Gujarati / English

વૈશાખ વદ-૪ને રોજ સવારે સભામાં સારંગપુરનું રજું વચનામૃત વંચાતું હતું. તેમાં પરમેશ્વર તથા મોટા સંત તે યોગ્ય અથવા અયોગ્ય વચન કહે તે તત્કાળ સ્નેહે સહિત માનવું એમ આવ્યું.

ત્યારે મોડાસરના માસ્તર લલ્ભુભાઈએ પૂછયું જે, “સંતનું અયોગ્ય વચન કયું જાણવું?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “ગુરુ હોય તે પોતાના શિષ્યને ગુણમાં આવી શિખામણ દે તે અયોગ્ય વચન કહેવાય, અને શુદ્ધ સત્વગુણમાં એટલે કે નિર્ગુણ થઈને બોલે, વઢે તે યોગ્ય કહેવાય. શિષ્ય હોય તે ગુરુનું અયોગ્ય વચન માને તો તેને શ્રીજી મહારાજનું વચન ન પળે અને વચનના માર્યા જુદા ન પડે તો તે શૂળીનું દુઃખ સહન કર્યું કહેવાય. જે શિષ્ય હોય તેણે ગુરુ આગળ યુક્તિ ન કરવી ને ખટપટીયા ન થાવું અને અગડમ્ બગડમ્ ન કરવું. જેવા માંહી તેવા બહાર રહેવું, પણ લેશમાત્ર કપટ ન રાખવું; તો ગુરુ તથા મહારાજ રાજી થાય અને મોક્ષ થાય. માટે ચોખ્ખા થઈને ધામમાં જાવું. અગડમ્-બગડમ્ કામ નહિ આવે, ધામ નહિ મળે ને મળશે ધક્કા, એવું થાશે. આવા ગુરુ ને આવા મહારાજ મળ્યા, ત્યારે શીદ ચોખ્ખા ન થાવું? એ તો થાવું જ. ગોબરા ગુરુનો ત્યાગ કરવો, પણ ગુરુ-શિષ્યે એક-બીજાની મહોબત ન રાખવી. જે ગુરુ સેવા કરાવે ને મોક્ષ પણ કરે એવા ભેળા રહેવું. એક સડેલ સરખી ચીજ ન  મુકાય તેણે મોટાને ને મહારાજને શું રાજી કર્યા? તેને તો સાધુનો માર્ગ જ હાથ નથી આવ્યો. માટે સડેલ ગુરુનો ને સડેલ શિષ્યનો તાગ કરવો.

“વહેલા ઊઠી, નાહી-ઘોઈને પૂજા કરીને હરિભક્તને કથા-વાર્તા કરવી તે સેવા કહી છે. આ જ્ઞાન જેને થયું હોય તેને કદાપિ વાસના રહી જાય ને ઈન્દ્ર કે બ્રહ્માના લોકમાં જાવું પડે તો ત્યાં પણ આ જ્ઞાન રહે છે. ને પછી પસ્તાવો કરીને એ લોકને મૂકીને અહીં આવીને મોક્ષને માર્ગે ચાલે છે ને પછી કલ્યાણ થાય છે, એવું આ જ્ઞાનનું માહાત્મ્ય છે.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછયું જે: “આવો જોગ મળ્યો, તોપણ આળસ ને પ્રમાદ કેમ રહેતાં હશે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “પ્રથમ તો નિશ્ચયમાં કસર છે, ને બીજી મહિમામાં કસર છે ને ત્રીજી શ્રદ્ધા ઓછી છે, તેથી આળસ ને પ્રમાદ રહે છે. જો મહારાજને ને અનાદિમુક્તને સાથે ને સાથે રાખે તો સત્સંગ દિવ્ય જણાવે ને નિશ્ચય ને મહિમા તે યથાર્થ દૃઢ કરાવે, એટલે આળસ, પ્રમાદ આદિ સર્વે દોષથી રહિત થવાય.”

એમ કહીને પછી બોલ્યા જે, “સાંભળજો! અલીખાં પઠાણે જેતલપુરમાં છ મહિના શ્રીજી મહારાજની વાતો સાંભળી અને બધી કહી સંભળાવી અને સંતોથી કહેવાણી નહિ એવો શ્રોતા હતો. માટે એવા શ્રોતા થાવું.”

