Gujarati / English

વૈશાખ વદ-૬ને રોજ સભામાં પ્રથમ પ્રકરણનું ૮મું વચનામૃત વંચાતું હતું. તેમાં કોઈને દીકરો દેવો કે ધન દેવું કે રાજ્ય દેવું કે કોઈ મૂઆને જીવતો કરવો તે અમને આવડતું નથી એમ વાત આવી.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “તમને અમે ક્લ્યાણ કરવાનું આપ્યું તે કલ્યાણ કરવામાં અમે તમારા ભેગા છીએ, પણ આ લોકની માયિક વસ્તુ આપવામાં અમે ભળતા નથી. માટે માયિક વસ્તુ માગે તો કહેવું જે, ‘એ કામ અમારું નથી.’ અહીં ધનબાઈ ડોશીએ અમને વાત કરી જે, ‘હું જે જે વચન આપું છું તે સત્ય થાય છે. કોઈકને દીકરો કે દ્રવ્ય કે જે જે માગે એ આપું છું, પણ મારું વચન એકેય ખાલી ગયું નથી.’ પછી અમે કહ્યું જે, ‘એ તો બ્રહ્માનું કામ કરો છો, તેમાં શું કરો છો?’ પછી તે સમજી ગયાં જે બાપાશ્રીની મરજી તો એક કલ્યાણ કરવું એવી છે. માટે અમારી દૃષ્ટિ તો જીવોનો ઉદ્ધાર કરી જન્મ-મરણથી રહિત કરવા, ને શ્રીજી મહારાજની મૂર્તિનું સુખ આપવું એ જ છે. અને તમારે પણ કલ્યાણ કરવું તેમાં અમે તમારા ભેગા છીએ, પણ જો માયિક વસ્તુ કોઈક માગે તો કહેવું જે, ‘કલ્યાણ ખપતું હોય તો અમારી પાસે છે, બાકી માયિક વસ્તુ જે કાળી વસ્તુ તે અમારી ઝોળીમાં નથી; તમારું પ્રારબ્ધ હશે તેમ થશે.”‘

પછી વાત કરી જે, “ભગવાનનો આશરો કર્યો હોય, પણ જો મહારાજને કે મુક્તને ઓળખ્યા ન હોય ત્યાં સુધી નિવૃત્તિ કર્મ ને પ્રવૃત્તિ કર્મ કરે તોપણ માયા તરાય નહિ, એટલે કે જન્મ-મરણ ટળે નહિ; તે સુષુપ્તિમાં લીન થયો જાણવો. મહારાજ ને મોટા મુક્ત સત્સંગમાં હોય તેમને ઓળખ્યા ન હોય તે આંધળો કહેવાય અને સ્વામિનારાયણ તો સર્વ કહેતા હોય, પણ આવા મુક્તને ને આ પ્રતિમાને દિવ્ય ન જાણે ત્યાં સુધી જન્મ-મરણ માથે રહે.”

પછી બીજી વાત કરી જે, “શિક્ષાપત્રી, ધર્મામૃત ને નિષ્કામ-શુદ્ધિ તે વાંચવાં ને પાળવાં. તે ન વાંચે કે ન પાળે તો જીવ બાળકિયા થઈ જાય. ગૃહસ્થ હોય તે જો શિક્ષાપત્રી વાંચે તો દેવની કે રાજાની કોઈની આજ્ઞા લોપાય નહિ. અને ત્યાગી નિષ્કામશુદ્ધિ વાંચે તો નાગના જેટલી સ્ત્રીની બીક લાગે; પણ પચાસ વર્ષ સત્સંગમાં થયાં હોય તોપણ નિષ્કામશુદ્ધિ કે ધર્મામૃત વાંચ્યું ન હોય તો પોતે શું પાળે? ભુજમાં જેઠ મહિનામાં ધર્મામૃત વંચાય છે ને મૂળીમાં ભાદરવામાં વંચાય છે.

