Gujarati / English

વૈશાખ વદ-૪ને રોજ સભામાં મધ્ય પ્રકરણનું ૫મું વચનામૃત વંચાતું હતું, તેમાં ભગવાનના ભક્તનો પક્ષ રાખવો, પણ વિમુખનો પક્ષ ન રાખવો એમ વાત આવી.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે,  “શ્રીજી મહારાજનો આશ્રિત હોય, પણ તે શ્રીજી મહારાજના કહેલા ધર્મ  ન પાળતો હોય તેને વિમુખ જાણવો. જે અધર્મીનો પક્ષ રાખે તે આ જન્મે અથવા બીજે જન્મે જરૂર વિમુખ થાય; માટે અધર્મી હોય તેનો પક્ષ ન રાખવો. અને તેનો પક્ષ ન રાખવે કરીને કોઈનો ચૂડો નહિ ભાંગે; શ્રીજી મહારાજને મુકશો તો ચૂડો ભાંગશે એટલે કે કલ્યાણ નહિ થાય. જેને શ્રીજી મહારાજને વિષે ને મોટા મુક્ત વિષે દૃઢ આત્મબુદ્ધિ થઈ હોય ને દેહાભિમાન ટળી ગયું હોય તેનાથી ધર્મનો પક્ષ રહે.

“આ ટાણે દેવની મિલકત કરાવવા સારુ સ્વામી વૃંદાવનદાસજીએ તથા આ ઈશ્વર બાવે અમારી આજ્ઞાથી દેવનો પક્ષ રાખીને  દુ:ખ માથે લીધું  છે, પણ લેશમાત્ર દેહાભિમાન રાખ્યું નથી. ‘હિંમતે મરદા તો મદદે ખુદા.’ માટે હિંમતમાં રહેવું; તો મહારાજ સારું કરશે. અને અન્ન-વસ્ત્રાદિક નહિ આપે કે મંદિરમાં રહેવા નહિ દે, એમ બીક રાખવી નહિ. અને દેવનો પક્ષ માથા સાટે રાખવો; તો શ્રીજી મહારાજ પ્રસન્ન થાશે, પણ પાર્ટી બાંધીને પાર્ટીનો પક્ષ રાખવો નહિ; ધર્મનો પક્ષ રાખવો. જો પાર્ટીનો પક્ષ રાખીને ધર્મનો ત્યાગ કરે તો તે શ્રીજી મહારાજનો ભક્ત હોય તોપણ આ જન્મે અથવા બીજા જન્મે જરૂર વિમુખ થાય; માટે તપાસ  રાખવો.

“બાપાના ધામમાં જાવું છે તે છેટું  થાય નહિ એમ વર્તવું. ગુરુ હોય તેણે શિષ્યને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ સિદ્ધ કરાવવાં. અમે સદગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામીને શ્રીકૃષ્ણદાસજી, યોગેશ્વરદાસજી, મુક્તજીવનદાસજી તથા રામકૃષ્ણદાસજી, એ ચાર સાધુ આપ્યા હતા. તેમને સ્વામીએ કેવી સાધુતા દૃઢ કરાવી હતી! તેમ પોતાના શિષ્યને ધર્મ દૃઢ પળાવવો ને જ્ઞાન શીખવવું. ઠોઠ જેવા હોય છે તે પણ નિશાળે જાય છે તો ભણીને પંડિત થાય છે, એમ આપણી પાસે આવીને સાધુ થાય તેને ધર્મ, જ્ઞાન, આદિક શુભ ગુણ ભણાવવા.

“અમે અમારા છોકરાને ચેષ્ટાનાં પદ પૂરાં થાય ત્યાં સુધી બેસવાની આજ્ઞા કરી છે તો ગમે તેવું કામ હોય તોપણ નિયમ ચૂકતા નથી ને કોસ હાંકીને વાડીમાંથી ખાવાનું પેદા કરે છે ને ભગવાન ભજે છે. અને કેટલાકના છોકરા કાનોમાં ફૂલ ઘાલતા તે આજ કોઈ માંડવી, કોઈ કરાંચી, કોઈ કલકત્તા ને કોઈ આફ્રિકા સેવે છે ને સંતનાં દર્શનનો કે કથા-વાર્તાનો પત્તોય નથી ને કુસંગી જેવા થઈ ગયા છે. માટે આશરે આવે તેને નિયમમાં રાખવા.

