Gujarati / English

વૈશાખ વદ-૧૦ને રોજ સભામાં પ્રથમ પ્રકરણનું ૫૧મું વચનામૃત વંચાતું હતું. તેમાં એક પુરુષોત્તમ રહે છે એમ આવ્યું.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “ગાડું મહારાજે વીંખી નાખ્યું ને એક પોતે જ રહ્યા. બીજું અક્ષરાદિક સર્વે નથી એમ કહ્યું તે જેમ ગાડામાં ખીલા હોય તે કાઢી નાખીએ તો ગાડું વીંખાઈ જાય, તેમ મહારાજે પૃથ્વીથી લઈને મૂળઅક્ષર સુધી બધું ખોટું કરી નાખ્યું ને એક પોતે જ રહ્યા. માટે એક મહારાજને રાખવા ને મૂર્તિમાં વળગી પડવું, પણ મૂર્તિ મૂકવી નહિ; તે એક ક્ષણવાર પણ ન મૂકવી. સાધુ થયા કે સત્સંગી થયા એટલે થઈ ગયું, એમ માની બેસી રહેવું નહિ ને હિલોળે ચઢી જાવું નહિ એટલે કાર્યમાં ખોટી થાવું નહિ.

“મહારાજની માનસી પૂજા દિવસમાં પાંચ વાર કરવી, તે અડધો કલાક કે એક કલાક કરવી. માનસી પૂજા કરી રહીએ ને બે કલાક થયા પછી વળી માનસી પૂજા કરવી. એમ ને એમ માનસી પૂજા કરે તો મૂર્તિમાંથી નવરું થવાય નહિ.

“સુંથ પાસે રામપુરમાં સુખરામ નામે બ્રાહ્મણ હતા. અમે એકાવનની સાલમાં અમદાવાદ ગયા હતા, ત્યાં એ આવ્યા હતા. તેમણે વાત કરી જે, ‘હું આથી પહેલો અહી આવ્યો હતો, ત્યારે સોનાનો દાગીનો વેચવા લાવ્યો હતો તે સોંઘો માગ્યો તેથી ન આપ્યો તે લઈને પાછો ઝાડીમાં જતો હતો ત્યાં માર્ગમાં માનસી પૂજા કરવા બેઠો ત્યારે ચોર આવીને દાગીનો છોડવા લાગ્યો તે વખતે મહારાજને માનસી પૂજામાં હું જમાડતો હતો તેથી જમાડવા પડયા મૂકીને કેમ ચોરની સાથે બોલાય? કે સાન પણ કેમ થાય? એમ જાણીને ચોરને દાગીનો લઈ જવા દીધો. જ્યારે હું માનસી પૂજા કરી રહ્યો હતો ત્યારે ચોર તો જતો રહેલો. પછીં મેં સંકલ્પ કર્યો જે, ‘મૂઆ! હું મહારાજને જમાડતો હતો ને તું છોડી ગયો તો તને ઢીંચણમાં પત્થર વાગો ને ભાઠાં પડો ને તું મરી જા.’ પેલા ચોરને દોડતાં દોડતાં વચમાં વોકળો આવ્યો, તેમાં પડી ગયો ને વાગ્યું. તે આગળ એક ગામમાં ધર્મશાળામાં પડયો હતો, ત્યાં લોટ માગીને ગયો ત્યારે મેં તેને ઓળખ્યો. પછી તે બીન્યો ને દાગીનો મને પાછો આપી દીધો, તે લઈને હું ગયો અને ચોર મરી ગયો. તે મારે મહારાજની માનસી પૂજા થઈ ને દાગીનો પણ આવ્યો.’

“એવી માનસી પૂજા કરવી. કોઈકને ટોપલો, કોદાળી કે પાવડો દેખાડવો હોય એટલામાં પણ સાન કરે કે હાથ હલાવે; પણ માનસી પૂજા પૂરી કરે નહિ ને સાધુ સત્સંગી કહેવાતા હોય! માટે બહુ વિચાર કરવો ને મૂર્તિમાં સદાય રહેવું.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ બાપાશ્રીને કહ્યું જે, “સંવત ૧૯૫૫ના વૈશાખ-જેઠમાં હું લુણાવાડા ગયો હતો. ત્યાં આપનો પત્ર આવ્યો જે, ‘અમને રામજીભાઈ માંદા છે તેના કાગળો બહુ આવે છે જે, મને દર્શન દેવા પધારો, તેથી અમારે ઉપરદળ આવવાનું થશે; માટે તમે ત્યાં આવજો.’ એવો કાગળ જેઠ સુદ-૧૧ને રોજ આવ્યો ત્યારે મેં ધાર્યું જે બે-ચાર દિવસ સુખરામભાઈનાં દર્શન કરીને પછી જઈએ.

