Gujarati / English

જેઠ સુદ-૧૫ને રોજ સાંજના બાપાશ્રી તથા સર્વે સંત-હરિજનો નાહવા ગયા. ત્યાં નાહીને માનસી પૂજા કરી.

પછી બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “આ મહારાજનો ને મોટા મુક્તનો જોગ મળ્યો છે, તેમનો વિશ્વાસ રાખીને તથા પોતાના ડહાપણનો તથા વિદ્યાદિકનો ડોડ મૂકીને જોગ કરે ને મહિમા જાણે તો આજ એવો લાભ મળે જે, જેવા અમે સુખિયા છીએ તેવો સુખિયો થાય. આ શબ્દ નીકળે છે તે સ્વામિનારાયણની મૂર્તિમાંથી નાદ નીકળે છે. આ મહિમા સમજાય તો કાંઈ બાકી રહે જ નહિ. આવા કહેનારા ને વાત કરનારા  ને પૂરું  કરનારા બીજે ક્યાંય સત્સંગમાં પણ નથી. તે જુઓ, હોય તો જોઈ જોજો, ક્યાંયે નહિ જડે.

“મૂળીના પુરાણી સ્વામી ત્યાગવલ્લભદાસજીને કોઠારી વલ્લભભાઈએ પૂછયું જે, ‘તમે બાપાશ્રી સાથે હેત કર્યું છે તે સમજીને કર્યું છે કે સૌનું દેખાદેખી કર્યું છે?’ ત્યારે તેમણે કહ્યું જે, ‘મેં તો પ્રતાપ જાણીને હેત બાંધ્યું છે; કેમ કે હું બાપાશ્રી પાસે ગયો ત્યારે મારા તમામ ઘાટ માત્ર બંધ થઈ ગયા. તેથી મેં તેમની મોટપ જાણી લીધી જે આ જેવા તો આ એક જ છે; કેમ જે બીજે ઘણે ઠેકાણે તપાસ કર્યો તો કોઈથી મારા ઘાટ-સંકલ્પ ટળ્યા નહિ, ને ત્યાં ગયો કે તરત જ ટળી ગયા અને ધ્યાન વખતે પણ કાંઈ વિક્ષેપ આવતો નથી, ને મૂર્તિનું સુખ આવે છે.”‘

ત્યારે સંતોએ કહ્યું જે, “બાપા! અમે પણ બધે જોઈને પછી આપની પાસેની આવ્યા છીએ ને આપના જોગથી સુખ આવે છે, એવું બીજેથી આવ્યું નહિ.”

પછી પુરાણી ધર્મકિશોરદાસજીએ વાત કરી જે, “બાસઠ (૧૯૬૨)ની સાલમાં વલ્લભજીભાઈએ મને કહ્યું હતું કે, ‘જ્યારે હું સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી પાસે ગયો હતો ત્યારે જેવું સુખ અને શાંતિ આવતી એવું જ સુખ અને શાંતિ મને અહીં આવે છે.”‘

પછી બાપાશ્રી બોલ્યા જે, “આમ ને આમ હેત ને એકતા રાખજો ને આત્મબુદ્ધિ રાખજો તો શ્રીજી મહારાજની મૂર્તિમાં નિમગ્ન કરીશું ને સુખિયા કરીશું. કોઈ આઘાપાછા થાશો નહિ એટલે અણવિશ્વાસ લાવશો નહિ. આ તો સ્વામિનારાયણની સાખે કહીએ છીએ.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછયું જે, “અમને કેવા કર્યા છે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “તમને અનાદિમુક્ત કરી મેલ્યા છે, ને બીજા જીવોનો ઉદ્ધાર કરો એવા કર્યા છે એમાં અમે ખોટું કહેતા હોઈએ તો તેનો જોખો એટલે કે ગુનો અમને છે. આ ફેરે તો પાત્ર-કુપાત્ર જેને જેને આ જોગ થયો છે તે સર્વે ને લઈ જવા છે. આ ચૌદ ઈન્દ્રિયરૂપી ચૌદ લોકમાંથી જુદા થાવું તે તમારે કરવાનું છે ને પછી ક્લ્યાણ કરવું તે અમે કરીશું.”

