Gujarati / English

વૈશાખ સુદ-૧૧ને રોજ સાંજના બાપાશ્રી તથા સર્વે સંત હરિજનો શ્રી કાકરવાડીએ નાહવા ગયા. ત્યાં નાહીને આંબા તળે બેસીને માનસી પૂજા કરી.

પછી બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “પ્રત્યક્ષ મહારાજ ને મુક્ત મળ્યા; માટે અખંડ શ્રીજી મહારાજની મૂર્તિ અંતર્વૃત્તિએ ધારવી, તે ધારતાં ધારતાં તેજમાં મૂર્તિ દેખાય ત્યારે જે કરવાનું છે તે કર્યું કહેવાય. સત્સંગીને કથા-વાર્તા કરવી તે તો ચારો છે, પણ અખંડ મૂર્તિમાં રહેવું તે જ કરવાનું છે; આ તો નક્કી કરવું જોઈશે. જ્યારે મહિમાની વાતો કરીએ ત્યારે સૌને સારી લાગે અને ધ્યાન કરવાની વાતો કરીએ છીએ ત્યારે સૌ અટકી પડે છે; તે જેમ ઘવરાવવા લીધા હોય ને શું? તેમ થઈ જાય છે, પણ એ તો જરૂરાજરૂર કરવું જોઈશે. મૂર્તિની વાત કરીએ ત્યારે જાણે વજ્ર કમાડ દીધાં. જેમ છોકરો કુપાત્ર હોય તેને પોતાનો બાપ કહી કહીને થાકી જાય, પણ કહ્યું કરે નહિ. તેમ કહી કહીને થાકી ગયા તોપણ ધ્યાન કરતા નથી. જ્યારે ગોદો મેલે ત્યારે બે ડગલાં ચાલે ને વળી પાછો ઊભો થઈ રહે, તે પંથ કેમ કપાય? તેમ જ્યારે વાતો કરીએ ત્યારે જીવમાં શેડય આવે ને થોડીકવાર ધ્યાન કરે ને પાછું મૂકી દે.

“જીવ શૂનકાર થઈ ગયો છે, તે માર્ગે જ ચાલતો નથી ને કોઠારું, ભંડારું, મહંતાઈ વગેરેમાં સારું લાગે જે આપણા તડના ભંડારી કે મહંત થયા; પણ ધ્યાન કરવાની તો વાતેય નહિ ને તે કરવુંયે નહિ,  પણ તે કર્યા વિના છૂટકો નથી. આ જોગમાં રહીને ધ્યાન કરીને મૂર્તિ સિદ્ધ નહિ કરે તો મહારાજના ને મોટાના ગુનેગાર થાશે. જો ધ્યાનનો આગ્રહ કરે તો છ મહિનામાં ઝળળળ તેજમાં મૂર્તિ દેખાય ને સાક્ષાત્કાર થઈ જાય અગર છ મહિનાની માંહે પણ મૂર્તિ સિદ્ધ થઈ જાય. આ દેહે શું ન થાય? જે કરે તે થાય. બે મહિના ઠાકોરજીને ન જમાડીએ તો દેહ રહે નહિ, તે દેહ રાખવાનું જેટલું જતન છે તેટલું જો મૂર્તિનું જતન કરે તો મૂર્તિ સાક્ષાત્ થાય.

