Gujarati / English

જેઠ વદ-૪ને રોજ સવારે સભામાં સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછયું જે, “આ સત્સંગમાં સાધુ ને સત્સંગી તે પોતપોતાના નિયમ બધા પાળતા હોય, પણ શ્રીજી મહારાજનો મહિમા પૂરો સમજી શકે નહિ અને કોઈ મોટા પણ મળ્યા ન હોય તેને અંત વખતે પ્રાપ્તિ કેવી થાય છે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “તેને મહારાજ ને મોટા કૃપા કરીને જ્યાં મોટા મુક્તનો જોગ હોય ત્યાં રાખીને મહિમા સમજાવીને લઈ જાય. અને જે શાસ્ત્રમાંથી યથાર્થ મહિમા સમજ્યો હોય ને તેને મોટાનો જોગ ન મળ્યો હોય તોપણ તેને મહારાજ ને મોટા કૃપા કરીને જેવો મહિમા સમજ્યો હોય તેવી પ્રાપ્તિ અંત વખતે કરાવે; પણ જેને મોટાનો જોગ થયો હોય તે તો ઈયળ-ભ્રમર ન્યાયે બીજા અનંત જીવોને મુક્ત કરે. જોગ વિનાનાને અંત વખતે સુખની પ્રાપ્તિ થાય, અને જોગવાળાને છતે દેહે સુખની પ્રાપ્તિ થાય એટલો વિશેષ છે.”

પછી સ્વામી ઘનશ્યામજીવનદાસજીએ પૂછયું જે, “એક મહારાજની સમીપે રહે ને એક મહારાજની મૂર્તિમાં રહે તેને સુખમાં શો ફેર રહેતો હશે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મૂર્તિમાં રહેનારાને સુખ લેવાની ગતિ અધિક છે; કેમ જે તે સમગ્ર મૂર્તિમાં રહીને રોમરોમનાં સુખ એકકાળાવિચ્છિન્ન લે છે, અને પરમ એકાંતિકની એવી ગતિ નથી, માટે એટલું સુખ લઈ શકતા નથી. આ સમાગમ કરવા સમુદ્ર ઉલંઘીને આવો છો, ને દેહને દુઃખ પડે છે તે ગણતા નથી તેનું ફળ જે આ સમાગમે  કરીને સંપૂર્ણ મહિમા સમજાય છે, ને સુખ લેવાની સામર્થી સંપૂર્ણ આવે છે; એવી સામર્થી જેને અનાદિનો જોગ ન હોય તેને આવતી નથી. મહારાજની મૂર્તિમાં સુખ બહુ છે.”

તે જ દિવસે બપોરે સભામાં સંતે કહ્યું જે, “મહારાજની મૂર્તિનું દર્શન કરાવો તો તે મૂર્તિને બાઝી પડીએ.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “હમણાં તો મહારાજ પોઢયા છે, તે ચાર વાગે જાગશે ત્યારે દર્શન કરાવશું.”

પછી વળી કહ્યું જે, “સુખ દેખાડો.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આ સર્વે સંત છે એ જ સુખ જાણવું. એ સુખ મોટા થવા જાય તેને મળતું નથી, તેના તો બાર વાગી જાય.”

એમ બોલતાં જ ઘડિયાળમાં બાર વાગ્યા, ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “જુઓ! ઘડિયાળે સાખ પૂરી, માટે દાસપણું રાખવું. તે જેમ સ્વામી કહે તેમ કરવું તે દાસપણું છે.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજી પ્રત્યે બોલ્યા જે, “આ તમે લખો છો તે શ્રીજી મહારાજનો સિદ્ધાંત સજીવન કરવા સારુ લખો છો અને કોઈક સારુ લખો છો એટલે પાછળવાળાને કામ આવે તે માટે લખો છો તો ખૂબ ખબરદાર થઈને લખજો. અને તમે વચનામૃતની ટીકા લખી ગયા હતા તે લખી રહ્યા કે કાંઈ બાકી છે?”

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “પૂરી થવા આવી છે, ફકત છેલ્લા પ્રકરણની બાકી છે.”

પછી બાપાશ્રી બોલ્યા જે, “ભલે, લખજો અને અમે સદાય ભેગા રહીને સહાય કરીશું ને પૂરું કરાવી દઈશું ને માંહે પૂરો સિદ્ધાંત આવ્યો છે.”  II ૧૮૯ II

On the morning of JethVad 4th, Swami Ishwarcharandasji asked question in the assembly. He said, “In this satsang saint and satsangi follow their norms but cannot understand thoroughly the greatness of Shriji Maharaj and have also not met Muktas. What is their fate at the time of death?” Bapashri said, “They are kept in association with great Muktas by Maharaj and Muktas and making them understand the greatness, take them to the Akshardham and the one who has understood the greatness thoroughly from scriptures and had no opportunity to associate with Muktas even then at the time of his death, Maharaj and Muktas by their grace, make him achieve according to his understanding of greatness but the one who had opportunity to associate with Muktas would liberate many other Jivas according to worm wasp maxim. The one having no opportunity to associate will achieve happiness at the time of death and the one having the opportunity of association will achieve happiness in his life span-this much is more for him.

 

Then Swami Ghanshyamjivandasji asked, “A devotee lives in front of Maharaj and other devotee dwells in Maharaj’s Murti- what is the difference in happiness of the two?”  Then Bapashri said, “The intensity of happiness is more in the one dwelling in Murti because by dwelling in the whole Murti he takes happiness ceaselessly whereas Param Ekantik does not have such intensity, so he cannot take that much happiness. You come here from distant places for association and do not care for the physical strain. The fruit of it is, you understand perfect greatness in association and capacity of taking happiness is also perfect. Such capacity is not possible for the one who does not have opportunity to associate with Anadi. There is much happiness in Maharaj’s Murti.

On that day at noon saint said in the assembly that if Bapashri gets him darshan of Maharaj’s Murti he would embrace Murti. Then Bapashri said, “Maharaj is sleeping when he gets up at 4.0p.m. I will get you His darshan.” Again saint said to Bapashri, “Show me happiness.” Then Bapashri said, “Know all these saints as happiness. This happiness cannot be had to those who want to become great. He will be no where”. In the meanwhile clock struck twelve. Then Bapashri said, “Look the clock gives witness, therefore keep the servant feeling. The servant means to do as ordered by his Master. Then Bapashri told Swami Ishwarcharandasji, “This you are writing to revive the dogma of Shriji Maharaj and for someone else so that it may be useful to the followers joining later on. If it is so be careful and write. He further asked him whether the critical appreciation he is writing on Vachanamrut is over or still there remains something to write.” Then Swami Ishwarcharandasji said that it is on the verge of completion. Only criticism on the last chapter remains to be done. Then Bapashri said, “Go on writing and I am always with you and will help you in making it complete and it included the exact principle. || 189 ||

    

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

clear formSubmit