પછી વળી સ્વામીએ પૂછયું જે, “શ્રીજી મહારાજને માહાત્મ્ય જ્ઞાને સહિત જેવા છે તેવા જાણતો હોય ને મુક્તને પણ જેવા છે તેવા જાણતો હોય, પણ આત્માને વિષે સાક્ષાત્ દેખાતા ન હોય, તે ભક્તનાં ઈન્દ્રિયો-અંતઃકરણ પુરુષોત્તમરૂપ થયાં કહેવાય કે નહિ?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “અનાદિમુક્ત થકી જ્ઞાન પામ્યો તે જ્ઞાન દિવ્ય છે, માટે તે મૂર્તિને દેખે નહિ તોપણ તે પુરુષોત્તમરૂપ થયો છે; કેમ જે અહીં મનુષ્ય રૂપે શ્રીજી મહારાજ કે અનાદિમુક્ત વિરાજતા હોય તેમને વિષે એને દિવ્ય બુદ્ધિ થઈ ગઈ છે, માટે તે પુરુષોત્તમરૂપ થઈ ગયો છે– પણ જો આજ્ઞા વિરુદ્ધ સંકલ્પ ન થાય તો.”

આમ કહીને બોલ્યા જે, “તમને બધાયને મૂર્તિમાં મૂકયા છે ને દેહમાં ક્રિયા મહારાજ કરે છે, માટે જેવો જોગ તમને મળ્યો છે તેવો કોઈને મળ્યો નથી. પણ ‘ગાંડાને ગાદી’ જેવું ન થવા દેવું. આ સુખ મોટું મળ્યું, પ્રાપ્તિ મોટી મળી, ધણી મોટા મળ્યા, તોપણ વલખાં કરે ને અકળાય જે, ‘મારે કાંઈ નથી’. પણ શું નથી? બધુંય આ સભામાં છે, પણ તેનો મહિમા નહિ એટલે પરભાવમાં જોવા ઈચ્છે છે; પણ બધું અવરભાવમાં છે એમ ન સમજાય. તેથી અક્ષરધામની વાટ જુએ, ને સભાની ને મૂર્તિની વાટ જુએ જે, ‘અક્ષરધામમાં જ્યારે જઈશું ત્યારે દેખશું.’ એ અજ્ઞાન છે ને એટલી નિષ્ઠામાં કસર છે. સુખ માત્ર બધું આ સભામાં છે, પણ મફતનું અપૂર્ણપણું રાખે છે. શ્રીજી મહારાજ અને અનાદિ તથા પરમ એકાંતિક મુક્ત આ સભામાં દર્શન આપે છે, અને વળી સમર્થ થકા જરણા કરે છે જે, કોઈ અલ્પ જીવ માન-અપમાન કરે તેને સહન કરે છે; પણ જીવને નાસ્તિકપણું છે તેથી દિવ્ય જાણતા નથી. સત્સંગમાં બધું છે; તે વળી ક્યાંઈક નહિ, પણ અહીં જ છે, ખોળવા જશો નહિ. આવા પુરુષ ને આવા સંત કહેનારા ક્યાંથી હોય? આ મુક્ત તો શ્રીજી મહારાજના પડછંદા છે.

“શ્રીજી મહારાજને આત્માને વિષે પધરાવ્યા એટલે બધા દેવતા ઠેઠ અક્ષર સુધીના ઊઠી ગયા, ને એક મહારાજ દેવતા થયા, અને બધું કર્તાપણું મહારાજ દ્વારે જીવને રહ્યું તે વ્યતિરેકપણે કહ્યું, પણ અન્વયપણે નહિ. અન્વયપણે તો અક્ષરકોટિથી લઈને જીવકોટિ સુધી જ. આ તો વ્યતિરેકપણે એટલે મૂર્તિમાન આત્માને વિષે રહીને સર્વે ક્રિયા કરે છે. જેમ લોકમાં ગરબા કરે છે તેમાં કાણાં કરે છે ને માંહે દીવો મૂકે છે, તેનું અજવાળું કાણાંમાં દેખાય છે; તેમ આત્મામાં શ્રીજી મહારાજ રહીને સર્વે ઈન્દ્રિયોમાં ક્રિયા કરે છે. નેત્રે જુએ છે, પગે ચાલે છે, શ્રોત્રે સાંભળે છે, એમ સર્વે ક્રિયા મહારાજ કરે છે.

