Gujarati / English

વૈશાખ વદિ-૯ને રોજ સાંજે પ્રથમ પ્રકરણનું ૭૮મું વચનામૃત વંચાતું હતું. તેમાં ૨૨મા પ્રશ્નમાં વિષમ દેશકાળમાં રહીને માર ખાવો નહિ એમ આવ્યું.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “કેવળ દેહનો માર ન સમજવો; જીવનો માર પણ સમજવો. એ કયો? તો નબળા દેશ-કાળમાં જીવનું બગડે એ જીવનો માર સમજવો. માટે ત્યાંથી આઘું-પાછું ખસી નીકળવું એટલે કે કુસંગ મૂકીને જ્યાં ભગવાન ભજાય એવું સ્થાન હોય ત્યાં જવું. સાધુ હોય તેણે મંડળનો ત્યાગ કરવો. ગૃહસ્થોએ ગામનો તથા સંબંધીનો ત્યાગ કરીને જાતું રહેવું. ભલા થઈને માર ખાશો નહિ. એવા સંગનો ત્યાગ કરજો. જીવને માર ન ખવરાવશો. કોઈની મહોબતમાં લેવાવું નહિ. ગુરુ-શિષ્યે એકબીજાનો ત્યાગ કરવો.”

ત્યારે સાધુ હરિવલ્લભદાસજીએ પૂછ્યું જે, “દેહમાં કાળનું વિષમપણું આવે ત્યારે કેમ કરવું ?

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “તે વખતે સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામના મહામંત્રનો જપ કરવો; તો દેશકાળ સારા થઈ જાય. માનસી પૂજા કરો, સંત-સમાગમ કરો, ધ્યાન કરો, તોપણ ઘાટ બંધ થાય નહિ; માટે અનાદિમુક્ત જ્યાં રહેતા હોય ત્યાં એમનો જોગ કરવો; તો ઘાટ ટળી જાય. માટે મોટાનો જોગ કરવો. જ્યાં મોટા રહેતા હોય તે સ્થાન નૈમિષારણ્ય ક્ષેત્ર છે. મોટાને તો એમ છે જે જીવ બિચારા ક્યારે આપણા ધામમાં આવે!

“આજ તો શ્રીજી મહારાજે ખંપાળી (દંતાળી) નાખી છે. આગળ તો જીવની વાંસે સંતને ફરવું પડતું તોપણ કોઈ વર્તમાન ધારતા નહિ. આજ તો વર્તમાન ધરાવવા પોતાની મેળે આવે છે. શ્રીજી મહારાજની મૂર્તિમાં જોડાવા માટે તો આજ શ્રીજી મહારાજને તથા મુક્તને જીવની કેડે ફરવું પડે છે. આજ કેવા કેવા સાધુ ને સત્સંગી છે! માયાને ઉડાડી મૂકે છે. મહારાજનો અને મોટાનો એ પ્રતાપ છે. મહારાજનો અને મોટાનો જેને સંબંધ હોય તે માયાને ઉડાડી મૂકે તેમાં શું કહેવું! આજ આપણને વેપાર બહુ જબરો મળ્યો છે.  મૂળઅક્ષરકોટિથી પર શ્રીજી મહારાજના એકાંતિકની અને પરમ એકાંતિકની અને અનાદિમુક્તની એવી પરભાવની વાતો આવે છે. આ સભાનો જે અવગુણ લે ને બીજે ધોડા કરે તેને બહુ જ મોટી ખોટ આવે. આ ટાણે આ સ્થાન સારું છે.

“આપણે શ્રીસ્વામિનારાયણના દીકરા છીએ માટે અક્ષરધામના રાજ્યને લાયક થાવું. જો ન થઈએ તો રાજ્ય ન સોંપે; એક કોરે રાખે. આ લોકમાં પણ આચાર્યમાં તથા રાજ્યમાં લાયકને ગોતે છે. માટે આપણે શ્રીજી મહારાજ પાસે રહેવાય એવા લાયક થાવું. શ્રીજી મહારાજ વિના બીજે પ્રીતિ ન રાખવી, ને દાસપણું રાખવું. શ્રી મુક્તાનંદ સ્વામી શ્રીજી મહારાજને જ્યારે પ્રશ્ન તથા કાંઈક વાત પૂછતા ત્યારે હાથ જોડીને પહેલાં તો ‘હે મહારાજ!’ એમ કહીને પ્રશ્ન પૂછતા. એવું દાસપણું રાખવું.”  II ૧૮ II

In the evening Vaishakh Vad 9th, the 78th Vachanamrut of the First Chapter of Gadhada was being read. Question no. 22nd in that Vachanamrut stated that in the hard time and unfavourable region, we should not tolerate it.  Then Bapashri said that it should not be taken as the tolerance of body only but it should be taken as the tolerance of soul. In the weak time and in an unfavourable region, jiva suffers, it is the tolerance of jiva.  Therefore, we should leave that place i.e. leaving bad company and go to the place where God can be  worshipped.  The saints leave the group of that place. House-holder should leave the place by discarding it and also relatives. Please do not tolerate and leave that company.  Do not make jiva suffer.  He should not be taken by the love of any body. The preceptor and the disciple should leave each other.”

Saint Harivallabhdasji asked, “What should we do when there is adversity of time for body?” Bapashri replied, “If jap of great mantra ‘Swaminarayan, Swaminarayan’ is done, the time and region will improve.  Even by performing mental worship, associating with saints, meditating, thoughts do not stop; therefore, we should go to the place where Anadi Mukta  dwells and by getting attached to them, thoughts will disappear.  Therefore, get attached to great Muktas.  The place where they dwell is the naimisharanya.  Muktas just think that when this poor soul will come to our dham (abode).  Today Shriji Maharaj is drawning souls towards him.  Formerly, saints had to go after souls but nobody was ready to take vow of vartman.  Whereas today devotees themselves come to take vow of vartman.  Formerly Shriji Maharaj and Muktas were required to go after souls to get them attached to Murti of Shriji Maharaj.  Today how dedicated saints and satsangis there are!  They have blown out maya (illusion). This is possible by the grace of Maharaj and Muktas.  What to say about those who could blow out maya because of relationship with Maharaj and Muktas.  Today we have got very good business (which gives tremendous bliss).  There are talks of salvation from Shriji Maharaj’s Ekantik, Param Ekanik and Anadi Muktas who are above Mul-Aksharkoti.  The one who finds fault with this assembly and runs after something else, will suffer much.  This place is good in present time.  We are children of Swaminarayan.  Therefore, we should become worthy of the kingdom of Akshardham.  If we do not become worthy of it, the kingdom will not be handed over to us, but it will be kept aside.  People of this world look for worthy persons among the head of sect and states. Therefore, we should be worthy so that we can remain close to Shriji Maharaj.  We should not keep love elsewhere except for Shriji Maharaj and should remain as an humble servant.  It should be like Muktanand Swami who would ask questions to Shriji Maharaj with folded hands and addressing Him as “Oh Maharaj” in a very humble tone. We should also have such humbleness.” || 18 ||