Gujarati / English

સંવત ૧૯૭૪ના જેઠ માસમાં શ્રી વૃષપુરથી બાપાશ્રીના ત્રણ કાગળો સ્વામી ઈશ્વરચરણદાસજી ઉપર આવ્યા જે, “તમે તરત આવો, તમારું જરૂરનું કામ છે.”

તેથી સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતો ગુજરાતમાંથી કચ્છમાં ગયા ને અષાડ સુદ-૧ને રોજ દિવસ આથમતી વખતે વૃષપુરના મંદિરમાં પહોંચ્યા.

ત્યાં કૂવા ઉપર બાપાશ્રી ઊભા હતા, તે મળ્યા અને કહ્યું જે, “એક માસથી તમારી વાટ જોતા હતા, પણ તમે વાર ઘણી લગાડી. અમારે મંદવાડ ગ્રહણ કરવો હતો, તે આજ સુધી ખમ્યા.”

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “વિશોતપરામાં મંદિરની તકરાર છે તેથી રહેવું પડયું હતું, પણ આપનો ત્રીજો કાગળ આવ્યો તેથી તરત આવ્યો.”

પછી આરતી થઈ તે આરતી કરીને બેઠા ને બાપાશ્રીએ તાવ ગ્રહણ કર્યો તે ત્રણ દિવસ સુધી ઊલટી ને ફેરો રાખ્યો ને પછી ઊંડા ઊતરી ગયા, તે છ દિવસ સુધી બહાર  આવ્યા નહિ.

પછી અષાડ સુદ-૯ને રોજ નેત્ર ઉઘાડીને બોલ્યા જે, “ધનજીભાઈને નારાયણપુરથી તેડાવો.”

પછી તેમને તેડવા માણસ મોકલ્યું, પણ તે ઘેર નહોતા તેથી દશમને દિવસે સવારમાં આવ્યા, ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ બાપાશ્રીને કહ્યું જે, “ધનજીભાઈ આવ્યા.”

પછી બાપાશ્રી નેત્ર ઉઘાડીને બોલ્યા જે, “અમારો ખાટલો ઘેર લો.”

પછી ઘેર લઈ ગયા. પછી ઘેર જઈને પોતાને જે કાંઈ પોતાનાં સગાં-વહાલાંને તથા ગરીબ સત્સંગીને દેવું હોય તે, તથા ભુજના ઠાકોરજીની સેવા, તથા પારાયણ કરાવવું તથા બેય દેશમાં રસોઈઓ દેવી, ઈત્યાદિક સર્વે મળી કોરી ૨૮૦૦૦નું વીલ કર્યું.

અને બારશને દિવસે સવારે સૌ સંત-હરિજનો પાસે રજા માગી જે, “અમે આજ બાર વાગે અંતર્ધાન થઈશું માટે સૌ સંતો થાળ કરીને જમાડો ને પારણાં કરો.” અને હરિભક્તોને આજ્ઞા કરી જે, “મોટા મોટા હોય તે ઘેર રહેજો.” અને પૂજારી રામજી ભક્તને કહ્યું જે, “તમે હાર ગૂંથી લાવો.”

પછી અમદાવાદ, મૂળીના સંત પચાસ તથા ભુજના બ્રહ્મચારી નિર્ગુણાનંદજી તથા પુરાણી કેશવપ્રિયદાસજી તથા કચ્છ, ગુજરાત,  ઝાલાવાડના હરિજનો હતા તે સર્વે ઉદાસ થઈ ગયા. સંતોએ ઠાકોરજીનો થાળ કર્યો નહિ ને અગિયાર વાગી ગયા ત્યાં સુધી સૌએ પ્રાર્થના કરી જે, “અમારા ઉપર કૃપા કરીને હમણાં દર્શન આપો.”

પછી બાપાશ્રી બહુ દયા લાવીને બોલ્યા જે, “‘હેત જોઈ હરિજનનાં વહાલો પોતે થયા પ્રસન્ન.’ જાઓ, શ્રીજી મહારાજે તમારી પ્રાર્થના સાંભળીને અમને રાખ્યા. તમે રસોઈ કરો, અમે રહીશું.”

પછી હરિજનોને કહ્યું જે, “જાઓ, સૌ પોતપોતાનું કામ કરો.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “આપનો ખાટલો મંદિરમાં લઈએ?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “ભલે, મંદિરમાં લો.”

