Gujarati / English

મહા વદ-૧૪ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “સંત છે તે શ્રીજીનું પાકું ગોત્ર છે. તેમને શ્રીજી કહે છે કે, ‘તમે જીવકોટિથી લઈને મૂળઅક્ષરકોટિ પર્યંતનાં સુખ ખોટાં જાણો.’ કીટ એટલે જીવકોટિ, ને બ્રહ્મા એટલે મૂળઅક્ષરકોટિ જાણવી; તેમાં બંધાવું નહિ એમ કહે છે. પંચ વર્તમાન પાળવાનાં કહ્યાં છે તેમાં બરાબર વર્તવું અને ગૃહસ્થોએ સ્ત્રી, પુત્રાદિકને બંધનકારી માનીને તેમાં હેત ન કરવું. એક સુતારનો છોકરો મરી ગયો તેના હાથમાં કુહાડો આપીને કહ્યું કે, ‘ઘસ’, એમ કહીને વળી ફેર કહ્યું જે, ‘સારો ઘસ્યો’, એવું હેત થઈ જાય છે; માટે જ્ઞાન જોઈએ.

“પારકી અને પોતાની સ્ત્રી, તે પણ તરવારની પેઠે નાશ કરે એવી છે; માટે તેથી બીતા રહેવું. કેટલેક ઠેકાણે બાપ થકી દીકરીને બાળક થાય છે; માટે એકાંતમાં મા,  બેન, દીકરી તથા પરસ્ત્રી ભેળું રહેવું નહિ. કળિનું રૂપ એવું છે જે કળિમાં કામનું જોર છે. સતયુગમાં સંકલ્પનાં ફળ થતાં, ત્રેતામાં દૃષ્ટિનાં ફળ થતાં, દ્વાપરમાં સ્પર્શનાં ફળ થતાં અને કળિમાં વીર્યનાં ફળ થાય છે; માટે મા, બેન, ને દીકરીથી પણ છેટે રહેવું. આજ્ઞા ન પાળે તો પૈસા ખૂએ, નાતજાતમાં ફજેતી થાય, લાજ વંજાવે ને મોક્ષથી પડે. સ્ત્રીની દૃષ્ટિમાં ઝેર રહ્યું છે તે ચઢીને જીવ લે એવી છે. ગૃહસ્થના આશ્રમમાં રહીને પણ નિર્વાસનિક રહેવું.

“સ્ત્રી-પુરુષનો ભેદ મૂળમાયા સુધી છે; મૂળમાયા ઉપર સ્ત્રી-પુરુષોનો ભેદ નથી; સર્વે પુરુષાકાર છે ને દિવ્ય છે, તે બ્રહ્મકોટિમાં ને અક્ષરકોટિમાં અને મહારાજના ધામમાં આ ત્રણ ઠેકાણે દિવ્ય પુરુષાકાર છે.”

એમ કહીને વળી કહ્યું જે, “આજ્ઞારૂપી લીટો લોપે તેનું રૂડું ન થાય. આજ્ઞા આત્મસત્તારૂપનું કામ કરે છે. ઈન્દ્રિયોના ગણ જીવને ક્યાંય લઈ જઈ ફગાવી દે. જેણે જેણે આજ્ઞા લોપી છે તે મોટા હતા તોપણ ધર્મથી પડયા છે. રણછોડ મિસ્ત્રીએ સત્સંગમાં ઘણી સેવા કરી હતી, પણ આજ્ઞા લોપી તો વટલાઈને ભ્રષ્ટ થઈ ગયા અને મોટા સદગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામીનું કહ્યું પણ ન માન્યું. એને સિદ્ધિઓ આકાશમાંથી આવીને ઉપાડી ગઈ. કેવાં કેવાં કીર્તન બોલતા ને ગર્જના કરતા! પણ ક્યાંય તુર્કસ્તાનમાં જતા રહ્યા.

“ત્યાગી તથા ગૃહસ્થ લોભથી કસાઈના જેવું કર્મ કરે છે. લોભથી લાંચ લેવાય, કોઈકને મારે, જૂઠું બોલે, અન્યાય કરે; માટે ભેંસનું ગાય તળે અને ગાયનું ભેંસ તળે એમ ન કરવું. તેમ કરવાથી ધાવી શકાય નહિ ને લાતો ખાઈ ખાઈને ડાચું ભાંગી જાય અને યમના માર ખાવા પડે. માટે તેમ ન વર્તવું; ચોખ્ખું વર્તવું. શાસ્ત્રનું ને સંતનું વચન પાળે તો સુખી થાય. મોડજી દરબારે સ્વામી હરિકૃષ્ણદાસજીનું વચન માન્યું તો સુખી રહ્યા. જો ન માન્યું હોત ને સરકારના સામા થયા હોત તો કલેવરનો નાશ થાત.