“એ ધર્મામૃતમાં જે પાપનું  પ્રાયશ્ચિત્ત આવે તે કરવું ને ઝીણા જીવ- માખ, મગતરું, માંકડ, ચાંચડ, કીડી, મંકોડી મરે તો સ્વામિનારાયણ નામનો મહામંત્ર જપવો; અને વીંછી, ભમરો, દેડકું, ચરકલું એવા જીવ મરે તો એક ઉપવાસ કરવો; અને તેથી મોટા જીવ મરે તો પાદકૃચ્છ વ્રત કરવું. જો નિષ્કામ, નિર્લોભમાં ચૂક પડે તો મહિનો, બે મહિના, ત્રણ મહિના, પંદર દિવસ, વીસ દિવસ ધારણા-પારણા અથવા ચાંદ્રાયણ વ્રત કરવું. એવી રીતે પાપનું પ્રાયશ્ચિત્ત કરે તો પછી માળા, માનસી પૂજા આદિક સાધન કરે તે ખજીને પડે ને મહારાજની મૂર્તિનું સુખ મળે. માટે પ્રાયશ્ચિત્ત કર્યા વિના ચલવવું નહિ, અને પ્રાયશ્ચિત્ત ન કરે એવા પાપી ભેળા ભળવું નહિ. જે અમારા હોય તેમણે એવા પાપમાં પાંતી ન લેવી. તે ધર્મવાળાએ બહુ વિચાર રાખવો.

“સૌ સરત રાખજો અને જેને ભગવાનના ધામમાં જાવું હોય તે બરાબર વર્તજો. ધર્મ-નિયમે યુક્ત એવા સાધુની સેવા કરવી અને એવા સાધુ-સત્સંગી સાથે હેત રાખવું; નહિ તો ક્યાંય રખડવું  પડશે. આ તો સૌનું સારું થાય એટલા સારુ કહીએ છીએ. જે પાપીનો પક્ષ રાખે તેને દક્ષિણને દરવાજે એટલે કે યમપુરીમાં જાવું પડે. જે મહારાજની આજ્ઞા પાળતા ન હોય તે પાપી જાણવા ને તેમનો પક્ષ રાખવો નહિ.

“અમારે તો જેમ જેતલપુરમાં તથા અગત્રાઈમાં આશાભાઈએ ને પર્વતભાઈએ કોઈને યમપુરીમાં જાવા દીધા નહિ, તેમ કોઈને યમપુરીમાં જાવા દેવા નથી, પણ જીવ છેટા છેટા ભાગે છે. અમે તો આખા ગામમાં કોઈ માંદું-સાજું હોય તેને ઘરોઘર જઈને દર્શન ને પ્રસાદી આપીએ છીએ. ગયે વર્ષે રોગ હતો તે આખા ગામમાં પ્રસાદી લઈને અગિયાર વાગ્યા સુધી ફરતા. અમે નહિ હોઈએ તો પછી હાથ ઘસવા પડશે. જેમ પર્વતભાઈના સેવકોને કંકોત્રી આવી ત્યાં મૂર્તિ પધરાવવા ગયા, પણ સાત્વિક યજ્ઞમાં રહ્યા નહિ ને પર્વતભાઈ દેહોત્સવ કરી ગયા તે વખતે મનુષ્ય, પશુ, પક્ષી, સર્વેને દર્શન આપીને વર આપ્યો જે, ‘અમે આ સર્વેને તેડી જાશું’; એ વાત જાણીને જે મૂર્તિ પધરાવવા ગયા હતા તેમને પસ્તાવો થયો તેમ. અમે પણ સર્વેને તેડી જાશું, માટે તમે ત્યાગી ગૃહી સર્વે એવો મહિમા સમજીને મોટાની અનુવૃત્તિમાં વર્તજો.