પછી મંદિરમાં લાવ્યા ને ઠાકરોજીનો થાળ કરીને બાપાશ્રીને જમાડયા ને સર્વે સંત-હરિજનો જમ્યા અને બાપાશ્રીએ મંદવાડ કાઢી મૂકયો.

પછી તો બાપાશ્રીને સંત-હરિજનો નિત્યે માંચીએ બેસારીને છત્રીએ લઈ જતા ને કોઈક દિવસ વાડીએ લઈ જતા. તે મંદવાડ સાંભળીને ઝાલાવાડ, ગુજરાતના ઘણા સંતો તથા હરિજનો આવતા હતા.

ત્યારે બાપાશ્રીએ વાત કરી જે, “સંત ને હરિજનો ઘણા આવ્યા છે, માટે આપણે પારાયણ કરવાનું છે તે હમણાં જ કરીએ અને કંકોત્રીઓ લખીએ એટલે થોડા-ઘણા રહી ગયા હશે તે પણ આવશે.”

પછી કંકોત્રી લખી મોકલી ને શ્રી નિર્ગુણાનંદજી બ્રહ્મચારીએ ‘શ્રી પુરુષોત્તમ લીલામૃત સુખસાગર’ નામનો ગ્રંથ કર્યો છે, તેનું પારાયણ સાત દિવસનું કરાવીને તેની સમાપ્તિ અષાડ વદ ૦)) અમાસને રોજ કરી. તે દિવસે છત્રીએ રસોઈ કરાવી અને હરિભક્તોને માટે છત્રીની ઊગમણી બાજુએ તલાવડીમાં રસોઈ કરવાનું કહ્યું, પણ ત્યાં સંકડાશ પડે એટલા માટે હરિભક્તોએ છેટે ખેતરમાં આગલે દિવસે માંડવા બાંધી રાખ્યા હતા ને ચૂલા કરી નાખ્યા હતા તેમને સ્વામી ઈશ્વરચરણદાસજી તથા બ્રહ્મચારી નિર્ગુણાનંદજી પાસે કહેવરાવ્યું જે, ‘વાયુ અતિશે આવશે ને માંડવા ઊડી જશે અને રસોઈમાં અટાર ઊડીને પડશે ને તમને સુખ નહિ આવવા દે; માટે છત્રીની ઓથે તલાવડીમાં રસોઈ કરો’, પણ હરિભક્તોએ માન્યું નહિ.

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “બાપા, તલાવડીમાં ઘણાં માણસો હરતાં-ફરતાં હોય તે ઠેકાણે બહુ સંકડાશ પડે એવું છે. માટે પવનને ના પાડો જે વિઘ્ન કરે નહિ.”

પછી બાપાશ્રી બોલ્યા જે, “ઠીક ત્યારે, પવનને ના પાડશું.”

પછી રસોઈ કરી સંત-હરિજનો સૌ સૌને ચોકે જમ્યા અને બાપાશ્રી પણ સંતની પ્રાર્થનાથી થોડુંક જમ્યા. પછી સાંજના મંદિરમાં આવ્યા. બીજે દિવસે પરદેશથી આવેલા હરિભક્તોમાંથી કેટલાક સૌ સૌને ગામ ગયા અને થોડાક હરિજનો તથા બધાય સંત બાપાશ્રીની સેવામાં રહ્યા હતા. અને વચનામૃતની ટીકાની કથા સાંજ-સવાર હંમેશાં શ્રી વૃષપુરના મંદિરમાં થતી હતી. અને સાંજ વખતે માંચીએ બેસીને એક દિવસ વાડીએ ને એક દિવસ છત્રીએ જતા. એમ નિત્ય લીલા કરતા.

એક દિવસે સ્વામી ઈશ્વરચરણદાસજીએ પ્રાર્થના કરી જે, “આપ અંતર્ધાન થવાના હતા તે દયા કરી રહ્યા એ મોટો કાળ કાઢયો, પણ હવે એક બીજો કાળ રહ્યો છે તેને કૃપા કરીને કાઢી મૂકો.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “એ કાળને પણ લત હણીશું તે જતો રહેશે, અને વરસાદ આવશે ને ઘઉં-ચણા સાજા દેશમાં ઘણા થશે, અને પશુને ખાવાને ખડ પણ થશે, અને કપાસ પણ થશે.”

પછી બધું તે પ્રમાણે થયું હતું.