“આવા મોટાનો વાયરો અડીને જેના ઉપર આવે તેનો મોક્ષ કરે છે. જેમ પુષ્પાદિકની ખુશબો આવે છે તેમ મહારાજનો ને મોટાનો સ્પર્શ થાય તેને તેમનું સુખ આવે છે. એક એક મુનિમાં અનેક મુનિનાં વૃંદ છે, કેમ કે મહારાજ ને મુક્ત એના આત્મામાં વિરાજે છે; માટે અકેકામાં અનેક અનેક થયા.

“સદગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામી અહીં ભુજના સભામંડપની લખણી કરવા આવ્યા હતા. તેમની સાથે અમો ગામ જતા હતા, તે રસ્તામાં જતાં એક વળાકામાં સંતો આગળ જતા રહ્યા અને અમે તથા સ્વામી રહી ગયા એટલે સ્વામીએ સંતોને લાકડી ઊંચી કરીને ઊભા રાખ્યા ને બોલ્યા જે, ‘અનંત સાધુ આપણા ભેળા છે એવા આપણે બે છીએ, તોપણ આ લોકનું રાખવું પડે છે; નહિ તો આપણા ભેળા કરોડો કરોડો મુક્ત છે, એટલા કહીએ તોયે થોડા કહેવાય, તોપણ સાધુને ઊભા રાખવા પડયા; કારણ કે શ્રીજી મહારાજે ધર્મપ્રબંધ બાંધ્યો છે તે મોટા મુક્ત પાળે તો જ સાધનિક પાળે.’ એમ બોલ્યા.”

પછી વળી સ્વામીએ કહ્યું જે, “આવા ને આવા સદા અમારા ભેળા રહેજો.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આવા ને આવા સદાય ભેળા રહીશું, પણ તમે ભેળા રાખજો, એટલે કે અમને સદાય પાસે જાણજો. અને આજ્ઞા નાની-મોટી લોપાતી હોય તો એમ જાણીએ જે, ‘આ આવ્યા’, તો આવીને ઊભા રહીશું. આજ્ઞા પાળે તો અમે વગર બોલાવે આવીએ. માટે આજ્ઞા પાળવી, પણ એમ ન જાણવું જે એ હતા ત્યારે હતા ને હવે નથી. જો એમ જાણે તો આજ્ઞા લોપાય. માટે સદા સાથે છે એમ જાણવું.”  II ૧૭૪ II

On the morning of Vaishakh Vad 4th, the 2nd Vachanamrut of Sarangpur was being read in the assembly. In it, it is said that if God and great saints make proper or improper statements should be believed soon with love.

Then teacher Lallubhai of Modasar asked, “Which statement of saint should be considered as improper?”  Bapashri said, “The guru preaching his disciple by remaining in attributes it is said to be improper statement and remaining in pure satwa attribute means preaching without attribute and even if he scolds is called proper statement. If the disciple believes improper statement of thr guru, he is said to have obeyed commands of Shriji Maharaj if the disciple does not separate from the guru on account of his improper statement, it is said that he has borne agony of death by hanging (shuli-a kind of death sentence). The disciple should not use tricks before the guru and should not be intriguing, and should not do topsy-turvy. He should not deceive and he should not be fraudulent. Then guru and Maharaj will be pleased and will be liberated. Therefore after becoming pure one should go to Akshardham. Fraudulent means will not be useful. He will not get Akshardham and will have to come back (rebirth). When such guru and such Maharaj are met why we should not become pure- we must. Hypocrate guru should be discarded but the disciple and the guru should not keep affection for each other. The guru who accepts service of his disciple will also liberate him – we should live with such guru. Even if an unwanted thing is not given up then how can Maharaj and Muktas be pleased?  He has not got the path of saint.  Therefore undesirable guru and undesirable disciple should be discarded.  Sewa (service) means getting up early, performing pooja after bath and routine work and do katha, varta, for devotee.  The one who has this knowledge and in case passione is there in both, he will have to go to Indralok or Brahmalok but this knowledge will also be there.  There after when he comes here leaving those abodes after repentance, he treads on the path of liberation, and then he achieves the goal, such is the importance of this knowledge.

