Gujarati / English

વૈશાખ  સુદ-૧૪ને રોજ સવારે સભામાં વચનામૃતની કથા વંચાતી હતી. તેમાં વૈરાગ્યની વાત આવી.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “પ્રકૃતિ પર્યંત સર્વે ખોટું છે તેને ખોટું કરે તે પણ વૈરાગ્ય છે અને પ્રકૃતિ પર અક્ષરપર્યંત જે સાચું છે તેને પણ ખોટું કરવું તે વૈરાગ્ય કહેવાય. તેમ જ જ્ઞાન પણ ઘણાં પ્રકારનાં છે, પણ અનુભવજ્ઞાન ખરું. મૂર્તિમાં રસબસ રહેવું તે અનુભવજ્ઞાન કહેવાય. ‘રસબસ હોઈ રહી રસિયા સંગ, જ્યું મીસરી પયમાંહી ભળી’ એમ મૂર્તિમાં જ રહેવું, પણ બહાર નીકળવું નહિ. મૂર્તિમાં રહે તેને મારું નહિ, તારું નહિ, સાધુ નહિ, ગૃહસ્થ નહિ; એને કાંઈ જોઈએ જ નહિ. ધર્મ, જ્ઞાન, વૈરાગ્યાદિક કોઈ સાધનની ખખા રહે નહિ, મૂર્તિ વિના બીજી કાંઈ સ્મૃતિ જ નહિ, કોઈ પ્રકારનો ઠરાવ જ  નહિ. એક મૂર્તિ જ રહે.”

પછી લોયાનું ૫મું વચનામૃત વંચાતું હતું. તેમાં ઈન્દ્રિયોને જીતવે કરીને અંતઃકરણ જીતાય એમ આવ્યું.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “ઈન્દ્રિયો તો જેમ પાડાને બાર વર્ષ ખવરાવીને ખૂબ તાજા કરીને વચ્ચે સૂએ તો સુખે સૂવા દે નહિ એવી છે. સત્સંગમાં બધી વસ્તુ છે, પણ ભોગવવી નહિ ને રસના ઈન્દ્રિયને તો વિશેષે કરીને નિયમમાં રાખવી. જો ખાધાની બહુ આસક્તિ હોય તો ક્યાંયે વાડ તોડે એટલે કે નિયમ-ધર્મ મૂકી દે; માટે સૂકા હાડકા જેવા વિષયમાંથી લૂખા થાય તો વિઘ્ન નહિ. ધણીના દરબારમાં તો ઢગલા છે, પણ બધું ભોગવવાનું નથી. જો મૃત્યુ સામી નજર હોય તો વિષયથી લૂખા થાય. જો પાંચ-દસ દિવસમાં મરવાનું છે એમ કોઈક કહે તો કેવી ભીતિ લાગે? તેવી ભીતિ વિષયની લાગે તો વિષયના સંકલ્પ થાય નહિ. જો કે આહાર બધાય અશુદ્ધ છે, તોપણ રસમાં આસક્તિ તે અતિ અશુદ્ધ આહાર છે. લક્ષ્મીરામભાઈએ મૂળીમાં રસના નિષેધની વાત કરી, પછી કોઈ સંત સારી રસોઈ કરે નહિ. પછી તેમણે કહ્યું જે, ‘ઠાકોરજીને વાસ્તે તો સારી રીતે રસોઈ કરવી, પણ પોતે તો પાણીમાં મેળાવીને રસ રહિત જમવું.’ આ વાત કહી એમ કરો તો ગઈ કાલે વાત કરી હતી તે વાતમાં પુષ્ટિ થાય.

“જડ માયાથી તો નાગની પેઠે બીવું. જડ માયાને જો એક મિનિટ રાખે તેમાં જે પાપ થાય તેનું પણ માપ થાય તેમ નથી; તો જે ધર્મામૃત, સત્સંગીજીવનને વિસારીને પોતાનું ગમતું કરવા એ પાપ દેહપર્યત રાખે તો તો પાપનો પાર જ ન રહે; માટે પોતાનું કરીને દ્રવ્ય રાખવું-રખાવવું નહિ. કાળા નાગને સોડમાં ઘાલીને સૂએ તે જ્યાં જ્યાં અડે ત્યાં ત્યાં કરડે; માટે કાળા નાગની પેઠે દ્રવ્યથી બીવું. અમે ચાલી ચાલીને તીર્થે જાતા, પણ હવે તો હલાતું નથી.

