Gujarati / English

વૈશાખ વદ-૭ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “ચાર ખાણના જીવમાંથી એક જીવને છોડાવો તે એક બ્રહ્માંડ ઉગારો એવા તમે છો. તમને તમારા બળની ખબર ક્યાં છે? તમારી તો સંકલ્પની મૂર્તિઓ ચાલે છે. ક્યાંય બેઠા હો ને ક્યાંય જઈને જીવને અક્ષરધામમાં મૂકી આવો. બેઠા છો અવરભાવમાં ને છો પરભાવમાં, તે ચામડાના ચક્ષુથી ન દેખાય. દિવ્ય દેહ થશે ત્યારે અનંત લોચન થાશે, તે લોચનથી મૂર્તિ ને મુક્ત દેખાય ને કોઈક હરિભક્ત દેહત્યાગ કરે તેને દેખે જે ફલાણા હરિજન કે સાધુ અક્ષરધામમાં ગયા. તમે જેટલા સંકલ્પ કરો તેટલી મૂર્તિઓ થાય છે. તમને હાથીની કે ગરુડની ઉપમા દેવાય એવી નથી.”

એમ કહીને પછી વાત કરી જે, “બંદરામાં નારાયણજીની મા રાઈબાઈ હતાં તેને ઘાસણીનો રોગ થયો હતો તેથી તેને લોકો એમ કહે જે, ‘તારા સ્વામિનારાયણ ક્યાં ગયા? પડી પડી રીબે છે તોય તેડવા કેમ આવતા નથી?’ પછી તેને અંતકાળે શ્રીજી મહારાજ તેડવા આવ્યા, ત્યારે તેણે કહ્યું જે, ‘હવે કેમ આવ્યા? તોજે દાદેકી દાઢિયાં કુટે; જા નહિ આવું.’ પછી શ્રીજી મહારાજ બધા ગામમાં પરચો દઈને તેને તેડી ગયા. અને તે નારાયણજીના બાપને દીકરો નહોતો, એમને મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, ‘મહારાજ પાસે દીકરો માગો.’ ત્યારે તેમણે કહ્યું જે, ‘હું કડે ન મંગુ.’ પછી શ્રીજી મહારાજ બોલ્યા જે, ‘સ્વામી, તમે સકામ થયા, પણ એ ડોસો સકામ ન થયા.’ પછી નારાયણજી દીકરા થયા અને તે નારાયણજીના દીકરા રવોજી છે તેનું ખેતર દેવામાં વોરા લઈ ગયા હતા. પછી ઉચક વિઘોટી કરીને તેમાં કપાસ વાવ્યો તે ઘણો થઈ પડયો. તેની પાંચ હજાર કોરી ઊપજી તે કોરી દઈને ખેતરાં પાછાં લીધાં ને કહે જે, ‘મારા સ્વામિનારાયણ આવ્યા તે ભૂખને લત હણીને દરિયામાં નાખી દીધી.’          

“વળી એક દિવસ નારાયણજીનું શ્રાદ્ધ હતું તે રવાજીની માએ રાવળને પત્તર પૂરવા સારુ ખીર કરી હતી તે ડોશીને આડે-અવળે મોકલીને શિક્ષાપત્રીને જમાડીને રવોજી પોતે જમી ગયા. જ્યારે એની મા આવ્યાં ને કહ્યું જે, ‘રાવળને પત્તર પૂરવા ખીર કરી હતી તે ક્યાં ગઈ?’ ત્યારે રવોજી બોલ્યા જે, ‘મેં મારા બાવાને પહોંચાડી! એ રાવળ શું પહોંચાડે? સ્વામિનારાયણ ભગવાન જમ્યા ને હું પ્રસાદી જમી ગયો ને મારા બાવાને પહોંચી ગઈ.’ રવોજી એવા મહિમાવાળા છે.”

પછી વાત કરી જે, “શેરડી તથા બાજરી વાવે એમાં ભૂંડિયાં ને સૂવર ખાઈ જતાં હોય તેને તગડે તે ભૂંડિયાં બહાર આવીને લોણો ફેરવે તો ગોળી વાગે; તેમ શ્રીજી મહારાજ વિના બીજાં કોઈ ધામની કે ઐશ્વર્યની કે કોઈ અવતારની ખબર રાખે તો તે લોણો ફેરવ્યો કહેવાય; માટે તેમને સંભારવા નહિ, કેમ જે તે તો કાર્ય છે. જેમ રાજાએ નોકરોને રાજ્યમાં મૂકયા હોય તેમ શ્રીજી મહારાજે બ્રહ્માંડોમાં મૂકયા છે, તેમનું આપણે કાંઈ કામ નથી. આપણે તો શ્રીજી મહારાજનું ને એમના મુક્તનું જ કામ છે એવો નિશ્ચય જોઈએ.

