Gujarati / English

વૈશાખ સુદ-૧૨ને રોજ સવારે સભામાં પ્રથમ પ્રકરણનું ૩૩મું  વચનામૃત વંચાતુ હતું. તેમાં મૂઢપણું, પ્રીતિ ને સમજણ એ ત્રણ પ્રકારના આશ્રયની વાત આવી.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મૂઢપણું, પ્રીતિ ને સમજણ તેમાં મૂઢપણું ક્યારે કહેવાય? તો જ્યારે પોતાના વ્યવહારની ખબર પણ રહે નહિ ત્યારે મૂઢપણું ખરું કહેવાય.”

એમ કહીને પછી અમદાવાદના સોમા ભક્તને કહ્યું જે, “તમારે મૂઢપણું છે?”

ત્યારે કહે જે, “હા, બાપા.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “તમને પગાર કેટલો મળે છે તેની ખબર છે કે નહિ?”

ત્યારે તે કહે જે, “એ તો ખબર છે.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “પોતાના વ્યવહારની ને દેહની બીજા ખબર રાખે અને કુંડાળના કલા ભક્તની પેઠે ઊગમણા-આથમણાની ખબર પણ રહે નહિ; ત્યારે ખરું મૂઢપણું જાણવું. મહારાજમાં ને મુક્તમાં પ્રીતિ થાય ને બીજે ક્યાંય પ્રીતિ ન રહે તે પ્રીતિનું લક્ષણ છે. તે પ્રીતિનો તો કાંઈક પત્તો લાગે ખરો, પણ મૂઢપણાનો પત્તો લાગે તેમ નથી. એ તો જ્યારે ભોજા ભક્ત જેવું થાય જે કોઈક મરી જાય તેની પણ ખબર રહે નહિ. અને પાટડીના નાગજીભાઈ કાકરવાડીએ નાહવા ગયા હતા, તે ક્યાંય બીજે રસ્તે ચઢી ગયા, તે ઝીણાભાઈને કૂવે જઈને બળદેશ્વર મહાદેવ આગળ પૂછયું જે, ‘કાકરવાડીએ ક્યાં થઈને જવાશે?’ પછી હરિજનો ત્યાં પહોંચાડી ગયા. તે જેને ઊગમણા-આથમણાની ખબર નહિ એવા છે. એવું થાય ત્યારે મૂઢપણું કહેવાય. અમારે અહીં કલ્યાણ ભક્ત હતા, તે અમદાવાદથી આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ પધાર્યા તેમને કહે જે, ‘આ સ્વામિનારાયણ છે’, પણ એવી ખબર નહિ જે આચાર્ય મહારાજ છે; આ મૂઢપણું કહેવાય. તેથી તો પ્રીતિનું અંગ કરવું તે સુગમ છે.”

પછી વાત કરી જે, “આજ આ મુક્ત સખાભાવે વર્તે છે તો તમે બોલવા-ચાલવામાં, બેસવા-ઊઠવામાં, પ્રશ્ન-ઉત્તરમાં સુખ લો છો, એવું સુખ જો સદગુરુ શ્રી નિત્યાનંદ સ્વામી તથા સદગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામીના જેવી આકરી પ્રકૃતિ રાખી હોય તો ના આવે અને પ્રશ્ન પૂછવો પણ કઠણ થઈ પડે. આજ તો તમને સુખ આપવા સારુ સખાભાવે વર્તીએ છીએ. આ સભા બેઠી છે તે સ્થળ પણ પવિત્ર છે, તે જ્યારે અમે અદૃશ્ય થઈશું તે પછી પણ આ સ્થાનમાં દર્શન કરશે તેને આ સભા સાંભરી આવશે, ને ઘાટ-સંકલ્પ ટળી જશે, ને ધ્યાન કરશે તેને મૂર્તિનું સુખ આવશે, ને કામ, ક્રોધ, માન આદિ સર્વે અદૃશ્ય થઈ જશે, અને જ્યાં જુએ ત્યાં મૂર્તિ દેખાશે, એવો આ સ્થાનનો મહિમા છે; માટે આવા મોટાને પ્રસન્ન કરવા, અને અમારો સિદ્ધાંત શો છે તે જાણીને તે પ્રમાણે વર્તવું.

“મોટા મોટા વનમાં રહેતા તે કૂતરું ભસે તે પણ સંભળાય નહિ એટલા તો છેટે રહેતા, અને વૃક્ષને છાંયે પણ બેસતા નહિ, અને માખ-મચ્છર કરડે તે પણ સંભાળતા નહિ અને ભિક્ષા માગવા જાય તે ક્યારેક અન્ન મળે ને ક્યારેક ન મળે ને વસ્ત્ર પણ મળે નહિ એવી રીતે રહેતા; તેવો ખટકો રાખવો.

