Gujarati / English

વૈશાખ વદિ-૧૦ને રોજ છેલ્લા પ્રકરણનું ૨૩મું વચનામૃત વંચાતું હતું. તેમાં માનસી પૂજાની વાત આવી.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “શ્રીજી મહારાજે માળા, માનસી પૂજા જે જે બતાવ્યાં છે તે સાધનકાળનાં બતાવ્યાં છે ને કેટલાંક સિદ્ધકાળનાં બતાવ્યાં છે. માટે માનસી પૂજામાં ચૈતન્યને વિષે મૂર્તિ ધારીને દિવ્ય ભોજન જમાડવાં અને વસ્ત્ર-ઘરેણાં પણ મૂર્તિના જેવાં જ દિવ્ય તેજોમય ધારવાં; પણ ચિત્ર-વિચિત્ર ન ધારવાં. સર્વે ક્રિયા પોતાના ચૈતન્યમાં કરાવવી, પણ જુદાં જુદાં સ્થાન ક્લ્પવાં નહિ. એમ કરતાં કરતાં ઉપશમ થાય ને મૂર્તિનો સાક્ષાત્કાર થાય ત્યારે મૂર્તિને જોઈ રહેવું; બીજો સંકલ્પ કરવો નહિ. મૂર્તિ વિના બીજું સર્વે વિક્ષેપકર્તા છે. મૂર્તિનો સાક્ષાત્કાર ન થયો હોય તેણે ઉપર કહ્યા પ્રમાણે કર્યા કરવું, અને ધ્યાન કરવું. ધ્યાન કરતાં એકેકું અંગ દેખાય એ નેત્રની વૃત્તિએ જોવાય છે એમ જાણવું અને જ્યારે સમગ્ર મૂર્તિ દેખાય ત્યારે જીવની વૃત્તિએ જોવાય છે એમ જાણવું. અને જ્યારે મૂર્તિમાં સંલગ્ન થવાય ત્યારે વૃત્તિ ન જાણવી; જીવસત્તાએ જોવાય છે એમ જાણવું. તેને મૂર્તિથી ઓરું જ્ઞાન રહેતું નથી અને  દેહની ક્રિયા તો મહારાજની ઈચ્છાથી થાય છે.

“જ્યારે મૂર્તિનાં સુખમાં ઊતરે ત્યારે સુખ વિના બીજું દેખે જ નહિ, જેમ સૂર્યના રથમાં બેઠાં હોય તેને રાત્રિ છે જ નહિ તેમ. ધ્યાનનું સુખ તો બહુ અલૌકિક છે, પણ જીવને આગ્રહ થતો નથી. અંતર્વૃત્તિએ કરીને શ્રી પુરુષોત્તમના તેજરૂપ થઈને મૂર્તિ ધારે તો બહુ સુખ આવે ને મહાસુખિયો થઈ જાય એવું મૂર્તિનું સુખ છે. તે સુખ આવે તો સર્વે વિષય, માન, મહોબત, સેવાભક્તિ, તે જેમ પાણીમાં વસ્તુ નાખીએ તે દેખાય જ નહિ તેમ વીસરી જાય અને એક મૂર્તિ જ દેખાય. માટે મૂર્તિની સ્મૃતિ અખંડ રાખવી. રાગમાં, રંગમાં, કથામાં, વાર્તામાં, મૂર્તિની સ્મૃતિ ભૂલી જવાય તો ચાળે ચઢી ગયા એમ જાણવું. શાસ્ત્ર ભણીને પાનું ઝાલીને કથા વાંચે ને જો મૂર્તિ ભુલાય નહિ તો તો ઠીક. જો મૂર્તિ ભૂલી જવાય તો જેમ રાંડીને ખૂણે બેઠી એવું કહેવાય. માટે અખંડ તેલધારાવૃત્તિ મૂર્તિમાં રાખવી એ મૂર્તિ દેખ્યા તુલ્ય છે.