“સૂકા કાષ્ટમાં ઘણ (જીવડાં) પડે છે તેને પણ ભગવાન ખાવા-પીવા આપે છે ને પશુ-પક્ષી પણ ખાઈને આરામ કરે છે. સર્વેના દિવસ નીકળે છે; માટે દ્રવ્ય કાંઈ કામમાં આવતું નથી. જો લાંચ લે, તો આગળનું રળેલું હોય તેને પણ તાણી જાય, માટે ગૃહસ્થોએ લાંચ ન લેવી. કન્યા-વિક્રયનું પાપ પણ અતિશય છે અને લાંચનું પણ પાપ છે; માટે તે માર્ગે ચાલવું નહિ.

અને કોઈનો વાદ પણ લેવો નહિ. ડોશીની પેઠે પોતે ઊગરવું; તો જગ તર્યો. શાસ્ત્રમાં ને ધર્મમાં કોઈનો વાદ ન લેવો ને ઈન્દ્રિયોના આહાર શુદ્ધ કરવા. બ્રહ્મચર્યવ્રતમાં કુશળ ન હોય તેની રસોઈ ન લેવી તે શુદ્ધ આહાર કહેવાય. અને અજાણમાં લેવાઈ જવાય તેનો બાધ નહિ, પણ મહોબત રાખીને ન લેવી. મહોબત રાખીને લે તો એક ઉપવાસે શુદ્ધિ થાય, અજાણમાં લેવાઈ ગયું હોય તેની ખબર કોઈ દિવસ પડે તો સો માળા ફેરવે શુદ્ધિ થાય. આ ધનબાઈ ડોશી ખાવા-પીવા આપે છે ને કથા સંભળાવે છે માટે તેનાં ધન્ય ભાગ્ય છે, અને જે હેત કરીને સાંભળે તેનાં પણ ધન્ય ભાગ્ય!”  II ૧૫૩ II

On the day of Maha Vad 14th, Bapashri showing his favour talked. He said, “Saints are real gotra of Shriji.  Shriji tells them that happiness from Jivakoti to Mul-Aksharkoti is false. One should know that insect means Jivkoti and Brahma means Mul-Aksharkoti, he said that one should not be bound by them. We should properly follow panch vartman (five moral codes) and householder should not develop love for wife, children, etc because they are binding.  A carpenter gave an axe in the hands of his dead son and asked to sharpen it, after that, he told that it was sharpened in a better way. Such type of love develops, therefore knowledge is needed.  One should fear his own wife and other woman because they will kill like a sword. At some places a daughter gets child because of her father.  Therefore one should not remain in a solitary place with his mother, sister, daughter or other woman, this is the form of Kaliyug. In Kaliyug the power of sensual happiness is very much. In Satyug thoughts bore fruits (children), in Tretayug sight bore fruits, in Dwaperyug touch bore fruits and in Kaliyug semen bears fruits, therefore we should keep away from mother, sister and even the daughter. If the commands are not observed he will lose money, will become laughing stock in his caste, will loose character and will fall from path of liberation.  There is poison in the sight of woman and it can cost life. Even in ashram of householder we should remain without passion. Division between man and woman is up to mulmaya (basic illusion), above it there is no division. All are divine and in the form of man. There is divine form of man at all three places viz in Brahmkoti, Aksharkoti and in the abode of Maharaj. Once again he said if the line drawn in the form of command is violated it will not be good for him. Command does the work in the form of soul authority. The group of senses may take the Jiva anywhere and throw it.  Those who have violated commands have fallen from dharma even though they were great. Ranchhod Mistry did much service in satsang but when he violated commands, he defiled himself and fell down and even did not heard the advice of great Sadguru Shri Nirgundasji  Swami.  He was taken away by siddhis which had come from space. How fine devotional song he used to sing with loud voice but unfortunately went away to Turkastan.  Renouncer and householder do deeds like butchers, would take bribe because of greed, would beat someone, would speak lie, would do injustice, so one should think twice before behaving in that way. In doing so we may be punished by yam (God of death), behaviour should be righteous. If words of saint and scriptures are obeyed, he will be happy. Modji Darbar obeyed the words of Swami Harikrushnadasji so he became happy.  Had he not obeyed him and would have gone against the Government, he would have been killed. In the dry wood many germs fall and God gives them food, drinks, etc. Animals and birds also get food and rest.  All get necessities though they have no money, as such money is not everything. If one takes bribe, his earned money will also be wasted, so householder should not accept bribe.  It is a great sin of kanya-vikray (father of the bride takes certain amount from the in-laws of the bride) and it is also a sin to accept bribe, therefore one should not tread on this path. One should not follow in the footstep of others in such matter.  If he saves himself from such attraction, he has won the life. One should not take part in the controversial matter of scripture and religion. Intakes of senses should be purified. One should not take food from the one who is not perfect in celibacy-this is called pure food and if it is taken unknowingly, there is no harm in it. But should not be taken with love. If it is taken with love he will become pure after one fast and if it is taken unknowingly and if it is known afterwards, he will become pure after doing hundred rosary. This old woman Dhanbai gives food, etc and makes us to listen to the katha.  She is really lucky and those who listen to her katha are also lucky. || 153 ||