Gujarati / English

વૈશાખ વદ-૫ને રોજ સવારે સભામાં મધ્ય પ્રકરણનું ૫૦મું વચનામૃત વંચાતું હતું. તેમાં નદી, સતી ને પતંગ, તથા શૂરાના દૃષ્ટાંતની વાત આવી.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આ ત્રણે સાધનદશાની સ્થિતિના ભેદ છે, પણ સિદ્ધદશામાં તો જેને અહીં પરમ એકાંતિક મળ્યા હોય તેને પોતાના જેવી સ્થિતિ કરાવે તે તેજમાં મૂર્તિમાન થઈને મૂર્તિનું સુખ ભોગવે છે, અને અહીં જેને અનાદિ મળ્યા હોય તે મૂર્તિમાન થઈને મૂર્તિમાં રહીને સુખ લે છે. આવું સુખ પામવા સારુ આગળ સંતો ગોળા ખાઈને તથા ભૂખ, દુઃખ, ટાઢ, તડકો, વરસાદની ધારાઓ સહન કરીને સમાગમ કરતા. આજ તમને જ્યારે ઢગલા ને ઢગલા મળે છે ત્યારે એવો ખપ નથી. આજ તો આ ગામથી બીજે ગામ જવું હોય ત્યારે હરિભક્તો પૂછે જે, ‘સ્વામી! કેટલાં ગાડાં લાવીએ?’ તે હરિભક્તોને તો ઠીક જે સેવા થાય, પણ બેસનારને ખોટ આવે.

“સદગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામી તથા અક્ષરજીવનદાસજી સ્વામી તે તો બેસતા નહિ. સંવત ૧૯૬૨ની સાલમાં અમે ને સ્વામી અક્ષરજીવનદાસજી આદિ સૌ અમદાવાદ જતા હતા. તે મૂળીથી કાળિયાણા ગયા ને ત્યાંથી આરતીટાણે ચાલ્યા તે વિરમગામ ગયા. ત્યાં મંદિરમાં દર્શન કરીને રાત્રિના દસ વાગે ચાલ્યા તે સાજી રાત ચાલ્યા, અને સવારે સાબરમતી આવીને નાહીને પૂજા કરી અને અગિયાર વાગે અમદાવાદના મંદિરમાં આવ્યા.

“સ્વામી અક્ષરજીવનદાસજી બહુ સમર્થ હતા. તેમને મંદવાડ હતો ત્યારે એક જણે કહ્યું જે, ‘તમે પ્રાયશ્ચિત્ત અધૂરાં બતાવ્યાં છે તે પાપ તમારે ભોગવવું પડે છે’, એમ માયિકભાવ પરઠયો.

“મૂળીમાં સદગુરુ સ્વામી હરિનારાયણદાસજી મુક્ત હતા તેમને વિષે દોષ કલ્પેલો કાગળ અમારી પાસે આવ્યો હતો તે અમે ફાડી નાખ્યો. એમ અજ્ઞાની જીવ મોટાને વિષે દોષ ન હોય, પણ મોટાનું ખોટું દેખાડવા અવગુણ લે.

“સદગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામીનો મહિમા જાણીને નદી સ્પર્શ કરવા આવી હતી ત્યારે કેટલાક કહે જે, ‘એમને મૂઆ પછી પણ સુખ ન આવ્યું.’ પણ વર્ષાઋતુ નહોતી ને એકદમ પૂર આવીને સ્પર્શ કરીને પાછું તુરત જતું રહ્યું તોયે ખબર ન પડી. એ માયિકભાવના પરઠનારા નર્ક-ચોરાસીમાં ભમે. માટે મહારાજને ને મોટાને દિવ્ય જાણવા, પણ દેહધારી ન જાણવા ને એમને વિષે માયિક ભાવ પરઠવો નહિ.”

પછી સ્વામીએ પૂછયું જે, “દુષ્ટ વાસના કઈ જાણવી?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “શ્રીજી મહારાજની મૂર્તિ વિના બીજી ઈચ્છા રહે તે દુષ્ટ વાસના જાણવી.”

