Gujarati / English

ફાગણ સુદ-૩ને રોજ સભામાં મધ્ય પ્રકરણનું ૬૧મું વચનામૃત વંચાતું હતું. તેમાં નિયમ, નિશ્ચય ને પક્ષની વાત આવી.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “ભગવાનના ભક્તનો પક્ષ ઘવાઈ પડીએ એટલો અથવા જરૂર પડે તો છેવટે મરણ થાય ત્યાં સુધી પણ રાખવો. ગુંદાળી ગામના કાઠીએ મરણ સુધી પક્ષ રાખ્યો તો મોક્ષ થયો. પક્ષ, નિયમ ને નિશ્ચય એ ત્રણે સરખા છે. માટે ભગવાનના ભક્તને દુઃખ પડે તો રક્ષા કરવી અને ભગવાનના ભક્તને પાપી દુઃખ દે તો એના ઉપર દાઝ કરવી ને સત્સંગીને  પોતાના ગોત્રી જાણીને પક્ષ રાખવો. પક્ષ રાખતાં થકા મરણ થાય એવો પક્ષ રાખે તો નિયમ ને નિશ્ચયથી પણ પક્ષ વધી જાય એવો છે. આપણે એક બાપના દીકરા છીએ, માટે બધા સત્સંગનો પક્ષ રાખવો. તેમાંયે જે શ્રીજી મહારાજની મૂર્તિમાં જોડાયેલા હોય તેમનો પક્ષ શિર સાટે રાખે તો આત્યંતિક મોક્ષ થાય.

“શબને શણગારવું નહિ; એટલે કે વર્તમાનમાં ફેર હોય તો મા, બાપ, દીકરા, દીકરી તે કોઈનો પક્ષ રાખવો નહિ. એક હરિભક્તે દીકરાનો પક્ષ રાખ્યો તો કેદ ભોગવવી પડી. માટે વર્તમાન ન હોય તેને ભેળો રાખવો નહિ ને એનો સંગ પણ ન રાખવો. ભક્તનો પક્ષ રાખવાથી બહુ જ કામ થાય છે. માટે વાણિયાની પેઠે જાગું છું, જાગું છું એમ ન કરવું. મોટેરાઓએ તો ધર્મ પાળવો ને પળાવવો ને ધર્મવાળાનો પક્ષ રાખવો. પક્ષ રાખવામાં શ્રીજી બહુ રાજી છે.

“ભગવાનના ભક્ત સાથે કોઈ પ્રકારની આંટી ન રાખવી. વંટોળિયાને છોકરાં ધૂળ ઉડાડે ને ખાસડે મારે ત્યારે આંટી મેલી દે છે, તેમ આપણે આંટી ન મેલીએ તો શ્રીજી મહારાજ ખાસડે મારે; માટે કોઈ પ્રકારની આંટી રાખવી નહિ. શ્રીજી કે એમના ભક્ત મુકાવે તો તરત આંટી મૂકી દેવી, પણ દક્ષને બકરાનું મોઢું થયું ત્યારે આંટી મૂકી એમ ન કરવું.

“જો નિર્ગુણ થઈને શ્રીજી મહારાજને પધરાવી દે તો દોષ રવાના થઈ જાય. એ બધા માયાના ગુણ છે. તે માયાથી નોખા થાવું; તો ભક્ત ખરા. જ્યાં સુધી પ્રકૃતિની છાયામાં રહેશો ત્યાં સુધી રાગ ટળવાના નથી. મૂર્તિ પધરાવી દે તો માયા નાશ પામે. જેમ વૃક્ષની છાયામાં તાપ ટળી જાય છે તેમ મૂર્તિને જોગે માયા નાશ પામી જાય છે ને શીતળ ને શાંત એવું મૂર્તિનું સુખ મળે છે. શ્રીજી મહારાજને અને મોટા મુક્તને સાથે રાખે તો જેમ બાપ પોતાના દીકરાને પોતાનો ખજીનો આપે છે, તેમ શ્રીજી ને મુક્ત તે પોતાનો સુખરૂપી ખજીનો ભક્તને આપે છે.”

વાર્તાની સમાપ્તિ કરી.