“સંવત ૧૯૪૨ની સાલમાં છસો મનુષ્યોનો સંઘ અહીંથી અમદાવાદ ગયો હતો, ત્યારે માર્ગમાં સાત પારાયણો વચનામૃતનાં કરીને પહોંચ્યા; તે જ્યાં ઊતરીએ ત્યાં ફાનસો કરીને કથા-વાર્તા કરતા. ગાડીમાં તો મહાદુઃખ છે; મુસલમાન તથા ડોશીઓ અડી જાય અને આગબોટ પણ એવી જ છે. મૂળી ને અમદાવાદથી અહીં કચ્છમાં આવવું એમાં શું? હાથે ઝાલીને ઉપાડી લઈએ એટલું છેટું છે, માટે હાલીને આવવું એમાં લાભ ઘણો છે. એટલો લાભ રેલે બેસીને આવવામાં નથી ને સત્સંગના આશીર્વાદ પણ મળે નહિ. અમે થોડી વાત કરીએ તે ઝાઝી માનવી ને બીજો સાંખ્ય ભેળવવો.”

પછી સાધુ મુક્તજીવનદાસજીએ પૂછયું જે, “કોઠારમાં ધોતિયાં નાખીને કાંઈ લેવાની ઈચ્છા ન હોય, પણ તેનું નામ યાદી રાખવા લખે જે ફલાણા સાધુનાં આટલાં ધોતિયાં આવ્યાં; તેમાં ધોતિયાં નાખનાર સાધુને બાધ હશે કે નહિ?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “કાંઈ લેવાની ઈચ્છા ન હોય ને યાદી રાખવા સારુ કોઠારી લખે તેનો બાધ નથી. સાધુ, પાળા, બ્રહ્મચારીને પોતાનું દ્રવ્ય રાખવા-રખાવવામાં સરખું પાપ છે અને પાર્ષદે શ્રી ઠાકોરજીના ધર્માદોનો પૈસો ઝાલવો તેમાં બાધ નથી.”

એમ કહીને બોલ્યા જે, “સ્વામી, તમે આ લખો છો તે ક્યાંઈક બતાવશો તો અમને માર ખવરાવશો.”

ત્યારે સ્વામીએ કહ્યું જે, “નહિ બતાવીએ.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “બતાવજો, બતાવજો. મર માર દે; ફીકર નથી. ખબડદાર રહેજો ને જડ માયાને પાટું મારજો તો ધામમાં હડહડાટ હાલ્યા જાશું. એનો શો ભાર છે તે એ આપણી પાસે આવે? આમથી આવે તો આમ જાવું ને આમથી આવે તો આમ જાવું એટલે કે ગુરુએ શિષ્યનો અને શિષ્યે ગુરુનો ત્યાગ કરવો. આપણે જેને મેલ્યું તે ફેર આવવા કેમ દઈએ? એના ઉપર તો બહિર્ભૂમિ જવરાવ્યા છે તે સામું કેમ જોઈએ? માયા તે દેહને રાજી કરાવે છે, પણ કાંઈ જીવને રાજી કરાવતી નથી; માટે જડ-ચૈતન્ય માયાને પાસે આવવા દેવી નહિ. એને મૂકવામાં દુઃખ નહિ થાય, સુખ થશે; એના સ્વામિનારાયણ સાક્ષી છે. પણ જીવ બાળકિયા છે તે સર્પને તથા ઉઘાડી તરવારને ઝાલવા જાય છે, તે ઝાલવા ન દઈએ તો દુઃખિયા થાય ને ઝાલવા દઈએ તો મરી જાય. ગુરુ-શિષ્યે એક બીજાનો ત્યાગ કરવો, પણ મહોબત રાખવી નહિ. જે જડમાયા રાખે તેનો ત્યાગ કરવો. આ લોકમાંથી જેમ ઘર-બાર, ખેતર, વાડી, સગા-વહાલાં મૂકીને ભાગ્યા; તેમ જ જડમાયાના પ્રસંગવાળા શિષ્યને અથવા ગુરુને મૂકી દેવા, પણ ભેળું રહેવું નહિ. ભુજના રાજા દીપડો મારવા ગયા હતા ત્યાં ઘણાકને લઈ ગયા હતા. તે બોડ ખોદીને કાઢવાનો હતો તેથી બોડ ખોદતા જાય, ઝાંખરાં દેતા જાય, પછી નીકળ્યો ત્યારે ગોળી મારી તેથી મરી ગયો. એમ ગુરુ-શિષ્યે ગોળી મારવી, પણ ભેળા પડી રહેવું નહિ.”

