Gujarati / English

ફાગણ સુદ-૬ને રોજ સવારે સભામાં બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “વ્યાવહારિક કામમાં સાધુ અમંગળિક છે, માટે જેટલો વ્યાવહારિક કામમાં ભાગ રાખે તેટલું દુઃખ આવે. પછી મહારાજને માથે નાખે જે શ્રીજી મહારાજની મરજી હશે તેથી તેમ થયું હશે. એમાં શ્રીજી મહારાજ શું કરે? એ તો સ્વભાવ-પ્રકૃતિએ થાય છે, અને કેટલુંક તો ક્રિયામણથી થાય છે; માટે મહારાજને માથે નાખવું નહિ. ભૂંડા દેશ-કાળ થાય છે તે પણ પુરુષને લઈને થાય છે. સત્સંગનો વ્યવહાર કરનારામાં જો શ્રીજી મહારાજ ન હોય તો તો એ શું સારું કરે? ક્રિયામણના કર્તા તો પુરુષ છે; તે પુરુષ જો સારા હોય તો સારું ચલવે ને નબળા હોય તો બગાડે. અમે તો એવા હોય તેને જાણી લઈએ જે આથી સમાસ થાશે કે નહિ થાય.”

એમ વાત કરીને બોલ્યા જે, “સાધુનો તો અહિંસા ને બ્રહ્મચર્ય એ જ ધર્મ છે; માટે કોઈ જીવ દુઃખાય એવું વચન પણ બોલવું નહિ. તમારા સંકલ્પથી જેમ જીવનાં કલ્યાણ થાય છે, તેમ જ ભૂંડું થવાનો સંકલ્પ કરો તો ભૂંડું પણ થાય; માટે ક્ષમા રાખવી. કોઈનું ભૂંડું થાય એવો સંકલ્પ કરવો નહિ.”

એમ વાત કરીને બોલ્યા જે, “તમે શાસ્ત્ર ભણેલા છો તે એકધારી વાત કરો, અને અમે તો ટોકર ટોકર માગીને ભેળું કરીએ છીએ, પણ એમાં ભગવાનને સાથે રાખીને વાત કરીએ છીએ. પરોક્ષના શાસ્ત્રમાં તો પૂર્વે કોઈએ દોઢ, કોઈએ બે, કોઈએ અઢી એવા ઉગાર્યા છે; તે પણ મૂળમાયામાંથી ઉગાર્યા નથી. આજ તો આ વચનામૃતને ભણે ને સમજે તો અનંત જીવનો ઉદ્ધાર કરવાની તેમાં સામર્થી આવે. જ્યારે આ વચનામૃત ભણવા અને કથા કરવા પાટે બેસવું ત્યારે એમ જાણવું જે, ‘હું પાટે બેઠો નથી, પણ શ્રીજી મહારાજ બેઠા છે ને તે બોલે છે ને મહારાજ ને અનાદિમુક્ત તે પરસ્પર પ્રશ્ન-ઉત્તર કરે છે ને હું સાંભળું છું’ એમ જાણવું. કોઈના સામું જોવું નહિ, ફકત શ્રીજી મહારાજ તથા તેમના મુક્તની સભા સામું જોઈ રહેવું, પણ પોતે કર્તા ન થાવું જે, ‘હું કથા-વાર્તા કરું છું ને બીજાને સંભળાવું છું.’ ‘એ તો મહારાજ ને મુક્ત મારે મુખે બોલે છે, પણ હું નથી બોલતો’ એમ જાણવું. કોઈક પૂજા કરે તો મહારાજની અને મુક્તની કરે છે, પણ મારી નથી કરતા એમ માનવું.

“આપણે વખત સારો આવ્યો છે; કેમ જે આ મહારાજ ને મુક્ત ખરેખરો શ્વાંત વરસાવે છે તેને જો અધરથી ઝીલે તો મૂર્તિના સુખે સુખી થવાય. આ સંતને વિષે રહીને શ્રીજી મહારાજ બોલે છે, જમે છે. માટે આ સંત ને ભગવાન તેમની અન્ન, જળ, દ્રવ્યે કરીને સેવા કરવી.