પછી વચનામૃત વાંચવા માંડયું, તે મધ્ય પ્રકરણનું ૬૨મું વચનામૃત આવ્યું. તેમાં શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજે તથા શ્રી રઘુવીરજી મહારાજે પ્રશ્ન પૂછયા એ વાત આવી.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજે ને શ્રી રઘુવીરજી મહારાજે પ્રશ્ન પૂછયા તે એવું મોટા સદગુરુઓએ એમને શીખવાડયું હતું. આજના આચાર્યોને સંતો કેવો ઉપદેશ આપે છે તે કહો.”

ત્યારે સંતોએ કહ્યું જે, “આજના એવી રુચિવાળા નથી, માટે શી રીતે શીખવાડાય?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “શ્રીજી મહારાજે આદિ આચાર્ય જે બે ગાદીએ બેસાર્યા હતા તે તો પોતાના ધામમાંથી પોતાની સાથે લાવેલા હતા, તેમણે શ્રીજી મહારાજની પેઠે જ સર્વ સત્સંગને સુખિયો કર્યો. હવે તો એવાં સુખ આવે તેમ નથી.”  II ૧૫૭ II

On the day of Fagan Sud 3rd, the 61st Vachanamrut of the Middle Chapter of Gadhada was being read in the assembly. In it, there was a topic about rules, determination and keeping side with the sect. Then Bapashri said, “The devotee of God should be favoured even though we get wounded or there may be danger of death. Kathi of Gundali village favoured a devotee till his death so he was liberated. To keep side with someone, rule and determination, all three are equal, so if the devotee of God is in trouble he should be protected and if the sinner troubles him, the sinner should be considered as an enemy and satsangi should be favoured knowing him as  from our own gotra. If devotee is favoured in a dispute till one faces death then in that case favouring is greater than rule and determination. We are sons of the same father so we should side with satsang and more than that if one sides with one who is attached to Shriji Maharaj’s Murti, even if one has to sacrifice his life, one will get ultimate liberation. The dead body should not be decorated means if anyone does not obey vows of vartman even if he is either mother, father, son,  or daughter, should not be sided with. A devotee sided with his son so he had to suffer the punishment of prison, so the one who does not have vartman should not be kept together and even his company should be avoided. There are many benefits by siding with a devotee. Muktas should follow the religion and make others follow it, to side with the one who follows the religion. Shriji is very much pleased in keeping side with. One should not keep intricacy with the devotee of God. Teenagers throw dust and do the action of beating with shoes against the stormy wind and the wind gives some relief because its knots becomes loose by dust. Similarly if we do not give up grudge against devotee of God, Shriji Maharaj punishes so we should not keep grudge against anyone. If it is made by Shriji or His devotees give up, soon it should be given up. But we should not act in the way Prajapati Daksha acted and he was punished by Shiv’s ganas (his followers) and ultimately Shiv put the head of a goat in place of Daksha’s head and then only he gave up grudge against Shiv- we should not do like that. If one installs Shriji Maharaj in the soul without any attributes, his faults will go away. They all are attributes of illusion (maya). The real devotee is one who separates himself from illusion. Until you are in the shadow of Prakruti, passion cannot be avoided-if Murti is installed, illusion will be destroyed. Just as the heat of the sun is avoided by the shadow of the tree, similarly by associating with Murti illusion is destroyed and he gets cool and quiet bliss of Murti. If one keeps Maharaj and Muktas with him, Shriji and Muktas give treasure in the form of happiness to their devotees, just as father gives his treasure to his son. Here the talk was completed.

Then Vachanamrut was being read. While reading, he came to the 62nd Vachanamrut of the Middle Chapter of Gadhada. In it, the reference was made about the question asked by Shri Ayodhyaprasadji Maharaj and Shri Raghuvirji Maharaj. Then Bapashri said, “Great Sadgurus had taught to both of them how to ask question. Bapashri asked saint, to tell him, what type of preaching is given today to Acharyas by saints. Then saints said that today there is no such tendency so how they could be taught. Then Bapashri replied that Shriji Maharaj had throned first two Acharyas who were brought with Him from His Akshardham. They made satsang happy in the same way as Shriji Maharaj did. Now it is not possible for such happiness. || 157 ||