પછી બોલ્યા જે, “હવે એ વાત નહિ કરીએ; કેમ જે કોઈકને ખોટું લાગે.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું કે, “ખોટું નહિ લાગે, વાત કરો.”

પછી બાપાશ્રી બોલ્યા જે, “ખાવા-પીવાનું સદગુરુને અને નવા સાધુને સરખું આપ્યું છે, અને સિદ્ધિઓના પણ ઢગલા ને ઢગલા બાપો કરે છે ને કરશે; સિદ્ધિઓ તો  હાજર રહેશે.

“જેમ સમુદ્રમાં સિંધુ આદિ નદીઓ આવે છે તે માર્ગ કરીને દસ-વીસ ગાઉમાં સમુદ્રનું પાણી મીઠું કરી દે છે; તેમ સમુદ્રને ઠેકાણે માયા છે ને નદીઓને ઠેકાણે સંત છે ને માયાને ભીંસ કરીને હઠાવી દઈને માર્ગ કરી દેવો. વળી, જેમ નદીઓ સમુદ્રને પાછો હઠાવી નવો કાંપ પાથરી તે સ્થળ રસાળ કરે છે અને  તેમાંથી અનાજના ઢગલા ને ઢગલા પાકે છે તેથી લોકો જીવે છે; તેમ આપણે નદીની પેઠે માયામાં માર્ગ કરીને કેટલાક આસુરી જીવોને માયાથી રહિત કરવા.

“માયા તો મારી દે એવી છે. તે રણછોડ મિસ્ત્રીને ક્યાંય લઈ ગઈ. એટલા સારુ આ માથું કૂટવું પડે છે. એ મિસ્ત્રીએ સમાગમ ને સેવા બહુ કરી હતી તોપણ લઈ ગઈ, માટે કુસંગ કરવો નહિ ને વેષ લીધો તો પૂરો ભજવવો. એકલા વેષમાં સુખ નથી.

“જેમ સિંધુ નદી મોટા મોટા પહાડ ને ઝાડ તોડતી આવે છે, ને કાંપ  પાથરે છે તેમાં બહુ જ અનાજ ને ફળ પાકે છે, તેમ આપણે પણ માયાને હઠાવી દોષમાત્ર ટાળીને ફળ પકવી લઈએ, એટલે કે ધ્યાને કરીને મહારાજની મૂર્તિ સિદ્ધ કરી લઈએ તો ઠીક.

“મહારાજે તો પોતાના ભક્તનું દુઃખ પોતે માગી લીધું છે. એવડી બધી દયા છે. કોઈ હરિજન દરિદ્રી રહે છે તે તો મહારાજ એને પાકો કરે છે. એક હરિજન મહારાજને દર્શને આવે ત્યારે દંડવત કરતો કરતો આવે. પછી લાડુબા, જીવુબા આદિ બાઈઓએ કહ્યું જે, ‘આને ગરીબ કેમ રાખ્યો છે?’ ત્યારે મહારાજ કહે, ‘અમે સમજીને રાખ્યો છે.’ પછી બાઈઓ કહે જે, ‘તમે ભૂલ્યા છો.’ ત્યારે મહારાજ કહે, ‘અમે નથી ભૂલ્યા.’ પછી બાઈઓ કહે જે, ‘ના મહારાજ, ભૂલ્યા છો.’ ત્યારે મહારાજ કહે જે, ‘તમે એને આપજો, અમારી આજ્ઞા છે.’ પછી બાઈઓએ એને આપ્યું તેથી તે નગરશેઠ થયો. પછી તો ગામ રાખ્યાં ને ચક્રવર્તી રાજ્ય ઈચ્છ્યું ને રાજા પણ થયો. પછી ઈન્દ્ર, બ્રહ્મા, વૈરાજ, સંકર્ષણાદિક, મહત્તત્વ અને પ્રધાનપતિ થયો. છેવટે મૂળપુરુષ થઈને લક્ષ્મીજીને વરવા ઈચ્છયા, ત્યારે મહારાજે કહ્યું જે, ‘આ તો લક્ષ્મીજીને વરવા ઈચ્છયો; હવે કેમ કરવું?’ ત્યારે તે બાઈઓએ શાપ દીધો જે, ‘હે પાપી! જા, તું અસુર થા.’ પછી તે અસુર થયો. અને બાઈઓએ કહ્યું જે, ‘હે મહારાજ! તમે ઠીક જ કરતા હશો.’

