Gujarati / English

જેઠ સુદ-૨ને રોજ સવારે સભામાં સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછયું જે, “ગઈ કાલે આપે કહ્યું હતું કે ચૌદ લોકના સુખથી લૂખા થવું તે ચૌદ લોક કિયા જાણવા?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “સાત પાતાળ ને સાત સ્વર્ગ તે ચૌદ લોક કહેવાય છે, પણ તેમાંથી લૂખા થવે કરીને કાંઈ કલ્યાણ થાય તેમ નથી; કેમ જે તેના ઉપર તો ઘણા લોક રહ્યા, માટે દસ ઈન્દ્રિયો ને ચાર અંતઃકરણ તેમાંથી પ્રીતિ ટાળવી તો ચૌદ લોક જીતાણા. માટે એ ચૌદ લોક જાણવા. એ ચૌદ ઈન્દ્રિયોમાંથી વાસના ટાળવી તો આગળ કાંઈ આડું નહિ આવે; માટે ચૌદ ઈન્દ્રિયોને જીતવી.”

એમ કહીને પછી બોલ્યા જે, “જીવ બિચારા સાધન શું કરશે? આજ તો એક એરંડા કાકડી રાજાને ભેટ મૂકે તો રાજ્ય આપી દે એવી કૃપા છે. સાધન ક્યાં સુધી પૂગે એવાં છે! શ્રીજી મહારાજે અમદાવાદના ૭મા વચનામૃતમાં કહ્યું છે જે, ‘ગરુડ ઊડી શક્યો નહિ, પછી અમે એકલા જ ઊડયા.’ એમાં સમજવાનું એ છે જે ગરુડની ગતિ ગોલોકથી આગળ ન ચાલી, તેમ સાધનની ગતિ ગોલોકથી આગળ નથી. ગોલોકથી આગળ તો કૃપાએ ચલાય છે. ગોલોક સુધી સાધન ચાલે; ત્યાંથી સાધન તૂટયાં. પછી તો શ્રીજી મહારાજ અથવા મુક્ત કૃપા કરીને મૂર્તિનો સાક્ષાત્કાર કરાવે ત્યારે પરમ એકાંતિક થાય. પછી શ્રીજી મહારાજની મૂર્તિમાંથી અનુભવજ્ઞાન છૂટે છે, તે મૂર્તિમાં  લઈ જાય છે. જેમ સમુદ્રમાંથી વેળ આવે તે વેળ પાછી વળે ત્યારે જીવજંતુને પાછાં લઈ જાય છે, તેમ અનુભવજ્ઞાન મૂર્તિમાં લઈ જાય છે ત્યારે તે મુક્ત અનાદિ કહેવાય છે. તે અનુભવજ્ઞાન તે અનાદિમુક્ત જાણવા.

“આજ તો કૃપાસાધ્ય મહારાજ ને કૃપાસાધ્ય મુક્ત છે. આવા મહારાજ ને આવા મુક્ત કૃપા કરીને પધાર્યા છે, ને કૃપા કરીને મહિમાની વાત કરે છે, તેમાં કોઈને એમ થાય જે, ‘આ તો પોતાનો મહિમા કહે છે’; પણ અમે તો ધણીનો ને ધણીના લાડીલા મુક્તનો મહિમા કૃપા કરીને કહીએ છીએ. તે જે માનશે તેને અમે જ્યાંથી આવ્યા છીએ ને જ્યાં રહીએ છીએ ત્યાં લઈ જઈને રાખીશું ને જેટલું છે તે સર્વે સુખ આપીશું. જેને વિશ્વાસ નહિ હોય ને ‘આગળ થઈ ગયા તેવા આજ નથી’, એમ સમજતા હશે, તેને ખોટ બહુ જ આવશે. અમારે તો સર્વેને લઈ જવા છે ને સર્વને સમજાવી દેવા છે; પછી માનો કે ન માનો, પણ જેમ છે તેમ કહેવું છે. માટે અમારો દાખડો ભલા થઈને સુફળ કરજો, એટલે કે વાતો સાચી માનજો તો અમે તમામ પૂરું કરી દઈશું.