પછી વળી સ્વામીએ કહ્યું જે, “શ્રીજી મહારાજ વિના બીજેથી પ્રીતિ પણ તોડાવો ને મૂર્તિનું સુખ પણ આપો એવી અમારી પ્રાર્થના છે.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આજ તો કૃપાસાધ્ય છે માટે બધું પૂરું કરીશું. અમે તો જીવને નિર્વાસનિક કરીને દેહ છતાં મૂર્તિનું દર્શન પોતાના આત્માને વિષે કરાવીએ છીએ, અને દેહ મુકાવીને મૂર્તિમાં લઈ જઈએ છીએ, એવો દૃઢ વિશ્વાસ રાખશો તો જેવા મહારાજ ને અનાદિમુક્ત છે તેવા અંતર્યામી ને સુખિયા કરીશું. આ ટાણે જે જે બેઠા છે તે સર્વેને એવા જ કર્યા છે, પણ તમારી સામર્થી અમે ઢાંકી રાખી છે ને તે પણ તમારા સુખને માટે છે.

“સાધને કાંઈ થાતું નથી. જેમ દહાડી કરી કરીને રૂપિયા ભેળા કરીને રાજા સાથે લઢીને રાજ્ય લેવું હોય તો કોઈ દિવસ ન મળે, પણ એક ચીભડું ભેટ મૂકીએ તો રાજા રાજ્ય આપી દે; તેમ સાધને કરીને કલ્યાણ લેવું તે દહાડી કર્યા જેવું છે ને આશરે આવીને દેહ, મન ને જીવને તે સોંપી દે તો કલ્યાણ થાય. તેમાં કાંઈ વાર લાગે નહિ. એવા આજ મહારાજ ને મુક્ત કૃપાસાધ્ય છે.” એમ વાત કરી.

પછી વશરામ ભક્ત બાજરાનો પોંક લાવ્યા હતા તે સંત-હરિજનોને વહેંચી આપ્યો ને બોલ્યા જે, “આ પોંકનો અકેકો દાણો જમશે તેનું આત્યંતિક કલ્યાણ થાશે.”

એમ વાત કરીને પછી છત્રીએથી ચાલ્યા તે માર્ગમાં આવતાં અશ્લાલીના રાવસાહેબ બાલુભાઈને કહ્યું જે, “તમે આ છત્રીએ આવ્યા હતા કે નહિ?”

ત્યારે તે બોલ્યા જે, “ના બાપા, હું નથી આવ્યો.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “અમે ઈકોતેરની સાલમાં છત્રી કરાવીને યજ્ઞ કર્યો હતો, ત્યારે આખો સત્સંગ તેડાવ્યો હતો અને ચારસો-પાંચસો સંત આવ્યા હતા અને હરિજનો તો ઘણાક આવ્યા હતા, ત્યારે તમે ક્યાં ગયા હતા? જૂનાગઢ, વરતાલ, ગઢડા, ધોળેરા, ત્યાં સુધીના તો આવ્યા હતા. ને અમદાવાદ, મૂળી, ભુજના સંતો તો પાંચ દિવસ આગળથી આવ્યા હતા. અને કરાંચી, મુંબઈ, કલકત્તા, કટક, હૈદ્રાબાદ, બિલાસપુર, ખડકપુર, મનહરપુર એ કારખાનામાંથી પણ ઘણા હરિભક્તો આવ્યા હતા અને તમે કેમ રહી ગયા?”

ત્યારે તે બોલ્યા જે, “તે દિવસે મને આપશ્રીની ઓળખાણ નહોતી.”

પછી બાપાશ્રી બોલ્યા જે, “આ કાળી તળાવડી ઉપર છત્રી કરાવીને ચરણારવિંદ પધરાવ્યાં તે અમારું જન્મસ્થાન કર્યું છે.”

