Gujarati / English

ફાગણ સુદ-૫ને રોજ સભામાં અબડાશાના જીવા પટેલ આદિ હરિભક્તો આવ્યા હતા.

તે વખતે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “છાણીના ઢેડ મોઢ બ્રાહ્મણ આગળ બે-ચાર શ્લોક બોલ્યા ને તેનો ઉત્તર કરવાનું કરવાનું કહ્યું તે મોઢ બ્રાહ્મણથી થયો નહિ તેથી તેણે ઢેડનાં વખાણ કર્યા. તે ઢેડ નાત-જાતને ત્યાગીને ભગવાન ભજે છે. તેમ જ અબડાશાના હરિભક્તો પણ મોક્ષનો દરવાજો આ ઠેકાણે જાણીને એંશી ગામની દશ-પંદર હજાર ઘરની નાત ત્યાગીને શ્રીજી મહારાજને શરણે થયા છે. એમના ઉપર શ્રીજી મહારાજનો બહુ જ રાજીપો છે. જેણે નાત-જાત, મા-બાપ, દીકરા, ભાઈ, સંબંધી સર્વેનો ત્યાગ કર્યો. તેણે લોયાના ૩જા વચનામૃતમાં કહ્યા પ્રમાણે ‘માહાત્મ્ય જાણે તેનાથી અમારે અર્થે શું ન થાય?’ તેવું એમણે કર્યું છે. દસ-વીસ પેઢીની ભૂલ ઓળખીને શ્રીજીને શરણે થયા એમને ધન્ય છે. આવા મુમુક્ષુને શ્રીજી મહારાજ અને અમે અક્ષરધામમાં લઈ જઈશું.

“એ શ્રીજીનો ને મોટાનો પ્રતાપ છે. તે શ્રી પુરુષોત્તમ ભગવાન પ્રગટયા ને મોક્ષનો બરાબર દરવાજો આપ્યો ત્યારે સર્વેમાંથી તૂટીને આ જોગમાં આવ્યા; બીજા અવતારોના જોગમાં ન આવ્યા. ને આ મોટા અવસરમાં આવીને શ્રીજી મહારાજના ને સંતના થયા. તેમને તથા છાણીના ઢેડને તથા સુંદરિયાણાવાળા વનાશા તથા પુંજાશાને ધન્ય છે. તેમણે કારસો વેઠીને સત્સંગ રાખ્યો છે માટે તેમનાથી સાધનભક્તિ ઓછી થાય તોપણ શ્રીજી મહારાજ એમના ઉપર બહુ જ રાજી છે. જેવો અભયપુત્રને ધન્ય, તેવો જ એમને ધન્ય છે.

“ધન્ય છે જીવા પટેલને જે એમણે પોતાના દીકરાને કાઢી મૂકયો ને સત્સંગ રાખ્યો. આપણો તો સત્સંગમાં જ જન્મ છે માટે આપણા કરતાં એમને ઘણો જ ધન્ય છે. વળી પોતાની સ્ત્રીને પણ કાઢી મૂકીને કહ્યું કે, ‘જો સત્સંગી થાઓ તો રહો, ને સત્સંગ ન રાખો તો સત્સંગ મૂકીને જાઓ.’ જો આવાનો લક્ષ લઈએ તો આપણે બહુ જ કામ આવે. કેટલાક સત્સંગી તો સાધુ જો લગારેક મરડે તો સત્સંગ મૂકીને બહાર જાય એવા હોય ને ઉપરથી તો અટાટોપ રાખે. તે અટાટોપ શું? તો ઉપરઉપરથી સ્વામિનારાયણનો વેષ રાખે. ત્યારે જાણવું જે એને શ્રીજી મહારાજનો નિશ્ચય નથી. જે ઉપાસક હોય તે તો સત્સંગની પ્રથાથી ઊલટી રીતે વર્તે નહિ. અબડાશાવાળાને શ્રીજી મહારાજનો નિશ્ચય પરિપક્વ છે.”

વાર્તાની સમાપ્તિ કરી.

પછી ભક્તચિંતામણિ વંચાતી હતી. તેમાં ૭૨મા પ્રકરણમાં કુશળકુંવરભાઈની વાત આવી.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “એ કુશળકુંવરબાઈએ શ્રીજી મહારાજને રાજ્ય સોંપવાનું કર્યું, પણ મહારાજ રહ્યા નહિ ને તે બાઈ મહારાજની મૂર્તિ ધારીને બેસી રહ્યાં અને પંદર દિવસે દેહ પડી ગયો ત્યારે મહારાજ ધામમાં લઈ ગયા. તમે ને તમારા સ્વામી એવા છો, એટલે કે શ્રીજી મહારાજ ને સંત એવા છે જે જીવને મૂકે નહિ, લઈ જ જાય. આ સંતનો એવો મહિમા સમજવો.

