Gujarati / English

ફાગણ સુદ-૫ને રોજ સવારે સભામાં દેવજીવનદાસજીએ પૂછયું જે, “થોડી બુદ્ધિવાળાને કોઈના દોષ નહિ સૂઝતા હોય તેનું શું કારણ હશે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “થોડી બુદ્ધિવાળાને મૂઢપણું છે ને મોટાને વિષે વિશ્વાસ ને હેત હોય તેથી કોઈના દોષ સૂઝે નહિ અને એને સંતનું વચન અકેકું લાખો હીરાનું થઈ પડે ને દોષ તો દેખવામાં આવે જ નહિ. આ રામપરના ધનબાઈના ભાઈ દેવશી ભક્ત ભોળા હતા તે બીજા હરિભક્તોને શ્રીજી મહારાજની વાતો કરતા, તે જોઈને કુસંગીઓ મશ્કરીમાં હસે; ત્યારે તે ભક્ત બોલે જે, ‘જુઓ!  આ ભક્ત વાતોમાં કેવું સમજે છે ને એને કેવો મહિમા છે! તે વાતો સાંભળીને રાજી થાય છે.’ એવા વિશ્વાસુ હતા તે એમને કુસંગીના દોષ દેખવામાં આવ્યા નહિ.

“વ્યાવહારિક બુદ્ધિ કાંઈ કામમાં આવતી નથી. દીવાનજીને હાથમાં વચનામૃત આપીએ તો તે શું સમજે? વ્યાવહારિક બુદ્ધિમાં રાગદ્વેષ ગરે ને પ્રશ્ન-ઉત્તરમાં પણ વિક્ષેપ થઈ જાય ને ભગવાન ભુલાય; માટે વ્યાવહારિક બુદ્ધિ મોક્ષના ઉપયોગમાં આવતી નથી. બાળક અવળું ચાલે ત્યારે એને ધીરે રહીને સમજાવવું. વાતમાં રાગદ્વેષ થાય તો વાત, કથા, દર્શન તે ગમે નહિ; માટે વાત કરનારે સમુદ્ર જેવા થઈ રહેવું. ગુણ નહિ આવવા દેવાનો ખટકો રાખવો અને વાંચનાર વાંચતાં કોઈ અક્ષર ભૂલી જાય તો તેને બતાવવું ને શાંતિ રાખીને સમજાવવું. સમજનારે પણ શાંતિ રાખીને સમજવું, પણ ધમાધમ કરવી નહિ ને રાગદ્વેષ ન રાખવો.

“શ્રીજી મહારાજનાં વચનની સાહેદી લેવી, પણ જાડી બુદ્ધિએ કરીને જેમ તેમ ન બોલવું. વચનામૃતમાં ન હોય ને તેથી બીજું કહેતા હોય તો તે ન માનવું ને વચનામૃતમાં હોય તેને તો સત્ય માનવું, પણ તેમાં બીજા કોઈ ગ્રંથની સાખ ન ગોતવી. વચનામૃતમાં જે વાત હોય તે સમજાય નહિ તો તે જાડી બુદ્ધિ કહેવાય, માટે વચનામૃત પ્રમાણે કહેતા હોય તેની વાત ખોટી ન માનવી. મોટાની વાતોની સાખ પણ વચનામૃતને મળતી આવતી હોય તેટલી જ લેવી અને વચનામૃતને મળતી ન આવે તો ન લેવી. વચનામૃતને મુખ્ય માનવાં ને વચનામૃતમાંથી જે શબ્દ બતાવે તે માનવા, પણ વચનામૃતમાં કોઈની સાખ ન લેવી.

