Gujarati / English

વૈશાખ વદ ૦)) અમાસને રોજ મંદિરના દરવાજાના એ જ મેડા ઉપર સિનોગરાના મિસ્ત્રી ડાહ્યાભાઈને બાપાશ્રીએ કહ્યું જે, “ડાહ્યાભાઈ! તૈયાર છો કે નહિ? ધામમાં તેડી જવા છે.”

ત્યારે ડાહ્યાભાઈ બોલ્યા જે, “બાપા, મારે ત્રણ વર્ષ રહેવાની ઈચ્છા છે તે રાખો તો બહુ સારું.”

પછી બાપાશ્રી બોલ્યા જે, “ત્રણ વર્ષે પરવારી રહેજો, પછી કહેશો તો નહિ રાખીએ. આજથી ત્રણ વર્ષે તમને તેડી જાશું. જો પરવાર્યા હોત તો તો હમણાં જ તેડી જાત, પણ તમે પરવાર્યા નથી એટલે કે માયામાંથી આસક્તિ તોડી નથી, તેથી તમને ત્રણ વર્ષની અવધિએ રાખીએ છીએ, પણ જો ત્રણ વર્ષે વાસના નહિ ટાળો તો અમે તમને પછી રહેવા દઈશું નહિ.”

ત્યારે તે બોલ્યા જે, “ત્રણ વર્ષે પરવારીશ, પછી ભલે તેડી જાજો.”

એમ આયુષ્ય વિના ત્રણ વર્ષ રાખીને બાપાશ્રી એમને તેડી ગયા.  II ૧૮૧ II

On the day of Vaishakh Vad 30th, Bapashri talked from the same place  on the first floor above the gate of the temple. He asked Mistry Dahyabhai of Sinogara whether he was ready or not, he was to be taken to Akshardham.  He told Bapashri that he wanted to live for three years so if you keep me for three years, it will be well and good. Then Bapashri told him to be ready after three years otherwise he would not be given  more time. Bapashri said that he would take him after three years from today. Had you been free I would have taken you now but you are not free, means you have not broken the bonds of illusion so three years time limit is extended for you. But after three years if you do not overcome passion I will not allow you to live. Then Dahyabhai said he would be free after three years and then Bapashri could take him. Thus, Bapashri gave him three years more though his life span was over and then Bapashri took him to Akshardham. || 181 ||