“જેની સર્વે ઈન્દ્રિયોને વિષે શ્રીજી મહારાજ રહ્યા હોય એવા ગુરુની આજ્ઞા તે શ્રીજી મહારાજની જાણવી. એવા ગુરુ કહે જે, ‘આ કામ કરવા જાઓ’, તો શરીરને કારસો આવે એવું વચન હોય તોપણ  તે પ્રમાણે વર્તવું; પણ ‘ફલાણાને કહે તો ઠીક’ એવો ઘાટ ન કરવો. તે જેને મહિમા હોય તેનાથી વચન મનાય ને શત્રુ ભેળો મૂકે તોપણ જાય, અને જેને મહિમા ન હોય તેને સારો દેશ ન આવે તો નિરાશ થઈ જાય. જોગ-સમાગમ સારો હોય એવો દેશ ઈચ્છે તો તો સારું, પણ સારું ખાવાનું કે વસ્ત્રની ઈચ્છાથી સારો દેશ ઈચ્છે તે તો નહિ સારું. તમારે પદાર્થની ઈચ્છા નથી તો અહીં આવ્યા છો ને કથા-વાર્તા, દર્શન-સમાગમનું સુખ લો છો. તે સુખ શ્રીજી મહારાજે મેળવ્યું છે માટે જોગ સમાગમની ઈચ્છા રાખવી, પણ વસ્ત્રાદિક પદાર્થની ઈચ્છા ન રાખવી, ને સારું સારું ખાવાની ઈચ્છા રહે તો બાપો ચામડી કાઢે એવા છે. મન તો એવું છે કે જેટલું બ્રહ્માંડમાં હોય તેટલું બધુંય મને લાવો એમ ઈચ્છે, માટે મનનો વિશ્વાસ ન રાખવો.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જે, “આ બ્રાહ્મણ બાલકૃષ્ણ તમારા ખાખરિયામાં મણિપરામાં ભાઈઓના મંદિરમાં સેવા કરે છે તેને અમારા બ્રહ્મચારી નિર્ગુણાનંદજીની મદદમાં ઠાકોરજીની સેવામાં ભુજમાં આપો.”

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “એને સાટે મહારાજ તથા આપ મારા ભેળા સદાય રહો તો આપું. કદાપિ એ અહીંથી જતો રહે તોપણ તમારે ભેળા રહેવું જોઈશે.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આ બ્રાહ્મણ અહીંથી જતો રહેશે તોપણ અમે તમારા ભેળા રહીશું, અને જીવોનાં કલ્યાણ કરશો તેમાં અમે તમારા ભેળા છીએ, પણ કોઈને ધન કે દીકરા દેવા તેમાં અમે ભેગા નહિ ભળીએ; માટે એવું કામ ન કરશો. અને કલ્યાણ તો પામર અને અધમ જીવનું પણ કરશો તેમાં અમે તમારા ભેળા છીએ.”

પછી બોલ્યા જે, “એક ડોશી હતી. તેને ચાર દીકરા હતા અને તેની પાસે ચાર રોટલા હતા. ત્યારે ડોશી બોલી જે, ‘તમે તમારા ભાગમાંથી અર્ધો-અર્ધો રોટલો મને આપો.’ પછી એ છોકરાઓએ અર્ધો-અર્ધો આપ્યો, તેથી ડોશીને બે રોટલા થયા. તે અર્ધમાં ડોશી ને અર્ધમાં છોકરા થયા, એવું તમે માગ્યું.”

પછી બાપાશ્રી બોલ્યા જે, “જેણે મન અર્પ્યું હોય તે દેશ-કાળમાં ખબર પડે. દેશ-કાળમાં પડખે તરી જાય તેણે અમને મન અર્પ્યું નથી ને આત્મબુદ્ધિ કરી નથી ને મહિમા પણ જાણ્યો નથી.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછયું જે, “પ્રથમ પ્રકરણના ૫૧મા વચનામૃતમાં હીરે હીરો વીંધાય એમ કહ્યું છે તે વેંધનારો હીરો કિયો જાણવો ને વેંધવાનો હીરો કિયો જાણવો?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “શ્રીજી મહારાજ તથા તેમના મુક્ત તે વેંધનારા હીરો જાણવો ને વેંધવાનો હીરો તે મુમુક્ષુ જીવ જાણવા. તે શ્રીજી મહારાજ અથવા મુક્ત મળે તે જીવને મુક્ત કરે તે હીરો વીંધ્યો કહેવાય. શ્રીજી મહારાજ પોતે મળે અથવા મુક્ત મળે તો શ્રીજી મહારાજનું સર્વોપરીપણું ને સદા દિવ્ય સાકારપણું સમજાવીને મુક્ત કરે; માટે જીવને મુક્ત કરવા તેમાં જેવા શ્રીજી મહારાજ છે તેવા જ તેમના મુક્ત સમર્થ છે; પણ મુક્ત સેવક છે ને મહારાજ સ્વામી છે, અને મુક્ત સુખના ભોક્તા છે ને મહારાજ સુખના દાતા છે; પણ જીવનાં કલ્યાણ કરવામાં તો મહારાજ ને મુક્ત બેય સરખા છે.