“સંતને વિષે બરોબરિયાપણું ન કરવું, પણ મહિમા સમજવો. બંદરાના નારણજીએ સ્વામી અક્ષરજીવનદાસજીને જારના છોડ માત્રને હાથ દેવરાવ્યા તે એમ જાણીને કે એ ખડને ને દાણાને જે જમશે તે ઢોરનો ને માણસનો મોક્ષ થશે. એવો મહિમા આપણે સમજવો. આ સંત તો શ્રીજી મહારાજની સભા છે ને એમને શ્રીજી મહારાજ બોલાવે છે. તેમનાં વચનને માન તથા બુદ્ધિનો ડોડ મૂકીને તથા વૈરાગ્યનો ડોડ મૂકીને માનવાં.

“નારણજીના દીકરા રવાજીને ઘેર અમે ગયા ત્યારે એની સ્ત્રીને કહે જે, ‘અનાદિમુક્ત આવ્યા છે માટે ઘરમાંથી નીકળીને એમનાં દર્શન કરો; નહિ તો યમ લઈ જશે, કોઈ ધણી નહિ થાય.’ ત્યારે અમે કહ્યું જે, ‘તમે છેટે જાઓ તો આવે.’ ત્યારે તે કહે જે, ‘એને કલ્યાણની ગરજ હોય તો ઓઝલ છોડીને દર્શન કરે, હું તો દર્શન મૂકીને છેટે નહિ જાઉં.’ એવો એમનો પ્રેમ. અને બબ્બે દાણા પુંખના સંતોને જમાડીને રાજી થયા જે, ‘મારી રસોઈ મુક્ત જમ્યા’  એવો એમનો વિશ્વાસ. માટે વિશ્વાસ રાખીને મોટાની વાત સાંભળવી. મોટાને વિષે હેત ન હોય તો મોટાના શબ્દ ડુંગર જેવડા થઈ પડે ને એકેય શબ્દ મનાય નહિ. મોટાને વિષે હેત અને વિશ્વાસ રાખીએ તો વાત મનાય ને સમજાય ને તેથી બહુ કામ થાય. વચનામૃત નિત્ય નિત્ય વાંચીએ છીએ તોપણ નવું નવું સમજાતું જાય છે.

“આ સભામાં શ્રીજી મહારાજ પ્રત્યક્ષ છે અને શ્રી ગોપાળાનંદ સ્વામી, શ્રી બ્રહ્માનંદ સ્વામી, શ્રી મુક્તાનંદ સ્વામી જેવા પૂછનારા છે ને મહારાજ ઉત્તર કરે છે ને પોતાના મુક્ત પાસે કરાવે છે. આ સભામાં એ સર્વે બેઠા છે ને ચંદન, પૂજા, આરતી ઉતારે છે ને હાર પહેરાવે છે; એવી આ સભા છે. એવી જાણે તો વાતમાં તર્ક ન થાય અને એવું દેખાતું ન હોય તો જાણવું જે મને માયારૂપી પડળ વળગ્યાં છે. જો આડા-અવળા બુદ્ધિને ડહાપણે હાલીએ તો મહારાજ ને મોટા હસે છે, માટે સભામાં આડા-અવળા ન થાવું.

“કોણ પાર પામ્યો છે તે મહિમાની બંધી કરવી? કોઈ પાર પામે એમ નથી. શ્રીજીના ને મુક્તના મહિમાનો પાર પામવો તે રમત વાત નથી. સાત સમુદ્રની શાહી કરે,  પૃથ્વીનો કાગળ કરે ને વૃક્ષ માત્રની કલમો કરે ને કલ્પની આયુષ્ય કરે ને લખે, તોપણ પાર આવે તેમ નથી. મોટા મોટા ઈશ્વરકોટિ ને તેથી પર મૂળઅક્ષરકોટિ તે જેને જાણી શકતા નથી, અને સદા સમીપે રહેનારા એવા પરમ એકાંતિક સિદ્ધ મુક્ત તે પણ પૂરો મહિમા જાણી શકતા નથી, તેમ જ મૂર્તિમાં રહેનારા અનાદિમુક્ત છે તે પણ જેના મહિમાનો પાર પામી શક્તા નથી; તો આપણી શી બુદ્ધિ જે પાર પામીએ? શ્રીજી મહારાજે પોતે પણ કહ્યું છે જે, ‘અમારા મહિમાનો અમે પાર પામતા નથી, તો બીજો કોણ પાર પામે?’ માટે કોઈ કહેશે જે, ‘શ્રીજી મહારાજ તો આવા જ છે’, તે તો એના ઘરનું ઘાલ્યું. તે ઘરનું ઘાલવાથી પૂરું ન થાય.

