Gujarati / English

જેઠ વદ-૮ને રોજ સભામાં મધ્ય પ્રકરણનું ૧૬મું વચનામૃત વંચાતું હતું. તેમાં ધ્યાન કરતાં જે પદાર્થના ઘાટ થાય તેવા ભોગ જે લોકમાં હોય તે લોકમાં તેને પહોંચાડે છે એમ આવ્યું.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “જો આસક્તિપૂર્વક ઘાટ થતા હોય તો તેને જેવા ભોગ વહાલા છે તે લોકમાં મૂકે છે. અને ઘાટ થાય ત્યારે દાઝ થાય તેને તો  એ લોકમાં મૂકતા નથી. માટે ઈચ્છા વિનાના ઘાટ સહેજે થાય તેને તો એ લોકમાં જાવું પડે નહિ. તેને તો સત્સંગમાં જ જન્મ ધરાવે ને જોગ સારો આવે. તે જો ખબડદાર થઈને જોગ કરે ને જેમ મોટા કહે તેમ સાધન કરે, તો તો ઝટ નિર્વાસનિક થઈને ધામમાં જતો રહે; અને આળસ રાખે તો વારંવાર સત્સંગમાં જન્મ ધરે, તે જ્યારે નિર્વાસનિક થાય ત્યારે ધામમાં જાય. કારણ મૂર્તિ મહારાજ ને મુક્ત તેમનું દર્શન આત્માને વિષે થાય નહિ ત્યાં સુધી થોડોક વાંધો ખરો, પણ જેમ પોતાના દેહને વિષે કાંઈક પીડા થાય ને ભુલાય નહિ તેમ મહારાજને અને મોટાને સદાય અખંડ સંભારે તો તેને વાંધો નહિ; માટે મોટાને વિષે મન બાંધવું એટલે કાંઈ વાંધો નહિ.

“આ તમને મળ્યા છીએ તે અંત સમયે અનાદિની પંકિતમાં ભેળવી દેશું. કોઈ દુખિયા રહેશે નહિ; સૌને પોતપોતાની પંકિતમાં ભેળવવાનું તાન છે. જેમ ગામોગામના હરિભક્તો તમને પોતપોતાના ગામોમાં લઈ જવાની તાણ કરે છે તેમ તમને અમારા ભેળા લઈ જવાની અમારે તાણ છે, માટે લઈ જાશું. તે અમે સાચા મળ્યા છીએ તે લઈ જાશું, પણ જેને આધુનિક મળ્યા છે તે આધુનિક તો પોતેય નહિ જાય ને એને વિષે હેતવાળા હશે તેનેય નહિ લઈ જાય. એ તો ભૂખ, દુઃખ ને માર ખાવાના છે, માટે એવાનો વિશ્વાસ ન રાખવો. મોટા સાથે હેત હોય તો તેમની સાથે જોડાઈ જવાય. જે મોટા મૂર્તિમાં જોડાયા છે, તેમને વિષે જે જોડાય તે પણ મૂર્તિમાં જોડાય ને સુખિયા થઈ જાય; માટે કારણ વસ્તુમાં બાઝવું. જેને આવા અનાદિ સાથે હેત થયું તેને વલખાં ન કરવાં જે કેમ થાશે? એ તો પૂરું જ થઈ રહ્યું છે.

“મહારાજ વિના કાળ-કર્માદિકને કર્તા જાણવા નહિ. વાયુ કે વરસાદ ન થાય કે ઘણો થાય એના કર્તા મહારાજ છે, માટે મહારાજની મરજી પ્રમાણે થાય છે. ‘મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય.’ એક હરિજને મહારાજને વરતાલમાં કહ્યું જે, ‘હું તરણું તોડી આપું.’ એમ કહી ઘાસનું તરણું તોડવા ગયો તો હાથ ઝલાઈ ગયા, તે આઘા કે પાછા થાય જ નહિ. આવા કર્તા મહારાજને જાણે તો મૂર્તિ ન દેખાય તોપણ તેને સર્વે પ્રાપ્તિ થઈ રહી છે, ને એ તો છતે દેહે જ મૂર્તિમાં છે; માટે સર્વ કર્તા મહારાજને જાણે તો એનું પ્રારબ્ધ શ્રીજી મહારાજ પોતે જ છે. તોપણ ભૂંડા દેશ-કાળમાં ન રહેવું; રૂડા દેશ-કાળમાં રહેવું.”