એક દિવસ બાપાશ્રી છત્રીએ પધાર્યા ત્યારે માંચી તૈયાર કરી, પણ બેઠા નહિ ને ચાલ્યા તે આગળ છત્રી આવે છે ત્યાં સુધી ચાલ્યા ને પછી માંચીએ બેઠા.

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “બાપા, મંદિરમાંથી કેમ ન બેઠા?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આ લાલુભાઈને તથા મહાદેવભાઈને સંકલ્પ થયો હતો જે, બાપાશ્રી આ ગામ બહાર દહેરી છે ત્યાં સુધી ચાલે એવા સાજા થાય ત્યારે આપણે કરાંચી જાવું. તેથી ચાલ્યા અને હવે એમને રજા આપીશું.”

પછી છત્રીએ જઈને નાહીને માનસી પૂજા કરીને સંત ચંદન ઘસી લાવ્યા હતા, તેણે કરીને સર્વેએ બાપાશ્રીની પૂજા કરી, પછી બાપાશ્રીએ સર્વેની પૂજા કરી. પછી મંદિરમાં આવ્યા અને લાલુભાઈ, મહાદેવભાઈ આદિ કરાંચીના હરિજનોને રજા આપી જે, “તમારો સંકલ્પ પૂરો કર્યો માટે હવે તમો કરાંચી જાઓ.”

પછી તેમણે ઓરતો કર્યો જે, “આવો સંકલ્પ આપણે કર્યો તે બહુ ખોટું કર્યું; કેમ જે આવો જોગ ને દર્શન મૂકીને જાવું પડશે.” પછી આંખમાં હેતનાં આંસુ લાવ્યા ને બહુ દિલગીર થયા.

ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “અમે કચ્છમાં જ રહીએ છીએ એમ ન જાણશો, કરાંચીમાં પણ છીએ. અમે તો શ્રીજી મહારાજના ભેળા સત્સંગમાં મૂર્તિમાન રહ્યા છીએ, માટે તમો જાઓ અને તમારા ભેળા સદાય છીએ.”

પછી હરિભક્તો ગયા.

શ્રાવણ સુદ-૧૧ને રોજ સવારે બાપાશ્રી છત્રીએ પધાર્યા અને ત્યાં વચનામૃતની ટીકાની કથા કરાવી. અને સાધુ મુક્તવલ્લભદાસજી ચંદન ઘસીને લાવ્યા હતા. તે બાપાશ્રીને ભાલે સંત-હરિજનોએ ચર્ચ્ચું.

પછી બાપાશ્રી બોલ્યા જે, “આ અક્ષરધામમાં દિવ્ય ચંદન  ચર્ચ્યા છે, પણ આ લોકનું ચંદન નથી એમ જાણજો. આ ચંદનનો છાંટો જેને અડશે તેને અક્ષરધામમાં લઈ જઈશું.”

એમ કહીને મળ્યા ને પછી સૌ સંત-હરિજનો સહિત મંદિરમાં પધાર્યા.

શ્રાવણ સુદ-૧૫ને રોજ બાપાશ્રી સૌ સંત-હરિજનોએ સહિત છત્રીએ પધાર્યા ને ત્યાં વચનામૃતની કથા વંચાવી. અને સાધુ દેવજીવનદાસજી આદિ સંત ચંદન ઘસી લાવ્યા હતા, તેણે કરીને સૌ સંત-હરિજનોએ બાપાશ્રીની પૂજા કરીને હાર પહેરાવ્યા. પછી બાપાશ્રીએ સર્વેને ચંદન ચર્ચ્યું ને સર્વેને મળીને મંદિરમાં પધાર્યા.

શ્રાવણ વદ-૧૧ને રોજ સવારે બાપાશ્રી છત્રીએ પધાર્યા ને વચનામૃતની ટીકાની કથા કરાવીને પુસ્તકની પ્રશંસા કરી. પછી સંત-હરિજનોએ બાપાશ્રીને ચંદન ચર્ચીને હાર પહેરાવ્યા ને બાપાશ્રી પણ સર્વે સંત-હરિજનોને ચંદન ચર્ચીને મળ્યા ને પછી મંદિરમાં પધાર્યા.

શ્રાવણ વદ ૦)) અમાસને રોજ બાપાશ્રી માંચીએ બિરાજીને સંત-હરિજનોએ સહિત કાકરવાડીએ પધાર્યા. ત્યાં સંતોએ સહિત નાહ્યા ને માનસી પૂજા કરી. પછી વચનામૃતની ટીકાની કથા વંચાવીને પરસ્પર ચંદન-પુષ્પના હારથી પૂજા કરીને સર્વેને મળીને પાછા મંદિરમાં પધાર્યા.

