Gujarati / English

વૈશાખ વદ-૮ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “એક ગુરુ હતા તેમણે શિષ્યોને કહ્યું જે, ‘અમે દેહ મૂકશું ત્યારે નગારાં વાગશે.’ પછી તે ગુરુ દેહ મૂકી ગયા, પણ નગારાં તો ન વાગ્યાં. પછી એમના શિષ્યોએ શ્રીજી મહારાજને કહ્યું જે, ‘અમારા ગુરુએ કહ્યું હતુ જે અમે દેહ મૂકશું ત્યારે આકાશમાં નગારાં વાગશે, પણ તે વાગ્યાં નહિ, તેનું શું કારણ હશે?’ ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે, ‘તમારા ગુરુની પાસે ચરણારવિંદની જોડયો ૨૪ છે તેમાં સૌથી તળે છે તે લઈ આવો.’ પછી સાધુ લાવ્યા, તેને મહારાજે ખંખેરી એટલે તેમાંથી રાતીચોળ જેવી ઈયળ પડી તે ઘડીક તરફડીને મરી ગઈ, પછી નગારાં વાગ્યાં. માટે સરત રાખજો, એમ ન થાય. કાગળના ચીંથરામાં હેત ન રાખવું.

“ગોરધનભાઈના જેવું ઉપશમ કરવું એ આપણી સુષુપ્તિ છે. એવી મોટી સુષુપ્તિમાં રહેવું, પણ મહંતાઈ કે કોઠારું કે પટેલાઈ એમાં લોભાવું નહિ. અને જમવા બેસવું ત્યારે ખાટું, ખારું, મોળું, મીઠું એવો ભાવ આવવા દેવો નહિ; એમ કર્યા વિના ઉપશમ આવે નહિ ને રાગ ટળે નહિ. માટે મહાપ્રભુજીનું સુખ જેને લેવું હોય તેણે ખાધા-પીધાના, માન-મોટપના રાગ ટાળવા જોઈશે; તો મૂર્તિમાં ઉપશમ થાશે. મૂળીમાં સ્વામી અક્ષરજીવનદાસજીએ સર્વે રાગ ટાળી નાંખ્યા તો દેહની વિસ્મૃતિ થઈ ગઈ છે ને સુષુપ્તિ (ઉપશમ)માં જતા રહ્યા છે ને મૂર્તિનું સુખ લે છે.

“ગૃહસ્થે  પણ વિચાર કરવો જે, ‘મારાથી સંતની સેવા ન થઈ અને અનીતિ તથા અવગુણ સામું જોવાણું નહિ ને વખતે આવી ગયો.’ અને સંતને વિષે આત્મબુદ્ધિ કરવી ને અપમાન કરે તો સિદ્ધપુરના રણછોડલાલભાઈની પેઠે ગુણ લેવો. રણછોડલાલભાઈનું અયોધ્યાપ્રસાદજી મહારાજે અપમાન કર્યું ત્યારે એમ બોલ્યા જે, ‘આપ શ્રીજી મહારાજના મુક્ત છો ને મોટા મોટા ઈશ્વરોને તથા બ્રહ્મને તથા અક્ષરોને પણ આપનાં દર્શન દુર્લભ છે એવા મોટા છો તે આપ અપમાન કરો એવું મારું મોટું ભાગ્ય ક્યાંથી હોય!’ એવું નિર્માનીપણું ને દાસપણું આવે તેને કલ્યાણમાં કાંઈ બાકી રહે નહિ. એનું તો છતાં દેહે કલ્યાણ થઈ રહ્યું છે.”

પછી બોલ્યા જે, “કથા વાંચો.”

પછી છેલ્લા પ્રકરણનું ૨૩મું વચનામૃત વાંચવા માંડયું. તેમાં ત્રણે ઋતુની માનસી પૂજાની વિકિત આવી.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “પર્વતભાઈ સાંતી હાંકતાં હાંકતા માનસી પૂજા કરતા હતા, તે તાંસળું પડી ગયું; તેવી કરવી, પણ દોડાદોડ ન કરવી. શ્રીજી મહારાજના સ્વરૂપમાંથી કોઈક કાઢે ત્યારે નીકળાય એવી કરવી, પણ માનસી પૂજા કરતા હોય ને કોઈક પૂછે જે, ‘કપચાંની ટોપલી ક્યાં છે?’ ત્યારે સાન કરી બતાવે એમ ન કરવું. જેટલી ઘડી માનસી પૂજા કે પૂજા કરવી ત્યાં સુધી મૂર્તિ વિના બીજું સંભારવું નહિ. મોટા આગળ માન મૂકે ને ગરજવાન થાય તો એવી સ્થિતિ થાય.”

