Gujarati / English

સંવત ૧૯૭૫ના વૈશાખ સુદ-૩ને રોજ અમદાવાદ તથા મૂળીના સંત તથા હરિજનો કચ્છમાં ગયા હતા, તે ભુજમાં દર્શન કરી વૈશાખ સુદ-૧૫ને રોજ વૃષપુર ગયા.

વૈશાખ વદ-૧ને રોજ સભામાં પ્રથમ પ્રકરણનું ૩૦મું વચનામૃત વંચાતું હતું. તેમાં ઘાટ-સંકલ્પ ટાળવાની વાત આવી.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મોટા અનાદિમુક્તનો પ્રસંગ રાખે ને તેમને અંતર્યામી જાણીને સદાય સમીપે રાખે તો ઘાટ-સંકલ્પ ટાળી નાખે. જો ‘ગુરુ ગયા ગોકળ ને ચેલાને થઈ મોકળ’ એમ જાણે તો સંકલ્પ ટળે નહિ; માટે મોટાને સદા સર્વત્ર ને અંતર્યામી જાણવા. આ ટાણે જો આચાર્ય બોલાવીને ધોળકા કે જેતલપુરની કે હરકોઈ ધામની મહંતાઈ આપે તો આવો સમાગમ મૂકીને ચાલી નીકળે, એવા જીવના સ્વભાવ છે; માટે તેમાં લોભાવું નહિ. અને માન, મોટપ, વિદ્યા, અધિકાર, એમાં મોટપ માનવી નહિ; એક મહારાજની મૂર્તિમાં જોડાવું ને તે સુખમાં મોટપ માનવી.

“આ લાભ ને આ જગ્યાની ખબર ન મળે. આ તો અક્ષરધામ છે, પણ વૃષપુરના મંદિરની ઓસરીમાં બેઠા છીએ એમ ન જાણવું. આ ઠેકાણે જે કરો તે થાય તેમ છે, તોપણ જેને નિશ્ચય ન હોય તે એમ કહે જે, ‘આ સભામાં મુક્ત આવે જ નહિ’; તે નાસ્તિક છે અને તેને આ સભાનું સુખ ન આવે ને કલ્યાણ પણ થાય નહિ. જીવ એવા છે જે જીવને, માયાને, ઈશ્વરને, બ્રહ્મને, અક્ષરને, એ સર્વેને અનાદિ કહે; પણ જે અનાદિમુક્ત હોય તેમને અનાદિ કહીએ તો ન કહેવા દે.

“કરમશી કોઠારી અને બીજા સાધુઓ હતા, તે ગુજરાતમાંથી નિર્ગુણાનંદજી બ્રહ્મચારીને કાગળમાં અનાદિમુક્ત લખ્યા હતા તે વાંચે અને હસે. કરમશી ભક્તે તે કાગળ દોડીને સ્વામી મહાપુરુષદાસજીને બતાવ્યો. પછી સ્વામી મહાપુરુષદાસજીએ કહ્યું જે, ‘બરાબર છે, એમાં શું ખોટું છે? એ એવી સ્થિતિના છે.’ પછી તો અમારી પાસે આવીને કહ્યું  જે, ‘જુઓ.’ ત્યારે અમે કહ્યું જે, ‘એ બ્રહ્મચારીને તમે દીઠા છે, તે કોણ છે? એ બ્રહ્મચારી તો શ્રીજી મહારાજની મૂર્તિના સુખભોક્તા છે. જ્યારે એને અનાદિ નહિ કહો ત્યારે તમે મુંડાવા આ સત્સંગમાં આવીને બેઠા છો? જીવ, માયા, ઈશ્વર, બ્રહ્મ ને અક્ષર એ સર્વેને અનાદિ કહેવાય અને જે અનાદિ છે તેને ન કહેવાય, તેનું શું કારણ છે? તું આમાં શું લઈને આવ્યો છે? આ તમારી સમજણ કેવી રીતની છે?’ પછી તે ચાલ્યો ગયો.”

