Gujarati / English

ફાગણ સુદ-૯ને રોજ સભામાં બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “સત્સંગમાં કોઈકને વિષે દેહસ્વભાવ દેખાય તોપણ ‘એને ધન્ય છે; કેમ જે આવા જોગમાં રહીને ભગવાન ભજે છે’ એમ જાણવું; પણ અવગુણ લેવો નહિ. પણ પંચ વર્તમાનમાં ફેર પડે તો તેનો અવગુણ આવે ખરો, કેમ જે વર્તમાનમાં ફેર પડે તે નાસ્તિક છે. માટે એણે મહારાજની મર્યાદા લોપી; તેને તો મહારાજનો આશ્રિત ન જાણવો.

“અને આ સમૈયો છે તેમાંયે દિવ્ય ભાવ લાવવો; પણ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર એવો ભાવ આ સભાને વિષે ન લાવવો. આ સભાને વિષે દિવ્ય ભાવ આવે તો પ્રેમલક્ષણા ભક્તિ આવે, ને અનુભવજ્ઞાન થાય, ને આત્યંતિક મોક્ષ થાય તેવી શ્રીજી મહારાજે  સહી નાખી છે. આ જોગ મહિમાએ સહિત થયો હોય તો પરભાવને પમાડે. જેમ ઝૂઝારી લડાઈમાં જાય તે કપાઈ પડે તોપણ ખબર રહે નહિ; એમ આ સભામાં દિવ્ય ભાવ આવે તો છતા દેહે ધામમાં બેઠા છીએ એવું થઈ જાય, પણ જાવાનું બાકી રહે નહિ. અહીં પ્રત્યક્ષ મહારાજ મધ્યસ્થ વિરાજે છે. ઉપાસનાવાળાને આ સભા નાશ થાતી નથી. અહીં કાશી, વૃંદાવન, જગન્નાથ તે સર્વે છે.

“આ સભા અનાદિ ને સનાતન છે, માટે આપણે તો આ જગન્નાથ; આ પ્રસાદીનો દોષ નહિ એમ જાણવું, પણ પરોક્ષ જગન્નાથમાં જઈને કેટલાક રાંધેલા ભાતની પ્રસાદી ખાઈ આવે છે તે આપણાથી ન ખવાય; ખાઈએ તો વટલાઈ ભ્રષ્ટ થવાય. આપણે તો સંતની પ્રસાદી તે જગન્નાથ જાણવું. બીજું, આ બ્રહ્મસભાનો દોષ ન લેવો ને ગુણ જ લેવા તે ગુણરૂપી બીજી પ્રસાદી જાણવી. અને આ બ્રહ્મરૂપ ને દિવ્ય ને સનાતન સભા પાસેથી જ્ઞાન લેવું તે ત્રીજી પ્રસાદી છે. સૂર્ય, શિવ, શેષાદિક તે આ સંતની પ્રસાદી લેવા આવતા અને શ્રીજી મહારાજ પણ સંતનાં પત્તરમાંથી પ્રસાદી લેતા. આ સભા નાશ નથી થાતી, પણ જે પરોક્ષમાં પ્રમાણ કરી ગયા છે તે તો નાશ પામનાર છે. આ જોગ મળ્યો છે તોપણ કેટલાક કાશી, વૃંદાવન ને દ્વારિકા જાય છે તે પતિવ્રતા ન કહેવાય. કદાપિ કોઈક હરિભક્તને રોજગાર માટે આપત્કાળે જગન્નાથ જાવું પડે તોપણ પ્રસાદી ન લેવી; જો લે તો અંતઃકરણ ભ્રષ્ટ થઈ જાય; અને સાધુ-બ્રહ્મચારીએ તો જાવું જ નહિ.

“શ્રી સચ્ચિદાનંદ સ્વામીને દ્વારિકામાં ગુગળીએ કહ્યું હતું જે, ‘પ્રગટ સ્વામિનારાયણ ભગવાનને મૂકીને અહીં શા પાપે આવ્યો છું?’ તે ભક્તચિંતામણિના ૯૨મા પ્રકરણમાં ૫૮મી ચોપાઈમાં કહ્યું છે કે, ‘વળી કહેવાય છે પ્રભુ આપે, તેને મૂકીને આવ્યો શે પાપે.’ માટે બીજે ગયા જેવું નથી.

