Gujarati / English

ફાગણ સુદ-૧ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “જેમ હીરેથી હીરો વીંધાય છે અને અગ્નિને પ્રસંગે કાષ્ટ અગ્નિરૂપ થાય છે; તેમ જીવ મહારાજને ભજી ભજીને દિવ્ય થઈ જાય છે. શ્રીજી મહારાજના મહિમાનો પાર નથી, માટે સંત શ્રીજી મહારાજનો ને મુક્તનો મહિમા કહે તે સાચો માનવો. કોઈ પોતે શ્રીજી મહારાજ થાય તેની વાત ન સાંભળવી; પણ દાસપણું રાખીને સ્વામી-સેવકને ભાવે શ્રીજી મહારાજનો મહિમા ઘણો કહે તે માનવો. શ્રીજી મહારાજનો મહિમા તો અનાદિમુક્તો મૂર્તિમાં રહ્યા છે તેમનાથી પણ પૂરો કહેવાય તેમ નથી. માટે શાસ્ત્રની સાખ ન લેવી; કેમ જે મુક્ત તો દેખીને કહે છે.

“મૂર્તિ વિના તેજ નથી; માટે શ્રીજી મહારાજ નિરાકાર નથી. બ્રહ્મજ્ઞાનીનો માર્ગ ખોટો છે ને તે નર્કમાં પડે છે. મહારાજ ને મુક્ત અહીં દર્શન આપીને પોતાનો આશરો કરાવે છે ને મહિમા સમજાવે છે ત્યારે જીવનું કલ્યાણ થાય છે, પણ પ્રકાશ આવીને કોઈને ઉપદેશ કરતો નથી. માટે તેજથી કલ્યાણ ન થાય. મહારાજ ને મુક્ત સદા દિવ્ય ને સાકાર છે તે કલ્યાણ કરે છે.

“જેમ ક્ષય રોગ વાસના ટાળે છે તેમ જેને માણસાઈએ સાધુને એટલે કે મુક્તને રાખતાં આવડે એટલે કે મુક્તની સાથે આત્મબુદ્ધિ કરે તો સાધુ એટલે કે મુક્ત રાજીપેથી તેની સાથે રહે અને તેની વાસના ટાળીને મોક્ષ કરે; માટે સાધુને એટલે કે મુક્તને રાખવા. આ પરભાવનો અર્થ છે.  અમે છપનામાં (૧૯૫૬માં) છપૈયે ગયા હતા ત્યારે ભગવાનપ્રસાદજીએ એક ચાકર રાખ્યો તેને હવેલીમાં સુવાર્યો તે બીન્યો ને કહ્યું જે, ‘મોકું મેરે ઘર પુગાઓ, ઓ પડે તો દટાઈ મરું’. પછી તેને બહાર ચોકમાં સુવાર્યો ત્યારે ઊંઘ આવી. માટે જ્યારે સાધુ ભેળું એટલે કે મુક્ત ભેળું રહેવાય ત્યારે વાસના બળે ને મૂર્તિના સુખે સુખિયા થવાય.

“જે જીવના હાથમાં રામપાત્ર હોય તેને બીજાના વૈભવ જોઈને એના જેવું થવાનો સંકલ્પ થાય, પણ મોટા ભક્તને જોઈને તેમના જેવું થવાનો સંકલ્પ ન થાય અને ‘તેમના જેવું આપણે થાવું પરવડે નહિ’ એમ કહે. ત્યાગી થયા હોય તે પણ બીજાનાં પદાર્થ જોઈને પોતે ભેળાં કરવાની ઈચ્છા કરે, પણ કોઈક ધ્યાન-ભજન ઝાઝું કરતા હોય તેનો વાદ ન લે. એવા જીવના અવળા સ્વભાવ છે; તે ઊતરી જાય, પણ ચઢતો રંગ ન રાખે.”  II ૧૫૫ II

On the day of Fagan Sud 1st, Bapashri showing his favour, talked. He said, “Just as diamond is cut by a diamond and firewood becomes fire in contact of with fire, similarly Jiva becomes divine by constantly worshiping Maharaj. The greatness of Shriji Maharaj is limitless, so when greatness of Shriji Maharaj and Muktas is told by saint it should be believed as true. If any one considers himself as Shriji Maharaj, he should not be listened to but if any one tells about the greatness of Shriji Maharaj considering himself as servant with the feeling of master-servant relationship, he should be believed.  Greatness of Shriji Maharaj cannot be told fully by Anadi Muktas dwelling in Murti so scriptures should not be referred. Muktas say what they see or experience.  There is no luminescence without Murti, therefore Shriji Maharaj is not formless. The path of Brahmgnani (having knowledge of luminescence only) is wrong and they fall in hell.  When Maharaj and Muktas give darshan here and give a shelter and explain greatness, Jiva is benefited. But luminescence does not come to preach so luminescence can not give liberation. Maharaj and Muktas are always divine and having form-, they give salvation. Just as tuberculosis avoids passion, Similarly if one knows how to keep saint means Muktas that means surrender to Muktas, Muktas will remain with him by their pleasure and liberate him by making him free from passion so Muktas should be kept. This meaning is of spiritual world. In the year Samvant 1956 we went to Chhapaiya. There Bhagvanprasadji engaged a servant and arrangeed for his bed in a haveli. He was afraid in the haveli and said that he be sent home, if it falls, he will buried. Then he was arranged to sleep outside in the porch, then he could sleep. When it is possible to remain with Muktas, passion burns and one becomes happy in the happiness of Murti. The Jiva which has begging bowl in his hand would think of becoming rich by seeing others riches but he does not think of  becoming devotee by seeing a great devotee and says that he can not afford to become like him.  Those who have become renouncer desire to collect material objects by seeing others objects but would not like to become like the one who does much meditation, worship, etc- such is the crooked nature of Jiva. He goes on falling from satsang but does not care to rise in satsang. || 155 ||