પછી ગોધાવીના માસ્તર જગન્નાથે પૂછયું જે, “સર્વે જીવ જે જે ક્રિયા કરે છે તે મહારાજની મરજી પ્રમાણે કરતા હશે કે કેમ?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “એ તો જગતની ઉત્પત્યાદિકના કર્તા જે મૂળપુરુષો તથા વાસુદેવબ્રહ્મ તથા અક્ષરો તેમને કહ્યું છે જે એ સર્વે અમારી મરજીથી ઉત્પત્યાદિક કરે છે; અમારી મરજી ન હોય તો કાંઈ કરી શકે નહિ. બીજા જે કર્માધીન જીવો છે તે તો પોતપોતાનાં કર્મ તથા સ્વભાવ-પ્રકૃતિ પ્રમાણે ક્રિયા કરે છે, તેમને તો શાસ્ત્ર ને સત્પુરુષ કહે છે જે આ ક્રિયા કરજો ને આ ક્રિયા ન કરશો. તે શ્રીજી મહારાજે શિક્ષાપત્રી આદિકમાં આજ્ઞા કરી છે એ પ્રમાણે વર્તવું. અને મૂળઅક્ષરાદિક ઈશ્વરોને શાસ્ત્રમાં આજ્ઞા કરી નથી, એ તો શ્રીજી મહારાજની મરજી પ્રમાણે કરે છે; પણ એ કર્માધીન નથી. જે કર્માધીન જીવ છે તેમને તો શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે વર્તવું ને ન વર્તે તો દુઃખ ભોગવે.”

એટલી વાત કરીને સંતોને કહ્યું જે, “તમે ક્યાં સુધી પૂગ્યા છો તેનો સરવાળો કરો.”

ત્યારે સંતોએ કહ્યું જે, “શ્રી સ્વામિનારાયણના ચરણ સુધી પહોંચ્યા છીએ; જેમ કરવું હોય તેમ કરે.”

પછી બાપાશ્રી બોલ્યા જે, “સત્પુરુષ વાક્યં ન ચલતિ ધર્મ:.”

પછી પુરાણી નંદકિશોરદાસજીને પૂછયું જે તમે કેમ સમજો છો? આ વાત ક્યાંથી આવે છે?”

ત્યારે તે બોલ્યા જે, “ઠેઠ મહારાજની મૂર્તિમાંથી થાય છે.”

પછી બાપાશ્રી બોલ્યા જે, “ભૂલી ન જાતા હો, પણ અમને એમ જણાય છે કે તમે નક્કી ભૂલી જશો; જરૂર ભૂલી જશો.”

એમ કહીને પછી વાત કરવા લાગ્યા જે, “ધ્યાન કરતાં કરતાં મૂર્તિ નખશિખા પર્યંત સમગ્ર ન દેખાય, એટલે કે ચરણ સામું જુએ તો મુખારવિંદ કે મસ્તક ન દેખાય ને મુખારવિંદ કે મસ્તક સામું જુએ તો ચરણ ન દેખાય, તે નેત્રની વૃત્તિએ જોવાય છે એમ જાણવું; અને સમગ્ર મૂર્તિ દેખાય ત્યારે તે જીવની વૃત્તિએ જોવાય છે એમ જાણવું. એવી રીતે ધ્યાન કરતાં કરતાં એક મૂર્તિ આકારે વૃત્તિ થઈ જાય, પણ દેહનું કે જગતનું ભાન રહે નહિ તે ઉપશમ કહેવાય. તે ઉપશમવાળાની ક્રિયા શ્રીજી મહારાજ અનુસંધાન પ્રમાણે કરાવે છે, પણ તેને ખબર રહેતી નથી.

“ગોરધનભાઈ છોકરાને ટાંગો ઝાલીને ખણી જાતા કે કેમ ઝલાય તેની ખબર નહિ, અને સાકર છે કે મીઠું છે તેની ખબર નહિ, અને કોઈક વખતે ઘણું જમે ને ક્યારેક થોડું જમે ને ક્યારેક જમે પણ નહિ; બધું મહારાજના હાથમાં. એ તો શ્રીજી મહારાજ જાળવે જ. જેમ બાળકનું પ્રારબ્ધ માવતર છે તે બાળકને નાગ, વાઘ, અગ્નિ આદિથી જાળવે છે તેમ. આપણો હરજી નાનો હતો ત્યારે ગંજીમાંથી નાગને પૂંછડેથી ઝાલ્યો તે અમે મુકાવ્યો, તેમ ઉપશમદશાવાળાને મહારાજ જાળવે છે.

“અયોધ્યાપ્રસાદજી મહારાજને ધ્યાન કરતાં લૂગડામાં વીંછી હતો તે સાત-આઠ ઠેકાણે કરડ્યો તોપણ ધ્યાનમાંથી ઊઠયા નહિ, ને ધ્યાન કરીને પછી વાત કરી જે, ‘આ લૂગડામાં શું છે? જુઓ!’ પછી પાળાએ જોયું તો વીંછી નીકળ્યો. તેવી સ્થિતિ ઉપશમ કરતાં પણ અધિક કહેવાય. વળી ગામડી ગામમાં પધાર્યા હતા ત્યારે દૂધપાકમાં સાકરને બદલે ભૂલથી મીઠું નાખ્યું હતું, તોપણ નિત્ય જમતા તેટલું જમી ગયા.

