Gujarati / English

વૈશાખ વદ-૩ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “જેમ માયિક જ્ઞાને કરીને આ લોકનું  બંધુય ઓણખાય છે, કાંઈ બાકી રહેતું નથી; તેમ અનુભવજ્ઞાન ત્યારે ધામ, સભા, સુખ, મૂર્તિ, એ સર્વેનો સાક્ષાત્કાર થાય, પણ  કોઈને કાંઈ શીખવવું પડતું નથી.”

પછી સ્વામી નારાયણસેવકદાસજીએ પૂછ્યું જે, “આ સત્સંગમાં ભેળ ઘણી થઈ ગઈ છે તે શ્રીજી મહારાજ કેમ જોઈ રહ્યા હશે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “શ્રી સ્વામિનારાયણ ભગવાન તત્કાળ કાંઈ કામ કરતા નથી, એ તો વાણિયા જેવા છે તે ખસતાં ખસતાં બધુંય લઈ લેશે; એક દિવસ બધુંય સારું કરશે. આંધળે ઘોડે ચઢે તે બધાંય કૂવામાં પડવાનાં. તે આંધળાઈ વિક્ષેપમાંથી જાગી છે. ગૃહી-ત્યાગીના ધર્મ પ્રવર્તાવવામાં આચાર્યજી મહારાજ કારણરૂપ છે, પણ શ્રીજી મહારાજ સારું કરશે; પોતાનો સત્સંગ ભેળાવા દેશે નહીં.”

એમ વાત કરીને પછી  બોલ્યા જે, “જેને કથા, વાર્તા તથા આ સભા વિના રહેવાય નહિ અને શ્રીજી મહારાજના એકાંતિક તે આવા છે અને પરમ એકાંતિક તે આવા છે અને અનાદિમુક્ત આવા છે ને આવા શ્રીજી મહારાજ છે ને આવું તેમનું ધામ છે એવો મહિમા જાણે તો શ્રીજી મહારાજની મૂર્તિમાં રસબસ થઈ જાય ને તેની બુદ્ધિ થોડી હોય તોપણ તે કુશાગ્ર બુદ્ધિવાળો છે. અને જેને આ લોકનું ડહાપણ હોય,  પણ શ્રીજી મહારાજનો ને એમના મુક્તનો મહિમા ન સમજાયો હોય ને તેની વ્યાવહારિક બુદ્ધિ ઘણી હોય તોપણ તે જાડી બુદ્ધિવાળો છે. તે સૌ સૌના મનમાં તપાસી જુઓ તો જણાઈ આવે. જેની કુશાગ્ર બુદ્ધિ થઈ હોય તેને આ સભા દિવ્ય ભાસે. આવા સાધુ ક્યાંય નથી! એવા આ સાધુ છે, પણ જાડી બુદ્ધિવાળાને મનુષ્ય જેવા જણાય. આ સભામાં મહારાજ ને મુક્ત વિરાજે છે, પણ જાડી બુદ્ધિવાળાને જાણ્યામાં ન આવે.”

પછી સ્વામી વૃંદાવનદાસજીએ પૂછ્યું જે, “આ સભાનું પૂરું થયું હશે કે કેમ?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “પૂરું થઈ રહ્યું એમ કહીએ તો જીવને ચિંતા રહે નહિ ને ખાય, ખેલે ને ઝગઝગાટ ફેંટા બાંધે ને પોતાનું પૂરું માને ને કાંઈ સાધન કરે નહિ. કેટલાક સાધુ અહીં આવે ત્યારે અમે એમનાં લૂગડાંથી ઓળખી લઈએ જે આ ફલાણા ધામના છે. આ અમે વઢતા નથી, હેતની વાત કહીએ છીએ; માટે સૌ ધ્યાનમાં લઈ તે પ્રમાણે રહેશો તો અમે તમારા કલ્યાણમાં વાંધો નહિ આવવા દઈએ. જે અમારાં વચન પ્રમાણે નહિ વર્તે તો તેનું તે જાણે, માટે આવો જોગ મળ્યો તો બીજો જન્મ ધરવો પડે નહિ એમ વર્તવું.”

એટલી વાત કરીને પછી બોલ્યા જે, “પરમપદ તે પરમ એકાંતિકની પ્રાપ્તિ છે અને અનાદિની તો વાત જ જુદી છે. તેનું સ્વરૂપેય જુદું! એને પમાડનારાય જુદા! ને પામનારાય જુદા! ને એનું સુખ પણ જુદું! ને પ્રાપ્તિયે જુદી! તેની તો વાત જ જુદી છે. અનાદિ તો સદાય મૂર્તિમાં છે, છે ને છે જ.”  II ૨૦૧ II

On the day of Vaishakh Vad 3rd Bapashri showing his favour, talked. He said, “Just as everything of this world is recognized by the knowledge of illusion- nothing remains to be known. Similarly, when one gets experience knowledge he will realize Akshardham, assembly, happiness, Murti but he has not beentaught anything.

Then Swami Narayansevakdasji said, “Bad elements have got mixed in this satsang. How does Shriji Maharaj see it?” Bapashri said, “Lord Swaminarayan does not take action soon. He is like Bania, slowly slowly He will take action and everything will become all right. All those who ride the blind horse will fall in well. This blindness is a result of difference of opinion/perplexity. Acharya Maharaj is the instrument in making householder and renouncer obey dharma (command) but Maharaj will do everything good, He will not allow His satsang to be polluted. Bapashri further said the one who cannot live without katha, varta and this assembly and knows the greatness of Shriji Maharaj , Ekantik, Param Ekantik, Anadi Mukta and also knows the greatness of Shriji Maharaj and his Akshardham, will be engrossed in Shriji Maharaj’s Murti and even if his intellect is not sharp, he is of sharp intellect. And the one who has wisdom of this world but has not understood the greatness of Shriji Maharaj and His Muktas, his practical intellect may be sharp but he is of useless intellect (low intellect). Search within and it will be known. The one having sharp intellectwill find this assembly as divine. There is no one like this saint! He is such saint but one with low intellect will know as ordinary human being and will not know that Maharaj and Muktas are present in this assembly.

Then Swami Vrundavandasji asked, “Is this assembly will fulfilled or not.”  Bapashri said, “If we say it has been fulfilled, Jiva will have no worry and waste time in other things and will not do any means thinking that he has been fulfilled. When saints come here I recognize them from their clothes and know that they are from particular abode. I am not scolding you but telling it the talk of love. Therefore if you all remain according to it by considering it, I will not allow any obstacle to come on the path of your liberation. If those who do not behave according to my words, they are responsible for their own acts. If you behave according to my words you will not have to take another birth because of such opportunity. Then he said there is achievement of the highest position which is the achievement of Param Ekantik but the position of Anadi is superior to it. His form is different and getting it achieve also different and achievers are also different, and its happiness is also different and its achievement also different,that subject is also different. Anadi is always in Murti without any doubt. || 201 ||