Gujarati / English

ફાગણ સુદ-૨ને રોજ સવારે સભામાં બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “મુક્તના સમૂહમાં રહે ને મુક્તને વિષે જોડાય તેને આ લોકમાં કાળ, કર્મ, માયા, સ્વભાવ, કામાદિક શત્રુરૂપી સિંહ, સર્પાદિકની બીક ન રહે. માયામાં રહીને પણ મુક્તમાં જોડાય તો ઉપર કહ્યા જે શત્રુ તેની બીક ન રહે. જેમ ગૃહસ્થ પોતાનાં છોકરાં સારુ રળે છે ને પછી પોતાનાં છોકરાંને આપે છે તેમ શ્રીજી મહારાજે દેહભાવ દેખાડીને તપ કર્યું, સેવા કરી, વન-જંગલમાં ફર્યા, એવી રીતે વર્તીને આપણને શીખવ્યું છે.

“જે આંધળો હોય તે શ્રીજી મહારાજને ને મુક્તને જતા રહ્યા એમ જાણે. શ્રીજી ને મુક્ત તો આ સભામાં બેઠા છે એવો વિશ્વાસ રાખીને આ સભામાં બેસે તેનું પૂરું થાય. બાળકિયા સ્વભાવથી સુખ ન આવે. જાણપણારૂપ દરવાજે રહીને અંતર્વૃત્તિ કરે તો સુખ આવે, પણ એ આકારે વૃત્તિ થાતી નથી ને સાધનને આકારે વૃત્તિ રહે છે. માટે સાધન કરતાં કરતાં મહારાજમાં ને મુક્તમાં વૃત્તિ રાખવી.

“સાધુને તેમ જ ગૃહસ્થ ને માળા, માનસી પૂજા, કર્થા, વાર્તા, ધ્યાન, ભજન તે ન થાય તો ખોટ કહેવાય. માળામાં, માનસી પૂજામાં, ધ્યાનમાં બરાબર શ્રીજી મહારાજનો સાક્ષાત્કાર થાય છે કે કાંઈ ફેર રહે છે તેનો તપાસ કરે તો પતિવ્રતા કહેવાય. શ્રીજી મહારાજના કહેવાયા તો હોઈએ, પણ માળા, માનસી પૂજાનું નિયમ ન હોય તો જેમ રાજાનો ચાકર સલામ ભરવા ન જાય તો દંડ પડે તેમ થાય; માટે મૂર્તિનું મંથન કરવું, પણ માયારૂપી સમુદ્રનું મંથન કરવું નહિ.

“સુખ તો મૂર્તિમાં જ છે, પણ બીજે નથી. બીજે ખોટી થાવું તેમાં નુકશાની છે. કથા કરે, વાર્તા કરે, જોગ કરે ને બીજાને અક્ષરધામમાં મોકલે ને પોતાનું અધૂરું રહે. આ સત્સંગમાં લક્ષાવધિ માણસોને કથા-વાર્તા કરીને અક્ષરધામમાં પહોંચાડે ને પોતે રહી જાય તે તો કેવું છે કે બીજાને ખૂબ પીરસે, પણ પોતે જમે નહિ ને ભૂખ્યો રહી જાય. નારાયણપુરના ધનજીભાઈએ બીજાને રેલમાં બેસાર્યા ને પોતે રહી ગયા. એમ આ સત્સંગમાં મોટા કહેવાતા હોય ને વાતો કરતા હોય, પણ પાછી વૃત્તિ ન રાખે તો ખોટ રહી જાય. પાકશાળા હાથ હોય, પણ પોતે જમ્યા વિના રહી જાય એવું થાય.

