Gujarati / English

જેઠ વદ-૧૧ને રોજ સવારે સભામાં વરતાલનું ૧લું વચનામૃત વંચાતું હતું. તેમાં શોભારામ શાસ્ત્રીએ પ્રશ્ન પૂછયો એ વાત આવી.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આ શોભારામ શાસ્ત્રીએ મહારાજને પૂછયું એવો વખત આ મુક્તને જોગે કરીને તમારે છે કે નહિ?”

ત્યારે સંત બોલ્યા જે, “એવો જ વખત અમારે છે.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મહારાજના જેવો જ મુક્તનો જોગ કહેવાય, એવું ન જાણે તો નાસ્તિક ભાવ છે.”

પછી એમ આવ્યું જે નિશ્ચય હોય તો નાડી-પ્રાણ ન તણાય તોપણ નિર્વિકલ્પ સમાધિ જ છે.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “જુઓ, નાડી-પ્રાણ ન તણાય તોપણ નિર્વિકલ્પ સમાધિ છે એમ જાણજો.”

પછી નિશ્ચયનું રૂપ કર્યું જે, “મીંઢળ તોડીને રાજ્ય પડયાં મૂકીને ધનનો, સ્ત્રીનો ને સ્ત્રી હોય તો પતિનો ત્યાગ કરે અને કહીએ જે, ‘આ ટાણે અહીં આવો’, તો સર્વે કામ પડયાં મૂકીને આવે ને દેહ માંદો હોય તો તે દેહ પણ આડો ન આવે. જેમ મૂળજી બ્રહ્મચારીએ મહારાજને પાણી પાવા સારુ ઓટા ઉપરથી પડતું મૂકયું, પણ દેહ આડો ન આવ્યો જે મને વાગશે; એમ વચન પળે તો નિશ્ચય છે એમ જાણવું, પણ તે કઠણ છે. અયોધ્યામાં સીતાની પાસે જઈને માથાં ભટકાડીને આવે અને અહીં મોટા મુક્ત ને મહારાજ બેઠા હોય તેનો મહિમા ન જણાય. પરંતુ પ્રગટ ઉપર જ નિષ્ઠા થાય ને તેમના મુક્ત ઉપર જ નિષ્ઠા રહે, પણ બીજા પરોક્ષનો ભાર એક લેશમાત્ર ન આવે એવો નિશ્ચય હોય તે નિશ્ચય જાણવો.”

એમ કહીને પછી વાત કરવા લાગ્યા જે, “આગળ કેટલાક ઋષિઓ શાસ્ત્ર કરી ગયા છે તે તમોગુણમાં લખી ગયા છે જે, ‘શુદ્ર વેદ સાંભળી જાય તો તેના કાનમાં ઊનું સીસું રેડવું.’ અને ‘બ્રહ્મચારી અવકીર્ણ થયો તેણે કાણિયો ગધેડો મારીને તેનું ચામડું ઓઢીને ફરવું ને માગી ખાવું.’ એવું પ્રાયશ્ચિત્ત લખ્યું છે, પણ તે યથાર્થ નથી.”

પછી સભા સામું જોઈને બોલ્યા જે, “જાગો, ઊંઘ ગરી આવી તે સાંભળી જાશે ને તમને સાંભળવા નહિ દે. આ ભગવાન ને આ સંત બેઠા છે તેમાં પણ ગરી આવે એવી છે.”

પછી સંતને કહ્યું જે, “તમે ભગવાનને ને સંતને બતાવો તો સંત સાચા.”

પછી સંતોએ કહ્યું જે, “આ મહારાજ ને આ સંત.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “હા. આ પ્રતિમા તે સાક્ષાત્ મહારાજ ને આ સભા તે સંત તે અમારાથી ના પડાય નહિ, માટે તમે બત્રીસ લક્ષણે યુક્ત સંત ખરા. બરાબર.” એમ બોલ્યા.

પછી બોલ્યા જે, “આઠ વાગ્યા હોય તો તો સમાપ્તિ કરો; તે પહેલાં સમાપ્તિ કરો તો મહારાજના ગુનેગાર થાઓ, માટે આઠ વાગ્યા પહેલાં સમાપ્તિ કરવી નહિ.”

એવી આજ્ઞા કરીને પછી સમાપ્તિ કરી.  II ૧૯૬ II

On the morning of Jeth Vad 11th the 1st Vachanamrut of Vartal was being read the assembly. In it, it is refered that Shobharam Shastri asked a question. Bapashri said, “Shobharam Shastri asked Maharaj, with association of this Mukta wheather you have such opportunity or not.” Then saints said that there was such time definitely for them. Then Bapashri said, “The association with Mukta is that of Maharaj. If one does not know thus he is atheist.” Then it is refered that if it is determined, it is thoughtless trance even if vein and pran have no role to play. Then Bapashri said that it should be known as refered above. Then determination was defined, the one who breaks mindhhal (a kind of fruit tied round the wrist at the time of marriage),give up kingdom, wealth, wife and if woman discard her husband and if one is told to come here on this occasion, he/she will come by leaving aside all work and even if he/she is ill will not care for illness. Just as celibate Mulji jumped from the porch to give water to Maharaj. Even he did not care for his body that is will be hurt. If one obeys thus it is determination but it is very tough. One would go to Ayodhya and bow his head to idol of Sita but one does not understand the greatness of great Muktas and Maharaj sitting here. When one has faith in incarnation and His Mukta but one does not have a little faith on other Paroksha deities should be known as firm determination. Continuing his talk he said, formerly some seers  have written scriptures. They have written in Tam attribute that if Shudra (lower caste person) over hears Vedas, hot liquid of lead should be poured in his ears, and if celibate falls from his vows, a one-eyed donkey should be killed and he should be made to wear its skin and should beg, such repentance is given. But it is not practical. Then looking at the assembly he asked the audience to wake up otherwise sleep will hear and you will not be allowed to hear. Sleep can take hold of this God and this saint who are sitting here. Then Bapashri told saint if you show God and saint, you are real saint. Then saint said this is Maharaj and this is saint. Then Bapashri said that they were right. I cannot deny that this idol is Maharaj Himself and this assembly is saint. Therefore, you are saint with thirty two characteristics. Then he said if it is eight o’clock let us finish it. But if we finish it before eight o’clock we are guilty of Maharaj, therefore, it should not be finished before eight. Giving such command, the talk was completed.        || 196 ||