Gujarati / English

ફાગણ સુદ-૮ને રોજ સભામાં છેલ્લા પ્રકરણનું ૧૨મું વચનામૃત વંચાતું હતું. તેમાં માનની વાત આવી.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “માન જબરી ચીજ છે. માનવાળો લાખો રૂપિયાની સેવા કરે ને ભગવાનને ભગવાન જાણે, અને સંતને કલ્યાણકારી જાણે; તોપણ માનને આગળ ને આગળ રાખે. તે માનવાળો જીવે નહિ એટલે કે મોક્ષના માર્ગથી પડી જાય. પણ માન મૂકીને ભગવાન અને સંતને રાજી કરે તો સુખના સમુદ્રમાં ઝીલે. શ્રીજી મહારાજને અને સભાને ભેળી રાખીને કોઈકને વર્તમાન ધરાવે તો  તે વર્તમાન ધારનારનું આત્યંતિક કલ્યાણ થાય, પણ પોતે એકલો લૂખો થઈને ધરાવે તો ધારનારનું બીજબળ થાય. અન્ન-જળાદિક અંગીકાર કરવામાં પણ શ્રીજીને તથા મુક્તને ભેળા રાખે તો તે અન્ન-જળાદિક દિવ્ય થઈ જાય ને અર્પણ કરનારને મહારાજનું સુખ મળે; પણ પોતાપણું લાવીને અંગીકાર કરે તો અર્પણ કરનારનું બીજબળ થાય.

“શ્રીજીનો નિશ્ચય રાખીને આજ્ઞામાં નહિ રહે તો તેને ને અમારે લેવા-દેવા નથી. અને આજ્ઞામાં રહીને પુરુષોત્તમરૂપ થઈને શ્રીજી મહારાજની મૂર્તિમાં જોડાશે તે સુખિયા થશે; માટે સત્સંગ થયા પછી ચઢતો ને ચઢતો રંગ રાખવો. ત્યાગીએ ગોપાળાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામી જેવા થાવું ને ગૃહસ્થોએ પર્વતભાઈ આદિ જેવા થાવું. ત્યાગી તથા ગૃહસ્થ તે સાધુ કે હરિભક્ત કહેવાયા એમ જાણીને બેસી રહે તો લૂખા રહે. કોઈકનો અવગુણ આવે તો સત્સંગમાં મડદા જેવો રહે એ મોટો દોષ છે. માટે પંચ વર્તમાને યુક્ત એવા સંતનો કે હરિજનનો દ્રોહ થઈ જાય, તો તેની આગળ દંડવત, વિનય, પ્રાર્થના હાથ જોડીને કરે તો પ્રાયશ્ચિત્ત થઈ જાય ને દ્રોહ ટળી જાય; પણ માન હોય તો એમ ન થાય. શ્રીજી મહારાજને અંતર્યામી જાણે તોપણ તે માન વસ્તુ ભેળી રાખે તો તે બહુ નુકસાન કરનાર છે.

“કોઈ કહે જે, ‘સર્પ જેવો છે કે રાક્ષસ જેવો છે’ તો ખમાય નહિ, પણ પોતાની મેળે સર્પ જેવો કે રાક્ષસ જેવો થાય. જો કોઈ માનનું ખંડન કરે તો ક્રોધ આવી જાય તે સર્પનો દેહ જાણવો; કેમકે તે વખતે ગુરુની કે સભાની કે ઈષ્ટદેવની માઝા રહે નહિ. ક્રોધ પહેલો ઉત્પન્ન કરનારને દસગણું પાપ લાગે છે; કેમ કે બીજામાં નહોતો તે તેણે ઉપજાવ્યો. માન, ઈર્ષ્યા ને ક્રોધ, તે મોક્ષનો માર્ગ ને વ્યવહાર એ બેય બગાડે એવાં છે; તોપણ તેને જીવ મૂકતા નથી. એ તો કાંઈ કામનાં નથી; ઊલટું ભૂંડું કરે એવાં છે, માટે તેને રાખવાં નહિ.