“આ સંપ્રદાય શ્રીજી મહારાજે તથા મોટા સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી, શ્રી ગોપાળાનંદ સ્વામી, શ્રી બ્રહ્માનંદ સ્વામી, શ્રી નિત્યાનંદ સ્વામી એવા મોટાએ પૃથ્વી ઉપર આવીને અનંત જીવોના કલ્યાણ અર્થે ચલાવ્યો છે. આજ મોટા અધિકારીઓએ તો કાયમ રાખવો અને સાધુ, સત્સંગીને તથા ગરીબ-ગરબાને સુખી કરવા. કોઈને વિક્ષેપ ન થાય ને ત્યાગી તથા ગૃહસ્થો ભગવાન ભજે એવું કરી દેવું; તો શ્રીજી મહારાજ બહુ રાજી થાય. માટે મોટેરાઓએ ધર્મમાં વર્તીને ને વર્તાવીને આ સંપ્રદાયની રીતિ ચલાવવી. શ્રીજી મહારાજનાં વચનમાં વર્તો ને વર્તાવો તો શ્રીજી મહારાજ અતિશે રાજી થાય. આ સત્સંગમાં ગરીબ સાધુ ને ગરીબ સત્સંગી ઉપર રહેમની નજર રાખવી ને સુખિયા રાખવા; તો મહારાજ ને મોટા તથા સર્વે સત્સંગ આશીર્વાદ આપે. દેહ મૂકીને અક્ષરધામમાં ગયા કેડે પણ બધા સત્સંગનો આશીર્વાદ મળે જે, ‘નિયમમાં રહેતા ને રખાવતા તેથી અહીં સર્વેને સુખિયા કર્યા ને પોતે સુખિયા રહ્યા’; એમ આશીર્વાદ મળે. આશીર્વાદે દિવ્યભાવ આવે છે.

“મોટાની સારપે સૌને સારપ છે. મોટા મોટા સંત બ્રહ્માનંદ સ્વામી આદિ સભામાં બેસતા ને આજ પણ એવા ને એવા જ છે. અક્ષરધામની સભાના છે ને મૂર્તિની સભાના કહેનારા આવ્યા છે. એમનું ન માનીએ તો આપણે કઈ જગ્યામાં રહેવું? મોક્ષનો દરવાજો બંધ કરવો નહિ. આથી પછી બીજા કિયા કહેનારા આવશે? આજ અભયદાન આપે છે તે માયામાંથી મુક્ત કરીને તથા સર્વે આવરણ ટાળીને મહારાજની મૂર્તિમાં બેસારી દે છે; માટે દાસપણું રાખવું. આ સભા મળે તેમ નથી; માટે એનાં વચન સત્ય માનવાં ને પૂરું કરી લેવું.

