Gujarati / English

જેઠ વદ-૬ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “આ સભામાં શ્રીજી મહારાજ તથા અનાદિ, પરમ એકાંતિક તથા એકાંતિક એ સર્વે વિરાજે છે ને સાધનિકને બ્રહ્મચર્ય પળાવીને મુક્ત કરે છે. જેમ રાજા રૈયતની ખબર રાખે છે, તેમ તે સાજા સત્સંગની ખબર રાખે છે. એવો આ સંતને વિષે વિશ્વાસ હોય  તો સુખ આવે; માટે આવા સંતમાં હેત કરવું. ‘હેત જોઈ હરિજનનાં વાલો પોતે થયા પ્રસન્ન’. માટે શ્રીજી મહારાજ હેત જોઈને બહુ પ્રસન્ન થાય છે. આ મોંઘી વસ્તુઓ બહુ ઠેકાણે ન હોય! ઘરોઘર ન હોય! ઠામ ઠેકાણે જ હોય. આ મોંઘી વસ્તુ તમને મળી છે. આ વખતે ચીંથરે વીંટયાં રત્ન છે, માટે મીન તથા ચકોરની પેઠે હેત કરીને પૂરું કરી લેવું. આ વખત ને આ દાવ જો ભૂલ્યા તો પૂરું થાય એમ નથી, માટે ચાલોચાલ સત્સંગ ન કરવો; તો સુખ આવે.

“અમે અડતાલીસની સાલમાં સ્વામીશ્રીને દર્શને અમદાવાદ ગયા હતા. ત્યાં જાદવજીભાઈ, વશરામભાઈ, કેસરાભાઈ એ સર્વે આગલે દિવસે આહીરના ગામથી દરિયે આવીને તે પછી વહાણમાં બેસીને વવાણીએથી રેલે બેસીને અમદાવાદ પહોંચેલા, અને અમે બીજે દિવસે અમદાવાદ પહોંચ્યા. ત્યારે સ્વામીએ તેમને કહ્યું જે, ‘જુઓ! અમારા જીવનપ્રાણ આવ્યા.’ એમ કહીને ઊઠીને મળ્યા ને બહુ રાજી થયા. એમ મોટા સુખિયા કરતા, તેમ તમને અમે સુખિયા કરીએ છીએ.

“અમારા ગામમાં પ્લેગ આવ્યો ત્યારે સૌ ઠાકોરજીને મૂકીને વગડે ભાગી ગયા. પછી અમે શ્રી ઠાકોરજીને વાડીએ લઈ ગયા ને મંદિર કરીને પધરાવ્યા તે સૌ હરિભક્તો ત્યાં આવીને દર્શન કરે અને દાકતર આવે તે દર્શન કરીને કહે જે, ‘તુમ અચ્છા કરતે હો, અહીં ભગવાન છે તે પ્લેગ નહિ આવે.’ પછી જ્યારે હરિભક્તોએ જાણ્યું જે, હવે પ્લેગ ગયો છે માટે ગામમાં ચાલો; ત્યારે અમે કહ્યું જે, ‘દસ દિવસ ખમીને પછી ચાલશું’, પણ કાનજીભાઈ આદિકે ભડાભૂટ કરીને કહ્યું જે, ‘અમારા ઠાકોરજી આપો, અમારે તો ગામમાં જાવું છે.’ તેમને અમે કહ્યું જે, ‘હજી પ્લેગ ગામમાં છે.’ તોપણ તે ગામમાં ગયા. પછી તો કાનજીને ઘેરથી જ બે-ત્રણ મનુષ્ય મરી ગયાં, તેથી દાકતરે કહ્યું જે, ‘એનું  ઘર લગાડી દો.’ પછી ગામધણી અને દાકતર આપણી વાડીએ આવ્યા. તેમણે અમને કહ્યું જે, ‘ખાવંદ! અમને તમે કહ્યું હોત તો અમે ગામમાં કોઈને પેસવા દેત નહિ.’ પછી અમે કહ્યું જે, ‘અમે તો કહ્યું હતું જે હવા સારી નથી ને પ્લેગ ગયો નથી.’ ત્યારે એમણે કહ્યું જે, ‘હા, ખાવંદ! તમે એવું તો કહ્યું હતું.’ પછી તેમણે કહ્યું જે, ‘કાનજીનું ઘર બાળવાનો ઠરાવ કરીને આવ્યા છીએ.’ ત્યારે અમે બાળવાની ના પાડી ને કહ્યું જે, ‘એને બદલે અમારું ઘર બાળો, પણ એનું બાળશો નહિ અને પ્લેગ હવે જતો રહેશે.’ તેમણે અમારાં વચનના વિશ્વાસથી ઘર ન બાળ્યું, પણ કાનજીને છેટે રાખ્યો ને બધાય બહાર ગયા. પછી અમે જ્યારે કહ્યું ત્યારે ઠાકોરજીને લઈને ગાજતે-વાજતે ગામમાં પેઠા ને ગામ જમાડયું. ત્યારે ગામધણીએ કહ્યું જે, ‘શોક છે ને જમાડો છો તેનું કેમ?’ પછી અમે કહ્યું જે, ‘અમારે શોક ન હોય.’ તેથી તેને ગુણ બહુ આવ્યો તેથી આજ પણ આપણું વચન ઉલંઘતો નથી.