“દુર્વાસાને ક્રોધ હતો તે મહાઘોર કહેવાણા, પણ સાધુ ન કહેવાણા. ક્રોધવાળાથી સાધુ-હરિજન બીએ તેથી ગુનામાં આવી જવાય. શ્રીજી મહારાજનાં વચન ખોટાં નથી. ક્રોધ આવે તે ટાણે જ તેને સમાવી દે તો મહારાજ રાજી થાય, પણ પછી વિચાર થાય તેમાં રાજી ન થાય; માટે ક્રોધ આવ્યો કે તરત જ મૂંઝાવીને બેસારી દેવો. શ્રીજી મહારાજે કહ્યું છે જે, ‘લાખો રૂપિયાનો બગાડ કરે તોપણ અમને ક્રોધ નથી આવતો.’ આપણે પણ મહારાજના છીએ માટે ક્રોધ ન રાખવો. ને શુદ્ધ સત્વગુણી થઈને ટાઢા શીતળ જેવા થઈ રહેવું; અને વાદ-વિવાદમાં પણ ક્રોધ ન કરવો.

“દાસપણું રાખે તો નિયંતા ન થવાય; કેમ કે તે હાજી હાજી કરે. માટે દાસત્વભક્તિ બહુ વિશેષ છે. આ લોકમાં માન, મોટપ, યશ, કીર્તિ તેમાં કાંઈ માલ નથી. માનાદિક કાંઈ ન હોય તેના ઉપર શ્રીજી મહારાજને અને મુક્તને હેત વધતું જાય છે. માયાના સત્વગુણવાળાને કોઈ ગોદો મારે તો તરત ક્રોધ નીકળી આવે, પણ નિર્ગુણ થાય તેને ક્રોધ ન આવે. માટે શીળવંતા સાધુ થાવું. ત્રણ દેહના ભાવ ટાળીને ખરા સાધુ થાવું, જે શબ્દની કિંમત કરે તે દુઃખિયો, ને ન કરે તે સુખિયો. ચામડાની નોટમાં કિંમત નાખી છે તો થાય છે. માટે સાધુએ કોઈ માન કરે, અપમાન કરે, તોપણ તેની કિમંત ન કરવી.

“જો નબળા ઘાટ થઈ જાય તો પ્રાયશ્ચિત્ત કરી નાખવું, પણ તેને સંભારવા નહિ. સંભારવાથી તે દોષની મૂર્તિ બંધાઈ જાય છે; માટે વિસારી દેવા. ને જાણપણારૂપી દરવાજે ઊભા રહેવું, તો આ સભામાં મનુષ્યભાવ ન આવે. સદા દિવ્ય ભાવ રહે, પણ અભાવ ન આવે એ જાણપણારૂપી દરવાજો જાણવો અને મહારાજ વિના બીજો ઘાટ ન થવા દેવો તે પણ જાણપણારૂપી દરવાજો જાણવો.

“શ્વાન હાડકું ચાવે તે પોતાના મોઢામાંથી લોહી નીકળે તે જોઈને સુખિયો થાય; તેમ કામ, ક્રોધ, માનરૂપી હાડકાં ન ચાવવાં. માનાદિક દોષરૂપી કિલ્લો છે, તેને શ્રીજી મહારાજનાં વચનરૂપી તોપના ગોળા ખૂબ મારીએ તો એ દોષરૂપી કિલ્લા તૂટી પડે. હારવું-જીતવું તે કેસ જીત્યા એમ કહે છે; તે કેશ એ તો વાળ કહેવાય, તે વાળમાં શું કિંમત છે તે જીત્યા એમ કહેતા હશે? જીવ તો ભૂખ, દુઃખ ને માર ભોગવે, પણ સાધુ ન થાય; સાધુ થાવું કઠણ છે. શ્રીજી મહારાજે કહ્યું છે કે, ‘એવો સાધુ તો હું છું.’

“ભગવાનમાં હેત હોય તોપણ જ્ઞાન ન હોય તો ભગવાન વિના બીજો ઘાટ થાય, અને હેતના ભેળું જ્ઞાન હોય તો બીજો ઘાટ ન થવા દે; માટે હેત ને જ્ઞાન બેય જુદાં છે. પ્રેમલક્ષણા ભક્તિ આવે તોપણ તે ભક્તિ ને જ્ઞાન જુદાં છે. જ્યારે અનુભવજ્ઞાન થાય ત્યારે એ જ્ઞાનમાં ધર્મ, ભક્તિ આદિ સર્વે આવી જાય. તેથી અનુભવજ્ઞાન સદા રહે છે.”  II ૧૬૩ II