એમ કહીને પછી વાત કરી જે, “આજ અનાદિમુક્ત મનુષ્યરૂપે દર્શન આપે છે, માટે ખરેખરી શરદઋતુ  આવી છે. આ ઋતુમાં જેવાં ફળ પકવવાં હોય તેવાં પાકે તેમ છે. આગળ ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, શુક સ્વામી ભેગા બેસીને સમાગમ કરતા; તેના વંશના આપણે છીએ, માટે આ સમાગમ કરી લેવો. આ રસનું પાન કરે તો રસ મળે, તે રસ મોટા અનાદિ તથા પરમ એકાંતિક ભોગવે છે ને સત્સંગમાં પ્રવર્તાવે છે તે સુખ લેવું જોઈએ. આ સભામાં અનાદિ તથા પરમ એકાંતિક તથા એકાંતિક છે અને શ્રીજી મહારાજ માંહે વિરાજે છે, માટે આ ને આ દેહે કરીને મૂર્તિના સુખના ભોક્તા થાવું ને મૂર્તિમાં જોડાવું. જે મૂર્તિથી ને આ સભાથી નોખા પડશે તેને સુખ નહિ આવે, માટે અનાદિનો વિશ્વાસ રાખવો. આ બોલીએ છીએ તે સાચું છે, પણ ‘આ મુક્ત ક્યાંથી હોય?’ એવો તર્ક ન કરવો; કરશો તો ખોટ આવશે. ‘પંડિતથી ગાઉ પચાસ, જ્ઞાનીથી ગાઉ વીસ, પ્રેમીને આસપાસ, ને વિશ્વાસીને શીશ.’  કલ્યાણસંગજીને વિશ્વાસ આવ્યો તો પૂરું થઈ ગયું.”

પછી પુરાણી ધર્મકિશોરદાસજીએ પૂછયું જે, “વાસનાવાળા ત્યાગીને સાક્ષાત્ ભગવાન મળ્યા હોય તો તેને જન્મ ધરવો પડે કે નહિ?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “જડભરતનું વિચારો.”

એમ કહીને પછી બોલ્યા જે, “આ સાધુ શ્રીજી મહારાજના બાળક છે. તેમની સેવા કરે તો શ્રીજી મહારાજ ઘણા રાજી થાય અને તે સેવા કરનારની કસર એક જન્મે ટાળી નાખે.”

તે સમયે એક બ્રાહ્મણ હતો તેને પૂછયું જે, “આ સંત કેવડા મોટા છે?”

ત્યારે તેણે કહ્યું જે, “બહુ મોટા છે.”

પછી બાપાશ્રી બોલ્યા જે, “અક્ષરધામ સુધી મોટા છે. આવા કોઈ અવતાર તથા મૂળઅક્ષરાદિક કોઈ નથી. એવા આ સંત મોટા છે. જે મોટાં ભાગ્યવાળો હોય તે આ સંતને ઓળખે, જેવા-તેવાના ઓળખ્યામાં આવે તેમ નથી.

“અમે મૂળીમાં શ્રી નિર્ગુણદાસજી સ્વામીના આસને બેઠા હતા, ત્યાં કોઈક અધિકારીએ કહ્યું જે, ‘આપ સ્વામિનારાયણને ભગવાન કહો છો તે તો હિંદુસ્તાની બાવો હતા ને તેમણે ઘણાં સાધન કર્યાં હતાં ને યોગ સિદ્ધ કર્યો હતો તેથી મોટા પુરુષ તો ખરા, પણ ભગવાન કહો છો તે સમજાતું નથી.’ તેને સ્વામીએ કહ્યું જે, ‘તમારા હાથમાં એ વસ્તુ ન આવે અને આ નાના લોકો કામ કાઢી જાય છે.’ એમ કહીને દૃષ્ટાંત દીધું જે, ‘એક વેપારી રેલમાં હિંદુસ્તાનમાંથી ખાંડ ભરીને લાવતો હતો, તે વેરાતી વેરાતી અહીં સુધી આવી તે કીડીઓ પહોંચી તે બધી જમી ગઈ ને ખૂબ સુખી થઈ. તેમ કીડી જેવા જે જીવ હતા તે મુક્તના જોગથી ભગવાનને ઓળખીને મહાસુખિયા થઈ ગયા છે અને જે મોટાં મોટાં પશુ હતાં તેમનાથી ખાંડ ખવાણી નહિ; તેમ બહારવૃત્તિવાળા જીવને આ ભગવાન ને મુક્ત ઓળખાય નહિ ને એમનું સુખ ન આવે.’ પછી તેને સ્વામીનો ગુણ આવ્યો ને આશ્રિત થયો.”  II ૧૯૯ II

In Samvat 1975, on the day of Vaishakh Sud 3rd, saints ofAmdavad and Muli and devotees had gone to Kutch, after having darshan at Bhuj they went to Vruspur on the day of Vaishakh Sud 15th .