“એવા ભગવાન કે મુક્ત મળે ત્યારે એમની અનુવૃત્તિમાં રહેવું, પણ મહારાજ કે મુક્ત બોલાવે-ચલાવે નહિ તથા અપમાન કરે ત્યારે ‘આપણે ઘેર બેઠા ભગવાન ભજશું’ એમ ન કરવું. એમ સમજે તેનાથી ભગવાન ભજાય નહિ. ને ‘આ સાધુ આમ કરે છે, આ હરિભક્ત આમ કરે છે, માટે આપણે એમની શી ગરજ?’ એમ અવગુણ લેવાય. જીવા ખાચરની પેઠે ‘ભાવનગર જાઉં ને આ સાધુને ને આ સત્સંગીને આવું દુઃખ દઉં’, એવા ઘાટ થાય ને સત્સંગમાં હોય ને સત્સંગી કહેવાતા હોય, પણ કુસંગીનો પક્ષ લે, ને કોઈને ભૂત મૂકે, ને કોઈને ભેંસ દોહવા ન દે, ને કોઈને તાવ લાવે, ને નાક કપાવે એવાં કર્મ કરવા શીખે, ને પોતાનું કલ્યાણ બગાડે; માટે સત્સંગથી બેપરવાઈ ન થાવું.” II ૨૦૪ II

On the day of Vaishakh Vad 6th  the 8th Vachanamrut of first chapter was being read in the assembly. In it, it is said that I (Shriji Maharaj ) do not know how to give son, wealth, kingdom, give life to a dead person, etc. Then Bapashri said, “I have been given the work of salvation and in that work I am with you  but in giving objects of illusion maya of this world I am not with you .therefore if anyone ask for illusive objects, you should say that it is not my job. Here Dhanbai doshi told me that what ever promise she gives becomes true. If someone wants son or wealth or anything, I give him but my word never fail. Then I told her that she was doing the work of Brahma, what is new in it? Then she understood that the wish of Bapashri is to do the work only the salvation. My aim is to liberate Jiva and make it free from the cycle of birth and death and give happiness of Shriji Maharaj’s Murti, and you should also do the work of salvation. I am with you in that work. If anybody asks for illusive object he should be told that if you want salvation I have, but illusive object which is black object is not in my bag-it will happen according to your faith. Then Bapashri said though you have surrendered to God you cannot cross illusion means cannot avoid cycle of birth and death if you have not recognise Maharaj or Muktas and till then do the nivruti karma (doing karma without desire of fruit all karmas dedicated to God) and do pravruti karma (doing karma with desire of its fruit). He should be known as gone in sushupti (sub conscious state). The one who has not recognized Maharaj and Muktas who are in satsang, should be called blind. And all may utter Swaminarayan but if they do not know such Mukta and this Murti as divine, the cycle of birth and death remains. Then in another talk Bapashri said one should read shikshaptri, dharmamrut and nishkamsuddhi and should obey their commands and if he does not do so he will become childish. If houeholder reads shikshaptri, he will not violate commands of the king or God and if renouncer reads nishkamsuddhi he will fear a woman like a cobra. But he may be in satsang for fifty years and has not read nishkamsuddhi or dharmamrut, how can he obey anything? Dharmamrut is read regularly in the month of Jeth in Bhuj Mandir and in the month of Bhadrapada in Muli. Repentance of sin should be done according to dharmamrut. If small insect like a fly, mosquito, ant, a bug, black ant, a flea, etc die, mahamantra of Swaminarayan should be done and if scorpion, wasp, frog, sparrow, die a fast should be observed and any jiva bigger than that die padkruchhvrat (a kind of vow (vrat) for repentance) should be done. If there is mistake in nishkam (having no passion) nirlobh (having no greed) dharna-parna (fast on alternate day) should be observed for a month, two monthsnthree months, fifteen days, twenty days or chandrayan vrat (fast for three days continuous) should be observed. If repentance for sin is done thus, and then he does rosary, mental worship, etc means, it will be taken in to account and will get happiness of Maharaj’s Murti. Therefore repentance is must and if he does not do it, one should not associate with such sinner. Those who belong to our sect should not take part in such sin. Those following religion should be careful. So all should be careful and he who wants to go in the abode of God should behave properly. He should do service of such a saint who follows norms of dharma and he should keep affection for such a saint and satsangi otherwise he will have to suffer. This I am telling you for your good. The one who sides with a sinner will have to go to the south door i.e. in yampuri (abode of god of death).we should not side with those who do not obey commands of Maharaj and they should be known as sinner. I do not want anyone to go to yampuri (abode of death) just as Ashabhai and Parvatbhai of Jetalpur and Agatarai did not make anyone go to yampuri. But Jiva is running away from us. I go to every one’s house to give darshan and prasadi for sick person. Last year there was epidemic and I use to move till 11.0 o’clock in the night in the whole village with prasadi.  When I am not there you will become helpless. Just as devotees who were follower of Parvatbhai received invitation went to inauguration of temple but did not stay in satvik yagna and Parvatbhai left for the Akshardham. At the time of his death he gave darshan and blessed human beings, animals, birds that he will take all of them to Akshardham. Those had gone to install Murti regretted when they heard about the Parvatbhai’s blessings. I am also going to take you to Akshardham provided renouncers, householders all remain in the desire of Muktas understanding such greatness. The commands of such guru whose all senses are dwelling in Shriji Maharaj should be known as the commands of Shriji Maharaj. if such guru orders you to do a particular work and if in doing that work there is trouble to body , even then it should be done. But he should not wish that if the work is given to someone else it would be better. The one having the understanding of greatness obeys the command and even if he is sent with an enemy, he would go and the one having no understanding of greatness will be disappointed if he is not given a favourite place. It is well and good if he wishes for the place which is good for association but if he wishes for good place from where he can get good food and clothes is not advisable. You have come here because you have no desire for worldly objects and enjoying in katha, varta, darshan and association. This joy has been got by Shriji Maharaj therefore desire should be for such association. But it should not be for objects like clothes, etc. If there is desire for delicious food I will not tolerate it. The nature of mind is such that it wishes to own everything that is in cosmos. Therefore, mind should not be trusted. Then Bapashri told Swami Ishwarcharandasji, “This Balkrishna Brahmin serving the temple of males in Manipara of Khakharia. Please give him service of Thakorji of Bhuj temple to assist celibate Nirgunanandji.” Then Swami Ishwarcharandasji said, “All right, I agree provided you and Maharaj always remain with me in exchange of Balkrishna Brahmin. In case even if he goes away from there, you have to remain with me.” Then Bapashri said, “Even if this Brahmin goes away from here we will be with you and we are also with you in your work of the salvation of Jivas but we will not be with you in the work of giving wealth and sons. Therefore, never do such work. We are also with you in your work of salvation of mean and wretched Jivas. Then Bapahree said there was an old woman. She had four sons and four loaves. Then the old woman said to her sons to give half a loaf from each of son’s loaf. Her sons gave her. Old woman had two loaves means the half share gone to the old woman and the other half among  four sons- you have asked on similar way from us. Then Bapashri said, “The one who has surrendered mind is tested in adverse time and place. If he leaves us in adverse time and place means he has not surrender his mind to us and he is not with us from the bottom of his heart and also has not understood greatness.