“મુક્ત મળ્યા વિના એકલા સાધનવાળાને મૂર્તિની પ્રાપ્તિ થાતી નથી અને સત્સંગ પણ દિવ્ય જાણી શકાતો નથી તેથી લૂખો રહે છે. જ્યારે અનાદિમુક્ત મળે ત્યારે કાર્ય-કારણ ઓળખાય અને સત્સંગ બધો દિવ્ય જણાય ત્યારે મૂર્તિની પ્રાપ્તિ થાય.

“માટે કારણ જે મહારાજની મૂર્તિ તેને મૂકીને કાર્ય જે સત્સંગની સેવા હોય તોપણ મહારાજની મૂર્તિરૂપી નિશાનને ચુકાવી દે છે. શ્રીજી મહારાજે કાંકરિયાની ચોરાસી કરી ને પછી એ પ્રવૃતિ ટાળી નાખી. એ વાત પોતાના એકાંતિક ભક્તને અર્થે મધ્ય પ્રકરણના ૨૨મા વચનામૃતમાં કહી છે. એકાંતિકને કાર્યમાં સમાસ નથી અને નવા આદરવાળાને સમાસ કરનારું છે. શા માટે? તો એથી બીજબળ થાય છે. આત્યંતિક કલ્યાણ તો મૂર્તિથી જ થાય તે મધ્ય પ્રકરણના ૮મા વચનામૃત શ્રીજીએ યજ્ઞનો વિધિ બતાવ્યો છે.

“કાર્ય તો જેમ આકાશમાં રીંછડીઓ એટલે (ડુવાળા) બધે ભરાઈ જાય છે અને વરસાદ થાય એવો ભાવ જણાવે છે, પણ વરસે નહિ; અને કદાપિ વરસે તો પૃથ્વી ભીની કરે, પણ રેલ ચલાવે નહિ એવું છે. કારણ જે મૂર્તિ તે તો જેમ મૂશળધાર વરસાદ વરસે તે પૃથ્વી દેખાય જ નહિ એવી રેલ ચઢાવે ને એકલું જળ જળ થઈ રહે, તેમ જળને ઠેકાણે મૂર્તિ છે તે એકલી મૂર્તિ અણુ અણુ પ્રત્યે ભાસે એવું છે. માટે સેવાભક્તિ આદિક સાધન કરતાં ધ્યાન કરવું તે શ્રેષ્ઠ છે. જે ધ્યાન કરે તેને કોઈ વ્યવહારમાં જોડવા નહિ અને ધ્યાન કરનારે પણ કોઈ વ્યવહારમાં જોડાવું નહિ.

“શ્રીજી મહારાજના સુખની અવધિ નથી. સિદ્ધ મુક્તને પણ એ સુખમાંથી પૂર્ણ થવાતું નથી. સુખમાં વિભાગ ઘણો છે. જ્યારે અનુભવજ્ઞાન થાય એટલે જે સુખની વાતો કરીએ છીએ તે સુખની પ્રાપ્તિ થાય ને તેને ભોગવે ત્યારે જાણ્યામાં આવે ને ઈન્દ્રિયો-અંતઃકરણના ભાવ ટળી જાય. આ સ્થૂળ દેહમાં રહ્યો હોય તોપણ આ લોકની ખબર રહે નહિ અને કાંઈ પણ વર્ણન કરી શકે નહિ. સુખમાં જોડાઈ જાય ને સુખમાં ચાલ્યો જાય ને નવાં નવાં સુખ લેતો જાય. તે સુખનો પણ પાર પામી શકે નહિ ને તે સુખનું કે મૂર્તિનું વર્ણન કરી શકે નહિ; કેમ જે મહારાજ એની સ્મૃતિને રોકી રાખે છે. તે અનુભવી, ઉપશમ અવસ્થાવાળો ને કર્તા-અકર્તા કહેવાય. એની ક્રિયા મહારાજને આધીન હોય, પણ અનાદિમુક્તના જેવો સ્વતંત્ર ન હોય. અનાદિમુક્તમાં સ્વતંત્રપણું છે તે અનુભવીમાં નથી. માટે અનાદિમુક્ત છે તે અનુભવી કરતાં શ્રેષ્ઠ છે.”  II ૨૦ II