“આ પુરુષોત્તમ  ભગવાન ને મુક્ત તો જુદા પડતા જ નથી; માટે એમને વળગી રહેવું અને ધર્માદો લેવા જવો, પણ શ્રીજીમાં વૃત્તિ રાખવી. હજારો માણસની સભા જેની આગળ બેસતી હોય, પણ જો તેને વિચાર ન હોય તો પોતે રહી જાય. અંતર્વૃત્તિ ન હોય તો રહી જવાય; માટે જમવું ને જમાડવું. અનાદિ મહામુક્તરાજ શ્રી ગોપાળાનંદ સ્વામીને શ્રીજી મહારાજને વિષે પ્રીતિ હતી તો મહારાજને આફૂડા સંભારવા પડયા. તેમ મહારાજને વિષે એમના જેવી આપણે પ્રીતિ કરીએ તો શ્રીજી મહારાજ આપણને પણ તેમની પેઠે જ સંભારે. અમે આજ તમને સુખ આપવાને અર્થે સખાભાવે વર્તીએ છીએ તેથી તમને બોલવા, ચાલવા, પૂછવાનું સુખ આવે છે.

“માયિક પદાર્થ ત્યાગી-ગૃહી સર્વેને આડું આવે એવું છે, પણ જો શ્રીજી મહારાજને આત્માને વિષે પધરાવી દે તો કાંઈ આડું આવે નહિ. પ્રસાદીનું પદાર્થ પણ પ્રીતિ હોય તો આડું આવે; માટે એનો પણ ખપ ન પડે તેમ કરવું. ચરણારવિંદ જો દશ-વીસ હોય તો નગરશેઠિયો થઈ પડે, પણ ચરણારવિંદ કાંઈ કામ ન આવે. પ્રસાદીએ કરીને તો શ્રીજી મહારાજની સ્મૃતિ રહે એટલું જ કામ કરે. એ તો સ્થાવર તીર્થ જેવું છે. એનાં દર્શન તો લાખો ફેરા કરીએ, પણ સમજવાનું એ છે જે મૂર્તિ વિના એ કાંઈ કામ આવે નહિ.

“જો ગૃહસ્થને રૂપિયા હોય ને તે વડે સત્સંગની સેવા કરે તો સારું થાય ને વ્યવહારમાં વાપરે તો બંધનકારી છે. કેરામાં એક કણબી પચીસ હજાર કોરી રળી લાવ્યો, એને સ્વામી અક્ષરજીવનદાસજીએ કહ્યું જે, ‘કાંઈક પૈસા સંબંધી મદદ કરો તો મંદિર કરીએ.’ તેણે કહ્યું જે, ‘બાપાશ્રી કહે તો એ જે કહે તે આપું.’ પછી સ્વામીએ આવીને અમને કહ્યું એટલે અમે તથા સ્વામી ત્યાં ગયા ને કહ્યું જે, ‘આ ભગવાનના મંદિરમાં મદદ કરો.’ તેણે કહ્યું જે, ‘આ રળીને લાવ્યો છું એમાંથી તો એક જંઈ પણ તોડવો નથી, પણ હવે પરદેશમાં રળવા જાઉં તેમાંથી કાંઈ આવશે તો મદદ કરીશ’; એવી યુક્તિથી ના પાડી ને પછી પરદેશ કમાવા ગયો. ત્યાં સામસામાં બે વહાણ ભટકાણાં તેની વચ્ચે આવ્યો ને મરી ગયો. એમ મોટાનું વચન મનાણું નહિ અને વાંસેથી બધું ધૂળધાણી થઈ ગયું. માટે જોગ મળતાં તરત સત્સંગમાં સેવા કરી લેવી.

“આત્માને વિષે મૂર્તિ ને સભા બેસારવી; તો સુખિયા થવાય. પ્રેમજીભાઈને કારખાનામાં ખોટ ગઈ તે રોવા મંડયા ત્યારે અમે કહ્યું જે, ‘ખોટ ગઈ, પણ ભગવાન ગયા નથી માટે ભગવાનને સંભારો; એ તો જે દુઃખદાયક હતું તે ગયું છે.’ આમ સમજી ગૃહસ્થે માયિક પદાર્થમાં અને ત્યાગીએ પ્રસાદીના પદાર્થમાં હેત ન રાખવું.”  II ૧૫૬ II