“અને શુદ્ધ સત્વગુણમાં રહેવું ને સર્વે ક્રિયા શુદ્ધ સત્વમાં રહીને કરવી. તે શુદ્ધ સત્વ તે શું? તો આત્માને વિષે મૂર્તિ પધરાવવી ને સદા સાથે રાખીને કથા, વાર્તા, આદિ ક્રિયા કરવી, પરંતુ મૂર્તિને ભૂલીને કોઈ ક્રિયા કરવી નહિ તે શુદ્ધ સત્વ કહેવાય. તેમાં રજ, તમ તથા માયાનો સત્વગુણ તે ન ભળે, પણ જો શ્રીજી મહારાજને સાથે ન રાખે તો વાતચીત અથવા જે જે ક્રિયા કરે તેમાં રજ, તમ તથા મલિન સત્વગુણ એટલે કે માયાનો સત્વગુણ તે ભળી જાય.

“અમારે અહીં લોકનાથાનંદ સ્વામી તથા બદરિનાથાનંદ સ્વામી આવ્યા હતા. તેમના ભેળા લક્ષ્મણદાસજી નામે સાધુ હતા. તેમણે એક મહિનો વૃષપુરમાં રામાયણ વાંચ્યું. તેમને અમે છેલ્લે દિવસે કહ્યું જે, ‘સ્વામી, તમે દોરડું હાથમાં રાખીને સમુદ્રમાં હિલોળા દીધા કે દોરડું મૂકી દઈને દીધા?’ ત્યારે તે બોલ્યા જે, ‘એ શું કહ્યું? કાંઈ સમજાયું નહિ.’ ત્યારે અમે કહ્યું જે, ‘શ્રીજી મહારાજની મૂર્તિ સાથે રાખીને કથા કરી હતી કે મૂર્તિ ભૂલીને કરી? અમે તમારી કથા એક મહિનો સાંભળી, પણ ક્યાંય મહારાજનું નામ તો આવ્યું નહિ.’ માટે એવા લૂખા રહેવું નહિ.

“આજ કોઈ એમ કહે જે, ‘અક્ષરધામમાંથી મુક્ત ઊતરી આવ્યા છે ને ભુજમાં છે’, તો આ સભામાં સાધુ કે સત્સંગી કોઈ ઊભો રહે નહિ; બધાય ત્યાં જાય. આ સભામાં શ્રીજી મહારાજ, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી બધાય બેઠા છે, પણ તેમને વિષે મનુષ્યભાવ છે તેથી અહીં ન રહેવાય ને ભુજ જવાય. આ લોકને વિષે રાજા છે તે મનુષ્ય છે તોપણ તેને વિષે મનુષ્યભાવ નથી લાવતા ને જેમ કહે તેમ કરવું પડે છે, તો આ તો દિવ્ય મૂર્તિઓ છે. માટે તે અત્યારે ખરા બપોર કહે તોપણ જીવમાંથી હા પાડવી જોઈએ; કેમ કે એમને તો રાત્રિ-દિવસ છે જ નહિ. આપણે જેમ દિવસે સૂઈ ઊઠીને નહાતા નથી ને દાતણ, પૂજા કરતા નથી અને રાત્રિએ સૂઈએ તો સવારે ઊઠીને દાતણ, નાહવું, પૂજા, બધું કરવું પડે છે; તેમ મોટાને રાત્રિ-દિવસ નથી. માટે તે જે કહે તે સત્ય માનવું તો મનુષ્યભાવ ટળે ને દિવ્ય ભાવ આવે ને કલ્યાણ થાય.

“તમે એવા છો, પણ તમને તમારી સામર્થીની ખબર પડતી નથી. જેમ પ્રલંબાસુર બળદેવજીને લઈ ચાલ્યો ત્યારે પોતાના બળની ખબર પડી નહિ, પણ જ્યારે આકાશવાણીએ કહ્યું ત્યારે ખબર પડી. તેમ તમારામાં અપાર સામર્થી છે, પણ તમને ખબર નથી. તમે એક જીવને અક્ષરધામમાં મૂકો તો બ્રહ્માંડ ઉગાર્યાનું ફળ થાય; તે કેવી રીતે? તો ઉદિ્ભજ્જ, જરાયુજ, સ્વેદજ અને અંડજ એ ચાર ખાણમાં એ જીવને ફરવું પડે છે તે ફરવાનું મટી જાય તેથી બ્રહ્માંડના જીવને ઉગાર્યા જેટલું ફળ એક જીવને ઉગારવાથી થાય છે. આ સભાને એવી જાણે તેને બહુ સુખ આવે, પણ તે વિના સુખ ન આવે. આ સભાનો મહિમા સમજીને વાતચીત કરવી ને સાંભળવી તો સમાસ ઘણો થાય.”  II ૧૫૯ II