પછી ભુજના ઘેલાભાઈએ પૂછયું જે, “કોઈક ભક્ત દેહ મૂકે તેને જે સંતને વિષે અથવા હરિજનને વિષે હેત હોય તે અંત સમયે દેખાય છે, તે એ પોતે દેખાતા હશે કે કેમ?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “જેને વિષે હેત હોય તે રૂપે શ્રીજી મહારાજ દર્શન આપે, પણ સાધનદશાવાળા દર્શન આપી શકતા નથી. અને જે સિદ્ધ મુક્ત છે તે તો પોતે દર્શન આપીને તેડી જાય છે; પણ જે પરિપક્વ જ્ઞાની ન થયો હોય તેને સાધનદશાવાળારૂપે મહારાજ દર્શન આપે ને તેને જન્મ ધરવાનો બાકી રહે છે. અને જે પરિપક્વ જ્ઞાની થાય તેને તો મહારાજ ને મુક્ત પોતે દર્શન આપીને તેડી જાય છે, ને મૂર્તિના સુખે સુખિયો  કરે છે.”  II ૧૭૫ II

On the morning of Vaishakh Vad 5th, the 50th Vachanamrut of middle chapter was being read in the assembly. In it, there is an example of a river, sati and kite, and brave man.  Then Bapashri said, “These are the difference of seekers’ state but who have reach goal and if they met Param Ekantik, they will take them in their state and they enjoy bliss of Murti by becoming luminous Murti and those who have met Anadi here they enjoy bliss of Murti by becoming form of Murti.  Formerly saints would eat gola (flour ball with water) and bearing the agony of hunger, misery, cold wind, heat rain and associate with Maharaj for getting such bliss. Whereas today you have got abundant and there is no such need. Today if we have to go from this village to other village, devotees would ask how many carts they require. For devotees this is allright because it is their service (seva) but the one who sits is under obligation (looser). Sadguru Shri Nirgundasji Swami and Aksharjivandasji Swami would never sit. In Samvat1962 I and Swami Aksharjivandasji, etc. were going to Amdavad we went from Muli to Kaliana and from there at the time of arti we started and went to Viramgam. Thereafter having darshan in the temple, we started at ten in the night and walked through out the night and in the morning came to Sabarmati River, bathed, perform pooja and come to Amdavad temple at about 11.00 o’clock.  Swami Aksharjivandasji was very powerful. When he was ill, someone told him that he has shown the ritual of repentant partially so you are suffering that sin. Thus, he showed illusive feeling. There was Mukta named Sadguru Shri Harinarayandasji in Muli. He got an imaginary letter about his shortcoming and we tore that letter. Thus the ignorant Jiva may not have anything against Muktas but to degrade them it would find fault. The river came to touch to the feet of Sadguru Shri Nirgundasji Swami by knowing his greatness. Then some said that he did not get happiness even after death. But it was not the rainy season so the flood came soon, touched him and subsided soon and nobody knew that. Thus those with illusive feeling wander in hell and chaurashi (innumerable births). Therefore Maharaj and Muktas should be considered as divine but should not know them that they are in physical body.  There should not be illusive feeling for them.

Swami asked, “Which is wicked passion?”  Bapashri said, “If there is desire for other than Maharaj’s Murti, it is wicked passion.

Then Ghelabhai of Bhuj asked, “In case some devotee leaves his body and at the time of his death if he sees the saint or the devotee for whom he has love, whether can that devotee or the saint show themselves?”  Bapashri said, “Shriji Maharaj gives darshan in the form in which dying person has love but seekers cannot give darshan and those who are siddh Muktas themselves give darshan and fetches him. But the one who has not matured knowledge, gets darshan of Maharaj in a form of seeker and he has to take rebirth and for the one having matured knowledge gets darshan of Maharaj and Muktas and he is taken by them and makes him blissful in the bliss of Murti.|| 175 ||