“અમે નગરઠઠ્ઠામાં ગયા હતા, ત્યાં એક હરિભક્તે વૈરાગીને રસોઈ આપી ને વસ્ત્ર આપ્યાં. તેને આપણા સાધુએ કહ્યું જે, ‘તમને વૈરાગી જે ધર્મ વિનાના છે તેને જમાડે શું મળે તેમ છે?’ ત્યારે તેણે શિક્ષાપત્રી બતાવી કહ્યું જે, ‘અભ્યાગતને આપવું’ એમ લખ્યું છે. તે આ અર્થને જાણતા નહોતા, પણ આ અર્થ સમજવો. બધું પ્રત્યક્ષમાં ઘટાવવું, પણ પરોક્ષમાં જાવું નહિ. શ્રીજી મહારાજ જેને પ્રત્યક્ષ મળ્યા તેને વૈભવ ઘણા મળ્યા છે, માટે અયોગ્ય ક્રિયા ન કરવી. રાજાનો કુંવર પોતાનું અધૂરું માને તેમ શ્રીજીના આશ્રિત બીજે માથાં ભટકાવા જાય તે બહુ જ અજ્ઞાન છે. આપણે તો શ્રીજીની સભામાં જ બેઠા છીએ, પણ મરીને જાવું નથી. આવો મોટો લાભ મળ્યો તેને મૂકીને પરોક્ષમાં જાવું નહિ.

“માનવાળાને આ બ્રહ્મઅગ્નિમાં કરોડો વાર નહાવું પડે અને આસુરી જીવ બ્રહ્મને વિષે અનંતવાર લીન થાય; તે બ્રહ્મરૂપ એવા સત્સંગીના ગર્ભમાં આવે, તે બ્રહ્મમાં નવ નવ મહિના અનંતવાર લીન થઈને જન્મે, ને આ બ્રહ્મસભામાં આવીને જોગ કરે, ને અવગુણ ન લે તો દૈવી થાય. તેમ જ માનીને પણ અનંતવાર મરવું અને અવતરવું પડે. એવું દુઃખ જીવ ખમે, પણ માન મૂકે નહિ. જો માન જાય તો મરવા પડે ને છેવટ જીવ નાશ થાય તો થવા દે, પણ માન મૂકે નહિ. એ બહુ જ અજ્ઞાન છે. આ સભામાં માન મૂકીને વ્યવહાર કરે તો અનાદિમુકત થઈ જાય. અને માન આવે ને અવગુણ લે કે દ્રોહ કરે તો ભગવાન ભજતો હોય ને કર્થા-વાર્તા કરતો હોય, ને તે સાધુ કે સત્સંગી હોય, તોપણ બહુ જ મોટી ખોટ આવે; માટે સમજી-વિચારીને સત્સંગમાં માન રાખવું નહિ. માનવાળો ભગવાનને ને ભગવાનના ભક્તને જીતીને રાજી થાય એટલે તેનાં સાધન સર્વે બળી જાય.”

એટલી વાત કરીને પછી વચનામૃત વંચાવવા માંડયા. તેમાં છેલ્લાં પ્રકરણના ૧૪મા વચનામૃતમાં કાયસ્થની વાત આવી.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આ વાત જ્યારે આવે ત્યારે ભુજના માધવજીભાઈ તેને બહુ ફટકાર કરતા જે, ‘તું અમારી જાતિમાં આવ્યો તે અમારી જાતિની લાજ વંજાવી.’ શ્રીજી મહારાજને કર્તા ન જાણે તેને એવી પાપરૂપ વાસના રહે. સકામ રસ્તામાં વાસનાઓ રહે છે. રાજા પાસેથી બાવે ચાર દરવાજાનું છાણ માગ્યું. એવું માગતાં આવડે, પણ મોક્ષ માગતાં ન આવડે. લોઢવાની લખુ ચારણે ઢોરાં ને ચેલા કુશળ રહે એવું મહારાજ પાસે માગ્યું; એમ જ્ઞાન વિના સર્વે કાચું છે.