“અક્ષરજીવનદાસજી સ્વામી સુખી રહેતા અને રાખતા. લીલાપુરના સ્ટેશને શેદલાવાળા પુરાણી પ્રાણજીવન આવીને ‘કાનજીભાઈ માંદા છે’ એમ કહીને અમને શેદલે લઈ ગયા, ત્યારે વલુ પટેલે કહ્યું જે, ‘અમે રસોઈ તૈયાર કરાવી છે તે તમે સંકલ્પે કરીને જમી ગયા ને દાસને પ્રસાદી રહી’ એમ બોલ્યા ને રજા આપી. તેના ઉપર અમે રાજી થયા. વળતાં કચ્છમાં આવતાં અમારે જાવું હતું, પણ જાદવજીભાઈ માંદા હતા તેથી અમે કચ્છમાં આવ્યા ને સ્વામી લીલાપુર ગયા. દાસ ઉપર એવા રાજી થયા, માટે દાસપણામાં સુખ છે. ‘દાસ તમારા દાસનો મને રાખો નાથ હજૂર’ એમ પ્રેમાનંદ સ્વામીએ પણ માગ્યું છે. માટે દાસપણું રાખવું અને સત્સંગની ખબર રાખવી, તો મહારાજ રાજી થઈને અક્ષરધામમાં લઈ જાશે. પોતાની સામર્થી પ્રમાણે આ સંપ્રદાય સુધારવો તેમાં શ્રીજી મહારાજનો રાજીપો બહુ છે. માટે સાધુ થાવું ને રજ, તમ ન લાવવો ને જાણપણું રાખવું.”  II ૧૫૮ II

