Gujarati / English

જેઠ વદ-૫ને રોજ સવારે સભામાં સાધુ ભક્તિતનયદાસજીએ પૂછયું જે, “કેટલાક પ્રતિમાથી સંતને અધિક કહે છે તે કેમ સમજવું?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “શ્રીજી મહારાજનો સિદ્ધાંત એના જાણ્યામાં આવ્યો નથી; કેમ જે એને સિદ્ધ મુક્ત મળ્યા નથી; માટે તેની માયિક બુદ્ધિથી જેવું સમજાણું હશે તેવું કહેતા હશે, પણ પ્રતિમા તો  સાક્ષાત્ શ્રીજી મહારાજ છે. જેને મોટા મુક્ત ન મળ્યા હોય તે પોતાની આધુનિક બુદ્ધિએ શાસ્ત્ર સમજવા જાય તેને શાસ્ત્રનું રહસ્ય હાથ આવે નહિ ને પોતે ભગવાન થઈ પડે.”

એમ કહીને પછી બોલ્યા જે, “સત્સંગમાં કેટલાક ‘હું ભગવાન છું’ એમ કહેતા હોય તે ન માનવું. ભગવાન તો એક શ્રીજી મહારાજ જ છે. વળી કેટલાક વીર સાધે છે તે થોડુંક તેજ ને માંહે વીરની મૂર્તિ લોકોને બતાવે છે. તેથી અજ્ઞાની બિચારા ‘આ મહારાજ બતાવ્યા’, એમ જાણીને કેટલાક વિશ્વાસ લાવીને ફસાય છે; માટે એવા કપટીનો વિશ્વાસ ન રાખવો.

“વળી ગુજરાતમાંથી એક જણે અમને તથા સ્વામી અક્ષરજીવનદાસજીને કાગળ લખ્યો હતો જે, ‘તમે મારું ભજન કરો, અને કદાપિ મારું ભજન ન કરો તો તમારા ભુજના મંદિરમાં જીવી ડોશી છે તે મારી ચેલી છે તેનું ભજન કરશો તોપણ તમારું કલ્યાણ થાશે.’ એ ડોશી વીરવિદ્યાવાળી હતી તે થોડુંક તેજ ને વીરની મૂર્તિ બતાવતી તેથી લોકો છેતરાતા. તેને અમે તથા સ્વામીએ સત્સંગ બહાર કરી હતી, તે ચોસઠની સાલમાં રામપરામાં ધનબાએ પારાયણ કરાવ્યું ત્યારે પ્રાયશ્ચિત્ત કરાવીને સત્સંગમાં લીધી.”

એમ કહીને પછી બોલ્યા જે, “આજ કેટલાક સત્સંગમાં સ્ત્રીઓની સભા કરીને બેસે છે અને સ્ત્રીઓ પગચંપી કરે છે એવો ભ્રષ્ટાચાર કરે છે. તેમને કારણ જે મહારાજ ને મુક્ત ઓળખાણા નથી. તેથી કામ, ક્રોધ, લોભ, માનાદિક દોષ ટળ્યા નથી ને પોતે મોટા બનીને સત્સંગનું ધોરણ ન જાણનારા એવા અજ્ઞાની લોકોને છેતરે છે; માટે એવા કપટીનો સંગ ન કરવો.

“માનકુવામાં દમો બ્રાહ્મણ ભગવાન થઈ પડયો હતો, તેનો સંગ કેટલાક રાખતા તેમને અયોધ્યાપ્રસાદજી મહારાજે કહ્યું જે, ‘એમનો સંગ છોડી દો’; પણ તે લોકોએ ન માન્યું. પછી મહારાજશ્રી બોલ્યા જે, ‘આ માનનો કૂવો આપણું નહિ માને’ એમ કહીને જમ્યા વિના ચાલી નીકળ્યા ને ભારાસરમાં પધાર્યા. ત્યાં રસોઈનો સામાન મળે નહિ તેથી ત્યાં એક સુરદાસ અને ગરીબ ખોડા ભક્ત નામે હતા તેમણે કહ્યું જે, ‘હે મહારાજ, આ ગામડા ગામમાં તો કાંઈ સામાન નથી માટે માનવકુવેથી સામાન લઈ આવું ને રસોઈ કરાવો.’ ત્યારે મહારાજશ્રીએ કહ્યું જે, ‘માનકુવાનું અનાજ તો અમે નહિ જમીએ.’ પછી સામત્રામાં દેવજીનો દાદો રૂડો ભક્ત શ્રીજી મહારાજને મળેલા હતા, તેમણે લોટ, ગોળ, ઘી, ખીચડી લાવીને ભારાસરમાં મહારાજને ને સંતને જમાડયા. અને સુરદાસને ગરીબ જાણીને તેમની રસોઈ ન લીધી. માટે ઝેરની પરીક્ષા ન લેવી. ‘મેરે તો તુમ એક આધારા’ એક શ્રીજી મહારાજનો જ આશરો રાખવો.”

એટલી વાત કરીને પછી સમાપ્તિ કરી.  II ૧૯૦ II

On the morning of Jeth Vad 5th saint Bhaktitanayandasji asked a question in the assembly, “Some say that saints are greater than idol- how to understand this?” Bapashri said, “He has not understood the dogma of Shriji Maharaj because he has not met siddh Muktas so he says so, because he has understood it with his  mayik (illusive) intellect, but idol is Shriji Maharaj himself. Those who have not met great Muktas would try to understand the scripture with his modern wisdom but he will not get the gist of scripture and he himself becomes God. Then he said in satsang if someone says that he is God, he should not be believed. God is only Shriji Maharaj. Moreover, some worship ‘Vir’ (a deity). They show a little luminescence and show idol of Vir in it to the people. Ignorant people keep trust in them by understanding that they were shown Maharaj and become their victims. Therefore, we should not trust such deceitful persons. A person from Gujarat wrote to me and Swami Aksharjivandasji to worship him or if we do not worship him, we should worship Jivi doshi who is his follower and in Bhuj temple. You will be benefited by it. The old woman was worshipper of Vir.’ She would show the people a little luminescence  and idol of Vir.’ So people got cheated. I and Swami had driven her out of satsang. She was taken back in satsang after making her repent in the Samvat 1964, when Dhanba arranged Parayan in Rampara. After saying so Bapashri said, some hold assembly of women in satsang and women massage their legs. Such kind of corrupt practice they do. Because causal Maharaj and Muktas are not recognized by them. So they cheat such ignorant people who do not know the norms of satsang by becoming Muktas even though their passion, anger, greed, honour, etc. have not been avoided. Therefore, one should not associate with such deceitful persons.

 

In Mankuva a Brahmin named Damo called himself as God. Some associated with him. Ayodyaprasadji Maharaj told them to leave his company but they did not obey. Then Maharajshree said, “This man no kuvo (one who long for honour,respect etc.) will not obey us.Saying so he started without taking lunch and came to Bharasar. The items of meal/food were not available there, so surdas (blind) and poor Khodabhakta told Maharaj that there were no items available for cooking so he would bring them from Mankuva and then get the food prepared. Maharajshree said that he would not eat the food made from food grain of Mankuva. There after Roodobhakta gandfather of Devji of Samtra who had met Shriji Maharaj brought flour, jaggery, ghee, hotch-potch and fed Maharaj and saints in Bharasar. Since the surdas (blindman) was poor he did not take meal from him. Therefore, poison should not be tested. ‘Mere to toom ek aadhara’ (you are my only supporter) Support of only Shriji Maharaj should be taken; talk came to end here. || 190 ||