Gujarati / English

મહા વદ-૦)) અમાસને રોજ સવારે બાપાશ્રીએ કૃપા કરીને વાત જે, “આ સભાના સંકલ્પ ચાલે છે ને ભક્તને તેડીને અક્ષરધામમાં લઈ જાય એવી સામર્થી છે; પણ શ્રીજી મહારાજે રોકી રાખી છે. દાસપણું રહે એટલા માટે તમને જાણવા દેતા નથી. આવા સંતને વિષે દિવ્યભાવ રાખીને દાસાનુદાસ થઈને રહે તો શ્રીજી મહારાજની હજૂરમાં રહેવાય. ‘દાસ તમારા દાસનો મને રાખો નાથ હજૂર એ વર માગું છું’ એમ દાસનો દાસ થાય તેને મહારાજ હજૂરમાં રાખે છે. માટે સર્વેના દાસ થાવું, પણ મોટા થાવું નહિ.

“વળી પોતાપણું લાવવું નહિ, અવગુણ લેવો નહિ ને જેમ ભૂંડા ભૂંડાઈ ન મૂકે તેમ આપણે ભલાઈ ન મૂકવી. શ્રીજી મહારાજે વચનામૃતમાં અડધો અડધ એ વાત લખી છે જે કોઈ મોટાનો અવગુણ ન લેવો, ને અડધમાં જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, ધર્મ, માહાત્મ્ય આદિકની વાત લખી છે. માટે દ્રોહથી બીતા રહેવું, પણ પોતાનું ડહાપણ કે બુદ્ધિડોડ ન રાખવો. આ સભામાં અવગુણ લે તે તો ખોખા જેવો થઈ જાય છે; જેમ હિમ પડે તો બીજ બળી જાય છે ને ફોતરાં રહે છે તેમ. આ સત્સંગમાં સદગુરુ સ્વામી હરિનારાયણદાસજી જેવા સત્પુરુષનો અવગુણ લઈને કેટલાએ જતા રહ્યા.

“ખારેક આદિના ઝાડમાં પાણી છાંટીએ તો ફળ આવે છે, પણ તે વિના આવતાં નથી; તેમ મૂર્તિ રાખી હોય તો સુખ આવે, પણ એકલે સાધને સુખ ન આવે. શ્રીજી મહારાજે માંચી ઉપર કુલ્લું મૂકી દીધું તેમાંથી ઘી નીકળ્યા જ કરતું; તેમ મુક્ત અનાદિ કાળથી મૂર્તિમાં રહ્યા છે તેમને પણ મૂર્તિનો કે સુખનો પાર નથી આવતો. જેમ બાળક ધાઈમાંથી ધાવીને સુખિયું રહે છે, તેમ મહારાજના સુખમાં મુક્ત સુખિયા રહે છે.

“જેમ મહારાજ ને મુક્ત દિવ્ય છે તેમ જ તેમની સેવા પણ દિવ્ય છે. માટે સત્સંગીઓએ ધર્માદો પૂરો આપવો, પણ દેવના લાભને અર્થે સરકારમાં જતો હોય તો ‘સરકારમાં જાય છે કે પહાણા ખડકે છે કે કૂવા કરે છે’ એમ ન જાણવું; એ તો શ્રીજી મહારાજને જ અર્પણ થાય છે. શ્રીજી મહારાજ જડ વસ્તુને બદલે દિવ્ય સુખ આપે છે, માટે એમાં શંકાઓ કરવી નહિ.”  II ૧૫૪ II

On the morning of Maha Vad 30th, Bapashri, showing his favour, talked. He said, “Thoughts of this assembly are so powerful that it can take anydevotee to Akshardham; such is the power, but Shriji Maharaj has prevented it.  In order that there remains feeling of servant and therefore you are not allowed to know it. If one remains as the servant of a servant by having the divine feeling for such saint, he can remain in the court (presence) of Shriji Maharaj. ‘Das Tamara dasno mane rakho nath hajur e var mangun chhun’ (I pray that please keep me as the servant of your servant). Thus who remains as the servant of the servant, Maharaj keeps him in his presence.  So one should become servant of all but should not become great.  Moreover one should not insist for the implementation of his wish, should not imbibe any one’s fault and we should not give up kindness as the wicked person does not give up his wickedness.  In the half part of Vachanamrut Shriji Maharaj has cautioned his devotee against finding faults in Muktas and in the other half portion He has written about the knowledge, renunciation, devotion, dharma, mahatmya etc. understanding the greatness in real sense. We should be afraid of betraying any one, and one should not feel proud of wisdom  or intellect.  One who find faults in this assembly, he will become empty-just as when it snows, the seeds will be burnt and there will remain only husk. In this satsang many found faults with such truthful person like Sadguru Swami Harinarayandasji and went away from satsang.  If we water dates tree, etc it bears fruits, otherwise not. Similarly if Murti is kept, happiness will come but it will not come by adopting means only. Shriji Maharaj put a vessel on a stand and that vessel remained full with ghee, i.e., though ghee was taken out of it, the quantity in it remained the same. Similarly Muktas dwell in Murti since time immemorial and bliss of Murti and Murti does not end for them.  Just as a child remains happy by sucking milk from its mother’s breast, similarly Muktas remain blissful in the bliss of Maharaj. Just as Maharaj and Muktas are divine, their services also divine. So devotees should give full charity (donation). But if that money of charity is spent for legal purposes or for construction of temple or for digging wells- one should not think that it is wasted, it is dedicated to Shriji Maharaj. Shriji Maharaj gives divine bliss in exchange of inanimate objects, so it should not be doubted. || 154 ||