“શ્રીજી મહારાજને દર્શને કોઈ ગરાસિયા આવ્યા, તે મનુષ્યચરિત્ર જોઈને પાછા ગયા. ફરીવાર તે ગરાસિયા પાછા ત્યાં કોઈ કાઠીને ઘેર આવ્યા તેમને કાઠીએ જમાડયા તેથી પવિત્ર થયા. ત્યારે સંકલ્પ થયો જે, ‘કદાપિ ભગવાન હોય તો આપણને ખોટ જાય, માટે આપણે ફેર ચાલો ને આપણે જે સંકલ્પ કરીએ તે સત્ય કરે તો ભગવાન ખરા.’ પછી સંકલ્પ કરીને આવ્યા જે, ‘કામળાનો શણગાર પહેરીને જો હાથમાં પાનું લઈને વાંચતા હોય, એવાં દર્શન થાય તો એ ભગવાન ખરા’; એમ ધારીને ફરીથી આવ્યા. તે વખતે શ્રીજી મહારાજે બ્રહ્મચારી પાસે ‘અમને શીળો ધાયો છે’ એમ કહી સર્વે પોશાક કામળાનો મંગાવીને ધારણ કરેલો, અને પાનું હાથમાં લઈને બેઠેલા, એવાં તેમને દર્શન દીધાં. પછી નિશ્ચય કર્યો, પણ શ્રીજી મહારાજે કહ્યું જે, ‘હજી તમને અમારો બરાબર નિશ્ચય થયો નથી માટે બીજો પરચો માગો.’ ત્યારે તે ચાર જણ બોલ્યા જે, ‘ગઈ કાલે અમે ક્યાં હતા તે કહો.’ ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે, ‘ગઈ કાલે તમે તમારા સંબંધીને ઘેર અખાજ ખાધું, તેના તમે ચારે સાક્ષી છો.’ પછી તે ચારે જણા સત્સંગી થઈને ઘેર ગયા. ભગવાન ઓળખવા એ વાત કાંઈ સુગમ નથી, એ તો ભગવાન દયા કરે ત્યારે જ ઓળખાય.”           II ૧૬૪ II