શ્યામવેદીની શ્રાવણીને દિવસે બાપાશ્રી સંત-હરિજનોએ સહિત છત્રીએ પધાર્યા ને ત્યાં વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહિત કથા વંચાવી ને પછી સર્વે સંતોને જનોઈઓ પહેરાવીને બોલ્યા જે, “આ અક્ષરધામની દિવ્ય જ્નોઈઓ છે.”

પછી સંતોએ બાપાશ્રીની ચંદન-પુષ્પના હારથી પૂજા કરી અને બાપાશ્રીએ પણ સર્વેની એવી રીતે પૂજા કરી. અને તાંસળાં ભરી ભરીને ચંદન છાંટયું અને બોલ્યા જે, “આ સર્વેને વર્તમાન. જેવો પર્વતભાઈએ યજ્ઞ કર્યો હતો એવો આ યજ્ઞ છે. આ યજ્ઞમાં જે જે આવ્યા છે તે સર્વેનો આત્યંતિક મોક્ષ થઈ ગયો છે.”

એમ હજારો હજાર સંત-હરિજનોને કૃપા કરીને વર આપ્યો ને પછી સૌ મંદિરમાં પધાર્યા.

ભાદરવા સુદ-૫ને રોજ વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકાની કથાની સમાપ્તિ થઈ. તે વખતે બાપાશ્રીએ વચનામૃત સટીકની પૂજા કરીને સર્વે સંતોને ધોતિયાં ઓઢાડ્યાં. તે દિવસે રામપુરના મેરાઈ ખીમજી ભક્ત તથા પરમાર ડાહ્યા ભક્ત તથા વાલજીએ સમાપ્તિ નિમિત્તે રસોઈ આપી. પછી અમદાવાદ, મૂળીના સંતોને તથા પરદેશના સર્વે હરિભક્તોને રજા આપી, તેથી સત્સંગીઓ સૌ સૌને ગામ ગયા અને સંત નારાયણપુર જવા નીકળ્યા. તેમને વળાવવા બાપાશ્રી ભાગોળ સુધી પધાર્યા હતા અને સ્વામી ઈશ્વરચરણદાસજીના સાધુ ઘનશ્યામદાસને તાવ આવ્યો હતો.

તેમને બાપાશ્રીએ કહ્યું જે, “કેમ ધામ જાવું છે?”

ત્યારે તેમણે કહ્યું જે, “હા, બાપા! મહારાજની મૂર્તિમાં મૂકી દો.”

પછી બાપાશ્રી ઘેર પધાર્યા ને સંત નારાયણપુર ગયા. ત્યાં બીજે દિવસે સાધુ ઘનશ્યામદાસે બપોરે જમીને પત્તર ધોઈને તથા તુંબડું કોરું કરીને ઝોળીમાં મેલ્યાં પછી દિશાએ જઈને નાહ્યા ને ઓસરીમાં આવીને બેઠા ને ધૂન કરવા લાગ્યા. બીજા ત્રીસ સંત જોડે હતા તે સર્વેએ ભેળી ધૂન પા કલાક સુધી કરી ને સાધુ ઘનશ્યામદાસજીએ દેહ મેલી દીધો અને સર્વે સંત ત્યાં પંદર દિવસ રહ્યા.

ત્યાં બાપાશ્રી પધાર્યા અને સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જે, “આપણે મંદવાડમાં પારાયણ આદિકનો સંકલ્પ કર્યો હતો તે સર્વે કર્યું ને હવે રસોઈનું બાકી છે. તે રૂપિયા તમો લેવરાવતા જાઓ ને બેય દેશમાં રસોઈ દેજો.”