ત્યારે બાલુભાઈએ પૂછયું જે, “આપ તો ગામમાં જન્મ્યા હશો અને તળાવ ઉપર જન્મસ્થાન કેમ કહો છો?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “અમારાં માતુશ્રી દેવબાઈ નામે હતાં, તે તળાવમાં નાહીને તળાવમાંથી બહાર નીકળ્યાં અને જ્યાં છત્રી છે ત્યાં આવ્યાં. તે ઠેકાણે ડુંગરી હતી, તેના ઉપર શ્રીજી મહારાજે દર્શન આપ્યાં ને કહ્યું જે, ‘બાઈ, તમારા ઉપર અમે પ્રસન્ન થયા છીએ તે જે માગો તે આપીએ.’ ત્યારે અમારાં માતુશ્રી મહારાજને બહુ રૂપાળા જોઈને એમ બોલ્યાં જે, ‘મહારાજ! તમ જેવા પુત્ર મને આપો.’ ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે, ‘અમારા જેવા તો અમે એક જ છીએ અને અમારા અનાદિમુક્ત પણ અમારા જેવા કહેવાય. તે અનાદિમુક્ત તમારે ત્યાં પ્રગટ થશે અને અસંખ્ય જીવોનો ઉદ્ધાર કરશે અને અબ પ્રગટ થશે માટે અબજી એવું નામ ધારજ્યો.’ એમ કહીને શ્રીજી મહારાજ અદૃશ્ય થયા.

“પછી અમારાં માતુશ્રી ઘેર ચાલ્યાં, ત્યારે એમને વિશ્વાસ લાવવાને માટે માર્ગમાં ચાલતાં બે બાજુએ મુક્તની પંકિત દેખાઈ. તે સર્વે મુક્ત એમ બોલ્યા જે, ‘બાઈ, તમારે પુત્ર થાશે, પુત્ર થાશે.’ આ વાત અમારાં માતુશ્રીએ ઘેર આવીને અમારા પિતાશ્રીને સર્વે કહી. જ્યાં શ્રીજી મહારાજે વર આપ્યો તે જ ઠેકાણે અમારું જન્મસ્થાન છે, ત્યાં અમે છત્રી કરાવીને ચરણારવિંદ પધરાવ્યાં છે. જે વખતે ચરણારવિંદ પધરાવ્યાં તે વખતે આ બાવે (સ્વામી ઈશ્વરચરણદાસજીએ) અમને કહ્યું જે, ‘વર આપો’, ત્યારે અમે વર આપ્યો જે, ‘આ છત્રીનાં દર્શન જે કરશે તેનું અમે આત્યંતિક કલ્યાણ કરીશું ને મહારાજના સુખમાં લઈ જઈશું.”‘

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછયું જે, “આપ પ્રગટ થયા તે કઈ તિથિ અને કયું વરસ તે કહો?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “સંવત ૧૯૦૧ના કાર્તિક સુદ-૧૧ને રોજ પ્રગટ થયા હતા.”  II ૧૮૫ II

On the evening of Jeth Sud 15th, Bapashri, saints and devotees went to bathe. After bathing, they performed mental worship.

Then Bapashri showing his favour talked. He said, “We have got opportunity to associate with this Maharaj and great Muktas. If you associate with them keeping faith and not using your wisdom or the pride of education, etc and by knowing their greatness, you will get the same benefit, and will be happy as I am. The words which come out from mouth are like nad (sound coming from navel) coming from the Murti of Swaminarayan. If this greatness is understood, there remains nothing. There is no one elsewhere even in satsang who can say this and who can fulfil. If you want to see, you can but you will not find anywhere. Kothari Vallabhjibhai asked Purani Swami Tyagvallabhdasji, “Do you have affection with Bpashri from understanding or because by copying others?”  Then Swami said, “I have love for him because of his power and because when I went to Bapashri all my thought stop. So I know his greatness and he is the only one as he is. I tried at many places but I could not avoid my thoughts and as soon as I went to him, thoughts were done away with. Moreover there is no obstacle when I sit for meditation and getting the happiness of Murti.” Then saints said, “Bapa, we all have come to you after seeing everywhere and get happiness in your association. This happiness, we could not be had from elsewhere.” Then Purani Dharmakishordasji talked, “In Samvat 1962, Vallabhjibhai told me that when he went to Sadguru Shri Gunatitanand Swami he got the same peace and happiness which he is getting here.” Then Bapashri said, “Keep love in this way and keep unity and keep atmabuddhi (wisdom of soul). If you do this, I will make engrossed in Shriji Maharaj’s Murti and will make you happy. Do not doubt my words because I am telling this by swearing in the name of Swaminarayan. 

