Gujarati / English

વૈશાખ સુદ-૧૩ને રોજ સવારે સભામાં છેલ્લા પ્રકરણનું ૩૫મું વચનામૃત વંચાતું હતું. તેમાં સંતના દ્રોહનું પાપ ભગવાનનો દ્રોહ કર્યા સરખું અને સંતની સેવાનું ફળ ભગવાનની સેવા કર્યા સરખું થાય છે એમ આવ્યું,

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “બીજા અવતારાદિકના તથા તેમના ભક્તના દ્રોહથી ભૂંડું થોડું થાય, ને તેમની ભક્તિથી મોક્ષ પણ અલ્પ થાય. અને આજના ભક્તના અપરાધથી ભૂંડૂં બહુ થાય, ને પ્રસન્નતાથી કલ્યાણ પણ મોટું થાય; કેમ જે બીજા અવતાર તો કેટલાક માયામાંથી આવ્યા છે ને કેટલાક માયાથી પર જે ઈશ્વરકોટિ તેમાંથી આવ્યા છે, અને કેટલાક બ્રહ્મકોટિમાંથી આવ્યા છે. અને આ તો બ્રહ્મકોટિથી પર અક્ષરકોટિ અને તેથી પણ પરના જે પરમ એકાંતિક ને અનાદિ તે આવ્યા છે. અને શ્રીજી મહારાજ તો તેથી પણ પરના આવ્યા છે. બીજા અવતારોનાં ઐશ્વર્ય તો શ્રીજી મહારાજ લઈ લે છે ને પોતે તો સ્વતંત્ર છે. જેમ આકડાનું ફળ ને આંબાનું ફળ તે સરખાં નથી, તેમ મહાપ્રભુજી અને બીજા મૂળ અક્ષરાદિક તે સરખા નથી.

“જો આ મહારાજનો મહિમા સમજાય તો કામ, ક્રોધ, લોભ, માન, એ સર્વે દોષ જતા રહે ને દેહ ખોખું થઈ જાય. જેમ સદાનંદ સ્વામીએ કહ્યું જે, ‘ગુરુભાઈની લકડી ભાગ ગઈ’, અને શ્રીગોપાળાનંદ સ્વામીને નાગડા વૈરાગીએ માર્યા ત્યારે તેમને પૂછયું જે, ‘સ્વામી, તમને બહુ માર્યા’, ત્યારે સ્વામી બોલ્યા જે, ‘લાકડાને લાકડે માર્યા એમાં તે શું?’ એવા સાધુ થાવું.

“મહારાજની નાની-મોટી આજ્ઞા સર્વે યથાર્થ પાળીને ધ્યાન કરવું. તે આજ કરો કે લાખ-કરોડ જન્મે કરો, પણ તે કર્યા વિના મહારાજ કે મોટા પ્રસન્ન થાય નહિ. આ જોગ કરો છો, પણ જો ફણા અધર રાખી તો માયાનું ઝેર ઊતરશે નહિ ને  કોઈના પ્રાણ લેશો. તે શું? તો કોઈક જાણે જે આ મોટાના જોગવાળા છે, એમ જાણીને સેવા કરે તે પ્રાણ લીધા કહેવાય; માટે એમ ન કરવું. અને સિદ્ધિઓ જે ઘી, સાકર, ફળ, ફૂલ, મેવા આવે તે સાધુને દઈ દેવાં; જેમ સદગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામી દઈ દેતા તેમ ગરીબ સાધુને દઈ દેવું. આ મહારાજ ને આ મહારાજના સંત કેવડા મોટા છે? તો દેહ મૂકતી વખતે આ સભા સાંભરે તો કોઈ વાંધો રહે નહિ ને પૂરું થઈ જાય. જો મહારાજ ને મોટા કૃપા કરે તો ઝાડને પણ જ્ઞાન થાય ને મોક્ષ થાય છે. જો દ્વેષી જીવ પણ પ્રાર્થના કરે તો તેનું કલ્યાણ થાય છે, એવો મોટાનો પ્રતાપ છે.”  II ૧૬૯ II

On the morning of Vaishakh Sud 13th, the 35th Vachanamrut of the last chapter was being read in the assembly.  In it there was a reference that the sin committed by the betrayal of saint will be as good as betrayal of God and the fruit of saint service will be as good as service of God. Then Bapashri said, “If betrayal of other incarnation and their devotees is done, it will affect in less proportion. Moreover, by their worship, liberation will be in less proportion. Whereas if guilt is committed against to days devotee it will affect very Much and if they are pleased liberation will become easy (be more), because several other incarnations have come from illusion (Maya) and several others have come from Iswarkoti which is above illusion and several have come from Brahmakoti.  Whereas these are above Brahmakoti, Aksharkoti and even above them, there are Param Ekantik and Anadi they have come, and Shriji Maharaj who is above all of them has come. Shriji Maharaj takes away supremacy of other incarnations and He Himself is independent.  Just as the fruit of akda (kind of plant which is favourite of Hanumanji)and fruit of mango tree are unequal. Similarly, Mahaprabhuji and other Mul-Akshar etc. are not equal. If the greatness of this Maharaj is understood, passion, anger, greed, pride will all disappear and the body will become empty of attributes (pure). Just as Shri Sadanand Swami said that stick of gurubhai broke and Gopalanand Swami was beaten by nagda renouncer (naga bava). He was asked that he was beaten very much. Then Swami said that wood beat the wood- so what difference does it make? One should become such saint. One should properly obey all commands of Maharaj whether ordinary or extraordinary and should meditate. Whether we do it today or after innumerable births, we will have to do it otherwise Maharaj and Muktas will not be pleased.  You are associating with us but if you keep your pride like serpent’s hood raised above, the poison of illusion (Maya) will not subside and you may take someone’s life means some know that he is associated with Muktas and do his service that is called taking life, so it should not be done so. If siddhis (offerings) like ghee, sugar, fruit, flower, dryfruit, etc. are received, they should be given to saint. Just as sadguru Nirgundasji Swami give away to poor saint. How great this Maharaj and His saints are! They are so great that if you remember this assembly at the time of leaving body you will be fulfilled and no defect will be left. If Maharaj and Muktas show favour, even the trees will get the knowledge and will be liberated.  If envious Jiva prays he will be liberated. Such is the power of Muktas. || 169 ||