પછી તે રૂપિયા કલ્યાણ ભક્ત પાસે લેવરાવ્યા ને બેય દેશમાં રસોઈઓ દીધી.  II ૧૯૮ II

Samvat 1974, in the month of Jeth, three letters of Bapashri from Vruspur came to Swami Ishwarcharandasji. He was asked to come immediately as there was an urgent work. So Swami Ishwarcharandasji and other  saints  went to  Kutch from Gujarat and on the  day  of  Ashad  Sud  1st, reached to the temple of Vruspur in the evening. There Bapashri was standing at the well. He met them and said that he has been waiting for them for a month but they took much time. Bapashri wanted to invite illness but he waited till then. Swami Ishwarcharandasji said, “There was a quarrel in Vishotpara about the temple so had to stay back but after receiving your third letter I came soon.” Then there was arti and after arti they sat and Bapashri invited fever and for three days vomited and suffered from diarrhoea  and then went in trance. He did not come out for six days. Then on the day of Ashad Sud 9th ,opened his eyes and said to call Dhanjibhai  from Narayanpur. A messenger was sent but he was not at home, so he came in the morning of 10th (dasham). Then Swami Ishwarcharandasji said to Bapashri that Dhanjibhai had come. Bapashri opened his eyes and asked to take home his bed.  He was taken home. After reaching home, made the the will of twenty eight thousand kori for giving to his relatives, poor satsangis, service (seva) of Thakorji of Bhuj and for arranging parayan and giving meal (rasoi) at both regions and on the morning of 12th (barash), Bapashri asked for leave to all saints, devotees and said that at 12-00 o’clock, he would disappear from this world and asked to offer offering (thal) to Thakorji and feed all saints to break fast of ekadashi. He told devotees that all elders should  remain at home. He told priest Ramji bhakta to prepare a garland. Then fifty saints of Ahmadabad, Muli, Brahmachari Nirgunanandji of Bhuj, Purani Keshavpriyadasji and devotees of Kutch, Zalawad, all become sad.  Saints did not offer thal to Thakorji. Till 11.0o’clock, all prayed and said to continue to give darshan by showing grace on them. Bapashri showing great mercy said, ‘Het joi harijan na vahalo pote thaya prasanna’-seeing the love of devotees, the doer himself got pleased’.ok. Shriji Maharaj has kept me by hearing your prayer. Cook food   “I am going to stay and then told devotees to go and carry on their work.” Then Swami Ishwarcharandasji asked if he could remove the bed to the temple.”  Bapashri said, ok. Take it there. Then Thakorji was offered thal and Bapashri was fed and all saints and devotees ate and Bapashri draw away illness.

Thereafter saints and devotees took Bapashri to chhatri in small cot and some times they would take him to the farm. Many devotees and saints of Zalawad and Gujarat used to come to inquire about Bapashri’s health. Bapashri said, “Many saints and devotees have come, so arrange Parayan right now and start sending invitations and those who are left out will also come. Then invitations were sent. Parayan of seven days was arranged. It was on the volume, ‘Shree Purushottam Lilamrut Sukhsagar’, written by Shree Nirgunanandji Brahmchari. It came to end on Ashad Vad Amavashya. On that day meals were arranged at chhatri and for devotees meals were arranged on the east side of chhatri near talavadi but there was shortage of place so devotees built pandals at a distant place in a farm and chulas (hearth for cooking) were made. Bapashri  through Swami Ishwarcharandasji and Nirgunanandji Brahmchari told them that strong wind would blow and panadal would blow up and sand will fall in food and it will be troublesome for you. Therefore, prepare meals near talavadi in the shelter of chhatri but devotees did not obey. Then Swami Ishwarcharandasji said, “Many people would move about in talavadi, so there will be shortage of space, therefore, order wind not to put obstacle.” Bapashre said, “O.K. I will tell wind not to put obstacle.” Then meals were prepared and saints and devotees dined at their respective places and Bapashri also took a little meal by saint insistence. In the evening they came to the temple. On the next day, some of the devotees went back to their villages and some of devotees  and all saints remained in the service of Bapashri and discourses on the gist of Vachanamrut was read everyday in the morning and evening in the temple of Vruspur. And Bapashri used to go one day to the farm and one day to the chhatri sitting on a small cot. Thus he was doing lilla.

Once Swami Ishwarcharandasji prayed and said, “You were to disappear but stayed back showing mercy on us. You have driven away that big kal, but there is another kal. Please show your grace and drive it away,” Bapashri said, “I will kick it and it will go away and it will rain and at all places wheat and gram will grow in big quantity and for animals grass will grow and cotton will also grow.” Everything happened that way.  