“પછી અમે રામપુર ગયા, ત્યારે સુખદેવ ભક્તે કહ્યું જે, ‘અહીં દસ દિવસ રહો.’ ત્યારે મેં કહ્યું જે, ‘બાપાશ્રી અમદાવાદ તરફ પધારવાના છે એવો કાગળ આવ્યો છે, માટે અમારે બે-ચાર દિવસ રહીને જવું છે.’ પછી તે બોલ્યા જે, ‘બાપાશ્રી વૃષપુરથી જ્યારે નીકળશે ત્યારે તમને રજા આપીશું.’ ત્યારે મેં  કહ્યું જે, ‘તમને શી રીતે ખબર પડશે?’ ત્યારે તે બોલ્યા જે, ‘મારે આવરણ નથી, માટે જે દિવસે નીકળશે તે દિવસે તમને રજા આપીશ.’ જ્યારે અમને દસ દિવસ થયા, ત્યારે સાંજ વખતે સુખદેવ ભક્તે કહ્યું જે, ‘આજ વૃષપુરથી બાપાશ્રી ભુજ આવ્યા, માટે તમે ભાતું કરો ને સવારમાં વહેલા નીકળો.’ ત્યાંથી અમે સવારમાં નીકળ્યા તે જે દિવસે આપ ઉપરદળ પધાર્યા તે જ દિવસે બે કલાક પહેલાં અમે ઉપરદળ આવ્યા ને પછી આપ પધાર્યા ને આપનાં દર્શન કર્યા. એવા સુખદેવ ભક્ત સમર્થ હતા.”

પછી બાપાશ્રીએ કહ્યું જે, “સત્સંગમાં એવાં ચીંથરે વીટેલાં રત્ન પડયાં છે.”  II ૧૭૮ II

On the day of Vaishakh Vad 10th the 51st Vachanamrut of first chapter of Gadhada was being read in the assembly. In it, it is said that there lives only Purushottam.  Bapashri said, “Maharaj dispersed the crowd and He remained himself and said there is nothing like Akshar , etc. Just as if the nails are taken out from the cart, the cart will be dismantled. Similarly Maharaj made everything false from earth to Mul-Akshar and he himself remains. Therefore we should keep only Maharaj and should stick to Murti but should not leave it, not even for a moment. After becoming saint or satsangi, one should not believe that everything is over and should not be overjoyed means should not waste time in activity.

Mental worship of Maharaj should be performed five times a day and it should be for an hour or half an hour. After two hour again you should do mental worship. If mental worship is done this way you will be busy all the while in Murti. There was a Brahmin name Sukhram in Rampur near Sunth. In the Samvat 1951, I had gone to Amdavad. This Brahmin had come there. He said, “I had come here before. At that time I had brought with me gold ornaments to sell. The price offered was less so did not sell them and taking them back, went into the woods.  On the way sat for mental worship. At that time a thief came and opened the beg of ornaments. During that time I was offering food to Maharaj in mental worship. So how was it possible to talk with the thief or how can make sign?  So I let the thief go away with the ornaments. The thief had gone away during my mental worship. I abused him and said bloodyfool you ran away while I was feeding Maharaj so let a stone hit your knee and let you be beaten by stick and die. When thief was running away he came across stream and he fell into it and was injured. The same thief was found in an inn in a village. I went there after getting flour from people and recognised the thief. He feared me and returned my ornament. I took them and thief died. I could perform mental worship of Maharaj and also got back my ornaments. Such mental worship should be done. If basket, an axe and a spade is to be shown, he would make sign or wave the hand but would not complete mental worship, and they are called saint, satsangi! Therefore think twice and dwell always in Murti.

Swami Ishwarcharandasji told Bapashri that in Samvat year 1955, in the month of Vaishakh -Jeth he had gone to Lunawada. There, a letter was received from Bapashri informing that he was getting many letters about illness of Ramjibhai and wanted Bapashri to go there for darshan. As such he will have to go to Uperdal and ask Swami to go there. This letter was received on Jeth Sud 11th. Then he thought that he would go after two to four days after the darshan of Sukhrambhai.  Then he went to Rampur. There Sukhdevbhakta asked him to stay for ten days. Then Swami told him that Bapashri is going to visit Amdavad, such letter he has received. Therefore he had to leave after two to four days. Then Sukhdevbhakta said to Swami, he would give him permission to leave when Bapashri starts from Vruspur. Swami asked him how he would come to know.  He replied that he had no coverings (Aavran) therefore he would be asked to go on the day on which Bapashri starts. When ten days were over, Sukhdevbhakta told Swami in the evening that Bapashri had come to Bhuj from Vruspur today. Swami was asked to prepare his tiffin and to leave in the morning. Swami started in the morning and he reached Uperdal two hours before Bapashri reached there, Swami had his darshan. Such powerful Sukhdevbhakta was. Bapashri said that such gems covered in rags are there in this satsang. ||178 ||