On the morning of Fagan Sud 5th, Swami Devjivandasji asked a question in assembly, “What is the reason that the person with low intellect finds no fault in anyone?”  Bapashri said, “The person having low intellect is dull and he has faith and love for Muktas so he does not find fault with anyone.  The words of saints are as valuable as thousand of diamonds for him, and faults will not be seen by him.  Devshi Bhakta, brother of  Dhanbai of Rampar was guileless and used to give talks about Shriji Maharaj to other devotees, wicked persons laughed at; then that devotee would say look! This devotee (in that reference is wicked persons) is pleased by understanding talks about the greatness. Such type of trust he had, so he could not see the faults in wicked persons. Practical intellect is of no use in divine line. What will Divanji (Prime minister) understand if Vachanamrut is given in his hand?  Passion and jealousy will enter with practical intellect and they will disturb in question-answer session and God will be forgotten, so practical intellect is not useful for liberation. If a child becomes topsy-turvy, it should be made to understand calmly. If passion and jealousy enters in talks, the talks, katha, darshan, etc will not be liked, therefore talkers should become as vast as the sea means he should become tolerant-one should be alert in avoiding the effect of attributes and if the reader forgets any letter while reading, he should be shown his mistake and should be explained peacefully.  The person who is going to understand should understand by keeping peace but should not make haste and should avoid passion and jealousy. Support of Shriji Maharaj’s words should be taken but should not speak haphazardly with thickheadedness without understanding. One should not believe in anything other than Vachanamrut and should not take the support of any other scriptures. If the words of Vachanamrut are not understood, it is called dull intellect so the talk of the one who talks according to Vachanamrut should not be taken as false.  Moreover the support of talks of Muktas should be taken if it is according to Vachanamrut and if it is not according to Vachanamrut it should not be taken. Vachanamrut should be believed as the principle scripture and whatever words shown by Vachanamrut should be believed, but nobody’s support should be taken in Vachanamrut. One should not  compare oneself with saints but should understand the greatness. Narayanji of Bandra asked Swami Aksharjivandasji to touch every plant of millet with the faith that whosoever eats these grain or the cattle which eats grass of it will be liberated-we should understand such type of greatness. This saint is as good as the assembly of Shriji Maharaj and Shriji Maharaj speaks through them. Their words should be believed by giving up pride, wisdom and pride of renunciation we went to the house of Ravaji son of Narayan. He told his wife that Anadi Muktas have come, so come out for their darshan otherwise yam (god of death) will take away; nobody will care. Then we told him if you go at a distance, she would come. Then he said, “If she has need she should give up her ghunghat (face covered by sari) and have the darshan. But I would not go away by leaving darshan.” Such was his love. He was pleased when he offered two grains of ponk (unripe green wheat or millet) to each saint and fed them. He believed that the saints took the meal offered by him. Such was his faith. So Muktas should be listened to with faith. If we do not have love for them, their words would become as huge as mountain and not a word will be believed. If we have love for them and have faith in them they will be believed and will be understood and as a result much will be done. Vachanamrut is being read regularly but every time new meaning is got. In this assembly, Shriji Maharaj Himself is present, and there are saints like Shri Gopalanand Swami, Shri Brahmanand Swami, Shri Muktanand Swami to ask questions and Maharaj answers and He also asks His Muktas to give answers. Those sitting in this assembly offer sandal wood, puja and performing arti and garlanding- such is the assembly. If one understands in this manner, he would not apply logic and if not understood in this manner, it should be known that he has been affected by illusion (maya). If we act haphazardly according to our wisdom, Maharaj and Muktas laugh at us. Therefore one should not act haphazardly in this assembly.  Who has found the limit so that greatness can be made limited?  No body can found the limit.  It is not the child’s play to find greatness of Shriji Maharaj and Muktas. If one makes the ink of seven seas, paper made of earth, pen of all trees and life is made for lacs of years (of kalpa), he will not be able to write absolute limit of greatness. Even great Ishwarkoti and Mul-Aksharkoti above them are unable to know it and Param Ekantik Siddha Muktas who are always with Him do not even know (the greatness) it completely, Anadi Muktas who dwell in Murti are also unable to know it. Then where is the question that our intellect can know it. Shriji Maharaj has Himself said that He is also unable to know the intensity of His greatness- then how can others know it?  Someone may say that Shriji Maharaj is like thus and whatever has been said by him is his own interpretation. It can not be fulfilled by one’s own interpretation.  This sect has been started by Shriji Maharaj and great Sadguru Muktanand Swami, Sadguru Gopalanand Swami, Brahmanand Swami and Nityanand Swami by coming on this earth for the benefit of infinite jivas.  Today big executives should continue the work and make saint, satsangi and the poor happy.  One should see that in continuing the work the controversy does not arise.  Shriji Maharaj will very much be pleased if renouncers and householders are made to worship.  Big executives should behave according to norms of dharma (religion) and also should make others behave in the same way-thus one should carry on the work of this sect.  If you behave according to the commands of Shriji Maharaj and make others behave accordingly, Shriji Maharaj will be very much pleased.  In this satsang one should have mercy on humble saints and humble devotees and should keep them happy- then Maharaj, Muktas and all satsang will bless you.  Even after going to Akshardham by leaving body, he will get blessings from all satsang because he himself followed the norms of the sect and made others to follow the norms so he himself remained happy and made others happy.  The divine feeling comes by blessings.  By the happiness of Muktas, all are happy.  Great saints like Brahmanand Swami, etc used to sit in the assembly and today also there are such great Muktas. They are from the assembly of Akshardham and they are preachers of the assembly of Murti.  Where should we live if we do not believe them?  The door of liberation should not be closed. Who others are going to come to tell us such thing?  Today Mukta gives assurance that he will make us dwell in Maharaj’s Murti by taking away all obstacles and by making free from illusion so one should keep the feeling of servant. It is not possible to get such an assembly so his words should be taken as true and get fulfilled.  Aksharjivandasji Swami used to live happily and made others live happily.  At Lilapur station Purani Pranjivanbhai of Shedlavala told me that Kanjibhai was ill and took me to Shedla. Valu Patel said that he had got prepared dinner and you ate it by thought and this servant got prasadi. He said thus and allowed me to go. I (Bapashri) was very much pleased with him. On my return journey to Kutch, I wanted to visit but since Jadavjibhai was ill, I came to Kutch and Swami went to Lilapur. I was so much pleased on the servant (devotee), therefore there is happiness in servitude. Premanand Swami has also asked for such service.  ‘Das Tamara dasno mane rakho nath hajur’, Therefore one should keep feeling of servant and should care for satsang so that Maharaj is pleased and will take us to Akshardham. One should try to improve this sect so that Maharaj will very much be pleased. Therefore one should become saint and should see that two attribute viz Raj and Tam should not be allowed to enter. || 158 ||