Once  Bapashri came to chhatri. The small cot was prepared for him but did not sit on it and walked up to chhatri (which was outside the village) and then sat on it. Swami Ishwarcharandasji asked, “Bapa, why did you not sit from the temple?” Bapashri said, “Lalubhai and Mahadevbhai had a sankalpa (thought) that I become so alright that I could walk up to the temple outside the village, then they would go to Karanchi, so I walked and will permit them to go to Karanchi. Then they went to chhatri, took bath, performed mental worship and all worshipped Bapashri by applying sandalwood paste on his head which was prepared by saints. Then Bapashri did pooja of all. Then they all came to temple and told Lalubhai, Mahadevbhai, etc. devotees of Karanchi that their thought has been fulfilled and permitted to go to Karanchi. Afterwards these devotees felt sorry for their such thought because they will have to go by leaving such darshan and opportunity. Tears of love rolled down their cheeks and felt very sorry. Bapashri told them not to think that he was only in Kutch, but he is also in Karanchi. He was omnipresent with Shriji Maharaj and asked them to go with the consolation that he was always with them. Then devotees went.

        On the morning of Shravan Sud 11th , Bapashri came to chhatri and arranged katha on the gist of Vachanamrut. Saint Muktavallabhdasji had prepared sandalwood paste which was applied on the forehead of Bapashri by saint and devotees. Bapashri said, “This divine sandalwood paste is applied in Akshardham but it is not of this world-know thus.Whosoever is touched  by the drop of  this sandalwood  will be taken to Akshardham by me. Saying so he met all and along all saints and devotees, he came to the temple.

        On the day of Shravan Sud 15th ,Bapashri along with all saints and devotees came to chhatri and there arranged discourses on Vachanamrut. Saint Devjivandasji and other saints had brought sandalwood paste with which they all performed Bapashri’s pooja and garlanded him. Then Bapashri applied sandalwood paste to all and met to all and all came back to temple.

         On the morning of Shravan Vad 11th ,Bapashri came to chhatri and arranged discourses on the gist of Vachanamrut and praised the book. Then saints and devotees applied sandalwood paste to Bapashri and garlanded and Bapashri also applied it to all saints and devotees, met them and came to temple.

         On the day of Shravan Vad 30th ,Bapashri sitting on small cot came to Kakarwadi along with saints and devotees. There they all bathed and performed mental worship. Then discourses on the gist of Vachanamrut was  read and pooja of all with sandalwood paste and garlanding was performed and after meeting all came to the temple.

         On the day of Shamvedi Shravni (on this day Brahmin change their sacred threads), Bapashri, saints and devotees came to chhatri. There katha of Vachanamrut Rahsyarth Pradipika Tika (gist) was arranged to be read. Then all saints were bestowed with sacred threads by Bapashri and he said that those were divine sacred threads of Akshardham. Then saints performed pooja of Bapashri with sandalwood paste and garlands and Bapashri also performed their pooja in the same way and sprayed sandalwood paste which was filled in bowls and said this is the vartman for all. He said that, that was such a yagna (ritual) as arranged by Parvatbhai. All those who have come in this yagna have got ultimate liberation. Thus thousand of saints and devotees were blessed by Bapashri showing his grace. Then all came to the temple.

          On the day of Bhadava Sud 5th ,katha of Vachanamrut Rahsyarth Pradipika came to end. On that occasion Bapashri performed pooja of Vachanamrut satik and put dhoti on all saints. On that day Merai Khimjibhakta of Rampur and Parmar Dahyabhakta and Valji gave rasoi (meal) on the occasion of Parayan ending day. Then saints of Amdavad, Muli and all devotees who had came from other places were given leave. So all satsangi went to their respective villages and saints started for Narayanpur. To give them send off Bapashri escorted them up to the out skirt of the village.The saint Ghanshyamdasji follower  Swami Ishwarcharandasji had fever. Bapashri asked him “Do you want to go Akshardham?”  Saint said that he wanted to go and requested to Bapashri to put him in Maharaj’s Murti. Then Bapashri came home and saint went to Narayanpur. On the next day saint Ghanshyamdas after taking meals at noon, washed his pattar (bowl), dried his tumbdu (wooden Pot) and put them in his bag, took bath and started doing dhun (collective utterance of God’s name) in the porch. The other thirty saints who were with him, all did dhun with him for quarter of hour and saint Ghanshyamdasji left for the Akshardham. All saints stayed there for fifteen days.Bapashri came and told Swami Ishwarcharandasji, “A thought for Parayan, etc. was made during illness and that all has been done, now the work of giving meal is pending, so take money through someone and give meals at both places. Then money was taken by Kalyanbhakta and meals were given at both places. ||198 ||