On the day of Fagan Sud 8th, the 12th Vachanamrut of the Last Chapter of Gadhada was being read in the assembly.  In it there was reference about ego. Then Bapashri said, “Ego is very peculiar. The person having ego will do service by spending lacs of rupees and may know God as God and may know saint as giver of liberation even then his ego is always there. That egoistic may not remain alive means falls from the path of liberation. He may get ocean of happiness provided he gives up his ego and pleases God and saints.  If someone is given   vows of vartman by keeping Shriji Maharaj and assembly with him, he will get ultimate liberation but if he is given vows indifferently, he will attain some potential for spiritual progress. While taking food or drink if one keeps Shriji and Muktas with him, the food and drink will become divine and the person dedicating will get Maharaj’s happiness; but if takes it with his ego, the person who has dedicated will have potential for growth. We are not concerned if one who has firmness of Shriji but violates His commands.Those who obey commands and joins in Shriji Maharaj’s Murti by becoming form of Purushottam will become happy. Therefore after coming in satsang we should go on progressing. The renouncer should be like Gopalanand Swami and Brahmanand Swami and the householders should become like Parvatbhai, etc.  When the renouncer and householder being called saint or devotee and if they are satisfied with this address, they will remain unfulfilled. If one finds faults with someone, the fault finder will be as good as dead person in satsang- it is great defect. If someone betrays saint or devotee who are following panch vartman he can repent by prostrating himself before them or requesting or praying and his betrayal will be forgiven but he does it with ego it will not happen so (his betrayal will not be forgiven). If one knows Shriji Maharaj as super being and keeps his ego, it is very harmful. If someone says that you are like a serpent or like a demon, it will not be tolerated but he himself becomes like it. If someone attacks his ego he will become angry –this should be known as the body of serpent because at that time he will cross the limit of guru or assembly or ishtadev (God of the family). The one who makes the other angry will sin ten times because there was no anger in that fallow, but he made him angry. Ego, envy and anger spoil both, the path of salvation and practical life, but Jiva do not leave them. They are of no use. On the contrary, they are harmful so they should be driven out. Durvasa had anger so he was called ‘Mahaghor’ but was not called saint.  Devotees and saints fear from angry person so he will be guilty. Words of Shriji Maharaj are not wrong. If one controls anger as soon as it arises, Shriji Maharaj will be pleased, but afterwards if one repents Shriji Maharaj will not be pleased. So it should be controlled immediately.  Shriji Maharaj says that even if there is waste of lacs of rupees He does not get angry. We are also of Maharaj therefore we should not be angry and should be cool with pure satwa attribute and should not be angry during discussion. If one remains as a servant he will not become controller because he will agree in everything therefore devotional service is very important. There is no value of honour, respect, glory, fame, in this world. If one has no ego, etc, Shriji Maharaj and Muktas will show more love for him. If someone pinches the one having satwa attribute of illusion, the anger will come out from him soon. If one is without  attribute (nirguna), he will not have anger. Therefore one should become chaste saint. One should avoid feeling of three bodies (physical, subtle, causal) and become real saint. The one who contemplates on harsh words will be unhappy and if he does not he will be happy. Currency notes have value (here there is simile-value means honour). But if someone honour saint or insult him, the saint should not value it. If wicked thoughts occur he should repent but should not remember it. By remembering wicked thoughts, one becomes full of flaws, so they should be forgotten.  He should stand at the door in the form of knowledge so that he would not get human feelings for others in this assembly. The door in the form of knowledge means he will have divine feeling for ever and he will not have grudge against anyone. There should not be any thought excepting thoughts for Maharaj- this should also be known as door in the form of knowledge. When the dog chews a bone, it bleeds and seeing this it becomes happy.  Similarly one should not chew bones in the forms of passion, anger, honour, etc. Honour, etc is like fort in the form of fault. If this fort is gunned down by shells of gun in the form of Shriji Maharaj’s words, the fort in the form of faults will crash. Wining or loosing in the court is called a case is won or lost. In Gujarati kesh means hair. What is the value of hair that we say we have won the case?  Jiva bears the misery of hunger, sorrow and punishment but it would not become saint. It is difficult to become saint. Shriji Maharaj says that he is such a saint. If there is love for God without knowledge the other thought will occur except God and if love is with knowledge, it would not allow other thoughts to occur. Therefore love and knowledge are two separate things. Even if there is premlakshana bhakti (love-oriented devotion), devotion and knowledge both are separate. When there is experience knowledge, everything namely religion devotion, etc will be in it. So experience knowledge remains for ever. || 163 ||