On the day of Fagan Sud 5th, Jiva Patel of Abdasha and other devotee had come in the assembly. On that occasion, Bapashri showing his favour talked. The lower caste man (dhedh) of village Chhani recited two or four shlokas before Moddh Brahmin and the Brahmin was asked to give the answer. The Moddh Brahmin could, not so he praised the lower caste man. That lower caste man worships God by breaking the bonds of caste. Moreover devotee of Abdasha have surrendered to Shriji Maharaj by breaking bonds of the caste which consisted of ten to fifteen thousand houses of the village by knowing that the door of the salvation is at His feet. Shriji Maharaj is very much pleased on them. Those who have renounced caste, parents, children, brothers, relatives, do anything for Maharaj because they know His greatness and according to the 3rd Vachanamrut of Loya, one can do anything for Him if he knows His greatness. They are praise worthy as they have surrendered to Shriji Maharaj after realising the mistake of ten to twenty generation. Such mumukshu will be taken to Akshardham by me and Shriji Maharaj.  This is the power of Shriji and Muktas. Lord Purushottam incarnated and showed the door of liberation. Then only we have got this opportunity by breaking all bonds. We did not come in contact with other incarnations and we became of saints and Shriji Maharaj by coming to this great occasion. He and the lower caste (dhed) of Chhani and Vanasha and Punjasha of Sunderiyana are fortunate. They have kept satsang by facing many odds, therefore even if they can do less of sadhan bhakti, Shriji Maharaj is very much pleased with them. Just as bravo for the son of Abhay and the same bravo is for them.  Bravo for Jiva Patel who discarded his son and kept satsang. We are in satsang by birth therefore he deserves bravo because he is not in satsang by birth.  Moreover he also discarded his wife and told her be satsangi or leave the house. If you do not keep satsang, leave satsang and go. If we take example of such it will be much useful to us.  Several satsangis leave satsang, if they are snubbed by saints. Apparently they make the show that they belong to Swaminarayan sect, then we should know that they do not have firmness of Shriji Maharaj. The devotee will not act contrary to the norms of satsang. The firmness of Shriji Maharaj is in matured state to the devotee of Abdasha. The talk was completed.

Then Bhakta Chintamani was being read. In it, there was reference of Kushalkuvarbai in the 72nd chapter. Then Bapashri said, “Kushalkuvarbai wanted to handover the kingdom to Shriji Maharaj but He did not stay and the woman meditated on Maharaj’s Murti and after fifteen days she left her body. Then Shriji Maharaj took her to Akshardham. You and your master are like this so Shriji Maharaj and saint are such that they do not leave Jiva-certainly take it. We should understand such type of greatness of this saint and should always be in pure satwa attribute and all activities should be done in pure satwa. What is pure satwa?  Pure satwa means installing Murti in the soul and keeping it always with us.  We should do activities like katha, varta, etc but should not do any activity by forgetting Murti-it is called pure satwa.  The attribute of Raj, Tam and Satwa of illusion mix with it if Shriji Maharaj is not kept together. Loknathanand and Badrinathanand Swami had come here. There was Swami named Laxmandasji with them. He read Ramayan at Vrushpur for one month. On the last day I asked him, “Did you swing in the sea by keeping rope in hand or without it?”  He said that he could not understand the meaning of it. Then I explained, “Did you do katha by keeping with you Shriji Maharaj’s Murti or by forgetting it? I heard your katha for a month but Shriji Maharaj was never referred to –so one should not be such type. If some one says that Muktas have landed from Akshardham and they are in Bhuj, all saints and devotees in this assembly will not wait and will go there. There are Shriji Maharaj, Gopalanand Swami, Muktanand Swami, Brahmanand Swami sitting in this assembly but there is feeling of human being for them, so we cannot stay here and go to Bhuj. There is a king of the kingdom and he is human being but we do not have feeling that he is human being and have to do everything as he orders. These are divine Murtis and if they say it noon, we should agree because there is nothing like day or night for them. Just as we do not bath or brush our teeth or perform puja after getting up from a nap during daytime but we do the same after getting up from the night sleep. Similarly Muktas have nothing night or day. We should believe as true for whatever they say. Then the feeling of human being for them will be avoided and there will be divine feeling and there will be salvation. You are such but you do not know your power. Just as Pralambasur abducted Baldevji, he did not know about his strength but when he heard akashvani (unseen voice from the sky), he knew that he had such strength. Similarly you are also having abundant strength but you do not know. If you take one Jiva to Akshardham, it will become the fruit of saving cosmos. This can be explained thus –the Jiva has to take birth in four types of yonis viz Udbhij (trees, vegitable etc grown from seed), Jarayuj (born from mother’s womb), Swedaj (insects in various parts of body) and Andaj (born from eggs) and this rebirth will be over if one Jiva is taken to Dham and its fruit will be as much as saving Jivas of cosmos. If one knows this assembly having such power, he will get much happiness otherwise not. The talk should be done and heard by understanding the greatness of this assembly- then it will be useful. || 159 ||