       On the day of VaishakhVad 1st, the 30th Vachanamrut of first chapter was being read in the assembly. In it, there is reference about avoiding thoughts. Then Bapashri said, If one keeps attachment with great Anadi Mukta and know them as supreme being  (omniscient) and always keep them before him, his thoughts will be avoided by them. If he knows ‘guru gaya gokal ne chelane thai mokal’ (-here it means in the absence of guru the disciple will enjoy-when the cat is away mice play.) thoughts will not disappear. Therefore, all Muktas should always be known as supreme being. If Acharya offers mahantai (head of temple) of Dholaka or Jetalpur or any other place, he would leave such association and such opportunity. Such is the nature of Jiva. Therefore, one should not get tempted and should not believe in greatness, honour, education, authority, etc. One should get attached to Murti of Maharaj and should believe the greatness in that happiness. One should not think that he is sitting in the porch of temple of Vruspur. This is Akshardham.This is the place where everything can be achieved. Even then one who is not determined would say that Muktas do not come in this assembly at all. He is an atheist and he will not get the happiness of this assembly and will not be liberated. Jiva is such that it would call Illusion, God, Brahm, Akshar all as Anadi but it would not call Anadi Mukta as Anadi and would not allow others to say so. There were Karamshi Kothari and another saints. Someone from Gujarat addressed Nirgunanandji Brahmchari as Anadimukta. They would read and mock. Karamshi devotee showed this letter to Swami Mahapurushdasji. Swami told him what was wrong in it-it is all right. Such is his state. Then they came to Bapashri and said look! So Bapashri asked them if they had seen that Brahmchari and if know who he was. Bapashri further told him, “That Brahmchari (celibate) is enjoyer of bliss of Shriji Maharaj’s Murti. If you do not call him Anadi, why are you there in the satang? Jiva,Illusion, Iswar,Brahm, Akshar are all called Anadi and the one who is Anadi is not called Anadi, what is the reason of it? What have you brought in this letter?  What kind of understanding is yours? Then he went away. Then Bapashri said, “Today Anadi Mukta give darshan in the form of human being. It is really the season of autumn. In this season you can ripen any kind of fruits. Formerly, Gopalanand Swami, Brahmanand Swami, Muktanand Swami, Shuk Swami used to sit together and used to discuss philosophy. We belong to their cadre, therefore, take advantage of satsang of each other.if one enjoys this happiness, he will get happiness. That happiness is enjoyed by great Anadi and Param Ekantik and they distribute in satsang, that happiness should be taken. In this assembly there are Anadi, Param Ekantik and Ekantik. Shriji Maharaj is also seated in it. Therefore, one should be enjoyer of bliss of Murti in this life span and should get attached to Murti. Those who separate from the Murti and this assembly, will not get happiness. Therefore, keep faith in Anadi. Whatever I say is true but resoning should not be applied to the effect there how this can be Mukta. If you do so it will be loss. ‘Pandit thi gao pachas, gyani thi gao vish, premi ne aspas, ne vishvasine shish’-this means trust is everything. Kalyansanghji trusted and he was fulfilled.

          Purani Dharmakishodasji said, “If God Himself meets passionate renouncer , will he have to take birth or not?” Bapashri said, “Think of jadbharat. This saint is the child of Shriji Maharaj. If one serves him, Shriji Maharaj will very much be pleased and the shortcomings of the one who serves him will be done away with by Maharaj in this birth itself. During that time there was a Brahmin whom I asked how great this saint was. He said that he was very great. Then Bapashri said, “He is great up to Akshardham and no one is like him and also no incarnation or Mulakshar,etc. are like him. He who is very lucky can recognize this saint. Ordinary man cannot recognize him. In Muli I was sitting at the place of Shree Nirgundasji Swami. There some officer said that Swaminarayan whom you call was bava (mendicant) of Hindustani. He did many means and had realized yoga so no doubt he was a great man but calling him as God is not understood. Swami told him that this thing is not within your reach and for ordinary people Lord Swaminarayan is within their reach. He gave an example. A business man was bringing sugar from Hindustan by rail it came here and was getting scattered on the way and reached here. Scattered sugar was eaten by ants they become very happy. Similarly those Jivas who have like ants recognise God by getting attached to Muktas and became very happy and big animals could not eat sugar. Similarly extrovert Jivas cannot recognize this God and Mukta and they do not get their happiness. Then he was attracted to Swami and became his follower. || 199 ||