સ્વામી શ્રી નિર્ગુણદાસજીના સાધુ રામકૃષ્ણદાસજી અમદાવાદના મંદિરમાં શ્રી ઠાકોરજીનાં દર્શન કરવા ગયા હતા, ત્યાં માનસી પૂજા કરવા બેઠા તે ઊંઘ આવી ગઈ. પછી મોડેથી જાગ્યા ત્યારે આસને આવ્યા, તેમને સ્વામી બહુ લઢ્યા. તેમ ગુરુની પાસે ચેલાનું આસન કરાવવું, પણ ગુરુ ક્યાંય ને ચેલા અર્ધો માઈલ છેટે હોય તે શું કરતા હશે? માટે આસન પાસે કરાવવું. જેમ ગાયનું વાછરડું ગાય પાસે હોય તેમ પોતાના શિષ્યને પોતાની પાસે રાખવા. અને રાત્રિએ અગ્નિ જે દીવો તેની સાખ રાખવી, પણ દીવા વિના રહેવું નહિ. દીવો હોય તો કોઈ ચાળો ન કરે, પણ ગુરુ ક્યાંય હોય ને શિષ્ય ક્યાંય હોય. ગુરુ કથા કરતા હોય ને શિષ્ય ક્યાંય સૂતા હોય તેમની ખબર ન લે, તે શિષ્યમાં શું ગુણ આવે? કોઈ ખોટું ન લગાડશો.

“અમે તો મહાપ્રભુજીની મરજી જોઈને બોલીએ છીએ, અમથા નથી બોલતા. જુઓને! જડભરતને ત્રણ જન્મ ધરવા પડ્યા. માટે તપાસ કરવો. એને તો વિજાતિ મૃગલું હતું, તેમાં કાંઈ પણ સ્વાર્થ નહોતો તોપણ બંધાઈ ગયા; તો ત્યાગીને તો ગોદડી, તુંબડી, આસન, પટારો, પુસ્તક, ગુરુ, ચેલા એવાં ઘણાં ઠેકાણાં બંધાવાનાં છે. એ તો અહીં બેઠા હોય ને અમદાવાદ કે મૂળી જઈને પટારો જોઈ આવે ને શિષ્યને કાંઈક કહી આવે. આ સભામાં બેઠા હોય તોપણ ચોરી કરીને ક્યાંય જઈ આવે.

“અમારે અહીં એક કણબી સવલો નામે હતો, તે લોકોને કહે જે, ‘અહીં ચોર છે’ ને પછી પાનબાજરીમાં ને બધે કચરામાં ફરે ને પછી કહે જે, ‘આ પાનમાં ચોર જાતો રહ્યો’; એમ લોકોને છેતરે. તેમ  કામ-ક્રોધાદિક શત્રુ છે તે જીવને માયારૂપી કચરામાં ફેરવે છે, પણ જીવ ઓળખતો નથી. ને આપણે સાધુ થયા છીએ તે કામાદિક શત્રુ શું કરનારા છે? એમ જાણીને ગાફલાઈ રાખે, પણ એ તો ક્યાંય ઉપાડીને લઈ જાય એવા છે.

“એક વાણિયાના ઘરમાં ચોર પેઠા ત્યારે તેની સ્ત્રીએ કહ્યું જે, ‘ચોર પેઠા.’ ત્યારે કહે જે, ‘જાગું છું.’ પછી કહે જે, ‘પટારો તોડ્યો.’ તો કહે જે, ‘જાગું છું.’ પછી કહે જે, ‘લઈને ગયા.’ તો કહે જે, ‘જાગું છું’, પણ ઊઠ્યો નહિ ને પછી કહે જે, ‘દાટ વળી ગયો’; એમ થાય. માટે દાટ વળવા દેવો નહિ ને ખાન-પાનમાં ક્યાંય આસક્તિ રાખવી નહિ; એક મૂર્તિમાં જ આસક્ત થાવું. અને કામ વ્યાપે તે ટાણે યક્ષ-રાક્ષસનો અવતાર આવ્યો જાણવો ને કોઈ વસ્તુમાં  તથા ચેલામાં, આસનમાં, ખાવા-પીવામાં ક્રોધ આવે તે ટાણે સર્પનો દેહ આવ્યો જાણવો; માટે  કામ-ક્રોધાદિક વિકારનો ત્યાગ કરીને સાધુ થાવું, પણ સ્વભાવને વશ થાવું નહિ ને સ્વભાવ હોય તો તે ટાળવા. સ્વામી અચ્યુતદાસજીને ચાર-પાંચ ગાઉ ચાલવું પડ્યું તોપણ શાંત રહ્યા તેવું થાવું.”  II ૨૦૨ II

