Gujarati / English

વૈશાખ વદ-૭ને રોજ સવારે બાપાશ્રીને તાવ આવ્યો હતો તે પડખાભર સૂતા હતા. ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “એ રોગ મને આપો ને આપ વાતો કરો.”

પછી બાપાશ્રી બોલ્યા જે, “એ તો સકામ થવાય, માટે ન અપાય. અમે તો સ્વતંત્ર છીએ ને દિવ્ય મૂર્તિ છીએ, ને અમારી ઈચ્છાથી ક્યારેક માંદા દેખાઈએ, ક્યારેક સાજા દેખાઈએ, ક્યારેક અદૃશ્ય થઈએ, ને ક્યારેક પ્રગટ થઈએ એવા સમર્થ છીએ. જેમ રાજા હોય તે તમારા જેવાં લૂગડાં પહેરીને તમારા ભેળો બેઠો હોય તેને કોઈ ઓળખી શકે નહિ, તેમ આ મુક્ત તમારા ભેળા મનુષ્યરૂપે થઈને બેઠા છે, તે ઓળખી શકાય નહિ. અમારે દર્શને, સ્પર્શે ને સંકલ્પે કરીને અનંત જીવનો ઉદ્ધાર થાય છે.”

એમ કહીને પછી વાત કરવા માંડી જે, “ભગવાનના ભક્તે ત્રિવિધ તાપમાં અંતર ડોલવા દેવું નહિ. તે કિયા? તો અધ્યાત્મ, અધિભૂત ને અધિદૈવ. તેમાં અધ્યાત્મ એ જે દેહમાં ઘાસણી (સંગ્રહણી) રોગ થાય તે અધ્યાત્મ; અને રાજાનો ઉપદ્રવ જે પકડો ઝાલો, બાંધો, મારો, કેદ કરો, એવું રાજા સંબંધી દુઃખ આવી પડે તે અધિભૂત; અને સો વર્ષ લગી લાગ કાળે પડે એવું દુઃખ આવે તે અધિદૈવ. એવા દુઃખમાં રાજી રાજી રહે; પણ ભગવાનની મૂર્તિ મૂકે નહિ.

“આવો પ્રશ્ન એક સમયે સદગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામીના શિષ્ય પુરાણી શ્રી કૃષ્ણદાસજી અહીં આવ્યા હતા તેમને ખોજાએ પૂછયો હતો એનો અમે આવો ઉત્તર કરી આપ્યો હતો. કેમ ઈશ્વર બાવા! તમને સાંભરે છે કે નહિ?”

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજી બોલ્યા જે, “હા. ઓગણપચાસ (૧૯૪૯)ની સાલમાં અમે અહીં આવ્યા હતા, ત્યારે ભારાપરના ખોજા આવ્યા હતા, તેમણે પૂછયું હતું અને આપે ઉત્તર કર્યો હતો.”

પછી બાપાશ્રી બોલ્યા જે, “અમારું તો એવું છે, તમારા સંસ્કૃતમાં અમે કાંઈ ન જાણીએ.”

પછી સ્વામી ઘનશ્યામજીવનદાસજીએ પૂછયું જે, “આપણાં મંદિરોમાં મૂર્તિઓ પધરાવી છે તેને કેટલાક એમ કહે છે જે, ‘સત્પુરુષના લાવ્યા ભગવાન આવે છે.’ તો તો ભગવાન કરતાં સત્પુરુષ વધે, માટે તે કેમ સમજવું?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “શ્રીજી મહારાજ સત્પુરુષને વશ થઈને પોતે સાક્ષાત્ વિરાજમાન થાય છે, પણ મુક્ત તો સેવક છે ને મૂર્તિઓ તો સ્વામી છે. જે મુક્ત હોય તે મૂર્તિઓને પોતાના સ્વામી માને છે, અને જે આધુનિક સાધનદશાવાળા છે તે તો મૂર્તિથી સત્પુરુષને વિશેષ જાણે છે, પણ તેની સમજણ ખોટી છે.”

પછી પુરાણી ધર્મકિશોરદાસજીએ પૂછયું જે, “મૂર્તિ પધરાવનાર એમ જાણે જે હું મૂર્તિથી વિશેષ છું, તેનું શું થાય?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “જેને વિશે માયિક ત્રણ ગુણ હોય તે મૂર્તિથી પોતાને વિશેષ માને ને બીજા આગળ એમ બોલે, પણ તે નાસ્તિક છે; અને તેનું તથા તેની વાતો સાંભળીને તેવી રીતે સમજનારનું કલ્યાણ થાય નહિ.”

તે જ દિવસે સાંજે કુંભારિયેથી સિઘરામ તથા ગાડાં તેડવા આવ્યાં.  II ૧૭૬ II

On the morning of VaishakhVad 7th, Bapashri was suffering from fever and he was lying in bed. Swami Ishwarcharandasji told him to give his disease to him and asked him to talk.  Bapashri said, “This means it will become sakam (bearing fruit) so it cannot be given. I am independent and divine Murti. By my own wish sometimes, I appear ill and sometimes all right, sometimes become invisible and sometimes become perceptible/visible such is my power. Just as the king wearing clothes like you will not be recognised even though he is sitting with you. Similarly this Mukta is sitting with you in the form of human being-he cannot be recognised. By my darshan, touch and thought innumerable Jivas are liberated. Saying so he started talking and said the devotee of God should not allow himself to be disturbed by three kinds of agonies-adhyatma, adhibhut, adhidaiva. Here adhyatma means disease of dysentery. Adhibhut means trouble from the Government and adhidaiva means agony of natural calamities like famine, etc. In such situation, he remains happy but does not leave God’s Murti. Such question was asked by a Khoja to Purani Shri Krishnadasji disciple of Sadguru Shri Nirgundasji Swami when they came to Vruspur.  I have given the answer as said above. Bapashri asked Ishwarcharandasji Swami if he has memory of it or not. Swami  Ishwarcharandasji said that he had memory. In Samvat 1949, he had come here then Khoja of Bharapar had come, he had asked the question and you had replied it. Then Bapashri said mine is like this.  I do not know any thing about your Sanskrit.

Then Swami Ghanshyamjivandasji said, “Murtis have been installed in our temples, for this some say that by virtue of Satpurush God comes that means satpurush is greater than God- how to understand this?”  Bapashri said, “Shriji Maharaj is subdued by satpurush and He Himself comes but Mukta is only servant and Murtis are master. Mukta believes Murtis as his master and modern seekers consider satpurush to be greater than Murti but that understanding is wrong.

Then Purani Dharmakishordasji Swami said, “The one who consecrates Murti thinks that he is greater than Murti-what happens to them?”  Bapashri said, “The one who has three attributes of illusive-satwa , raj, tam, believes oneself to be greater than Murti and says so before others but he is atheist, and those who listen to his talks and understand in his way, will not be liberated and he will also be not liberated.  In the evening of that day sigram (house cart) and carts came to fetch them from village kumbhariya. || 176 ||