“તૃષ્ણા એવી છે. ‘તૃષ્ણા તું બડી ભઈ નકટી, સબ જીવનકી લાજ લેત’ એવી છે જે ભક્તને અસુર થવું પડયું. અને માંડવીના વાંઝા રામજીએ વેપાર કર્યો હતો, તે બાર હજાર કોરી હતી તે બધી ખોટ ગઈ ત્યારે હવે બેઠા જોગ કરે છે. અને ભુજનો વેલજી સુતાર અમલદાર હતો, તેણે ઊંધુંચિતું કરીને દ્રવ્ય ભેળું કર્યું હતું, પણ મરતી વખતે સવળો વિચાર ઊપજયો, તેથી શ્રી ઠાકોરજીને સર્વસ્વ આપ્યું, તો મુક્તોએ તેને ધામમાં પહોંચાડયો.  દ્રવ્ય હોય તો મહારાજને અર્થે વાપરવું, પણ સગાં-સંબંધીને આપી દેવું નહિ, તો મોક્ષ કરે.”          II ૧૭૦ II

On the morning of  Vaishakh Sud 14th katha of  Vachanamrut was being read in the assembly. In it there was reference about renunciation. Then Bapashri said, “Everything up to Prakruti is unreal and if it is considered as unreal, it is also renunciation, and everything from above Prakruti to Akshar is real and if it is also considered as unreal it is called renunciation.  Moreover there are many kinds of knowledge but experience     

Knowledge is real. To remain absorbed in Murti is called experience knowledge. ‘Rasbas hoi rahi rasiya sang, jyu misari pay mahi bhali’. One should dwell in Murti and should not come out. The one who dwells in Murti requires nothing –for him he has no mine or thine, neither saint nor householder. He does not require means of religion, knowledge, renunciation, etc. There is no any other memory except Murti, no resolution.  There remains only Murti. 

Then the 5th Vachanamrut of Loya was being read. In it, it is said that by controlling senses, consciences is controlled. Then Bapashri said, “Senses are like a male Buffaloes which are fed for twelve years and after making them very healthy, if one sleeps there with them, they will not allow to sleep peacefully”. There is everything in satsang but they should not be enjoyed and specially the sense of taste should be controlled. If there is much attachment for tasty food, he will break the boundary means he will give up norms and religion. Therefore one should ignore sense objects which are like dry bones. There are heaps of things in the court of the master but everything is not to be enjoyed. If we are aware of death, sense objects will be dislike. If someone says that you are going to die within five or ten days, how much fearful it would be. If such fear is there for sense objects, thoughts will not arise for them. All dishes (ahar) are impure but tasty food for which we have love is very much impure. Laxmirambhai talked in Muli about prohibiting ras (liking for teasty food). Thereafter no saint would prepare tasty food. Then he told them that tasty food should be prepared and offered to Thakorji but we should eat it adding water and without any taste. If you do as per this talk, the talk of yesterday will get support. We should fear inanimate illusion like we fear a serpent. If one keeps inanimate illusion even for a minute, it is a great sin which cannot be measured if one forgets Dharmamrut, Satsangijivan and does as he likes and that sin he keeps till the end of his life, how can it be measured? That sin will have no end. Therefore wealth (money) should not be kept by a saint or ask someone to keep it on behalf of him.  If one sleeps with cobra, keeping it besides him, it would bite wherever it touches. So wealth should be feared like a cobra. We used to go on foot for pilgrimage but now it is not possible to walk. In samvat 1942, group (sangh) of six hundred persons went to Amdavad from here. On the way seven Parayan of Vachanamrut were done and reached Amdavad.  Wherever we camped, we would light a lantern and do katha-varta. It is very trouble some in train because muslims and old women would touch and same is the case with steamer. To come to Kutch from Muli and Amdavad is not difficult- it is very near. So coming on foot is very beneficial. This much benefit is not there in journey by train there will not be blessings of satsang. We talk less but should be considered as much and norms of shankhya should be followed.