“તમારે કેટલુંક મોટપમાં ને પુસ્તકોમાં વીંટાઈ જવાય, પણ તે કાંઈ કામનું નથી. જો કોઈ ભણેલા ખોટું લગાડતા નહિ. બ્રાહ્મણ મુહૂર્ત જુએ છે તોપણ તે રાંડે છે અને બ્રાહ્મણીયે રાંડે છે, માટે એ બધું ખોટું છે. એક શ્રીજી મહારાજ ને મુક્ત સત્ય છે, તે વિના બીજું છે જ નહિ એવો નિશ્ચય કરવો. તે બ્રહ્મા આવીને મુકાવે તોપણ મુકાય નહિ એવું આ સમાગમથી થાય છે.

“માટે આ સમાગમ કરી લો. વૃંદાવન જે મુક્તનો સમૂહ તેમની રક્ષા કરનારા તે તમને મળ્યા છે, માટે આ પ્રાપ્તિનો સરવાળો કરો. જેવડા મહારાજને ને મુક્તને જાણશો તેવડા થાશો. આ પ્રાપ્તિ કોઈને મળી નથી. આ તો સત્સંગ માંહીથી સત્સંગ મળ્યો. આ વખતે પૂરું થાય એવું મળ્યું છે. કેટલાક અવતારો થઈ ગયા, પણ કોઈનું પૂરું થયું નથી. માટે આ ફેરે પૂરું કરી લેવું, પણ ફરી મહારાજને કે મુક્તને આવવું પડે તેમ ન કરશો. ભવ-બ્રહ્માદિકને એટલે કે મહાકાળને ને અક્ષરને પણ આ જગ્યા મળતી નથી, તે તમને મળી છે. પુરુષોત્તમ પાસે બેસવા કોણ દે? આ લીલા સંભારી રાખજો. આ બધી સભા છે તે મુક્ત છે ને શ્રીજી મહારાજના અવતાર છે; માટે આ લીલા સંભારી રાખવી– જો આ સર્વે અવતાર સમજાય તો. પણ જો સાધુ કે સત્સંગી સમજાય તો તો ઠીક નહિ.

“કેટલાક તો બહિર્ભૂમિ જઈને પાણી લેતાં પણ ન આવડે એવા હોય ને અનાદિમુક્તની ખોટ કાઢે ને પોતે પોતાને પૂર્ણકામ માને, પણ કંઠી બાંધીને સત્સંગી કે સાધુ થયા એટલે પૂર્ણકામ માનવું નહિ. પૂરું તો આ જોગ કર્યા વિના થાય તેમ નથી. લાંબા લાંબા રાગ કરીને રામાયણ ને ગીતા વાંચે અને આ શ્રીજી મહારાજના મુખનાં વચન તેનો ભાવ પૂછે નહિ; પણ શાસ્ત્રમાં શાસ્ત્ર આ વચનામૃત ને શિક્ષાપત્રી છે. શ્રીજી મહારાજનો મહિમા ને જ્ઞાન જાણવામાં વચનામૃત છે અને આજ્ઞા પાળવામાં શિક્ષાપત્રી ને ધર્મામૃત છે, તે વિના બીજાં પરોક્ષ શાસ્ત્રમાં તણાય તો તેનું માથું ફર્યું એમ જાણવું. અમે તો એવું ધારી બેઠા છીએ, માટે બીજાં પુસ્તક ઉપર તાન રાખવું નહિ. અને અથોગતિ ન કરવું એટલે કે ભણવામાં તાન રાખવું નહિ. અમારા સત્સંગી તો વચનામૃતમાં રાજી બહુ. એક પુરાણી બાર વર્ષ ભણ્યા, પણ વચનામૃત વાંચતાં ન આવડયું તેથી તેમને ઉઠાડવા પડયા. માટે એવું ન કરવું. સ્વામિનારાયણને તો બરાબર રાખવા. આ વાતો અમે કરીએ છીએ તે કેટલાક ભગવાઓને નહિ ગમતી હોય, પણ આગળ તો ઘણી કામ આવશે.

