Gujarati / English

વૈશાખ વદ-૧ને રોજ સવારે સભામાં મધ્ય પ્રકરણનું ૫૧મું વચનામૃત વંચાતુ હતું. તેમાં જે સત્પુરુષની આજ્ઞા પ્રમાણે વર્તે તે જ આત્મસત્તારૂપે વર્તે છે એમ આવ્યું.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આજ્ઞા છે તે આત્મસત્તાનું કામ કરે છે, એટલે આજ્ઞા પાળનારો આત્મસત્તારૂપ એટલે કે મહારાજના તેજરૂપ થાય છે, ત્યારે તે પાત્ર થયો; પછી મોટા મુક્ત એમાં મૂર્તિ પધરાવી દે છે.”

એમ કહીને બોલ્યા જે, “અમે તમને મૂકીને એકલા ગયા તે ઘેર નીસરણી ચઢતાં પગે મચકોડ આવ્યો, તેમ તમે જો મહારાજને ને અમને મૂકી દેશો તો એવું થાશે. માટે આજ્ઞામાં રહીને મહારાજને સંભારજો; પણ ‘રાંડીને ઘેર માંડી ગઈ તે આવ બાઈ હું જેવી તું થા’, એમ ન કરશો. જેને ઘાટ થતા હોય તેના આગળ પોતાનો ઘાટ કહીએ ત્યારે તે બોલે જે, ‘એ તો દેહના ભાવ છે તે ઘાટ તો થાય ખરા’, એવી મોળી વાત કરે તે રાંડી પાસે સુવાસણી ગયા જેવું છે. અને બરોબરિયાનો જોગ કરીએ તે ‘કૂતરાનું મુખ કૂતરે ચાટયું’ એવું છે; કેમ કે એવાના જોગથી વૃદ્ધિ ન પમાય. અને જે અવગુણિયા હોય તે ભેગા થઈને મોટા સત્પુરુષની નિંદા કરીને તે અવગુણરૂપી ઝેર પરસ્પર ચઢાવે  તે ‘સર્પને ઘેર પરોણો સાપ’ એવું છે. માટે એ કુસંગ ઓળખીને તેથી છેટે રહેવું, પણ તેનો સંગ ન કરવો.

“શ્રીજી મહારાજે કહ્યું છે જે, ‘સત્સંગમાં રાહુ-કેતુ જેવા પડયા છે, તેમનો સંગ ન કરવો.’ જે મોટા હોય તેમને કોઈક પોતાના ઘાટ કહેવા આવે ત્યારે તેને ઘાટની નિવૃત્તિ થાય તેવી રીતે શુદ્ધ સત્વગુણમાં રહીને શાંતિથી કહેવું, પણ ક્રોધ કરીને તેનો તિરસ્કાર ન કરવો. કોઈકને આજ્ઞાલોપ થઈ ગઈ હોય તેને પણ શાંતિથી કહેવું, પણ કોપ કરવો જ નહિ; કેમ કે કોપ તો પોતાનું ભૂંડું કરે એવો છે. સંગ કરનારે પણ તપાસીને સંગ કરવો ને જે સંકલ્પને ટાળી નાખે તેનો જોગ કરવો. અને પંચજ્ઞાનેન્દ્રિયો તથા ચાર અંતઃકરણ દ્વારે ભગવાનનો રસ લેવો, એટલે કે તે ઈન્દ્રિયો દ્વારે શ્રીજી મહારાજને સંભારવા અને આજ્ઞા પાળવી.

દ્રવ્યને તો વિષ્ટા તુલ્ય જાણવું, એટલે કે તેનો વિષ્ટાની પેઠે ત્યાગ કરવો. જો વિષ્ટાનો સંકલ્પ થાય તો દ્રવ્યનો સંકલ્પ થાય. જેટલું વિષ્ટામાં હેત હોય તેટલું દ્રવ્યમાં હેત રાખવું; એટલે કે જેમ વિષ્ટાનો સંગ્રહ થતો નથી તેમ દ્રવ્યનો સંગ્રહ કરવો નહિ. અરે! તેથી પણ ભૂંડું જાણીને તેનો ત્યાગ કરવો. એ વિના શું ચાલતું નથી?

“ત્યાગીને ખાવા, પીવા, લૂગડાં સર્વે ગૃહસ્થ આપે છે તો બીજું શું  જોઈએ? ત્યાગી તો ગૃહસ્થ અન્ન-વસ્ત્ર આપે છે તેના પણ દેણદાર થયા. માટે એ દેણું વાળવાને માટે માળાઓ ફેરવવી અને પોતાનું પણ કરવું. માટે ખૂબ ખબરદાર રહેવું; નહિ તો હરિભક્તને ઘેર જન્મવું પડશે, ને નવ મહિનાની કેદ આવી પડશે. જે દ્રવ્યનો ને સ્ત્રીનો બેયનો ત્યાગ રાખશે તેનું અમે પૂરું કરીશું. માટે એ બેયની તો અંતરમાંથી ઊલટી કરી નાખવી; તો અમે શ્રીજીની મૂર્તિમાં લઈ જાશુ ને સુખિયા કરીશું.

