Gujarati / English

મહા વદ-૧૧ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “આજ શ્રીજી મહારાજ ને સંત એટલે કે મુક્ત પૃથ્વી માથે વિચરે છે તે કોઈને મળ્યા નથી. દ્વિભુજવાળા પરમેશ્વર છે.

“એક એક સંતમાં અનેક મુનિનાં વૃંદ રહ્યા છે; કેમ જે શ્રીજી મહારાજ સહિત અનંત મુક્ત અકેકા સંતમાં ઓતપ્રોત રહ્યા છે. માટે એકને જમાડો તો અનંત જમે છે. શ્રીજી મહારાજ કહી ગયા છે ને કહે છે; કાંઈ કલ્પિત નથી. ભગવાનનો ભક્ત હોય તેને વિષે શ્રીજી મહારાજ અનંત મુકતે સહિત રહ્યા છે, પણ તેની ખબર નથી તેથી દીકરો ન હોય તો શોક કરે જે, ‘મારે દીકરો નથી’; પણ પોતાના આત્માને વિષે અનંત મુક્ત ને મહારાજ રહ્યા છે એમ સમજીને સ્ત્રી, પુત્ર, ધનાદિક માયિક પદાર્થની ઈચ્છા ન રાખવી, ને એકલા છીએ એમ ન જાણવું. ‘શ્રીજી મહારાજ તથા અનંત મુક્ત મારા આત્માને વિષે વિરાજમાન છે’ એમ જાણીને સદા આનંદમાં રહેવું.

“પ્રથમ એક એક સંત વિચરવાની આજ્ઞા હતી તે સંતના ભેળા શ્રીજી મહારાજ ને અનંત મુક્ત હતા તેથી આજ્ઞા લોપાતી નહિ. પછી જોડ વિના ન ચાલવું એવી આજ્ઞા શ્રીજી મહારાજે કરી, તોપણ જેના ભેળા શ્રીજી મહારાજ ને મુક્ત ન હોય તેવા બે ભેળા હોય તોપણ શ્રીજી મહારાજની આજ્ઞા લોપી નાખે. માટે એકમાં અનેક રહે એવા થાવું અને અનેક મુક્ત સાથે રાખવા. ગૃહસ્થ હોય તેમણે પણ અનંત મુક્ત તથા મહારાજ રાખવા, પણ આ લોકના વૈભવની ઈચ્છા ન રાખવી.

“એક હરિજન વ્યવહારે દુર્બળ હતા ને સુખે મહારાજનું ભજન કરતા. તેને વ્યવહારે દુઃખી જોઈને કોઈકે મહારાજને કહ્યું જે, ‘હે મહારાજ! આ હરિજન બહુ સારા છે, પણ વ્યવહારે દુઃખી છે તે દયા કરો તો વ્યવહાર સારો થાય.’ પછી મહારાજે કહ્યું જે, ‘સારું થશે.’ તેથી તેને બહુ દ્રવ્ય થયું. પછી તો ભગવાન ભજાય નહિ ને ખાવાની પણ નવરાઈ આવે નહિ. એકવાર તે હરિજન મહારાજનાં દર્શન કરવા આવ્યા. તેમને મહારાજે કહ્યું જે, ‘કેવા સુખિયા છો?’ પછી તે હરિભક્ત કહે જે, ‘મહારાજ! સર્પના કંડિયામાં દેડકાને પૂર્યો છે તે ક્યાંથી સુખિયો હશે?’ ત્યાર કેડે મહારાજે તેનો વ્યવહાર હતો તેવો દુર્બળ કર્યો ત્યારે શરીરે પુષ્ટ થયો ને સુખે મહારાજને ભજવા મંડયો. માટે સારો વ્યવહાર હરિભક્તોએ દુઃખદાયી જાણવો.