‘માન મૂકી મહંતને મળિયે, જેમ વાળે તેમ વળીએ’ એ સાખી બોલ્યા.

પછી બોલ્યા જે, “જેમ વૈશાખ-જેઠમાં કોયલનું ગળું ઊઘડે અને અષાડ માસમાં બપૈયાનું ગળું ઊઘડે, તેમ આ અવસર તેવો મળ્યો છે. સંવત ૧૮૩૭ની સાલથી આ અવસર આવ્યો છે. આવા મહારાજ ને આવા મુક્ત તે ક્યાંય નથી; અહીં જ છે. માટે તેનો કેફ રાખવો ને અધૂરું ન માનવું. આવો મહિમા ન સમજાય તેને નિશ્ચય નથી. જેમ બાળક પાસે રૂપિયાનો ને હીરા માણેકનો ઢગલો કરીએ તોપણ ભૂખ્યો હોય તે રુએ; કેમ જે રૂપિયામાં બધી વસ્તુ છે તેની ખબર નથી. જ્યારે તેની ખબર પડે છે ત્યારે દરિયામાં દેહ ફગાવીને પણ કરકાં સારુ રૂપિયા લઈ આવે છે. તેમ શ્રીજી મહારાજ પાસે બેઠા હોય, પણ નિશ્ચય ન  હોય તો મહિમા ન સમજાય ને સુખ ન આવે. જો નિશ્ચય થાય તો ઠેઠ અક્ષર સુધી ખોટું થઈ જાય. અક્ષરથી પર અક્ષરધામ તેમાં પુરુષોત્તમ ભગવાનની મૂર્તિ ને તેમના અનાદિમુક્ત રહ્યા છે, તેમની સભા આ બેઠી છે; માટે ‘ધામમાં જાવું છે જાવું છે’ એમ ન કરવું.

“મુમના અઠે દ્વારકા કરી આવ્યા તે વટલાઈ ગયા એમ ન કરવું. એટલે કે જે મુક્ત ન હોય તેને મુક્ત જાણીને વળગી ન રહેવું. નિશ્ચયની વાત અટપટી છે, ને તે કહેતાં બીક લાગે છે જે રખે મૂળગેથી જાય. મોટા મોટા સંતને નિશ્ચયમાં બ્રહ્મા જેવા આવીને ડોલાવે તોપણ ડગમગાટ થાય નહિ, એવા છે. મહારાજને ને મોટાને ઓળખવા જોઈએ.

“આ લોકની સિદ્ધિઓ જે ખાવા-પીવાના પદાર્થ તેમાંથી રાગ ટળી જાય તો દેહની વિસ્મૃતિ થાય, ત્યારે કોઈ આવરણ કે કોઈ ધામ આડાં આવે નહિ.

“મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને કહ્યું જે, ‘હે મહારાજ! મને ક્ષયરોગ થયો છે, તે મટાડો તો હું આપનો મહિમા કહીને આપની ઉપાસના પ્રવર્તાવું ને આપનો દિગ્વિજય કરું.’ પછી મહારાજે એમનો ક્ષયરોગ મટાડયો ને કહ્યું જે, ‘બેસો ખુરસીએ ને વાત કરો.’ પછી મુક્તાનંદ સ્વામી ખુરસીએ બેસીને વાત કરવા લાગ્યા ત્યારે સંત ઊઠી ગયા ને કેટલાક સંત તુંબડાં ઘસવા લાગ્યા ને કેટલાક પુસ્તક શોધવા મંડયા ને કેટલાક પાઠ ભણવા મંડયા. પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું  જે, ‘મહારાજ! મારી વાતો તો કોઈ સાંભળતા નથી ને બધાય ઊઠી ગયા.’ ત્યારે મહારાજે કહ્યું જે, ‘બધાય ધામમાંથી આવેલા છે, તે તમારી વાતો સાભળે તેવા નથી.’ પછી મુક્તાનંદ સ્વામી બોલ્યા જે, ‘મહારાજ હું એકલો જ સકામ થયો.’ માટે સકામ થાવું નહિ.”   II૨૦૬ II