“તે પણ ગોરધનભાઈથી અધિક સ્થિતિ કહેવાય; કેમ જે ગોરધનભાઈને તો ખબર નહોતી પડતી, ને મહારાજને તો આત્મનિષ્ઠા હતી. તે આત્મનિષ્ઠાને બળે કરીને વીંછીની પીડાને ખમ્યા ને મીઠું જમી ગયા, માટે તે વિશેષ કહેવાય. અને તેથી પણ ત્રણે અવસ્થામાં અખંડ મૂર્તિ દેખાય તે શ્રેષ્ઠ છે અને તે જીવસત્તાએ જોવાય છે. તે કરતાંયે શ્રીજી મહારાજનું તેજ જેને આત્મા કહે છે તે તેજને વિષે મૂર્તિનો સાક્ષત્કાર થઈ જાય તે શ્રેષ્ઠ છે, ને તે સિદ્ધ મુક્ત કહેવાય ને પરમ એકાંતિક કહેવાય. અને જે મૂર્તિમાં સળંગ વ્યાપીને મૂર્તિનું સુખ લે તે અનાદિ કહેવાય અને તે સૌથી શ્રેષ્ઠ છે.

“એક સમયને વિષે શ્રી રઘુવીરજી મહારાજ અમદાવાદ પધાર્યા હતા ત્યારે શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજને કહ્યું જે, ‘તમો તો આ મોટા શહેરના વ્યવહારમાં બહુ જ બંધાઈ ગયા.’ પછી શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ બોલ્યા જે, ‘તમો ભગવતપ્રસાદજીને વરતાલનો વ્યવહાર સોંપી દો અને અમે કેશવપ્રસાદજીને સોંપી દઈએ. અને આપણે બન્ને ગઢડા, મૂળી, જૂનાગઢ, ભુજ, જ્યાં કહો ત્યાં એક ઠેકાણે બેઠા બેઠા શ્રીજી મહારાજનું અખંડ ધ્યાન-ભજન કરીએ.’ પછી શ્રી રઘુવીરજી મહારાજ તો કાંઈ બોલ્યા નહિ, ત્યારે અયોધ્યાપ્રસાદજી મહારાજ બોલ્યા જે, ‘જે દિવસના શ્રીજી મહારાજ પાસે આવ્યા છીએ ત્યારથી અમે તો ત્રણે અવસ્થામાં શ્રીજી મહારાજની મૂર્તિને અખંડ તેજના સમૂહમાં દેખીએ છીએ અને આ અમદાવાદનો સત્સંગનો વ્યવહાર તો અમને રંચ માત્ર પણ ગણતીમાં નથી; અમે તો સદાય  મૂર્તિમાં જ નિમગ્ન રહીએ છીએ.’ એવી સ્થિતિ શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજની હતી.”  II ૧૯૪ II

On the day of Jeth Vad 8th ,the 16th Vachanamrut of middle chapter was being read in the assembly. In it, it is said that while meditating the thought of object for which it arises, will take you in that Lok (abode). Bapashri said, “If the thoughts are done passionately, he will be put in that Lok in which there are objects of his liking  and if one gets angry for such thoughts, he will not be put in that Lok (abode). Therefore, desireless thoughts which are common will not take him in that Lok. He will get birth in satsang and will get good opportunity. If he seizes  that opportunity and does means as Muktas tell him, he will soon become passionless and will go to Akshardham. And if he keeps laziness, he will have to take births often in satsang, and when he becomes passionless, he will go to Akshardham. Because unless he gets darshan of causal Murti of Maharaj and Muktas in his soul, there is some objection. Just as if there is pain in body and it is not forgotten, similarly, the one who constantly remember Maharaj and Muktas, he will have no problem. Therefore, to avoid problem one should attach mind to Muktas. Since I have met you, I will put you in the cadre of Anadi at the time of death. Nobody will remain unhappy. I am eager to draw all devotees in their respective cadres. Just as devotees of various villages are eager to take us in their respective villages, similarly, I am eager to take you with me. So I will take you. You have met real Muktas like me, so will definitely take you. But those who have met modern Muktas will not take them who have love for them and they themselves will not go too. They will suffer from hunger, misery  and  a beating. Therefore, such persons should not be trusted. If there is love for Muktas one can get attached to them. The Muktas who are attached to Murti  and those who attach to them will also get attached to Murti and will become happy. Therefore, one should catch hold of causal Murti. Those who have love for such Anadis should not do vain efforts and should not fear what will happen.It has already been fulfilled. Except Maharaj kal, karma etc. should  not be known as doer. Storm or rain may take place or may not – that is done by Maharaj- it is done according to the wish of Maharaj. ‘Mari marji vina re koithi tarnu nav todaya’ –nobody can even break a straw without my desire. A devotee told Maharaj in Vartal that he could break a straw but as soon as he went to break it, his hands became numb and he could not move. If one knows Maharaj as such doer, he is all fulfilled even if Murti is not seen. He is there in Murti in his life span. Therefore, if one knows Maharaj as doer of everything his fate is Shriji Maharaj himself. Even then one should not dwell in adverse place and in adverse time- should live in favourable place and time.