On the day of Vaishakh Vad  10th, the 23rd Vachanamrut of the Last Chapter of Gadhada was being read. There was reference about mental worship in it.  Bapashri said, “The means viz. rosary, mental worship and so on which are being shown by Shriji Maharaj are the means for the seekers and some others are meant for supernatural power.   Therefore in mental worship we should imagine Murti in our soul and offer divine meal.  Moreover, clothes and ornaments also should be imagined as divine luminous as Murti but should not be imagined queer type.  All activities should be done in our soul but should not imagine different places.  By doing this regularly when we become tranquil and Murti is realized, we should stare at Murti, no other thought should come because everything except Murti is disturbing.  He, who has not realized Murti, should continue to do as said above, and meditate.  While meditating if any part is seen singularly it should be known to be seen due to tendency of sight and when Murti is seen as a whole, it should be known to be seen due to tendency of jiva and when we become one with Murti, we should know that there is lack of tendency.  It is seen by the power of the soul– it should be known thus.  He does not have any other knowledge than Murti and the activity of the body is done by the wish of Maharaj.  When one goes deep in the happiness of Murti, he will not see anything else except happiness.  In the same way just as when we are sitting in the chariot of the sun, there is no night at all.  The happiness of meditation is very divine but jiva does not insist for that happiness.  If Murti is meditated introvertly by becoming luminous form of Shri Purushottam, much happiness will come and he will become very happy– such is the happiness of Murti.  When such happiness comes, honour, love, service, devotion, all will be forgotten.  In the same way just as we throw something in water it will not be seen. He will only see Murti. Therefore, memory of Murti should be kept constantly.  If the memory of Murti is forgotten on account of passion, enjoyment, discourse, talks, etc. we should know that we have forgotten the path.  After studying scripture if one reads from scripture by holding a page it is well and good if Murti is not forgotten.  If Murti is forgotten, it should be considered as if he has become a widow. Therefore, our inclination should constantly be for Murti like falling current of oil.  It is as good as seeing Murti. Seekers can not achieve Murti without meeting Muktas.  Moreover they are not able to see the Satsang as divine so he remains dry.  When Anadi Muktas are available (met) he will recognise the work and doer of work and the Satsang will appear divine. Then only Murti will be achieved.  Because leaving aside Murti of Maharaj, if he does activity which may be the service of the Satsang, karan (the goal) in the form of Maharaj’s Murti will be missed.  Shriji Maharaj invited Brahmins of eighty four sub-castes (chorasi) and served them a sumptuous meal at Kankaria.  Thereafter he drew away this act of His from His mind.  He has referred this incident in the 22nd Vachanamrut of the Middle Chapter of Gadhada for His Ekantik devotees.  Ekantik devotees have nothing to do with whatever work or activity they do. That means they have to forget, and for novice practising it provides inspiration because this will work for them like a seed which grows into a tree.  Ultimate salvation can be achieved through Murti only and for this Shriji Maharaj has described rituals of yagna in the 8th Vachanamrut of the Middle Chapter of Gadhada. The activity is just like stray clouds scattered in the sky and make the show as if they would rain but do not rain and in case they rain, they would wet the earth but the flooding will not be there.  Murti is like the heavy rain which floods the whole area so the land will not be seen and there will be flood water.  Similarly in the place of floodwater there is Murti and only Murti appears in every particle.  Therefore, meditation is better than doing devotion, service, etc.  No one should make the person who meditates join in any activity and he himself should also not associate with any activity.  There is no limit to the happiness of Shriji Maharaj.  Even the Accomplished Muktas do not achieve perfection in that happiness.  Happiness is of many kinds.  When there is experienced knowledge, talks of happiness are done.  When that happiness is achieved and enjoyed, it is known and the feelings of senses and conscience do not remain.  Though he is in physical body he will be above this world and will not be able to describe anything.  He joins in happiness, lives in happiness and takes with him new happiness.  He will also be not able to gauge that happiness nor can he describe that happiness or Murti because Maharaj does not allow his memory to come out.  He is known to be experienced one, tranquil and doer and non-doer.  His activity is under the control of Maharaj but he is not independent like Anadi Mukta.  The experienced one does not have independence which Anadi Mukta has.  Therefore, Anadi Mukta is better than the experienced one.” || 20 ||