Then Swami Ishwarcharandasji said, “In the 51st Vachanamrut of first chapter it is said that the ‘diamond cuts the diamond’. Which is the diamond which is cut and which is the diamond which cuts?” Bapashri replied, “Shriji Maharaj and his Muktas should be known as the cutter of the diamond and mumukshu (seeker) Jivas should be knows as the diamond which is cut by the cutter. When Shriji Maharaj or Muktas meet, they liberate Jiva means the diamond is cut. When Shriji Maharaj Himself meets or Mukta meets, they liberate by making us understand the supremacy and divine existance of Shriji Maharaj. Therefore Shriji Maharaj’s Muktas are as capable as Shriji Maharaj in liberating Jiva but Mukta is servant and Maharaj is Master- Muktas are enjoyer of bliss and Maharaj is the donor of bliss but in liberating Jiva both are at par. If such God or Mukta meet we should do as they desire but if Maharaj or Mukta do not give us importance or insult us, we should not leave them thinking that God will be worshipped at home. If one understands like this, he cannot worship God, if he finds fault in a saint or a devotee and feels that he has no need of them, if there is thought that I will harass saint or satsangi as Jivakhachar had thought of going to Bhavnagar and harass Sadhu and Satsangi, and he may be in satsang and is call satsangi but sides with kusangi (who is not in satsang) and tries black magic (-to send ghosts, not to allow milk the buffalo, gives fever to someone, and learns such karmas which brings disreputation) and spoils his own ultimate welfare. Therefore, one should not be careless in satsang. || 204 ||