On the day of Fagan Sud 9th, Bapashri showing his favour, talked. He said, “If feeling of body is seen in someone (i.e. nature with attributes in human being), he deserves praise because he worships God in such opportunity but his fault should be forgiven. If he differs from panch vartman his fault should be taken into account because he who differs from vartman is atheist and he has crossed the moral of Maharaj.  He should not be considered as the follower of Maharaj. This is sectarian festival (samaiyo) and we should keep divine feeling for this assembly but we should not feel that assembly is Brahmin, kshatriya, vaisya, or shudra. If you develop divine feeling for this assembly, you will get premlakshanabhakti (love oriented devotion) and will get experience knowledge and will be worthy of ultimate liberation-this has been affirmed by Shriji Maharaj. If this opportunity is got with understanding of greatness it will lead to salvation.  Just as when the soldier goes for fighting, he will not care for his life. Similarly, if you get divine feeling in this assembly, you will feel that you are in Akshardham with a physical body but you will not feel that you will  be taken to Akshardham after your death.Here Maharaj Himself is present in the midst. This assembly does not disappear for upashnawala (one who firmly believes God having form and cause of all). There are Kashi, Vrindavan, jagannath, all here. This assembly is since infinite time and eternal; therefore, this is jagannath for us. There is no fault in taking this  prasadi but we cannot eat prasadi of cooked rice, which several people eat in paroksha jagannath (abode of other incarnation). If we eat it, we will be degenerated. We should consider saints’ Prasad as that of jagannath. We should not find fault with this Brahmasabha, we should only take virtues of it and it should be considered as second Prasad in the form of virtues. We should take knowledge from this Brahmarup, divine and eternal assembly, this is the third Prasad. The Sun, Shiva, Shesh, etc. used to come to take this saints’ Prasad and Shriji Maharaj also used to take Prasad from saints’ dish (pattar). This assembly never destroys but those who have proved in paroksha (other incarnation) is bound to destroys.We have got this opportunity, even then some go to Kashi, Vrindavan, Dwarka-they cannot called faithful. In case if any devotee has go to jagannath for employment he should not take the Prasad of jagannth. If he takes his conscience will be degenerated. And saints and celibate must not go there. In Dwarka Gugali Brahmin told Shri Sachchidanand  Swami which sin brought him here by leaving incarnated Lord Swaminarayan. In 58th chopai of 92nd chapter of Bhaktachintamani, it is said, ‘vali kahevay chhe prabhu aape, tene  mukine aavyo she pape’ So it is not advisable to go elsewhere. We had gone Nagar Thattha , there a devotee gave clothes and food to a renouncer, our saint told the devotee what will you gain by giving food, etc. to renouncer who does not follow the religion properly? Then he quoted from Sikshapatri which says that we should give to mendicant. He was not knowing the meaning of it so meaning should be understood. Everything should be taken in  pratyksha (personified) form but not in paroksha (other incarnations) form. The one whom Shriji Maharaj has met in personified form has got much wealth therefore we should not do undesirable activity. Just as the prince of a king does not know his wealth and power. Similarly if the followers of Shriji go elsewhere for salvation, it is a great ignorance. We are sitting in the assembly of Shriji but we do not have to go to Him after death. Such a big benefit is available so we should not go in paroksha leaving it. The egoist will have to bathe in this brahmaagni for crores time and Demonic Jiva merges in brahma for infinite times. This Jiva will become angel provided comes in the womb of such satsangi in the form of brahma, then it takes births merging in Brahma for innumerable times,it makes contact in this brahmasabha and does not find fault. Similarly the egoistic has to die many times and take birth many times. Jiva bears such misery but do not give up ego. If his ego is hurt he will feel too much and ultimately he will allow Jiva to go astray but would not give up ego. It is very much ignorance.  If he comes in this assembly giving up his ego, he will become Anadi Mukta. If he keeps ego and finds faults,  it will be very harmful even though he may be worshipping God or doing katha varta and he may be saint or satsangi. Therefore, one should not keep ego in satsang by giving due thought. The egoistic will be pleased by winning over God and His devotee so his all spiritual endeavours for salvation will be burnt.

After this talk, Bapashri got someone to read Vachanamrut. In it there is a talk of Kaystha in 14th   Vachanamrut of the last chapter Bapashri said, “Whenever there was a talk about him, Madhavjibhai of Bhuj used to abhor him and used to say that that you have born in our caste, it is shameful for our caste. The one who does not believe Shriji Maharaj as doer, will have such sinful passion. On the path of sakam (belief that activity bears fruits) there are passions. A mendicant begged the king cow dung of four gate of village. We know to beg such thing but have no knowledge of asking for salvation. Lakhu Charan of Lodhhva begged Maharaj for the well being of cattle and followers. Thus everything is imperfect without knowledge. Garasiya came for the darshan of Shriji Maharaj but went back seeing Maharaj doing ordinary human activity. Once again that Garasiya came to some Kathi’s house and that Kathi fed him so he became pure. Then he thought that perhaps he may be God and if he does not have darshan it will be great loss so he thought of going back and he decided if his desire is fullfiled, he will believe that He is real God. Then he resolved that if he gets the darshan of Him wearing blanket and reading a page in His hand, he would believe that He is real God.Thus he came back. At that time Shriji Maharaj told the celibate that He had shilas (skin disease) and asked him to bring woollen clothes, which He wore, and he had a page in His hand. He was given such darshan according to his wish. Then he believed Him as God. But Shriji Maharaj told him that still he had no proper faith and told him to ask for another miracle. Then all four Garasiya asked, Tell us where we were yesterday? Shriji Maharaj replied that they all ate Akhaj at their relatives’ house the day before and they all were witness of it. Impressed by this miracle they went home after becoming satsangi.  It is not easy to know God. It is only possible if He takes pity on us. || 164 ||