Then saint Muktajivandasji asked, “Dhotis which are given to saints are handed over to the store-keeper by saints and do not desire to keep anything but their names are written indicating how many dhotis every saint got and handed over to the store-keeper. Is it within the norms or not for saints who hand over dhotis?” Bapashri said, “If there is no desire to take anything and store-keeper writes name for the record only, it is within the norms. Saints, Parshad, Celibates, who keep their money or ask someone to keep on their behalf is equally sinful for them and if Parshad accepts charity money of Shri Thakorji, it is within the norms. Saying so, “Swami, this which you are writing if shown to somewhere, will make people beat us.”  Then Swami said that he would not show it. Then Bapashri said, “Do show it, do show it. I am not worried if they beat me. Be cautious and kick the inanimate illusion (maya) and so will directly go to Akshadham.  How dare can it come to us? If it comes this way we should go that way and vice versa means guru should discard disciple and disciple discard guru. How can it be allowed to come which we have left?  We should be afraid of it and should not look at it. Illusion pleases the body but do not please Jiva, so inanimate and animate illusion should not be allowed to come near. By leaving it you will not be sad. On the contrary you will be happy. Swaminarayan is witness of it but Jiva is childish and try to catch a serpent and naked sword and if not allowed to do so he will become sad and if allowed to, he will die. Guru and disciple should discard each other but should not keep love. The one who keeps inanimate illusion should be discarded. Just as you have run away from this world by leaving home, field, farm, relatives. Similarly the disciple or guru who is affected by inanimate illusion should be left out should not be kept together. The king of Bhuj went to kill a leopard. He took many persons with him. The leopard was to be taken out from its den. They dug the den, put thorns on it. When it came out it was shot dead. Similarly guru-disciple should shoot each other, but should not remain together.  Then Bapashri said that he will not refer this topic lest someone  may be hurt.

Then Swami Ishwarcharandasji said, “Nobody will take it ill, please carry on.”  Bapashri said, “The same type of food and drink is given to Sadguru and novice saint and siddhi (super natural power) are given in abundance and in future also they will be given. Siddhis are always there. Just as the river Sindhu and other rivers flow into the sea and on the way converts the sea water into potable water and this benefit is available to fifteen to thirty miles area. Similarly, illusion is in place of sea and saints are in the place of rivers and illusion should be pushed by squeezing it and path should be made. Moreover, just as river pushes back waters of sea and make the place fertile by spreading kanp (new sticky black mud) and there by heaps and heaps of food grain grows and people live on it. Similarly we should make way from illusion like rivers and make some devil Jivas free from illusion. Illusion (maya) is such that one cannot be free from its clutches. Where did it take to Ranchhod Mistry?  Therefore so much stress is laid on the topic of illusion. That Mistry did much service and remained in association even then he could not be free from the clutches of illusion. Therefore, bad company should be avoided and part in the drama should be played fully. There is no happiness only in dressing (wearing of clothes related to the role to be ppayed). Just as the river Sindhu flows by breaking big mountains and trees and spreads kanp (sticky black mud) and abundance  food grain and fruits grow on that land. Similarly, we also push away illusion and avoiding all faults ripen the fruits-means it is well and good if Maharaj’s Murti is realized by meditation. Maharaj wants agony of His devotees for Himself (Maharaj wants to transfer the agony of His devotees to Himself). Such is His mercy. If any devotee is poor, Maharaj makes him ripe . Some devotee used to come for darshan of Maharaj by prostrating all the way. Then Laduba, Jivuba, etc asked Maharaj why he had been kept poor. Maharaj said, he had been kept poor with some purpose. Then these women said, “You had forgotten”. Maharaj said, “No, I had not forgotten”. Again those women said, “No, Maharaj you have forgotten.”  Then Maharaj said, “You gave him, it is my command.”  Then women gave him as per Maharaj’s command so he became Nagarsheth. Then he kept villages and wanted to become sovereign and became king also. Then he became Indra, Brahma, Vairaj, Sankarshanadic, Mahattattwa and Pradhanpati. At last he wanted to marry Laxmiji by becoming Mulpurush. Then Maharaj said, “He wanted to marry Laxmiji. What should we do?”  Then those women cursed him by saying, “Oh sinful! You will become devil.” Then he became devil and the women told Maharaj that He would be doing right such is the effect of longing. “Trushna tu badi bhai nakti, sab jivanki laj let.”  The devotee had to become devil. Vanza Ramji of Mandvi lost twelve thousand Koris in business and now he is associating with saints. Velji Suthar of Bhuj was an officer. He made money by false means but at the time of death a good thought came to him and gave everything to Thakorji. So Muktas sent him to Akshardham.  If you have got money it should be spent for Maharaj but should not be given to relatives. Then He will liberate. || 170 ||