“અને ભોજો ભક્ત હતા તેમણે કહ્યું જે, ‘વાડીમાં તો પ્લેગ નહિ આવે માટે તમે બોલાવીને મને ધામમાં મોકલો.’ ત્યારે અમે કહ્યું જે, ‘કાલે બોલાવશું.’ પછી બીજે દિવસે પ્લેગ આવ્યો ને શીરો જમાડીને તેમને ધામમાં મોકલ્યા. ત્યારે લોકો કહે જે, ‘તમે એમને અડયા તે તમને પાસ લાગશે.’ ત્યારે અમે કહ્યું જે, ‘અમને તો કાંઈ પાસ લાગતો નથી.’

“અને અમે વાડીમાં સાત પારાયણો વચનામૃતનાં કર્યાં ને ડોસા ડોસા દસ બેસતા, ત્યારે પણ કાનજીએ ભુજ જઈને કહ્યું જે, ‘કથા-વાર્તા કરે છે.’ તેથી સ્વામીએ કાગળ લખ્યો જે, ‘તમે માણસો ભેળા કરશો નહિ.’ ત્યારે અમે લખ્યું જે, ‘અમે કથા-વાર્તા ન કરીએ ત્યારે શું કરીએ?’ એમ મોટાઓને ઉપાધિઓ થતી આવે છે.

“અહીં ભુજમાં સૂરજબા હતાં તેમને સંતોએ ત્રણ દિવસ સુધી મંદિરમાં પેસવા દીધાં નહિ. જ્યારે શ્રીજી મહારાજે શ્રી અચ્યુતદાસજી સ્વામીને દર્શન આપીને કહ્યું જે, ‘અમને થાળ ત્રણ દિવસથી ભાવતો નથી, કારણ કે તમે અમારા મુક્તને મંદિરમાં પેસવા દેતા નથી.’  ત્યારે સૌને પશ્વાત્તાપ થયો ને કોઠારી પાસે સૂરજબાને વિનંતી કરીને બોલાવરાવ્યા.

“તેમ જ આજ પણ આપણને કોઈક કહે તોપણ કામ કરી લેવું; પણ પોચા પોચા ન રહેવું. મહારાજની આજ્ઞા પાળવી ને અંગ ફેરવવું તે સૌ જાણે જે આમણે જોગ કર્યો તેથી આમનું અંગ ફરી ગયું છે. જેમ સમુદ્રમાં મીઠું પાણી આવે છે તે ખારા પાણીને ઠેલીને પાછું લઈ જાય છે, તેમ આપણે આજ્ઞામાં  ફેર પડવા દેવો નહિ અને આસક્તિ ટાળીને મહારાજમાં જોડાવું. દેશ-પરદેશ ફરવું ને રમવું તે સર્વે મૂકી દેવું, અને ઊતરતા ભેગા ભળી જાવું નહિ. સત્સંગની લટક હાથ આવે ત્યારે જોગ કર્યો કહેવાય. આ સંતનાં દર્શન, સ્પર્શ, પ્રસાદથી કલ્યાણ થાય એવા દ્વિભુજવાળા આ પરમહંસ છે. આ સંત સાંભરે તો મૂર્તિ સાંભરે. માંદાને શીરો, પૂરી, લાડુ તે ઝેર થઈ પડે ને બળહીન થઈ જાય, પણ સાજો થાય તો જમાય ને બળિયો થાય તે પાંચ મણનો પત્થર ઉપાડે; તેમ આ જીવના વૈદ મળે તો આ લોકમાંથી લૂખા કરીને મહારાજના સુખે સુખી થાય એવા બળિયા કરી દે. જે સ્વામિનારાયણના છે તે સર્વે આપણા છે. તે ઉપર દયા રાખીને તેમનો મોક્ષ કરવો એ આપણું કર્તવ્ય છે.