“આ વચનામૃત છે તે ચિંતામણિ ને ક્લ્પતરુ જેવાં છે તે જે વાતનો પ્રસંગ નીકળે તે જ વાત તેમાં આવે છે. આપણે પંચવિષયના અભાવની વાત કરતા હતા તે જ વાત આવી છે. શ્રીજી મહારાજનો રાજીપો જે પંચવિષયનો અભાવ કરે ને પુરુષપ્રયત્ન કરે તે ઉપર જ થાય છે અને પછી કૃપા કરે છે. માટે પંચવિષયનો અભાવ કર્યા વિના છૂટકો નથી; તે સો જન્મે કે હજાર જન્મે કે લાખ જન્મે પણ એનો અભાવ કર્યા વિના છૂટકો નથી. જો નહિ ટાળે તો ઓચિંતાની કેદ આવી પડશે ને નવ મહિના સુધી પાચ, પરુ, વિષ્ટા, મળ, મૂત્રમાં ઊંધે માથે રહેવું પડશે ને બારી કે વાયરો કાંઈ મળે નહિ એવું દુઃખ આવી પડશે. આજ ભગવાં લૂગડાં મૂકી દઈને ધોળાં પહેરવાં પડે તો આબરૂ આડી આવે, ને મરીને જન્મ ધરવો પડે તેમાં આબરૂ આડી ન આવે, તે સમજણ કેવી ઊંધી કહેવાય?

“મોટાનો જોગ કરીને જો આજ્ઞા ન પાળે ને માયાના કાર્યમાં લેવાય તો મોટાને ખતરાવ્યા કહેવાય; કેમ કે બીજા સૌ અવગુણ લે જે, ‘મોટાનો જોગ કરે છે, પણ એમ વર્તતા નથી’; એમ બીજા પાસે અવગુણ લેવરાવે તેનું પાપ લાગે. માટે બે વાનાંનો તો પ્રસંગ જ થવા દેવો નહિ. નિષ્કામશુદ્ધિ ને ધર્મામૃત પ્રમાણે વર્તવું, પણ તેમાં લેશમાત્ર ફેર પડવા દેવો નહિ. શ્રીજી મહારાજે ધાતુપાત્ર પણ રાખવાની ના પાડી છે, અને પોતાને નવરાવવા પણ કાષ્ઠના પાત્ર જે કઠારી, કટોરા તે આપ્યાં છે ને સાધુને જમવા કાષ્ઠ પાત્ર આપ્યાં છે, તેમાં ફેર ન પાડવો ને માયાના પેચમાં ક્યાંય આવવું નહિ. ચોખ્ખા ચણક કુંદન જેવા થઈ રહેવું તો જ મહારાજ ને અમે રાજી થઈને સાથે ને સાથે રહીશું. માયા સન્મુખ તો થાવું જ નહિ; એને તો પૂંઠ દેવી, પણ તેના સામું જોવું નહિ.

“શ્રીજીની પ્રસાદી પણ ચરણરજની કે પથ્થર-કાષ્ઠની લેવી, પણ ખાવા-પીવાની પ્રસાદીની ઈચ્છા રાખવી નહિ. ખાવાની પ્રસાદીની ઈચ્છા રહે તે માયાનો મોહ છે; તેથી ચરણરજ પ્રસાદી શ્રેષ્ઠ છે, માટે તે પ્રસાદી લેવી. ખાવાની પ્રસાદી મહિમાએ સહિત તો લેવી, પણ રસાસક્તિએ કરીને ન લેવી. જેમ પ્રકૃતિપુરુષના કાર્યમાંથી ને તેના વૈભવમાંથી લૂખા થાવું, તેમ જ બ્રહ્મકોટિનાં ને અક્ષરકોટિનાં ઐશ્વર્યમાંથી ને એમનાં સુખમાંથી પણ લૂખા થાવું અને છેવટે શ્રીજી મહારાજનું તેજ જે અક્ષરધામ તેમાં પણ સુખ ન માનવું; એક શ્રીજી મહારાજની મૂર્તિમાં જ સુખ માનવું ને હેત કરવું તો શ્રીજી ને મોટા રાજી થઈને કૃપા કરે અને પોતાના તુલ્યપણાને પમાડે.”  II ૧૬૮ II