“સ્વામી શ્રી નિર્ગુણદાસજીએ રાજાભાઈ પગે બાંધીને ત્રણ નાળિયેર લઈ ગયા એ વાત લખી છે. તે અમને ભુજમાં એક સાધુ કૃષ્ણચરણદાસજીએ કહ્યું જે, ‘તમારા સ્વામી આ બાળી ગયા તે કાઢી નાખો.’ પછી અમે કહ્યું જે, ‘શ્રીજી મહારાજ લીંબલીમાં વાઘરીને ઘેર પધાર્યા અને બ્રહ્માએ ગોપીઓનાં ચરણની રજ માંગી, તેનું તમે કેમ કરશો?’ માટે મોટા પુરુષ કરે તેમાં શંકા કરશો તો ઊડી જાશો. મોટાના કરેલામાં શંકા કરવી નહિ.”

તે જ દિવસે બાપાશ્રીની કરેલી વચનામૃતની ટીકાની સપ્તાહ પૂરી થઈ, ત્યારે બાપાશ્રીએ પુસ્તકની પૂજા કરી.

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ બાપાશ્રીને કહ્યું જે, “આ આપની કરેલી ટીકા મેં લખી છે તો મને તથા પુરાણી ધર્મકિશોરદાસજીએ વાંચી તેમને તથા આ સંત-હરિજનોએ સાંભળી તે સર્વેને આશીર્વાદ આપો.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “તમને તથા વાંચનારને તથા સાંભળનાર સ્વામી વૃંદાવનદાસજી, સ્વામી ઘનશ્યામજીવનદાસજી, પુરાણી હરિપ્રસાદદાસજી, સાધુ મુક્તવલ્લભદાસજી સ્વામી શ્વેતવૈકુંઠદાસજી, સ્વામી ભગવત્સ્વરૂપદાસજી, સાધુ દેવજીવનદાસજી, શાસ્ત્રી ધર્મસ્વરૂપદાસજી તથા અમારા બ્રહ્મચારી નિર્ગુણાનંદજી તથા પુરાણી કેશવપ્રિયદાસજી આદિ સંત ત્રીસ તથા હરિજનો પચાસના આશરે છે, તે સર્વેને અક્ષરધામમાં શ્રીજી મહારાજની મૂર્તિમાં લઈ જાશું. આ ફેરો કોઈનો ખાલી નહિ જાય.” એવી રીતે આશીર્વાદ આપ્યો.

પછી મૂળીના સંતોને કહ્યું જે, “જેમ પુરાણી હરિપ્રસાદદાસજી સદગુરુઓની મદદમાં ભળ્યા છે તેમ તમે સદગુરુઓની મદદમાં ભળજો તો શ્રીજી મહારાજ ને અમે રાજી થઈને અક્ષરધામમાં લઈ જાશું.”      II ૨૦૫ II

On the day of Vaishakh Vad 7th Bapashri showing his favour talked. He said, “You are so capable that you liberate one Jiva from four kinds of Jivas (swedaj, andaj, udbhij and jarayu) and it is as good as liberating the Jivas of one cosmos. You do not have the knowledge of your capacity. Your thought form works, you are somewhere and your thought form takes some Jiva to Akshardham. You are sitting in this world (avarbhav) but you are actually in Akshadham (parbhav). This cannot be seen with the physical eyes. When the body will become divine, eyes will become infinite (/divine) and with that eye Murti and Mukta can be seen and when any devotee leaves body, he can see him and know that a devotee or saint has gone to Akshardham. Whatever thoughts you make become idols. You cannot be given simile of an elephant or an eagle. Then Bapashri said, “There lived Raibai mother of Narayanji in Bandra. she was suffering from T.B. People used to tell her where is your Swaminarayan. Why does He not come to take you even though you are suffering much. Then at the time of her death Shriji Maharat came to fetch her. Then she asked Him why did He come now? ‘To Ja dadeki dadhiya kute,’-she said that she would not come. Then Shriji Maharaj showed His mirecle in whole village and took her with Him. Formerly the father of Narayanji had no son. Muktanand Swami told him to ask for a son from Maharaj but he refused. Then Shriji Maharaj said, “Swami, you became sakam (desire for fruit) whereas this oldman did not become sakam. Then Narayanji was born and his son is Ravoji. His field was taken away by Vora in debt. Therefore he grew cotton by making agreement with the Vora for growing it. There was bumper crop. He got five thousand koris (currency of Kutch) from the sale of cotton, and took back the field by paying the debt to the Vora and said that my Swaminarayan God kicked the hunger and threw it in the sea. (this means his poverty was done away with by Lord Swaminarayan ). Once it was the day of annual anniversary (shradh) of Narayanji so mother of Ravaji prepared ‘khir’ (preparation of milk with rice) to give it to Raval. Ravaji send his Mother away and Ravaji ate that ‘khir’ after offering to shikshapatri. When his mother came she asked him where the khir was meant for Raval. Ravaji replied that he had sent it to his Bava (father). How Raval could send it! Lord Swaminarayan ate it and he said that he had eaten the prasadi and it had reached his father- Ravaji had such a faith.