“આ કુંવરજીભાઈ, ઘેલાભાઈ, ભોગીલાલભાઈ, ધનજીભાઈ તથા તમે સર્વે મૂર્તિમાં રહેવા ભેળા થયા છો, તે અમે રાખીશું. આપણે બીજા માટે ભેગા થયા નથી, એક મૂર્તિ સારુ જ ભેગા થયા છીએ, માટે તમને મૂર્તિમાં ભેળા રાખીશું.

“શ્રીજી મહારાજ વિના બીજા કાળ-કર્માદિકને તથા અક્ષરાદિક કોઈને કર્તા જાણે તે મોટો દ્રોહી કહેવાય. દેવ, દેવલાં, વૈદ, ઔષધ, જંત્ર, મંત્ર એ આદિક સર્વેને કર્તા જાણે તે પણ મોટો દ્રોહી કહેવાય. ઔષધ એનું એ હોય, પણ એથી એકને મટે ને એકને ન મટે તેનું કારણ એ જે એમાં  મહારાજ ન ભળે તો ન મટે, ને ભળે તો મટે. મહારાજને તથા અનાદિને તથા પરમ એકાંતિકને જેવા છે તેવા જાણીને પછી કોઈકના કહેવાથી મોટપ ટળી જાય તો તે પણ મોટો દ્રોહી કહેવાય. માટે મરીચ્યાદિકથી લઈને મૂળઅક્ષર સુધી કોઈને કર્તા ન જાણવા. જો કર્તા એમને જાણે તો મોટો દ્રોહી કહેવાય. અને પ્રકૃતિ સુધીનું ખોટું કરે એ તો સુરતના ખાડા ગણી આવ્યા જેવું છે; કેમ કે તેમાં તેણે શું કર્યું? એ તો ખોટું જ છે. શ્રીજી મહારાજે કહ્યું છે જે, ‘અમારા તેજરૂપ પોતાને માનવું તથા અનાદિમુક્તરૂપ માનવું.’

“જેમ ચમક લોહને ખેંચે છે તેમ અનાદિમુક્ત મૂર્તિમાં ખેંચી લે છે; જેમ મૂળજીને તથા કૃષ્ણજીને મહારાજ ખેંચતા તેમ. મહારાજની મૂર્તિમાં અનાદિમુક્ત રહે છે તે એક થઈ જતા નથી, જુદા રહે છે ને દાસપણે રહે છે. જેની દૃષ્ટિ એટલે પહોંચી ન હોય તેને એમ જણાય જે ભગવાન થઈ જવાય, પણ ભગવાન શી રીતે થઈ જવાય? કેમ જે ધણી પાસેથી સુખ લે છે, તે ધણીને કેમ ભૂલી જાય? માટે સ્વામી-સેવકપણું તો રહે છે જ.”

પછી ઝીણાભાઈએ ભોગીલાલભાઈની ને કુંવરજીભાઈની પ્રશંસા કરી જે, “તમે બરાબર ભક્ત છો; કેમ જે ટૂંકા થયા છો એટલે કે મૂર્તિમાં રહેનારા અનાદિમુક્ત થયા છો.”  II ૧૯૨ II