Then Swami Ishwarcharandasji asked, “What is my cadre?”  Bapashri said, “I have made you Anadi Mukta with the power of liberating other Jivas. If I am telling a lie, I will be your guilty. At this time all who have got this opportunity, whether worthy or unworthy will be taken. You have to separate yourself from fourteen brahmands (cosmos) in the form of fourteen senses and I will do the work of liberation.

Then Swami said, “It is my prayer that my attachment from elsewhere be broken excepting from Shriji Maharaj and give the happiness of Murti.” Then Bapashri said, “Today the goal is achieved through grace so everything will be fulfilled. I am making Jiva passionless and getting you darshan of Murti in your soul during your life span and after your death take you in Murti.  If you keep such firm trust, I will make you happy and give you super natural power as Anadi Muktas and Maharaj have. This time all who are sitting here have been made the same but I have kept your power hidden that is also for your happiness. Nothing is gained by means. Just as one wishes to fight with the king to get his kingdom by earning money from the labour work but one cannot get it. On the other hand, if you simply offer a small gift to the king, he may give you his kingdom. Similarly if you want salvation by doing means, it is just like doing it by labour money. On the other hand if you surrender your body, mind, and Jiva, you will be liberated. It will be done soon- such are this Maharaj and Muktas who show their grace. After this talk Vashram bhakta brought millet pokh (unriped green grain of millet) which was distributed among saints and devotees and Bapashri said that whosoever eats even a single grain of it, he will get ultimate liberation.

After this talk he started from chhatri and on the way he asked Raosaheb Balubhai of Ashlali whether he had come to chhatri or not. Raosaheb said he had not come. Then Bapashri said that in the Samvat year 1971, chhatri was built and yagna was performed. At that time the whole satsang was invited. Four hundred to five hundred saints had come and many devotee had come. Where had you been then? They had come from Junagaddh, Vadatal, Gadhada, Dholera, etc.  Saints of Amdavad, Muli, Bhuj had come five days in advance. Many devotees from working in factories at Karachi, Mumbai, Kolkotta, Katak, Haydrabad, Bilaspur, Khadakpur, Manaharpur, etc. had come. Why did you not come?  Then he said, “I did not know you at that time.”  Then Bapashri said, “The chhatri has been built on this Kali Talavdi and foot-prints of Maharaj (charnarvind) have been installed. This has been made at my birth place. Then Balubhai asked, “You must have born in the village and you call this as your birth place. Why is it so?” Then Bapashri replied, “My mother Devbai come to the place where there is chhatri, after taking bath from the Kali Talavdi, there was a hill at that place, Shriji Maharaj gave darshan on that hill and told my mother, He was very much pleased with her and asked her to ask any thing. My mother was impressed with the handsomeness of Maharaj and requested Maharaj to give her son like Him. Then Shriji Maharaj replied that He was only one as He was but His Anadi Mukta who is like Him would be incarnated as Anadi Mukta and he will liberate innumerable Jivas and he will incarnate soon (Aab) so give him the name Abji. Saying so Shriji Maharaj disappeared. Then my mother started for home. To give her trust, she saw to line of Muktas on both sides of her way. All these Muktas said that she would get son, she would get son. The whole incident was narrated to my father when she reached home. My birth place is where Shriji Maharaj gave a boon. I have got chhatri built and footprint (charnarvind) were installed. Swami Ishwarcharandasji asked for a boon from me. Then I gave the boon that whosoever has the darshan of chhatri will be given ultimate liberation by me and will take him in the bliss of Maharaj.

Then Swami Ishwarcharandasji asked, “Will you kindly tell me the year and the tithi (date) on which you came in this world?”  Bapashri said that he came in this world in the Samvat year 1901, on the 11th day of Kartik Sud of the month. || 185 ||