“કોઈને એમ થાય જે, ‘સત્સંગમાં તો ઘણાય રૂપિયા છે એમને શી ખોટ છે તે આપીએ? ગરીબને આપણે આપીએ તો ઠીક. આ તો દરિયામાં વરસાદ થયો તોય શું? અને ન થયો તોય શું? સૂકામાં વરસે તો અનાજ પાકે છે તેમ ગરીબને આપીએ તો દુઃખી થતાં મટે.’ એમ કોઈને થાય તો તેમને જણાવીએ છીએ કે સૂકામાં તો કેવળ અનાજ જ પાકે ને સમુદ્રમાં વરસવાથી તો સાચાં મોતી પાકે. એટલે સત્સંગમાં ધનથી કે અન્ન-જળાદિકથી સેવા કરે તો સાચાં મોતીરૂપી આત્યંતિક મોક્ષ થાય છે તેવો બીજે મોક્ષ નથી. માટે જે જે સેવા કરવી તે સત્સંગમાં જ કરવી ને તે દિવ્ય જાણીને કરવી. આ સંત કેવા છે? તો અકેકા સંતમાં શ્રીજી મહારાજ અને અનંત મુક્ત રહ્યા છે, તેથી એક સંતની સેવા કરે તો શ્રીજી મહારાજની ને અનંત મુક્તની સેવા જેટલું ફળ થાય છે, એવી આ સેવા છે.”  II ૧૬૦ II

On the morning of Fagan Sud 6th, Bapashri showing his favour, talked in the assembly.  He said, “Saint is considered to be inauspicious in the activity of the material world, he would suffer the misery in the proportion in which he takes part in the aforesaid activity. Then he will shift the responsibility on Shriji Maharaj and would say it has happened  because of Shriji Maharaj’s wish. What can Shriji Maharaj do in this matter? It happens because of his nature and tendency and some activities are also responsible for it, so it should not be shifted on Shriji Maharaj. Time and region become adverse because of Purush, if Shriji Maharaj is not there in the doers of religious activities of satsang, what good can they do?  The doer of the activity is ‘Purush.’ If ‘Purush is good he will run it smoothly  and if weak he will spoil it. We identify such persons and find out whether he will be able to do the work of satsang or not. Then Bapashri said the religion of saint is non-violence and celibacy therefore he should not speak such words which may hurt any Jiva. Your thoughts are responsible for Jiva’s benefit so also your wicked thoughts are responsible for the adverse effect. So you should show forgiveness and never allow wicked thoughts for others. Then Bapashri said that you have studied scriptures and so you can talk constantly whereas we cannot talk constantly; instead we talk in broken language, but we talk keeping God with us.  Formerly other scriptures have saved (liberated) one and half,  some two or some two and half that also they have not saved from Mulmaya. Today if one studies Vachanamrut and understand, it will get the power of liberating infinite Jivas.  When you study Vachanamrut and sit on a dais for katha, you should understand that you are not on the dais but Shriji Maharaj is there on the dais and between Shriji Maharaj and Anadi Muktas the session of question-answers which I hear is taking place. You should not look at anyone. Look only at the assembly of Shriji Maharaj and His Muktas. You should not think your self to be doer and think that I am doing katha, varta and making others to listen. You should think that Maharaj and Muktas speak through your medium but you are not speaking. If someone is doing your puja you should think that it is the worship of Maharaj and Muktas but not mine.  The auspicious time has come because Maharaj and Muktas are giving us that which is as valuable as pearls which are formed when it rains in swati nakshtra. If their words are taken by heart you will be happy in the happiness of Murti. Shriji Maharaj speaks and dines through the saint, so we should serve Him like God and offer Him food, water, money, etc.  One may say that there is lot of money in the satsang- where is the need that we should give?  It is better that we give to a poor man. What difference does it make if it rains on the sea and if it does not, so what? If it rains in dry climate, it will benefit the food crop. Similarly if we give to the poor, they will be less miserable. If one thinks in this way let me say that if it rains in dry climate it will benefit only food crop but if it rains on sea, real pearls will be formed means if service of money or food is given in satsang it will lead to the benefit of forming real pearls in the form of ultimate liberation which is not there elsewhere. So whatever service that we do should be done in satsang only by knowing it divine. What kind of this saint is- in each saint Shriji Maharaj and infinite Muktas dwell, so if one saint is served, the fruit of it will be as much as serving Shriji Maharaj and infinite Muktas. || 160 ||