On the morning of Fagan Sud 2nd, Bapashri showing his favour, talked in the assembly. He said, “The one who remains in the group of Muktas and get attached with them will have no fear in this world of Kal, karma, illusion (maya), nature, passion, etc which are enemies like lion, serpent, etc.  Even if he joins Muktas by remaining in illusion (maya), he will have no fear of aforesaid enemies. Just as householder earns for his family and gives it to his children. Similarly Shriji Maharaj did penance, service, wandered in woods and forest and taught us to behave in the same way. Just as blind person understand that Shriji Maharaj and Muktas have gone, Shriji  and Muktas are already there in this assembly. If one has such faith and sits in the assembly, he will be fulfilled. Happiness will not come in childish nature. With awareness of knowledge if one becomes introvert, happiness will come but his tendency does not lean towards it but it leans towards means, so while continuing means one should keep his tendency in Maharaj and Muktas. If rosary (mala), mental worship, katha, varta, meditation,  devotion, etc cannot done by saint as well householder, it’s a loss. One should examine whether Shriji Maharaj is realized by means of rosary (mala), mental worship, meditation or something lacks. If he examines in this way he is said to be faithful (pativruta).  We may be called as the follower of Shriji Maharaj but if vow of rosary (mala), mental worship is not taken, we will be punished just as the king punishes his servant if he does not salute him; so we should meditate on Murti but not on illusion (maya).  There is happiness only in Murti and not elsewhere. To waste time for other things, it is loss of time. He may do katha varta, association, etc and send others in Akshardham but he himself remains unfulfilled. In this satsang lacs of people are sent to Akshardham by doing katha, varta, etc but he himself is deprived of it- it is like serving meal to others but he himself does not dine and remains hungry. Dhanjibhai of Narayanpura made others to sit in train but he himself was left out, similarly in the satsang some are called great and do talk but do not withdraw tendency- it will be a defect. It is just like the kitchen is with him but he himself does not get meal. Lord Purushottam and Muktas never separate so we should stick to them and should go for collecting charity but tendency should be kept in Shriji. Thousands of people sit before him to listen to his discourses in the assembly but if he does not think about it, he himself will remain unfulfilled. If the tendency is not introvert he would remain unfulfilled so develop tendency of giving and taking i.e. give discourse to them and at the same time take something for his own self. Anadi Mahamuktaraj Shri Gopalanand Swami had love for Shriji Maharaj so Maharaj Himself had to remember him. Similarly if we love Maharaj in the same way Maharaj himself will remember us. Today we behave with you in the friendly manner with a view to giving you happiness. So you get happiness in talking, asking, etc.  Objects of illusion (maya) are hurdles for renouncer as well for householder but if Maharaj is installed in the soul, there will not be any hurdle. The object of prasadi may even be an obstacle if there is love for it, so we should see that the need for it does not arise. If one has ten or twenty footprints (charnarvind) of Maharaj he will take pride of it but footprints are of no use. The prasadi will be helpful for keeping memory of Shriji Maharaj. It is like immovable tirth (place of pilgrimage).  We may have darshan of it for innumerable times, but we should understand that it will be of no use without Murti. If householder serves satsang with money if he has, it will do good for him, but if he uses it for worldly affairs, it will be binding.  Patel in Kera earned twenty five thousand Koris (currency of Kutch).  Swami Aksharjivandasji told him to give monetary help so that a temple can be built.  He said if Bapashri orders, he would give as much as he demanded. Swami told us about it so I and Swami went there and told him to give financial help for the temple of God. He replied that he was not ready to spend from his earned money but now he is going aboard to earn money and from that money he would give help. He refused by using such a trick and thereafter he went aboard to earn. He went aboard by sea and on the way two ships dashed against each other and he died in this accident.  He did not obey the words of Muktas and afterwards everything of his went astray, so when the opportunity arises, soon services should be done in satsang. Murti and assembly should be kept in soul, if you want to be happy. Premjibhai suffered loss in factory and began to cry. I told him, you have incurred loss but it is not the loss of God so remember God, whatever was the cause of misery has gone. By understanding like this, householder should not keep love in illusive objects and renouncer should not keep love for objects of prasadi.        || 156 ||