“કારિયાણીના ૧૦મા વચનામૃતમાં શ્રીજી મહારાજે ‘અમને સર્વકર્તા જાણવા અને પ્રેમે સહિત તપ કરવું’  એ પોતાનો સિદ્ધાંત કહ્યો છે; માટે માયાનો ત્યાગ કર્યો છે તેને પેસવા દેવી નહિ. એટલે કે ચૈતન્ય માયા જે સ્ત્રી અને જડ માયા જે દ્રવ્ય તેનો સંકલ્પ થવા દેવો નહિ, તો રખાય કે રખાવાય જ કેમ? એ પ્રમાણે રહેવું, પણ એમાં ફેર પડવા દેવો નહિ.”

એટલી વાત કરીને પછી સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જે, “તમે વાડ કરજો એટલે કે સર્વેને વર્તમાન પળાવજો, અને તેને તેડવા અમે આવશું.”

એમ કહીને બોલ્યા જે, “તમને કોઈ કહે જે, ‘તમે ભાડાં ખરચીને શું કરો છો?’ તો તેને આ લખેલું બતાવજો અને કહેજો જે, ‘અમે આ કરીએ છીએ, ને તમેય આ કરો’ એમ કહેજો.”  II ૧૭૨ II

On the morning of Vaishakh Vad 1st, the 51st Vachanamrut of middle chapter was being read in the assembly. In it, it is said that the one who behaves according to the commands of Satpurush (virtuous man), behaves in the form of soul authority. Then Bapashri said, “Commands do the work of soul authority means the obeyer of commands in the form of soul authority means he becomes the form of luminescence of Maharaj. Then only he has become worthy. Then great Muktas install Murti in him.  I went alone leaving you behind so while climbing the ladder, the leg was twisted. Similarly, if you leave Maharaj and me, it will happen like this. Therefore, remember Maharaj by obeying His commands. But Randine gher mandi gai te aav bai hu jevi tu tha, means when Sadhva (woman whose husband alive) went to the house of a widow, she said, “Welcome lady, you also be like me.” We express our thoughts to him whom also thoughts occur; he would say that they are feelings of body and bound to occur-he talks in very ordinary sense. It is like “A Sadhva went to a Widow.” If we associate with the person of our equal category, it will not be beneficial because in their association, there will be no progress and those who are fault finders will criticize Satpurush (virtuous person) and they will poison our ears. Therefore we should recognise the bad company and keep distance from it and should not associate with them. Shriji Maharaj has said that there are persons like rahoo-ketu (planets) in satsang-we should not associate with them. When somebody comes to express his thoughts to Muktas, it should be said peacefully by remaining in pure satwa virtue so that his thoughts disappears but there should not be hatred or anger for him. If someone has violated commands, he should be told peacefully but not by getting angry with him because anger will damage self. The person choosing company should choose after examining and should associate with him who can destroy bad thoughts. We should enjoy of happiness of God through our five gyanindriya-five senses (viz touch, taste, smell, hearing, sight) and four antahkaran (mind, buddhi, chitta, ahankar). This means through the medium of these senses we should remember Shriji Maharaj and obey his commands. Wealth should be considered equal to excrement. It should be renounced like excrement. If one thinks for excrement then only he should think for wealth. The love for wealth should be proportion to the love for excrement. Just as excrement can not be hoarded. Similarly, wealth should not be hoarded. It should be renounced considering worse than even excrement. Can we not do without it?  The renouncer gets food, clothes, everything from the householder. What else does he want? The renouncer becomes the debtor of the householder who gives him food, clothes, etc. So to repay the debt he should do rosary and he should do it for himself also-he should be very cautious otherwise he will have to take birth in the devotee’s house, will be imprisoned for nine months i.e. would have to remain in womb for nine months. The one who renounces both money and woman will be fulfilled by us. Both should be discarded from the conscience, then we will take in Shriji’s Murti and will make you happy.  In the 10th Vachanamrut of Kariani Shriji Maharaj has said, “I should be known as doer of everything and should do penance with love- this is His dictum.”  Since illusion has been discarded, it should not be allowed to enter.  Animate illusion which is woman and inanimate which is wealth should not be thought of-how can it be kept with us or ask someone to keep it on our behalf?  Thus, we should live accordingly but no change should be allowed. Then Bapashri said to Swami Ishwarcharandasji to make boundary means get all follow vartman and he would come to fetch them.  After saying that Bapashri said, “If someone says that what you are doing here by spending on fares. Then show him these written talks and tell him that we do this and you also do the same. || 172 ||