Gujarati / English

વૈશાખ વદ-૮ને રોજ બાપાશ્રી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી તથા કથા વાંચનાર પુરાણી ધર્મકિશોરદાસજી તથા પુરાણી કેશવપ્રિયદાસજી એ બે તથા સ્વામી ભગવતસ્વરૂપદાસજી તથા પુરાણી હરિપ્રસાદદાસજી તથા સ્વામી કૃષ્ણસેવાદાસજી તથા સ્વામી શ્વેતવૈકુંઠદાસજી તથા સાધુ મુક્તવલ્લભદાસજી આદિ સર્વે કુંભારિયે ગયા.

ત્યાં કથાની ગોમટી બહાર વાડામાં જોઈને બાપાશ્રીએ ભુજના સંત તથા કુંભારિયાના હરિજનોને કહ્યું જે, “ઈન્દ્ર અતિશે ઘેલો થયો છે, માટે માંડવામાં ગોમટી કરી છે તે મંદિરમાં લાવો.” એમ બે-ત્રણ વાર બોલ્યા, પણ સંત હરિજનોએ મંદિરમાં સાંકડ પડે એમ જાણીને ત્યાં જ કથા કરવાનું રાખ્યું.

પછી બાપાશ્રીએ આસને પધારીને સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જે, “કહી કહીને થાકી ગયા, પણ સાધુએ કે હરિભક્તોએ માન્યું નહિ. સાધુ ઝાલ્યું મૂકતા નથી. અમે નહિ હોઈએ ત્યારે કોઈનું નહિ માને ને એમનાં પોત ઉઘાડાં થશે ને કેટલાયને દુઃખિયા કરશે અને પોતે દુઃખી થશે.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “બાપા, ઈન્દ્રને ના પાડો જે આવે નહિ.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આ સાધુ ને સત્સંગી માનતા નથી ને ઈન્દ્ર કેમ માને?”

ત્યારે સ્વામીએ કહ્યું જે, “બાપા, આ સંત-હરિજનો તો આપનાં છોકરાં છે તે છોકરાં તો કદાપિ ન માને, પણ ઈન્દ્ર તો બિચારો ચાકર છે તે ચાકરને તો જેમ આજ્ઞા કરો તેમ કરવું પડે.”

પછી બાપાશ્રી બોલ્યા જે, “ત્યારે હવે તો ઈન્દ્રને જ કહેશું; નહિ તો અમારી લાજ જાય જે આવા મોટા કહેવાય  છે ને વરસાદે વિઘ્ન કર્યું તે ટાળી શકયા નહિ.”

પછી કથા બેઠી તે જ દિવસે વરસાદ આવ્યો ને ગોમટી ઉપર ટાટપટીઓ બાંધી તોપણ ઘણો આવવા માંડયો.

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ બાપાશ્રીને પ્રાર્થના કરી જે, “બાપા! ઈન્દ્રને હવે કાંઈક કહો.”

પછી બાપાશ્રીએ ઈન્દ્રને કહ્યું જે, “આ ગામની અંદર ન વરસીશ ને આ ગામના ફરતો બીજે બધે વરસજે.”

પછી વરસાદ ગામ ફરતો થાય ને બીજે બધે થાય ને નદીએ પૂર આવ્યું, પણ ગામમાં ન આવ્યો.

પછી બારશને દિવસે સાંજની કથામાં વરસાદ બહુ ચઢી આવ્યો, ત્યારે જયરામભાઈએ કહ્યું  જે, “બાપાશ્રીનું આસન નેવાં તળે છે તે ટાટપટી તળે લાવો.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “બાપાશ્રીનું આસન નેવાં તળેથી ટાટપટી તળે લાવશો તો વરસાદ વરસશે; માટે માટે ત્યાં ને ત્યાં રહેવા દો.”

તોપણ હરિભક્તો આસન ઉપાડવા ગયા, પણ બાપાશ્રીએ આસન ઉપાડવા દીધું નહિ. પછી વરસાદ રહી ગયો અને ફરતાં ગામડાંમાં વરસાદ બહુ થયો ને તળાવોમાં છ છ મહિનાનાં પાણી થયાં ને નદીઓમાં પૂર પણ ઘણાં આવ્યાં. વાગડ દેશમાં તો રાજાનું ખડ હતું તેમાં વીજળી પડી તે ચાર લાખ મણ ખડ બળી ગયું. એવું દેશાંતરમાં વરસાદનું તોફાન ઘણું થયું, પણ કુંભારિયામાં ન વરસ્યો. તે કથામાં બાપાશ્રીએ વાતો કરી તે લખી છે.  II ૧૭૭ II

On the day of Vaishakh Vad 8th Bapashri, Swami Ishwarcharandasji, kathakar Purani Dharmakishordasji and Purani Keshavpriyadasji, Swami Bhagavatswarupdasji,  Purani Hariprashaddasji, Swami Krishnasevadasji, Swami Swetvaikunthdasji, Saint Muktavallabhdasji, etc, all went to Kumbharia.  Seeing the pandal of the discourse (katha) in the compound outside, Bapashri told saints of Bhuj and devotees of Kumbharia  that Indra has become mad (it is going to rain heavily) so bring the pandal in the temple. He said so twice or thrice but saints and devotees thinking that there will be shortage of place in the temple, they arranged the discourse (katha) there at the same place. Then Bapashri came and told  Ishwarcharandasji that he was tired of telling them to change the place but saints and devotees did not agree.  Saints are adamant and they do not give up. When I am not there, they will not obey anyone and they will be exposed and will make several people unhappy and they themselves will be unhappy. Then Swami Ishwarcharandasji said to Bapashri to tell Indra not to come. Bapashri said since these saints and satsangis are not obeying then how can lndra obey? Then Swami told Bapashri that these saints and devotees were their children and they would never obey but Indra is poor servant and the servant has to act according to the order. Then Bapashri said now I will have to tell to Indra otherwise it will be a question of my prestige and people will say that I am called Mukta and could not prevent the obstacle of rain. On the very day of katha it rain and though many coverings were put on the pandal  but it rained heavily. Then Swami Ishwarcharandasji prayed to Bapashri and requested him to tell Indra to stop the rain. Then Bapashri told Indra not send rain in this village and can send rain elsewhere around this village. Then it rain round the village and else where also. The river was flooded but it did not rain in that village. On the evening of 12th day of Vaishakh Vad (Baras) there were dark clouds on the pandal of katha. Jairambhai asked to bring Bapashri’s seat from the place below the tiles to the place under the tarpaulin (i.e. under the pandal of the katha). Then Swami Ishwarcharandasji said if Bapashri’s seat was brought from that place, it would rain so let it be there only. Even then devotees went to shift the seat but Bapashri did not allow his seat to be shifted. Then it stops raining and in the village around Kumbhariya had heavy rain. The ponds got water lasting for six months and there were flood in river. In the Vagad region there was heaps of hay (dry grass) belonging to the king. The lightening fell on it and hay (dry grass) weighing 4,00000 maunds was burnt. Thus rain played havoc in other regions but Kumbhariya was saved. || 177 ||