On the day of Vaishakh Vad 4th the 5th Vachanamrut of middle chapter was being read in the assembly. There is a reference in it that one should side with God’s devotee but should not side with him who is averse. Bapashri said, “The one who is the follower of Shriji Maharaj but does not follow the norms of religion as told by Shriji Maharaj should be known averse. The one who sides with irreligious person will become averse either in this birth or in the next birth. Therefore one should not side with irreligious person. By not siding with him, the sky is not going to fall and if you leave Shriji Maharaj you will not get salvation. The one who has firm determination in his soul for Shriji Maharaj and for his great Muktas and he is without ego can side with dharma. Swami Vrundavandasji and Swami Ishwarcharandasji took the responsibility on their shoulders by my order for keeping the side of deva and for the property in the name of God but did not keep ego at all. Therefore you should be courageous so that Maharaj will do good and should not fear that he would not be allowed to stay in the temple or will not give food, clothes, etc. the side of God should be kept even if there is danger to life. If you do so Shreji Maharaj will be pleased but should not form a party and should not keep the side of the party and keeps side with dharma. If one sides with the party and gives up dharma, he will definitely become averse.in this birth or in the next birth even if he is the devotee of Shriji Maharaj, so be careful. Behave in such a way so that if you want to go Bapashri’s abode, it will not be far away. The duty of guru is to make his disciple dharma, knowledge, renunciation and devotion realized. I have given four saints viz Shree Krishnadasji, Yogeswardasji, Muktajivandasji and Ramkrishnadasji to Sadguru Shree Nirgundasji Swami. How firm their saintliness has been made by that Swami! Similarly guru should make his disciple follow Dharma firmly and give him knowledge. Even a dull student becomes scholar (pandit) by going to school. Similarly the one who becomes saint after coming to us he should be taught good virtues like dharma, knowledge, etc. I had ordered my children to sit till chestas Pade (devotion song describing Maharaj’s daily activites) are finished. So they never miss the rule even if there is any kind of work. They till the land produce grain and worship God. Whereas children of some people used to put flowers in their ears and some of them are in Mandvi, some in Karanchi, some in Calcuatta and some in Africa. They do not know any thing about katha, varta, darshan of saints etc. They have become averse to satsang. Therefore whosoever comes under our fold should be kept under strict rules. Swami Ramkrishnadasji disciple of Swami Nirgundasji had gone for the darshan of Thakorji in the temple of Amdavad. When he sat for mental and worship fell asleep.He woke up late.Then came to his asana (place for his stay). Swami scolded him very much. Similarly disciple’s place should be near his guru but if both of them away from each other, how can one know what they are doing. Therefore disciple should be near his guru. Just as calf of the cow is near her, similarly the guru should keep his disciple near him. At night the fire which is lamp should be kept as a witness but should not sleep without the lamp. If there is the lamp, no one can play mischief but if both of them are not near it will so happen that when guru is doing katha his disciple may be asleep somewhere else and guru will not be able to take his care. What kind of virtues will the disciple get? Please do not take it ill. I am speaking by the wish of Mahaprabhuji but not without any reason. Just see Jadbharat had to take three births therefore be alert. For him deer was of different race, he had no self in it even then he was bound. The renouncer has many places for attachment like godadi (small mattress), tumbdi (wooden pot), ashan-place, pataro (big box), books, guru, disciple, etc. He may be sitting here but his thoughts may be in Amdavad or Muli where he has his patara (box) and he may say something to his disciple, he may be sitting in this assembly but would go secretly somewhere. Here there was a kanabi named Savlo. He would tell people that there was a thief and then would move around in the farm and in refuge. Then he would say that the thief had run away from this farm. Thus he would cheat people. Similarly passion, anger, etc are enemies they make Jiva move about in refuge in the form of illusion but Jiva does not recognize it. We have become saint so what can enemies like passion, etc do? Knowing thus if one become careless, those enemies may take him away somewhere else.Once a thief entered a house of bania. His wife told him that the thief had entered the house, he said that he was awake. Then she said the thief had broken the box, then also bania said that he was awake. Then again she said that the thief had stolen valuables from the box-again he said he was awake but did not get up and then repented and said that he had been looted. Thus it will happen, therefore you should be alert and should not keep attachment in anything like Food and Drinks etc. Only, keep attachment in Murti and when there is desire for passion he should know that he is like yaksha-demon and when you are annoyed with some object, disciple, place (asana), food etc. you should know that you are like a snake. Therefore passion, anger etc. should be avoided and become saint but should not surrender to nature and such nature should be avoided. Swami Achyutdasji had to walk for to eight miles (five gao) even then he would remain peaceful-be like him. || 202 ||