On the morning of Vaishakh Sud 12th, the 33rd Vachanamrut of first chapter  was  being read in the assembly. In it, there is a talk describing three ways of surrendering i.e. dullness (muddhpanu), love and knowledge in the person with such attributes should surrender to Maharaj. Then Bapashri said when one does not know about his dealings with this world it is said to be real dullness (muddhpanu). After saying this Bapashri asked Somabhakta of Amdavad whether he had dullness. Somabhai agreed and said that he had dullness. Then Bapashri further asked him whether he knew how much salary he got. Somabhai replied he knew it. Then Bapashri said that when others keep care of your body and dealing,  Kala bhakta of Kundal did not know which was the east and which was west –this is the real dullness. The characteristic of love is that one has love only in Maharaj and Muktas and not elsewhere.  Love for someone can be identified but dullness cannot be identified. It is like Bhojabhakta, he did not knew if someone died, Nagjibhai of Patdi went to Kakarwadi to bathe and missed the track and  went to the well of Zinabhai near Baldevswar Mahadev and asked from which way he should go to Kakarwadi. Then devotees took him there. He is like the one who does not have the knowledge of east or west, it is said to be dullness. There was a Kalyanbhakta at this place.  Acharya Shri Ayodhyaprasadji Maharaj came from Amdavad  and he called him as Swaminarayan but he did not know that he is Acharya Maharaj, it is called dullness. Therefore developing characteristic of love is easier. Then he said that today this Muktas behaves in a friendly manner so you are taking a joy of talking, sitting, question-answer, etc. This kind of joy is not possible if  nature is strict like that of Shri Nityanand Swami and Shri Nirgundasji Swami and also it will be difficult to ask question. Today we behave in  friendly manner to give you happiness. This place where assembly sits is also holy, and when we will disappear, and there after also, if someone will do darshan at this place, he will remember this assembly, thoughts will disappear and if meditate, he will get bliss of Murti, and passion, anger, pride etc. will all disappear and wherever he sees, he will see Murti-such is the greatness of this place. So we should try to please such Mukta and should behave according to our dictum after knowing it. Great Muktas lived in forest and to such a distance even the noise of dogs barking would not reach their ears. And would not sit under the shadow of a tree and would not care if bitten by bee or mosquito and when they went to beg for food and clothes some times they would get and some times they will not-such was their life. We should also try to live like this. This is Vachanamrut-they are  like Chintamani and Kalpataru and there is same talk, the reference of which is given. We were talking about ignoring five objects-it is the same talk. The pleasure of Shriji Maharaj will make us dislike five objects. And he is pleased by our own efforts then he graces. Therefore there is no way out accepting to ignore five objects whether after number of birth but it has to be ignored. If not ignored there will be prison of nine months and will have to remain up side down in the womb of mother and will have to beare with abscess, excrement, urine, etc and there will not be fresh air-such will be misery.  If saffron clothes  have to be given up and have to wear white clothes, it will be a question of prestige and if one has to take rebirth after death, prestige will not be harmed. What kind of understanding is it?  After associating with Muktas, if their commands are not obeyed and attracted by activities of illusion, it is said that he betrayed Muktas because others will say that though he is associated with Muktas he is not behaving accordingly- this means it is criticism of Muktas and for this criticism, he will be responsible for sin. Therefore these two things should not be allowed. One should behave according to the norms of Nishkamsuddhi and Dharmamrut and it should not be changed at all. Shriji Maharaj has asked not to keep even vassal of metal and for His bath he has given wooden vassal viz kathari and katora.  Saints have been given for wooden vassal (dish) for taking food. No other vassel should be used and should not be victim of illusion (maya).  We should remain as pure as gold then only Maharaj and I will be pleased and will be with you. Never come in contact with illusion. It should be shown our back (i.e. it should be ignored), do not see towards it. Prasadi of Shriji also be taken of dust of His feet, or of stone or wood but should not desire the prasadi of food or drink. Desire for prasadi of food is fascination of illusion , the prasadi of dust of His feet is better than that. Therefore that prasadi should be taken. Prasadi of food should be taken understanding its importance but not for the sake of taste. Just as we should not have any attachment in the activity of Prakrutipurush and his luxury.  Similarly, we should give up attachment for supremacy of Brahmakoti and Aksharkoti and also their happiness and ultimately the luminescence of Shriji Maharaj which is Akshardham should not be considered as giving happiness. Happiness should be believed only in Shriji Maharaj’s Murti and should develop love for it.  Then only Shriji and Muktas will be pleased and show their favour and will make as equivalent to them. || 168 ||