“ને નહિ માનો તો  અમારે ફેર દાખડો કરવો પડશે ને તમારે પણ ફેર જન્મ ધરવો પડશે ને નવ મહિનાની કેદ મળશે. તે દિવસે પણ આ વાત સમજશો તો જ પૂરું થશે, ને તે દિવસે પણ નહિ માનો તો વળી અધૂરું રહેશે. અમે તો છીએ કે નથી, માટે આ અવસર મળ્યો છે તેનો લાભ લઈ લો. જો શ્રીજી મહારાજને જેવા છે તેવા સમજો ને આજ્ઞા પાળો તો અમે સહાય કરીને મૂર્તિના સુખમાં મૂકી દઈશું, અને જો મહિમા નહિ સમજો ને આજ્ઞા નહિ પાળો તો પછી પસ્તાવો ઘણો જ થશે. આવા કહેનારા સદાય ન હોય; માટે આજ કરી લો.

“અહીં મહારાજ ને મુક્ત બેઠા તો હોય, પણ તેમનો મહિમા ન સમજાય ને બીજે ખોળે જે, ‘અક્ષરધામમાં મહારાજ ને મુક્ત રહ્યા છે, પણ અહીં નથી.’ મહારાજ ને મુક્ત અહીં જ છે, પણ જીવને નાસ્તિકપણું ટળતું નથી એટલે માયાનાં પડળ ફરી વળ્યાં છે તેથી દેખાતું નથી ને સમજાતું નથી; તેને ખોટનો પાર નહિ રહે, બહુ જ ખોટ આવશે. માટે આ સંતનો મહિમા જાણીને તેમનો વિશ્વાસ લાવીને આ વાત સાચી માને તો આસ્તિકપણું આવે ને આ સભા દિવ્ય જણાય અને એ જીવ પોતે દિવ્ય થઈ જાય અને મહાસુખિયો થઈ જાય.”

ઈત્યાદિક ઘણીક વાતો કરી.

જેઠ સુદ-૩ને રોજ પારાયણની સમાપ્તિ કરીને કુંભારિયાના તળાવ ઉપર પ્રસાદીને ઠેકાણે મિસ્ત્રી ગોવાભાઈ જીવણભાઈએ છત્રી કરાવીને તેમાં ચરણારવિંદ પધરાવ્યાં તથા હનુમાનજી પધરાવ્યા, તે વખતે બાપાશ્રીએ વર આપ્યો જે, “આ છત્રીનાં ને હનુમાનજીનાં જે દર્શન કરશે તેને તેડવા આવીશું ને મૂર્તિમાં રાખીશું.”

પછી કુંભારિયેથી ચાલ્યા તે વખતે ઘણા સંતો ને હરિજનો બાપાશ્રીને વળાવવા આવ્યા, તેમને સર્વેને મળીને બોલ્યા જે, “સૌ મહારાજને સંભારજો, અને સેવાભક્તિ ઓછી કરીને મૂર્તિમાં જોડાજો; એમાં અમારો ઘણો રાજીપો છે. શ્રીજી મહારાજે મધ્ય પ્રકરણના ૨૨મા વચનામૃતમાં કહ્યું છે જે, ‘કાંકરિયાની ચોરાસીની પ્રવૃત્તિ વિસારવા માટે અમે ચાલી નીકળ્યા.’ તે પોતાના ભક્તને શીખવ્યું છે જે બધી ઉપાધિ ટાળીને અમારી મૂર્તિમાં જોડાવું; માટે મૂર્તિમાં જોડાવું ને મહારાજની આજ્ઞા પાળવી. એ કરશો તો અમે તમને સર્વેને તેડી જાશું ને સુખિયા કરીશું. અમે તો છીએ કે નથી, માટે મહારાજની મૂર્તિમાં જોડાજો ને આજ્ઞા પાળજો.”

એવી રીતે સર્વેને શિક્ષાનાં વચન કહીને બાપાશ્રી વૃષપુર પધાર્યા. અને અમદાવાદ, મૂળી, ભુજ વગેરેના સંતો તથા સૌ હરિજનો પોતપોતાને સ્થાને ગયા, અને સ્વામી ઈશ્વરચરણદાસજી તથા સ્વામી ઘનશ્યામજીવનદાસજી આદિ સંતો મિસ્ત્રી ડાહ્યાભાઈના આગ્રહથી સિનોગ્રે ગયા ને ત્યાંથી જેઠ સુદ-૧૪ને રોજ શ્રી વૃષપુર ગયા.          II ૧૮૩ II