Then Bapashri said, “The farmer sows sugarcane and millet. If pigs come to eat them the farmer will drive them away and if they look from outside they are shot dead. Similarly, if you care for other abodes or incarnations or miracles excepting Shriji Maharaj- it means eyes turn else where (lono feravyo– change of aims and goals). Therefore, they should not be remembered, because they are not useful activities. Just the king keeps his servants in the kingdom, similarily Shriji Maharaj has kept them (His servants) in cosmos. We have nothing to do with them. Our determination should only be for Shriji Maharaj and His Muktas. Some of you are lost in books and prestige but they are not useful. Bapa requested  educated persons to take the comment lightly. The Brahmin perform rituals seeing the auspicious Muhurt even then the Brahmin becomes widower and the Brahmin woman becomes widow, so it is all useless. Only Shriji Maharaj and Mukta are true and should determine that there is nothing excepting them. This determination cannot be changed even by Brahma- such is the power of association, therefore, remain in association. You have met vrundavan means group of muktas whom Maharaj protects. Therefore you calculate the benefit of this achievement. You will become as much as you know Maharaj and Muktas. Nobody has got this achievement. This kind of satsang you got from satsang. It is going to be fulfilled this time.  Many incarnations have taken place but nobody has been fulfilled. Therefore get it fulfilled in this birth and see that Maharaj and Muktas do not have to come again. This abode is not achieved even by Bhav, Brahma, etc means Mahakal and Akshar. You have achieved it. Who can allow you to sit near Purushottam? Remember this lila. All this assembly is Muktas and Shriji Maharaj’s incarnation, therefore remember this lila. If all incarnations are understood but if saint or satsangi is not understood, it is not proper. Someone so ignorant that they find fault in Anadi Mukta and believe them- selves as perfect. One becomes saint or satsangi by wearing kanthi but he should not believe himself to be perfect. Fulfillment is not possible without association. One may read Ramayan and Gita with loud voice (rags) but does not care for the words uttered from the mouth of Shriji Maharj but in all scriptures this Vachanamrut and Shikshapatri are the only scripture. To know the greatness of Shriji Maharaj and for getting knowledge there is Vachanamrut and for observing commands there are Shikshapatri and Dharmamrut. All other scriptures are Paroksha (indirect) and if one is attracted in them he is said to have no sense. This is my belief, therefore do not show eagerness for other books and should not think that they are similar means should not be eager for them. Our devotees like Vachanamrut very much. A Purani studied for twelve years but could not read Vachanamrut so he was barred from reading it. So do not do like this. Keep faith in Swaminarayan. This talk may not be like by some saffron wearing saints but this will be very useful in future. Swami Nirgundasji has written that Rajabhai tied three coconuts round his leg and carried them. A saint of Bhuj Krishnacharandasji told me to remove this incident from the book. Then I told him, “Shriji Maharaj graced the house of Vaghari in Limbli and Brahma asked for dust of the feet of gopies. What are you going to do with that. If you doubt the deed of great persons, you will be confused. So do not doubt them.         

When the seven days discourse (shaptah) of commentary on Vachanamrut by Bapashri came to end, Bapashri performed pooja of the volume. Them Swami Ishwarcharandasji told Bapashri, “I have written your comments on Vachanamrut and Purani Dharmakishordasji read it and saint and devotees listened it so bless us all.” Bapashri said, “You the writer, kathakar, and listeners, viz Swami Vrundavandasji, Swami Ghanshyamjivandasji, Purani Hariprasaddasji, saint Muktavallabhdasji, Swami Swetvaikunthdasji, Swami Bhagvatswarupdasji,, saint Devjivandasji, Shastri Dharmaswarpdasji and our Braahmchari Nirgunanandji and Purani Keshavpriyadasji, etc thirty saints and about fifty devotees will all be taken to Shriji Maharaj’s Murti in Akshardham. This birth will not go in vain. Bapashri blessed thus. Then Bapashri told to saint of Muli to assist Sadgurus just as Purani Hariprasaddasji assists Sadgurus. If you do so I and Shriji Maharaj will be pleased and will take you to Akshardham. || 205 ||