પછી પુરાણી ધર્મકિશોરદાસજીએ કહ્યું જે, “કૃપા કરો તો થાય.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મોટાની કૃપા તો એવી છે જે મૃત્યુ આડી અર્ધી ઘડી રહી હોય તેટલામાં મૂર્તિ આપી દે ને પૂરું કરી દે. તો આજ મહારાજ ને મોટા સભામાં વિરાજે છે, તે આગ્રહ કરો તો સાક્ષાત્કાર કરાવી દે તે છ મહિના પણ પૂરા થવા દે નહિ, એની આ સભા સાક્ષી છે.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “ઝુમખરામને સોટી મારીને તરત મૂર્તિ શ્રીજી મહારાજે આપી દીધી, તેમ કરો તો મૂર્તિ દેખાય.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “જેમ ઝોળી માગીને જમવા કરતાં પોતે રળીને જમવું તે ઠીક, તેમ પોતે કાંઈક દાખડો કરીને સિદ્ધ કર્યું હોય તો તે દાખડો જોઈને મોટા બહુ રાજી થાય, ને બહુ સુખ આવે. માટે જે સુખ દેહ મૂકીને પામવું છે તે છતે દેહે ભોગવવું એ કરવાનું છે, તે જરૂર કરવું જોઈશે. મહારાજની ને મોટાની કૃપા છે, તો આજ સાક્ષાત્ મહારાજ ને મુક્ત મળ્યા છે. આ વખતે મૂર્તિનો સાક્ષાત્કાર થઈ જાય એવું છે. આવી આવી વાત પછી કોણ કરશે? આ ટાણે મૂર્તિનો સાક્ષાત્કાર નહિ કરો તો પછી કોણ કરાવશે? માટે આ કરો, આ કરો, બીજું સર્વે પડયું મૂકો. પગલાં-પદાર્થ કાંઈ કામનાં નથી. મૂર્તિ રાખો તો બધુંય આવ્યું, પણ કાર્યમાં તાન છે તેટલું કારણમાં તાન થાતું નથી તે બહુ ખોટ છે. આ લાભ આ ટાણે મળ્યો છે તે લેવો ને જરૂર મૂર્તિ સિદ્ધ કરવી.”

એટલી વાત કરીને સર્વેને મળ્યા ને પછી સૌ મંદિરમાં આવ્યા.  II ૧૬૭ II

On the evening of Vaishakh Sud 11th, Bapashri and all saints and devotees went to Kakarwadi to bathe. After taking bath they performed mental worship under mango tree.

Then Bapashri showing his favour, talked. He said, “Since Maharaj and Muktas themselves have met us, we should constantly meditate on Shriji Maharaj’s Murti by becoming introvert. While meditating if Murti appears in luminescence, it can be said that what has to be done, has been done. Katha, varta, etc is the food of satsangi but to dwell in Murti constantly is to be done. This would have to be done without fail. When it is talked about greatness all like it and when it is talked about meditation all hesitate. It is felt that it is harmful, but it would be done at any cost.  The matter related to Murti is so difficult as if one is locked permanently. The father of unworthy son may repeatedly tell him to do as he is told but he will not do it even though the father will get tired by repeated advice. Similarly you have been repeatedly told to meditate but you are not doing it. When bullock is pierced to go ahead, it would walk small distance and again will stop – how can the path be covered in this way?  When it is talked about meditation, Jiva  meditates for a while and again leaves it. Jiva has become blank; it does not walk on that path. It likes Kotharu, Bhandaru, Mahantai, (store, kitchen and head of the particular temple). One thinks that Bhandari or Mahant is appointed from our group of saints but he ignores meditation but there is no way out without it. If one does not realize Murti by meditation and remaining in this association, he will be guilty of Maharaj and Muktas. If he insists for meditation, Murti will appear in luminescence and it will be realized within six months, or even before that. What cannot done with this body?-everything can be done. If Thakorji is not fed (Thakorji means we  ourselves) for two months, the body will decay. Just as much care is taken for body if similar care is taken for Murti, Murti will realize.

Purani Dharmakishordasji said that it is possible with your grace. Then Bapashri said, “The grace of Muktas is such that they can give Murti and make one fulfilled, though the time of death is very near.  Today Maharaj and Muktas are seated in the assembly and if you insist, they will make you realized, they even will not take time of six months.  This assembly is witness of it.

Then Swami Ishwarcharandasji said, “As soon as Shriji Maharaj beat  Zumakhram, with a stick he was given Murti. If you do the same way, Murti will appear.”  Bapashri said, “It is better to eat food from our own earning than to eat from earning by begging. Similarly if realization is achieved by our own effort, Muktas will be pleased by seeing that and there will be much happiness. So the happiness which we are going to get after death that should be enjoyed till this body is alive- it must be done. It is the grace of Maharaj and Muktas so they themselves have met us. It is possible to realize Murti at this time. Who is going to give you such talks? If you do not realize Murti in this opportunity, who will get it realized for you.  So do this only and leave aside everything. Foot print (charnarvind) and objects are of no use. If you keep Murti everything is achieved. There is eagerness in activity but not in cause –it is a big defect. This opportunity has come at this time and should be seized and Murti must be realized.  After this talk, Bapashri met all and all came to the temple. || 167 ||