On the morning of Jeth Sud 2nd, Swami Ishwarcharandasji asked the question in the assembly. He said to Bapashri, “Which are those fourteen Lokas (cosmos) about which you said to give up happiness?”  Then Bapashri said, “There are seven patal (seven mythological subterranean region) and seven heavens. There are called fourteen Lokas (cosmos) but by giving up the happiness of these in Lokas (cosmos), it is not beneficial  because there are many Lokas (cosmos) above them. Therefore if you avoid love for ten senses and four anthkaran (mind, intellect, ego chitta), you have won fourteen Lokas (cosmos), so these are fourteen Lokas(cosmos). If passion is avoided from these fourteen senses, there is no obstacle ahead so win fourteen senses. Then Bapashri said what this poor Jiva will do spiritual endeavour as means. Today there is such grace that if you offer very small thing to the king, he will give you whole kingdom. How far means can help! In the 7th Vachanamrut of Amdavad Shriji Maharaj said that the eagle could not fly so He flew alone. This means the eagle could go up to Golok. Similarly the means could not take you beyond Golok. To go ahead of Golok, grace is necessary. Means are helpful till Golok, from there onwards means are useless. Then Shriji Maharaj or Muktas makes us realize Murti by their grace then one can become Param Ekantik. Then experienced knowledge emits from Shriji Maharaj’s Murti which takes you in Murti. Just as when there is tide the sea takes back insects, etc. Similarly experience knowledge takes you in Murti then he is called Mukta Anadi. That experience knowledge should be known as Anadi Mukta. To day there are Mukas of Shriji Maharaj who shower their grace. Such Maharaj and such Muktas have come by showing their favour and talks about the greatness. There by some one may think that they are talking about their greatness but I am talking about the greatness of the master (Maharaj) and His favourite Muktas by showing favour. I will take the one to the place from where I have come and dwell if he trusts me. I will keep him there and will give all happiness as much as it is. Those who do not have trust believe that today there are not such Muktas as there were formerly- it will be great loss for him. I have to take all and make all understand. Then if you believe or not but I will say I believe, it is therefore kindly make my efforts successful. This means consider this talk as true and I will fulfil you and if you do not believe I will have to make efforts again and you will also have to take another birth and will get prison of nine months. On that day also if you understand this talk then only you will be fulfilled and if you do not believe you will remain unfulfilled. I may be or may not be in this world so take the benefit of this opportunity which you have got. If you know Maharaj as He is and obey His commands I will help you and put you in the happiness of Murti and the greatness is not understood and commands are not obeyed, you will have to repent a lot, you will not find always such person who gives such knowledge. Therefore do it today only (get fulfilled). Maharaj and Muktas are sitting here but their greatness is not understood and looks for elsewhere and thinks that Maharaj and Muktas are in Akshardham but not here. They are here. But Jiva cannot avoid atheism. The eyes are covered with illusion so he does not understand and cannot see. It will be a great loss for him. Therefore if you understand the greatness of this saint and trusting in Him believes this talk to be true, you will become theism. This assembly will appear divine to him and Jiva itself will become divine and will become very happy. Many such talks were given.

On the Jeth Sud 3rd after the discourse (Parayan) was over, Mistry Govabhai Jivanbhai got chhatri built and the prasadi’s place near the pond of Kumbharia. Foot-print (charnarvind) of Maharaj idol of Hanumanji were installed. At that time Bapashri gave a boon-the one who comes for darshan of this chhatri and Hanumanji I will come to fetch him and will keep him in Murti. Then he started from Kumbharia many saints and devotees came to give him send off. He asked all to remember Maharaj and ask them to join in Murti by reducing devotional service (sevabhakti)-I have much pleasure in it. In 22nd Vachanamrut of middle chapter Shriji Maharaj has said, “I started to forget the activity of chaurashi of Kankaria and taught His devotees to join in my Murti by avoiding all tensions.  Therefore you should join Murti and obey commands of Maharaj. If you do this, I will take you all and make you happy. I may or may not be in this world but join Murti of Maharaj and obey commands. After preaching all Bapashri came to Vruspur and saints, devotees of Amdavad, Muli, Bhuj, went to their places. Swami Ishwarcharandasji, Swami Ghanshyamjivandasji and other saints went to Sinogra by the persistence of Mistry Dahyabhai and from there they went to Vruspur on the day of Jeth Sud 14th. || 183 ||