમુદ્રમાં રહે છે ને વહાણમાં સ્ત્રી-છોકરાં સારુ દુઃખ વેઠે છે. તેમ શ્રીજીનો ને સંતનો મહિમા જાણ્યો હોય તો સેવા કરવામાં શ્રદ્ધા બહુ રહે.

“શ્રીજી મહારાજની ને એમના મુક્તની સેવા કરવી તથા એમને જમાડવા. તે સેવાનું ફળ જે અક્ષરધામમાં શ્રીજી મહારાજની મૂર્તિનું સુખ તે મળે છે. વ્યવહારમાં દેહ ઘસી નાખે તે તો સૂકા લાકડાને પાણી પાય તો સડી જાય તેવું છે. અને આ તો શ્રીજી મહારાજની મૂર્તિમાં રસબસ કરી દે છે. જેમ લીલા છોડને પાણી પાય તો સૂકાવા આવેલું હોય તોપણ એક કલાકમાં લીલું થઈ જાય; તેમ સેવાનું પણ ફળ થાય. સેવા ગ્રહણ કરનારને પણ એવો ખટકો રહે જે, ‘આ સેવા કરનારને ઝ્ટ ધામમાં લઈ જઈએ.’ સત્સંગની સેવા કરે તેથી પણ શ્રીજી મહારાજની ને અનાદિમુક્તની સેવા મળે તે શ્રેષ્ઠ છે; કેમ જે તે મૂર્તિમાં જોડી દે અને સર્વોપરી એવા જે સ્વામિનારાયણ તેમને જીવમાં પધરાવી દે; માટે એવાની સેવા કરવી.

“સર્વે ઠેકાણે શ્રીજી મહારાજનું કર્તાપણું સમજવું; પણ માયા, કર્મ, સ્વભાવ, કાળ, બ્રહ્મ, અક્ષર એ કોઈનું કર્તાપણું ન સમજવું. જો વિપરીત દેશ, કાળ, સંગાદિક તથા રાજાનો ઉપદ્રવ થાય અથવા કોઈક મરે ત્યારે કાળે કર્યું એમ જાણે તો તેણે  ભગવાનને કાળ જેવા જાણ્યા. અને માયાએ કરીને કે કર્મે કરીને કે સ્વાભાવિક થાય છે એમ જાણે તેણે માયા જેવા, કર્મ જેવા ને સ્વભાવ જેવા ભગવાનને જાણ્યા. વરસાદ, વાયરો, ટાઢ, તડકો વધુ-ઓછો થાય ત્યારે ગાળો દે તેણે ભગવાનને કર્તા ન જાણ્યા. આપણે તો સર્વ ઠેકાણે શ્રીજી મહારાજનું કર્તાપણું સમજવું, પણ બીજા અક્ષરાદિક કોઈનું કર્તાપણું ન સમજવું. અને ભૂંડા દેશ, કાળ, સંગ, ક્રિયાથી છેટે રહેવું, અને શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે વર્તવું. જે શ્રીજી મહારાજનાં વચન પ્રમાણે વર્તે તે પોતાનું ને પોતાના સંગીનું સારું કરે એવો થાય.”

એમ વાત કરીને બોલ્યા જે, “આ કલેવર પડે તો લાકડાના ભારા ઉપાડવા મટી જાય ને ચક્રવર્તી રાજ્ય જે શ્રીજીની મૂર્તિનું સુખ તે મળે; માટે ધામમાં જાવામાં પણ અતિ આનંદ માનવો. દાતરડાં ને બંધિયા સંભારવા; એટલે કે એમ જાણવું જે આ સત્સંગમાં જો ચાળે ચઢી જવાશે તો પાછું હતું તેવું દુઃખ આવશે.

“અક્ષરધામથી ઓરા અક્ષરાદિક સર્વે રોકનાર છે. માટે શ્રીજી મહારાજને અને મોટા મુક્તને સાથે રખવાળ રાખવા, પણ લૂંટણિયાને ભેગા ન રાખવા. તે લૂંટણિયા ઘણા છે. પંડિત થઈને લૂંટે, શિષ્ય થઈને લૂંટે, બુદ્ધિવાળો થઈને લૂંટે અને છેલ્લી વારે શ્રીજી મહારાજની પ્રસાદી પણ લૂંટે; કેમ જે જે પ્રસાદિયો હોય તે જેના પક્ષમાં રહ્યો હોય તે પક્ષમાં અન્યાય થતો હોય તોયે  તેની તેને હા એ હા કરવી પડે તેનો દોષ લાગે ને મોક્ષના માર્ગથી પડી જાય. માટે બીજી ઈચ્છોઓ મૂકીને એક મૂર્તિ જ રાખવી.”  II ૧૫૦ II