Jagannath Master of Godhavi asked, “Whatever activities all Jivas do whether they do them according to wish of Maharaj or not?” Bapashri said, “This has been said for creators of this world i.e. Mulpurushs, Vasudevbrahm, Akshars. They all do the creation etc. according to His wish. If He does not wish they can do nothing. Other Jivas who are under the influence of karma, do activities according to their karma and nature. They are told by scripture and satpurush which activity is to be done and which is not to be done. That has been shown by shriji Maharaj in Shikshapatri, etc. one should follow that. This has been not said in scriptures for Mulakshar, Gods, etc. They act according to the wish of Shriji Maharaj. They are not under the influence of karma. Jivas which are under the influence of karma should act according to the commands of scriptures and if they do not act accordingly they will suffer. After this talk Bapashri told saints to calculate how far they have reached. Saints said that they have reached up to the charan (feet) of shree Swaminarayan. He can do whatever He likes. Bapashri said, ‘satpurush vakyam na chalti dharma’-the words of satpurush does not go against dharma’. Then Purani Nandkishordasji was asked by Bapashri, “How do you understand it? Where does this talk come from?” Then swami said, “It is right from the Murti of Maharaj.” Then Bapashri said, “Do not forget. I fear you will definitely forget.” Saying so Bapahree said while meditating Murti may not be seen from head to feet (from nail of feet to shikha-choti). That means if you look at the charan (feet), the face or head will not be seen and if you look at the face or head, charan (feet) may not be seen-it should be known that it is being seen by tendency of eyes and when the whole Murti is seen, it should be known that it is being seen by the tendency of Jiva. Thus continuing meditation when the tendency becomes the form of Murti but the knowledge of body and the world is not there, it is called upsham (tranquility). The activity of that tranquil person is being done according to the wish of Shriji Maharaj. But he does not have the knowledge of it. Gordhanbhai would take away child pulling its leg, but does not know how to catch hold the child, he would not know whether it is sugar or salt. Sometimes he would eat more and sometimes less and sometimes he even will not eat, such was his life, because, everything was directed by Maharaj. It is Shriji Maharaj who is looking after him, just as the fate of child is its parents. They keep it away from snake, tiger, fire, etc. In the same way Shriji Maharaj takes care of him. When Harji was young he caught hold a snake from its tail and I made him leave it. Similarly, shriji Maharaj takes care of a tranquil person. When Ayodhaprasdji Maharaj was meditating there was a scorpion in his clothes and it bit him at seven or eight places but he did not give up meditation. After meditation he asked his servant to see what was there in his clothes. His servant found that it was scorpion. That state is more than tranquility. Moreover, when he visited Gamdi village, in dudhpak (preparation of milk) instead of sugar salt was put by mistake but Ayodhayaprasadji ate it as usual. That state is also said to be greater than that of Gordhanbhai. Because Gordhanbhai had no knowledge but Ayodhyaprasadji had firmness of soul. With that firmness of soul,he could bare the pain of scorpion and ate salt, so it is called peculiar state and better than that state is appearance of whole Murti in all three states (jagrut, swapna , susupti) and It is seen in soul. And even better than that is the state in which Shriji Maharaj’s luminescence which is called soul and Murti is realized in that luminescence. The one with such state is called Siddh Mukta or Param Ekantik and the one who takes happiness of Murti by becoming one with Murti is called Anadi and he is the best of all. When once Raghuvirji Maharaj had came to Amdavad, he told Ayodhyaprasadji Maharaj that he was very much bound in the activities of the city. Then Ayodhyaprasadji Maharaj asked him to hand over the administation of Vartal to Bhagwatprasadji and he would hand over his administration to Keshavprasadji. He further said, “Both of us go to Gadhada, Muli, or Junagadh or Bhuj wherever you order and sitting at that place we do constant meditation and devotion of Shriji Maharaj. When Raghuvirji Maharaj said nothing-Ayodhyaprasadji said, “Since when I have come to Shriji Maharaj I see the whole Murti of Shriji Maharaj in mass of luminescence in all three states and the administration of this Amdavad satsang has no value for me. I always remain engrossed in Murti.” Such was the state of Shree Ayodhayaprasadji Maharaj. || 194 ||