Gujarati / English

જેઠ વદ-૧૧ને રોજ બપોરે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “આ જોગ હવે ઝાઝા દિવસ નહિ રહે; કેમ જે અમને પંચોતેર વર્ષ પૂરાં થયાં.”

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “બાપા, આપ સંવત ૧૯૦૧ની સાલમાં પ્રગટ થયા છો, માટે બે વર્ષ બાકી છે.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “૭૩ વર્ષના અધિક માસ ચોવીસ ગણીને અમે બરાબર પોણા સો વર્ષ કહ્યાં છે.”

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું, “બાપા, અધિક માસ તો ન ગણાય.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “અમારે અહીં વેપારી પુરુષોત્તમ માસનું વ્યાજ ગણી લે છે, માટે એ માસ બધા લેખો તો પૂરાં પોણો સો થાય છે.”

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “વેપારી તો લોભિયા હોય તે વ્યાજ લે, પણ આપને એમ ગણીને પૂરાં કરવાં ન જોઈએ.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “બહુ સારું  મહારાજ! અમે નહિ ગણીએ.”

પછી વાત કરી જે, “તમે સર્વે આજ્ઞા યથાર્થ પાળજો. આજ્ઞા છે તે આત્મસત્તારૂપનું કામ કરે છે. માટે નાનાં-મોટાં વચન શ્રીજી મહારાજનાં યથાર્થ પાળવાં, પણ તેમાં ફેર પડવા દેવો નહિ. જો ફેર પડવા દે તો તેને બીજો જન્મ ધરીને પણ પાળ્યા વિના છૂટકો નથી. જે જડ-ચૈતન્ય માયાનો ત્યાગ યથાર્થ નહિ કરે તે તો બળેલો કોયલો છે ને તે અમારો નથી ને એના ધણી અમે નહિ થઈએ. અમારે અહીં જે ધર્મમાં કુશળ ન હોય તેના કાગળો આવે તે અમે વાંચતા કે વંચાવતા નથી ને જવાબ પણ લખતા નથી, એવો અમારે ધર્મ પાળવા- પળાવવાનો આગ્રહ છે.”

એમ વાત કરીને બોલ્યા જે, “જુઓને! આપણે રામપરામાં સંવત ૧૯૬૪ની સાલમાં કથા સાંભળવા ગયા હતા, ત્યારે એક હરિજન બહુ સારો હતો, પણ તેને નાનપણમાં બ્રહ્મચર્યવ્રતમાં ફેર પડયો હતો, તેનું તેણે પ્રાયશ્ચિત્ત માગ્યું. તેને પ્રાયશ્ચિત્ત કર્યા પહેલાં પાણી પણ ભરવા દીધું નહિ ને એની કાંઈ પણ સેવા દેહે કરીને અમે કરવા દીધી નહિ, એવી ચોખવટ અમે રાખીએ છીએ. તમે પણ જે અમારા જોગવાળા છો તે સર્વે એવી રીતે ધર્મ વિનાનો હોય તેની સેવા અંગીકાર કરશો નહિ. ને શિષ્ય હોય તો જુદો કરજો ને ગુરુ હોય તો પડતો મૂકજો, એ અમારી આજ્ઞા છે તે શિરે ચઢાવજો તો અમે બહુ રાજી થઈશું ને તમને ઘણાક અધમ જીવોનો ઉદ્ધાર કરો એવા સમર્થ કરીશું ને જેવા અમે છીએ એવા જ કરીશું અને આપણ સર્વે મૂર્તિમાં ભેળા રહીને મૂર્તિનાં સુખ ભોગવશું.”

પછી સ્વામી ઘનશ્યામજીવનદાસજીએ પૂછયું જે, “અમને ‘યથાર્થ આજ્ઞા પાળો તો શ્રીજી મહારાજના સુખમાં આવશો’ એમ કહો છો તો અમે અધમ જીવને આજ્ઞા પળાવ્યા વિના એમ ને એમ શી રીતે મહારાજના સુખમાં લાવીશું?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “અધમ કે નરકે જવાનો હોય તે સંકલ્પે કરીને એનાં પાપ બળી જાય તેથી નરકે જવાનું બંધ થાય ને આ સત્સંગમાં આવે તે કલ્યાણ જાણવું. પછી એક-બે જન્મે કલ્યાણ થાય અને ખબડદાર થઈને મંડે તો એને એ દેહે કલ્યાણ થઈ જાય એમ ઉદ્ધાર કરો એવા કરવા છે.”