“પ્રવૃત્તિ તો ભગવાન ભુલાવે એવી છે માટે તેને ટાળીને ભગવાન  ભજવા. તે ટાળવાની યુક્તિ શ્રીજી મહારાજે મધ્ય પ્રકરણના ૨૨મા વચનામૃતમાં શીખવાડી છે. જેને  મૂર્તિમાં જોડાવું હોય તેણે કાર્યમાં તાન રાખવું નહિ એમ મહારાજે કાર્યની ન્યૂનતા બતાવી છે. માટે મુક્ત થાવું હોય તેણે સર્વ વિસારીને મૂર્તિમાં જોડાવું. તૃણની ઝૂંપડી ને ફાટેલ ગોદડીવાળા સંતની સભામાં કથા-વાર્તા થાતી હોય ત્યારે વૃત્તિ બીજી રીતની થઈ જાય અને ઉદઘોષમાં વૃત્તિ બીજી રીતની થઈ જાય અને ઉદઘોષમાં વૃત્તિઓ ડોળાઈ જાય.

“જેમ બોટાદવાળા શિવલાલભાઈએ રઘુવીરજી મહારાજની પધરામણી ભાવનગરમાં કરાવીને રાજા પાસે સન્માન કરાવ્યું, તે પ્રવૃત્તિમાં પોતાના આત્માને ને મહારાજને દેખતા તે બંધ થઈ ગયું. પછી સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીને વાત કરી જે, ‘હવે મહારાજ ને આત્મા દેખાતા નથી.’ ત્યારે સ્વામી બોલ્યા જે, ‘તમે પ્રવૃત્તિમાં ભળી ગયા તેથી નથી દેખાતા; તો હવે આપણા ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી પાસે જઈને પ્રાર્થના કરો.’ પછી તેમણે સ્વામીની પ્રાર્થના કરી, ત્યારે સ્વામીશ્રીએ કૃપા કરીને કહ્યું જે, ‘ધ્યાન કરો. બે મહિને દેખાશે.’ પછી બે મહિને આત્મા ને મહારાજ દેખાયા. એમ પ્રવૃત્તિ પણ મૂર્તિમાં જોડાવામાં વિક્ષેપકર્તા છે. શ્રીજીનાં ને મુક્તનાં ચરિત્ર તે સાધનિકને શીખવવા માટે છે.

“આ ભણતર મોટું છે; ષટશાસ્ત્ર ને અઢાર પુરાણ ભણવે કરીને કાંઈ વળે તેમ નથી. આ જોગમાં સર્વેદેશી જ્ઞાન આવે ને ધ્યાન કરવાની લટક આવે. માટે આ જોગ કરી લેવો તો સર્વે કામ સિદ્ધ થાય, એટલે કે મૂર્તિની પ્રાપ્તિ છતે દેહે થાય. માટે આવા મુક્તને વિષે દિવ્ય ભાવ રાખીને તેમની સેવા કરવી, પણ ગુણમાં રહીને ન કરવી. પ્રસાદીનું વસ્ત્ર હોય તેને વળ દઈને ગળે બાંધે તો નુકસાન કરે ને પ્રસાદીનો પત્થર હોય તોપણ વાગે અને જો મહિમાએ સહિત દર્શન કરે તો દિવ્ય કરે. માટે દિવ્યભાવ લાવીને સેવા કરવી.

“ચિંતામણિ તો મળી છે, પણ દરજીના સેબામાં જાય છે. મહારાજ તેડવા આવે ત્યારે અહીં રહેવાનો સંકલ્પ થાય તે દરજીના સેબા (ટેભા) જેવું છે. જ્યારે શ્રીજી મહારાજ તેડવા આવે ત્યારે પૂરું થયું જાણવું. જેમ ઝાડેથી ફળ તૂટયું તે પાછું ઝાડે વળગે નહિ, તેમ શ્રીજી કે મોટા દેહ મુકાવે તો ફેર બીજો દેહ ન ધરાવે; એ તો પોતા પાસે જ લઈ જાય. માટે શ્રીજી મહારાજ તેડવા આવે ત્યારે પોતાનું અધૂરું ન માનવું.