On the day of Vaishakh Vad 8th Bapashri showing his favour, talked. He said, “Once a guru told his disciple that when he would leave this world, drums will be sounded.  The guru left this world but drum were not sounded.  His disciples asked Shriji Maharaj why drums were not sounded when their guru left this world, even though he had told them so. Shriji Maharaj told that their guru had twenty four pairs of footprints (charanarvind). He asked them to bring one pair which was at the bottam. Saints brought it. Shriji Maharaj shook it and a red-hot worm fell from it and died after a while. Then drums sounded. Be careful so that it does not happen like this to you. Do not have attachment even for the piece of paper. Be tranquil like Gordhanbhai remaing in sushupti (state of deep sleep) one should remain in sushupti.But should not be greedy for the post of Mahanat, storekeeper (kothari) or for the post of the head of the village. At the time of taking dinner taste of sour, sweet, saltless or salty should be ignored. Unless you do this you will not be tranquil and cannot avoid disease/passion. Therefore one who wants happiness of Mahaprbhuji should avoid passion for taste, honour, fame, etc. Then there will be tranquility (upsham) in Murti. Swami Aksharjivandasji of Muli avoided all passion so he forgot that he was in body and he went in sushupti (upsham-trance state) and takes bliss of Murti.  The householder should think that he did not get the chance to serve a saint and also did not think of immoral deeds and vices (fault) which he did during his life time and now the time for leaving the world is near. We should attach to a saint whole heartedly and even if insulted by him, we should take his virtues as Ranchhodlalbhai of Siddhapur did. Ayodhayaprasadji Maharaj insulted Ranchhodlalbhai. Then he said, “You are  Mukta of Shriji Maharaj and your darshan is rare even for Ishwars, Brahm, Akshar-you are such great, therefore I am very lucky that you insulted me,” when such type of humbleness and service for saints is there, salvation is within reach. He is liberated during his life span. Then Bapashri asked to begin katha.

Thereafter the 23rd Vachanamrut of the last chapter being read. There was a reference about the system of mental worship during all three season in it. Bapashri said, “Parvatbhai used to perform mental worship while tilling the land. Once, while doing pooja bowl (vessel of tiffin) fell but he did not know it because he was so much engrossed in pooja-such type of pooja is worth doing but should not do it hurriedly. Pooja should be such that when someone draws out attention forcibly from the form of Shriji Maharaj, we come out. While doing mental worship if someone wants to know from us where the basket of kapchi is, we should not pay attention and show it with sign language. During mental worship or pooja nothing should be remembered excepting Murti. For achieving such a state we should give up our ego before Muktas and be humble. ‘Maan muki mahant ne malie, jem vale tem valie’-contact mahant giving up ego and do as he wishes. Then Bapashri said just as the cuckoo sings in Vaishakh-Jeth and bapaiya (kind of bird) sings in the month of Ashaddh. Similarily such opportunity we have got now, since Samvat 1837. Such Maharaj and such Muktas are nowhere excepting here only. Therefore, we should have intoxication for it and should not believed to be unfulfilled. If he has not understood such greatness, he has no determination. Just as we make a heap of diamonds, jewels and rupees before a child but it will remain hungry and cry because it does not know that the value is there in money.When he knows value of money he goes overseas for earning money for his children. Similarily even if Shriji Maharaj is sitting near us, His greatness is not understood and His happiness is not enjoyed, when he has no determination. If there is determination, every thing will become false up to Akshar. Above Akshar there is Akshardham and in it Murti of Lord Purushottam and His Anadi Muktas dwell. Their assembly is sitting here. Therefore we should not desire to go to Akshardham because you are already there.Mumna athe Dwarka i.e. Mumna believed this place as Dwarka by mistake and joined with us and he said to be converted in another religion.  This means if he is not Mukta, we should not associate with him taking him as Mukta. The matter of determination is complex but saying so I fear lest someone leave our sect. Great saints do not become unsteady in their determination even if Brahma tries to makes them unsteady- such is their faith. We should recognize Maharaj and Muktas. If the passion is avoided from the fulfilment of wordly objects (siddhis) i.e. objects of delicious food, the body will be forgotten (means he will rise above pain and joy of phisical body) . Then no abode or covering will be an obstacle. Muktanand Swami said to Maharaj, “Oh Maharaj! I am suffering from T.B. cure me from it. If you cure me from it, I will work to propagate your worship by telling people about your greatness and will get absolute victory (bringing all in our sect). Maharaj cured him and asked him to sit in a chair and talk. Then Muktanand Swami set on a chair and started talking. When he was talking saint started getting up. Some of them went to washed their tumbda (kind of pot), some of them started searching for books and some of them began to study. Muktanand Swami, said “Oh Maharaj!  Nobody listens to my talk and all got up.” Maharaj said, “They all have come from Akshardham, they are not such that they may listen to to your talk.” Then Muktanand Swami said, “Only I became sakam (desring fruit for action).” Therefore, do not become sakam. || 206 ||