એમ કહીને બોલ્યા જે, “જેને જોઈએ તે આવો મોક્ષ માગવા.”

પછી સંતોએ કહ્યું જે, “આ અમે આવ્યા છીએ.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મોક્ષ થઈ ગયો છે અને જે નવા આવે છે તેનો પણ થઈ જાય છે.”

એમ કહીને જનોઈઓ પહેરાવીને સર્વે સંતોને વર આપ્યો જે, “આ અચળ જનોઈઓ અક્ષરધામ સુધી.”

ને પછી “સભાની માયાનો ક્ષય ને તમારી જય” એમ બોલ્યા.

બીજે દિવસે એટલે વદ-૧૨ને રોજ સર્વે સંતોને આજ્ઞા કરી જે, “આજ ગુજરાત તરફ જાઓ.”

એટલે સર્વે સંત ભુજ થઈને ગુજરાત તરફ આવ્યા.  II ૧૯૭ II

On the noon of Jeth Vad 11th, Bapashri showing his favour talked. He said, “This opportunity will not be available for more days now, because I have completed seventy five years.”  Then Swami Ishwarcharandasji said, “Bapa, you came in this world in the Samvat 1901, so two years still remains. Then Bapashri said, “I have calculated twenty four months of adhik month of seventy three years, so seventy five years is allright.” Swami Ishwarcharandasji said, “Adhik months are not to be counted.” Then Bapashri said, “Here our business man calculates interest of Purushottam month, therefore, if you count all these months, it will come to seventy five years.” Then Swami Ishwarcharandasji said, “Business men are greedy hence they count interest but we should not count like it.”  Then Bapashri said, “Allright. He would not count. Then he asked to obey commands properly. Commands does the work of soul-authority. Therefore, small or big commands of Shriji Maharaj must be observed properly. They should not be differed. If differed, in the next birth he will have to obey, there is no way out. The one who does not discard animate and inanimate illusion, he is like a burnt coal. He is not ours and we are not going to be his Master. Here if we receive letters from him who is not efficient in dharma (commands), we neither read nor get them read and do not reply them. Such is my insistence for obeying the dharma and getting it obeyed. Saying so he said, “When we had gone to Rampara in the samvat 1964, to hear katha, a devotee who was very good but in his young age he differed from the vow of celibacy. He asked for its repentance. Before completion of his repentance I did not allow him to fetch water and did not allow him to do any service-such type of care I take. You are also my followers and all of you should not accept the service of his who does not follow dharma and if he is disciple drive him out and if he is guru leave him. This is my order so obey it thoroughly. So I will be very much pleased and you will be made capable that you will be able to liberate many low quality Jivas and also be made as I am and we all will dwell together in Murti and enjoy happiness.

Then Swami Ghanshamjivandasji said, “You told us that if we obey commands properly, we would get the happiness of Shriji Maharaj. So how can we bring low quality Jiva in the happiness of Maharaj without making him obey commands?”  Bapashri said, “The one who is low quality or fit for hell, his sin will be burnt by thought and instead of going to hell he will come in satsang and it should be known as wefare. After one or two births he will be liberated and if he remains alert and begins for the goal he will be liberated during his life span- I am going to make you such capable. Saying so he said, ‘jene joie te aavo moksh magava’- whosoever wants liberation, please come. Then saint said that they had come. Then Bapashri said, “You all have been liberated and those new comers are also being liberated.” Saying so he put sacred threads on all saints and blessed that this eternal sacred thread may take you to Akshardham and then blessed that let this assembly   free from illusion and made cry of victory for all participants.

On the next day means Jeth Vad 12th, he commanded saints to go to Gujarat, so all saints went to Gujarat via Bhuj. || 197 ||