“બે દેશ છે તે સર્વે એક મંડળ રાખવું, પણ જુદાઈ ન રાખવી. જે ધામમાં રહેતા હોઈએ તે ધામના મોટેરાની આજ્ઞામાં તત્પર રહેવું, પણ બેપરવાઈ ન રાખવી ને મનનું ધાર્યું ન કરવું. મહારાજને સાથે રાખવાથી એક મંડળ રહે ને મહારાજને છેટે મૂકે તો મંડળ જુદાં થઈ જાય. માટે મહારાજને સાથે રાખવા.”  II ૧૫૧ II

On the day of Maha Vad 11th, Bapashri showing his favour talked. He said, “Today Shriji Maharaj and saint means Mukta who is going about on the earth have not met anyone. They are gods having two arms. In every saint there are many groups of Munis because Shriji Maharaj along with innumerable Muktas are there in every saint, therefore if one is offered meal, infinite take meal.  Shriji Maharaj has said so and always says.  This is not imaginary. Shriji Maharaj along with infinite Muktas is with devotee of God but he does not know it, so if he has no son, he regrets but he should understand that there are Maharaj and infinite Muktas within his soul. Knowing this he should not desire for illusive objects like woman, son, wealth, etc and should not feel that he is alone. He should always remain in joy by knowing that Shriji Maharaj and His infinite Muktas are seated in his soul. At first it was rule that one saint alone can move about and Shriji Maharaj and infinite Muktas were with him so the command was not violated. Thereafter Shriji Maharaj commanded that saints should move about in pairs, even then if such pair of saints with whom Maharaj and Muktas are not there they would violate Shriji Maharaj’s command, therefore one should become such that many remain with him in one and one should keep many Muktas with him. Even if he is householder he should keep infinite Muktas and Maharaj with him but should not desire opulence of this world. There was a devotee who was financially poor and  worshipped Maharaj happily.  Someone taking pity on him told Maharaj, “Oh Maharaj! This devotee is a nice man but financially he is weak so take pity on him and make him strong financially. Then Maharaj blessed that devotee and he became wealthy. Afterwards he did not find time to worship God and even did not have time for meal. Once that devotee came for darshan of Maharaj, Maharaj asked him how his happiness was. The devotee said, “Maharaj! A frog has been kept in basket of snakes how can it be happy?”  Thereafter Maharaj made him financially weak as he was before. Then he became strong in body and worshipped Maharaj happily, so wealth should be known as painful. Activity is such that it makes us forget  God, therefore God should be worshipped by avoiding it. Maharaj has shown the trick to avoid it in the 22nd Vachanamrut of the Middle Chapter of Gadhada. The one who wishes to get attached to Murti, should not keep eagerness for activity. Thus Maharaj has taken the activity as of less importance. So one who wants to become Mukta should get attached to the Murti by forgetting every thing. The tendency of one becomes different in the assembly of saints, held in hut made of grass and where torn quilt is spread and whereas tendency become nasty in the assembly of saint held in modern comforts and equipments. Just as Shivlalbhai of Botad invited Shri Raghuvirji Maharaj at Bhavnagar and get him honoured by the king. Because of this programme appearance of Shriji Maharaj which was there in his soul had disappeared. Then he told about it to Sadguru Shri Gunatitanand Swami. Swami told him that since he was busy in activities, they had disappeared. He told him to go and to pray their Guru Gopalanand Swami. He went and prayed to Swami. Swami showing his grace told him to meditate. He said that they would appear after two months. Then they did appear in his soul after two months. Thus activity is also an obstacle in getting attached to Murti.  Deeds of Shriji’s and Muktas are for teaching the seekers. This education is greater. Even after learning shatshastra (six scriptures) and eighteen purans nothing can be gained. In this opportunity one can get all kinds of knowledge and he will know how to meditate, so this opportunity should be seized. If it is seized, everything will be fulfilled means realization of Murti will be possible while in human form (while alive). Therefore such Muktas should be served with divine feeling but not by remaining in attributes. If  cloth of parsadi is tied tightly round the neck it will be harmful and stone of prasadi will also hurt and if darshan is done with greatness, it will make him divine. Therefore service should be done with divine feeling. We have got chintamani but it is wasted without taking benefit of it. When Maharaj comes to fetch the opportunity will be lost if desire of living here arises. When Shriji Maharaj comes to fetch, it should be known that every thing is fulfilled. Just as the fruit comes down from the tree, it will not go back to the tree. Similarly if Shriji or Muktas make us leave our body, the next birth will be avoided by their grace-they take him to their abode. Therefore when Shriji Maharaj comes to fetch he should not think that something remains behind. There are two part of the sect but they all should keep one group but should not remain separate. We should always be eager to obey the commands of the heads of the respective abode in which we live, and should not behave according to our wish. If Maharaj is kept together, there will be one group if Maharaj is kept away groups will separate therefore Maharaj should be kept together. ||151 ||