Then Swami Ishwarcharandasji asked, “Why is there lethargy though such opportunity is there?” Bapashri said, “First of all there is some defect in resolution, secondly there is defect in understanding of greatness and thirdly the faith is not full, so there is lethargy.  If he always keeps Maharaj and Anadi Muktas with him, they will make him realize the divinity of satsang, the resolution and the greatness will be made firm. As a result his flaws like lethargy, laziness, etc. will disappear.  After saying so, he said listen! Alikhan Pathan listened to Shriji Maharaj’s talk for six months and he repeated all, but saints could not. He was such a listener and we should become such listener.

Then again Swami asked, “The one who know Maharaj as He is with the knowledge of His greatness and also knows Muktas as they are but could not see them in the soul. Whether can this devotees’ senses and conscience be called to have become form of Purushottam or not?”  Bapashri said, “The knowledge got by one through Anadi Mukta is divine. Therefore even if he does not see Murti, he has become form of Purushottam because his intellect has become divine for Shriji Maharaj and Anadi Muktas who are here in the human form. Therefore he has become form of Purushottam provided his motive is not against commands. Saying so Bapashri said, you all have been kept in Murti and the activity of body is done by Maharaj. The opportunity which you have got has not been got by anyone- it should not be wasted. There is such happiness, big achievement, got Maharaj even then he is uneasy and puzzled  and feels that he has nothing but what is not there? Everything is there in this assembly but he does not have understanding of the greatness of this assembly. So he desires to see Akshardham  after death but everything is here in this world. But it is not understood thus so he waits for Akshardham and waits for assembly and Murti and thinks that he will see them when he goes to Akshardham.  This is the ignorance and there is defect in his determination. All happiness is there in this assembly but unnecessarily feels unfulfilled. Shriji Maharaj, Anadi and Param Ekantik Muktas give darshan in this assembly. Though they are all powerful but bears with honour, dishonour by ordinary Jiva. Jiva is atheist so does not understand them as divine. Everything is there in satsang and that too not elsewhere but here only-do not search for it. Where can you get such saints and Mukta who tell you everything?  These Muktas are shadows of Shriji Maharaj. They installed Shriji Maharaj in their soul so all gods up to Akshar left away and only Maharaj become God. All actions of jiva are done through Maharaj and it is said in the transcendental way but not in the way of imminence. Imminence is from Aksharkoti to Jivakoti only. Whereas all activities are done by Maharaj dwelling in soul transcendently. People make garba and holes are made in them and inside lamps are kept. Their light is seen through holes. Similarly Shriji Maharaj does all activities in senses by dwelling in soul. He sees through eyes, walks through legs, hears through ears-thus all activities are done by Maharaj. The air which touches such great Muktas and if it touches someone, he will be liberated. Just as the smell comes from flowers, etc, similarly the one who gets touch of Maharaj and Muktas, will get their happiness. In every Muni there are many group of Munis because Maharaj and Muktas are dwelling in soul so they became many from one. Sadguru Shri Nirgundasji Swami came here for getting donation for the assembly hall of Bhuj. I used to go with him to villages. On the way saints went ahead, on a turn I and Swami remain behind so Swami stop saints by showing his stick and said that innumerable saints are with us such are we two, but as per the norms of the satsang we have to follow it otherwise crores of Muktas are with us. Saying so is also not enough even then saints have to be stopped because Shriji Maharaj has given the rules of religion which should be observed by great Muktas then only seekers will observe them.

Then Swami said, “Let you be always with us. Bapashri said, “Certainly I shall always be with you but you keep me with you, means I am always near. In case if the commands small or big is violated one should know that, I am there and if commands are obeyed, I shall come without asking. But should not think that I was there but now I am not there. If he knows thus the command will be violated, therefore he should know that I am always with him. || 174 ||