On noon of Maha Vad 11th, Bapashri showing his favour, talked. He said, “One should have more trust in words of today’s saint and devotees rather than that of former seers. If the any one drinks or bathes in the water in which Shriji Maharaj and his saint have bathed and any bird flying over it will be liberated- such is the importance of today.  The one who does not know Shriji Maharaj and Muktas as Supreme Being and does not keep constant memory is atheist. One can have greatness by education or by age but the real greatness is to get attached with Murti. In Bhuj no body was asking to sit in front of Swami Balmukunddasji but he used to enjoy fun with Murti. Therefore talk of Mahaprbhuji is complex. Unless one has badhitanuvruti (restricted tendency) will not know greatness of his own and that of Maharaj, just as Baldevji did not. Today Shriji Maharaj has given you such strength.  If one does not take advantage of this time and wastes means does not get himself fulfilled, he will have to take another birth and will be called mean.  If one has the darshan of God’s devotee whose appearance is pleasant and his speech is sweet, he will be benefited. If that devotee comes out of satsang will become like a corpse and nobody will touch him. Therefore one should remain absorbed in Shriji Maharaj’s Murti and should desire Murti and bliss of Murti. If one wishes to see any miracle or wants no covering (niravaran-sight and hearing) against his any sense or desires to be supreme being is said to be wishing  undesirable things of the world. Moreover, if only luminescence of Murti which is Akshardham appears without Murti is also undesirable. If Murti and Muktas both are seen everywhere it is called that he is introvert and also said to be desireless, therefore one should remain absorbed in Murti.  When is it possible?-if the greatness is known thoroughly it is possible.  In this world the greatness of money is known, hence one remains in sea for four months and bears unhappiness in the ship for the family. Similarly if the greatness of Shriji and saints is known, he will have much faith in doing service.  One should serve Shriji Maharaj and his Muktas feed them, etc- he attains the fruit of this service, which is the bliss of Shriji Maharaj’s Murti in Akshardham. For earning livelihood if one gives lot of pain to his body, it is like corrosion of dry wood when it is watered.. Whereas this pain gets one immersed in Shriji Maharaj’s Murti. If green plant is watered, it would   become green within an hour even if it was drying, similarly one can get the fruit of service.  The one who takes service is also eager to see that his servant is taken to Akshardham as soon as possible.  The service for Maharaj and Anadi Mukta is better than that of satsang because it gets one attached to Murti and installs Supreme Lord Swaminarayan in his jiva, therefore one should serve them. Everywhere one should believe that doer is Shriji Maharaj but not that of any one viz., illusion (maya), karma, nature, kal (god of death), Brahm, Akshar are not the doer. If in the adverse country, time, company, etc or if there is harassment by the king or if someone dies at that time one believes that kal has done it, he takes God as kal and he believes that it has been done by illusion, karma, or naturally, he takes God as illusion, karma and nature. When rain, wind, cold, heat, all become in excess or less, if he abuses, he has not known God as the doer. We should believe Shriji Maharaj as the doer everywhere but not other than He namely Akshar etc. One should remain away from adverse region, time, company, activity, etc and should behave according to the commands of Shriji Maharaj. The one who behaves according to the words of Shriji Maharaj becomes such that he does good of his own and of his companion. After this talk, he said that if this body leaves this world, the miseries like lifting bundles of wood would be over and get the bliss of Sheeji’s Murti which is absolute empire. Therefore one should believe much joy in going to Akshardham. One should remember sickle and bandhiya (small rope for tying), i.e., labour of his past, it means that if one will go astray in satsang again miseries would have to be faced like in past. There are Akshar, etc before Akshardham all are preventor from going there therefore Shriji Maharaj and great Muktas should be kept with us to save us from them but robbers  should not be kept. There are many robbers-they rob us by becoming pandit (learned), by becoming disciple  and by his intellect and lastly he would rob Shriji Maharaj’s prasadi. The one who has prasadi will have to take the side of the party in which he is even though there is injustice and it will be blot on him and he fall from the path of salvation, therefore all desires should be given up and only Murti should be kept. || 150 ||