Gujarati / English

વૈશાખિ વદિ-૯ને રોજ સવારે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “ધ્યાન કરતાં જ્ઞાન શ્રેષ્ઠ છે અને બેય હોય તો વિશેષ શ્રેષ્ઠ છે.”

તે ઉપર શ્રી સચ્ચિદાનંદ સ્વામીની વાત કરી જે, “એક દિવસે શ્રીજી મહારાજ ગઢાળી પધાર્યા હતા ત્યાં તેમને તેડી ગયા નહિ તેથી નવ દ્વારે રુધિર નીકળ્યું ને માંદા થઈ ગયા. ત્યારે શ્રી ગોપાળાનંદ સ્વામીએ કહ્યું જે, ‘આત્માને વિષે શ્રીજી મહારાજને ધારીને મૂર્તિનો સાક્ષાત્કાર કરો તો વિયોગ ન થાય, ને સદાય સુખિયા રહેવાય.’ ત્યારે સચ્ચિદાનંદ સ્વામી બોલ્યા જે, ‘સ્વામી! આપે દયા કરીને આજ મારી ખોટ ઓળખાવી.’ એમ જ્ઞાન શ્રેષ્ઠ છે.

“સમાધિ કરતાં અખંડ સ્મૃતિ વિશેષ છે. અખંડ સ્મૃતિ તે સરવાણી પાણી જેવી છે અને સમાધિ તો એકદમ તળાવ ભરાઈ જાય ને પછી સુકાઈ જાય એવી છે, માટે અખંડ સ્મૃતિ તે વિશેષ છે. અને અખંડ સ્મૃતિવાળાથી ઉપશમદશાવાળો વિશેષ છે. અને તેથી અખંડ મૂર્તિ દેખે તે સ્વરૂપનિષ્ઠાવાળો કહેવાય તે શ્રેષ્ઠ છે, અને તે સિદ્ધદશાવાળો કહેવાય.

“સિદ્ધદશાવાળો જંગમ તીર્થનું કામ કરે, એટલે જ્ઞાન આપીને મોક્ષ કરે, પણ બીજો દેહ ધારવાનું બાકી ન રાખે. માટે એવાનો જોગ કરવો. ઉપશમદશાવાળો તો અખંડ મૂર્તિમાં રહે ને એને આ લોકની સ્મૃતિ કે આ લોકમાં પ્રીતિ ન રહે ને નિઃસ્પૃહ હોય તેથી સર્વે એમ જાણે જે, ‘અહો! આ તો ભગવાન વિના બીજું સંભારતા જ નથી. અખંડ મૂર્તિમાં જોડાઈ રહે છે; માટે આપણે પણ એ જ કરવાનું છે.’ એમ જાણીને ઘણાક જીવ મોક્ષને માર્ગે ચાલે. માટે તે સ્થાવર તીર્થ જેટલું કામ કર્યું કહેવાય.

“ઉપશમદશાવાળાનો ઉદઘોષ ઉપરથી બહુ જણાય અને જે સિદ્ધદશાવાળા હોય તેનો ઉદઘોષ જણાય નહિ. જેમ કૂવો ખોદાતો હોય ત્યારે માણસ, પશુ તથા બીજો સામાન કૂવા ઉપર ઘણો હોય; પણ તેનું પાણી પીવાના કામમાં આવે  નહિ. જે કૂવામાં અલંચ પાણી હોય તેના ઉપર કાંઈ સામાન હોય નહિ, પણ તેનું પાણી પિવાય ને તૃષાની નિવૃત્તિ પમાડે. તેમ સિદ્ધદશાવાળા મોક્ષ કરે. એવા મોટા મુક્ત મૂર્તિનું સુખ જીવને આપે તો ખરા, પણ એ સુખ ઝીલનાર શુદ્ધ પાત્ર ન હોય તો પાછું મૂર્તિમાં જતું રહે. જેમ સમુદ્રનું જળ વરસે તે તળાવડામાં માય એટલું રહે, ને વધારે હોય  તે સમુદ્રમાં પાછું જાય છે તેમ.

“શ્રીજી મહારાજની મૂર્તિમાં અનંત પ્રકારનાં સુખ, અનંત પ્રકારનાં ઐશ્વર્ય રહ્યાં છે તે સિદ્ધદશાવાળાને સર્વે ભેળાં આવે છે. જેમ પાકમાં ઘી, ગોળ, સાકર, એલચી, તજ, લવિંગ, જળ, અગ્નિ, સરપટા એ સર્વેનો જુદે જુદે પ્રકારે ભેળો સુગંધ આવે છે; તેમ સાધનદશાવાળાને મૂર્તિનું અને મુક્તનું (કારણનું) તથા સાધુ, બ્રહ્મચારી, આચાર્ય, સત્સંગી, ઉત્સવ, સમૈયા, ઘોડા, હાથી, રથ, વિમાન, પાલખી, બાગ, બગીચા, એ સર્વે કાર્ય છે તે સર્વેનું નોખું નોખું સુખ આવે છે.”  II ૧૬ II

In the morning of Vaishkh Vad 9th, Bapashri, showing his favour talked.  He said, “Knowledge is better than meditation and if both are there it is better.”  On that topic he talked about Sachchidanand Swami, “Once Shriji Maharaj visited Gadhali.  He did not take him there.  As a result Swami started bleeding from nine senses of the body and became ill.  Then Gopalanand Swami said, “If you meditate on Shriji Maharaj from the bottom of the heart and realize Murti, there will not be disunion from Maharaj and will always remain happy.” Then Sachidanand Swami said, “Swami! Today you made me know my defect by taking pity on me.”  Thus knowledge is the best.  Constant memory is more than trance.  Constant memory is like the flow of water and trance like the pond which is full all of a sudden and dries up thereafter.  Therefore, constant memory is better. The one having state of tranquillity is better than the one having constant memory.  The one who can see Murti constantly and who is called self-realized is the best and he is said to be possessing supernatural powers.   The one with supernatural powers does the work of the place of pilgrimage with his mobility– that means he liberates devotees by giving knowledge and thereby remains nothing for taking the next birth. Therefore, have communion with one who is having supernatural powers. The one in the state of tranquillity dwells in Murti constantly and does not have love or memory of this world.  He is detached from everything so all are surprised and say that he remembers nothing except God.   He is attached to Murti constantly therefore, we have to do the same.  Knowing thus many souls walk on the path of salvation.  Therefore, he is said to have done the work of place of pilgrimage.  The state of the one having tranquillity can be seen much outwardly but the state of the one having supernatural powers is not seen.  Just as when the well is being dug, there are workers, animals, and other instruments on the well but the water of that well is not potable.  Whereas on the other hand there is much water in the well and there is nothing on it, but its water is drinkable and quenches the thirst.  Similarly the one with supernatural powers liberates devotees.  Such great Muktas do give happiness of Murti to soul but if the person receiving it is not pure and worthy, the happiness will go back to Murti.  Just as when clouds formed from the water of sea rain, the pond will retain the rain water according to its capacity and the excess water will go back to sea.  Similarly happiness will go back to Murti.  There are different kinds of happiness, divinity, in Shriji Maharaj’s Murti.  All these come together to the person having supernatural powers.  Just as the smell of ghee, jaggery, sugar, cardamom, cinnamon, cloves, water, fire, fire wood, etc. comes together differently in a sweet preparation. Similarly, the seeker gets happiness, separately from karan (Murti and Muktas), and from the saints, celibates from the heads of sect, from satsangis, from festivals,  from celebration, from horses, from elephant, from chariot, from  planes, from palanquin, from gardens– they all are  karya (activities) and give different happiness.”   || 16 ||