On the day of Jeth Vad 6th ,Bapashri showing his favour talked. He said, “In this assembly Shriji Maharaj, Anadis, Param Ekantiks and Ekantiks are all sitting and liberate seekers by making them observe celibacy. Just as the king looks after his people, similarly they look after whole satsang. If there is such trust in this saint, happiness will come ,therefore such saint should be loved. ‘Het joi harijan na valo pote thaya prasanna’ (the master was pleased by seeing the love of devotee). Shriji Maharaj becomes very pleased by seeing the love. These dear things are not everywhere. It is not at every hose.It is found at the proper place only. You have got this dear thing. These jams are tied in rags. Therefore, they should be loved like min (kind of fish) and chakor (kind of bird), and get fulfilled. If you miss this time and this opportunity,you  will not  be  fulfilled. Therefore, if ordinary satsang is not done happiness will come. In the Samvat 1948, I had gone to Amdavad for the darshan of Swamishree. There Jadavjibhai, Vashrambhai, Kesharabhai, etc. all had reached Amdavad previous day by train from Vavania and by ship from the village of Ahir.I reached Amdavad next day. Swami told them, “Look my jivanpran (heart beat) has come, saying so he got up and met and became very much pleased. Thus Muktas made others happy. Similarly, I am making you happy. When our village was affected by plague, all ran away to the out-skirt of the village by leaving Thakorji behind. Then I took Thakorji to the farm and installed by making temple. All devotees used to come for darshan and when the doctor came for darshan he would say, “tum achchha karte ho, aahin bhagvan chhe te plague nahi aave.” (you are doing good, there is God here so plague will not affect). When devotees knew that the epidemic of plague is over, they wanted to go back to the village. Bapashri asked them to wait for ten days but Kanjibhai, etc. got agitated and demanded to give Thakorji and said they wanted to go to village. I told them that there was still plague in the village even then they went back to the village. In Kanjibhai’s family two-three members died so the doctor ordered to burn the house of Kanjibhai. Then the ruler of the village and the doctor came to our farm. He told me that had he told them, they would not have allowed anyone to enter the village. I said that I had already told them that the atmosphere has not improved and the plague was also there.They agreed that I had said so. Then they said that they have decided to burn the house of Kanjibhai. I told them instead of burning his house burn my house and plague will subside now. They kept faith in my words and did not burn his house but Kanji was kept away and all went out of the village.When I permitted, thakorji was taken to the village with playing on musical instruments and devotional songs and the village people were offered lunch. Then the ruler of the village said that the people were mourning and you are giving lunch. Then I said there is no grief for me. So, he had much respect for me and even today he does not violate my words. There was Bhojabhakta who said that the plague will not affect here in the farm therefore, you call it for me and send me to Akshardham. I told him that it would be called the next day. The plague affected him on the next day  and after feeding him with seera (sweet prepared with floor,ghee and sugar) and sent him to Akshardham. The people said that since I touched him, I would get the infection. I told them that I would not get infection. We performed seven parayans of Vachanamrut at the farm and ten old people would sit. Then also Kanjibhai went to Bhuj and complained that I was doing katha-varta, so, Swami wrote to me and asked me not to gather people. I wrote to him what should I do if not katha-varta? Thus Muktas have to face hurdles. There was Surajba in Bhuj. She was not allowed to enter the temple for three days by saints. When Shriji Maharaj gave darshan to Shree Achyutdasji Swami and told him that for the last three days he does not like thal (meal) because he was not allowing His Mukta to enter the temple. Then all repentanted and Surajba was requested to come to the temple through Kothari. Similarly, if anyone misguides us, the work should be done but should not avoid it. Commands of Maharaj should be obeyed and should change our nature so that all may know he has done association and his nature is changed. Just as potable water goes in to the sea and makes the sea -water potable. Similarly, we should not differ from the commands and avoiding attachment, we should join Maharaj. Wandering here and there should be given up and should not associate with people of low nature. When the technique of satsang is understood, it is said that attachment with Muktas have been done. The darshan, touch, prasad of this saint will give benefit. Such is this Paramhans with two arms. If you remember this saint Murti will be remembered. Seera, puri, ladoo (items of meal) will become poison for a sick person and he will become weak but if healthy person eats it, he will become strong and can lift the stone weighing five maunds. Similarly, if you get the physician of Jiva, you will become negligent to this world and will get happiness of Maharaj- such strength would be got. Those who are of Swaminarayan belong to us. They should be pitied and  liberated- it is our duty. Kuverjibhai, Ghelabhai, Bhogilalbhai, Dhanjibhai and you all have gathered to dwell in Murti. I will keep you. We have not gathered for anyone else-we gathered only for Murti.so you will be kept together in Murti. If someone knows kal, karma, Akshar, etc. as doers other than Shriji Maharaj he is a great fraudulent. Moreover, the one who knows Gods, deities, vaidya, medicine, jantra-mantra (megicspell) as doers is also a great fraudulent. Medicine may be the same but one may be cured with it whereas the other cannot be cured with the same medicine because if Maharaj is not in it, it will not cure and if Maharaj is there in it, it will cure the patient. If somwone knows Maharaj, Anadis, Param Ekantik as they are and afterwards he does not believe them as they are by someone’s instigation, he is also called great fraudulent. Therefore, no one should be considered as doer from Marich, etc. to Mulakshar. If one knows them as doers, he is said to be great fraudulent and if one makes false up to Prakruti, it is just like counting pits of Surat, because what did he do in it? It is already false. Shriji Maharaj has said, “One should believe himself as form of His luminescence and form of Anadi Mukta.” Just as magnet attracts iron, similarly, Anadi Muktas attract towards Murti. Just as Maharaj used to attract Mulji and Krishnaji. Anadi Muktas dwell in Maharaj’s Murti, they do not become one, live separately and with the feeling of servant. The one who does not understand that will think he can become God but how can he become God? Because how can he forget the master from whom he takes happiness? Therefore Master-servant relationship remains. Then Zinabhai praised Bhogilalbhai and Kuvarjibhai and said that they were thorough devotees because they had become short means had become Anadi Muktas dwelling in Murti. || 192 ||