Gujarati / English

વૈશાખ વદ-૧૦ને રોજ બપોરે સભામાં વચનામૃતની કથા વંચાતી હતી, તે કથાની સમાપ્તિ કરી પોતે તથા સંત પોઢી જતા હતા. અને બે કલાક પછી વાડીએ સંત સહિત નાહવા પધાર્યા ને પોતે વાડીમાં બાજરી જોઈને કૂવા પાસે જાંબુડાના ઝાડ તળે બેસતા હતા અને સંત કાકરવાડીએ નાહવા જતા હતા. તે સ્નાન કરીને બાપાશ્રી પાસે નવી વાડીએ આવ્યા ને પછી સંત-હરિજનોએ બાપાશ્રીને ચંદન-પુષ્પ વડે પૂજા કરી અને બાપાશ્રી નાનાં પ્રકારનાં ફળ-ફૂલની પ્રસાદી સંત-હરિજનને આપતા હતા.

પછી બોલ્યા જે, “આ પ્રસાદી ને આ દર્શન અને આ જોગ બહુ દુર્લભ છે ને શ્રીજી મહારાજ ને મોટા તો જેવા ધામમાં છે તેવા ને તેવા જ દિવ્ય છે અને આ મનુષ્યભાવ તો પોતાના સંકલ્પે કરીને દેખાડે છે, માટે જે જોઈએ તે પ્રત્યક્ષ મહારાજ ને મોટા મળ્યા છે. આ પ્રાપ્તિ મોટી છે, અતિશય મોટી છે, અને કિયા સ્થાનમાં બેઠા છીએ ને કોનો જોગ થયો છે? તો અનાદિમુક્ત સાક્ષાત્ મળ્યા છે.”

એટલી વાત કરીને પછી જાંબુના ખોબા ભરી ભરીને સંત-હરિજનોને આપતા હતા, એવી રીતે જાંબુફળ જમાડીને મંદિરમાં આવતા હતા. પછી શ્રી ઠાકોરજીનાં દર્શન કરીને વચનામૃતની કથા વંચાતી. તે પ્રથમ પ્રકરણનું ૩૮મું વચનામૃત વંચાતું હતું, તેમાં જીવની વાત આવી.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “જીવ છે તે વસ્તુગતે ચોખ્ખો કંચન જેવો છે, પણ સંગદોષે કરીને અવરાઈ ગયો છે, પણ મૂળ ચોખ્ખો છે તો જ મૂર્તિમાં ચોંટાય છે.”

પછી કરાંચીવાળા લાલુભાઈએ પૂછયું જે, “લોયાના ૭મા વચનામૃતમાં કહ્યું છે કે ઈન્દ્રિયો, અંતઃકરણ ને અનુભવ ત્રણેય પહોંચે નહિ તેને તો જન્મ-મૃત્યુ થાય તે તો ઠીક, પણ ચૈતન્ય પ્રકૃતિને પામ્યો જે કૈવલ્યાર્થી તેને જન્મ-મૃત્યુ કેમ છે? કારણ કે ચૈતન્ય પ્રકૃતિ જે અક્ષરબ્રહ્મ તેમાં લીન થયો જે કૈવલ્યાર્થી તે તો નદી-સમુદ્રવત્ બ્રહ્મમાં ભળી ગયો તે કેમ સૃજાય?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “કૈવલ્યાર્થી જળમાં પાષાણવત્ તથા વૃક્ષે ખગવત્ લીન થાય છે, પણ સમુદ્રમાં નદીવત્ લીન થાતો નથી. તે જ્યારે શ્રીજી મહારાજ કૃપા કરીને જીવોનો મોક્ષ કરવા પૃથ્વી ઉપર પધારે છે ત્યારે તે કૈવલ્યાર્થી ઉપર પણ દયા કરીને તેઓને પણ સૃષ્ટિ ભેળા સૃજે છે; કેમ જે વિષયમાં લુબ્ધ જીવો ઉપર દયા કરે છે,  તો કોઈ પણ સાધને કરીને બ્રહ્મ સુધી પહોંચ્યો હોય તેના ઉપર દયા કરે એમાં શું? એ તો કરે જ. માટે શ્રીજી મહારાજ એને સૃષ્ટિમાં લાવીને પોતાની સાકારપણાની ઉપાસના કરાવીને મોક્ષ કરે છે.”

પછી બીજી વાત કરી જે, “એક સમયે વડોદરામાં શ્રીજી મહારાજને ને ગોસાંઈજીવાળાને સંવાદ થયો. તેમાં શ્રીજી મહારાજના ભણેલા સૌ સાધુ અને ગોસાંઈજીના સૌ શાસ્ત્રીઓ તેમને સામસામો સંવાદ કરવો અને તેમાં જે હારે તેને મુસલમાન કરવા એવો ઠરાવ કર્યો. પછી નિત્ય સભા થાય ને પ્રશ્ન-ઉત્તર ને સંવાદ થાય તેમાં ગોસાંઈજીવાળાની જીત થાય અને મહારાજના સંત હારે; તોપણ સંત કહે જે, ‘કાલે ગોસાંઈજીવાળાને જીતી લઈશું’, પણ સંત તો નિત્ય હારતા જાય. અને મહારાજ શ્રી ગોપાળાનંદ સ્વામીને સંભારે ને કહે જે, ‘અહો! અમારું રત્ન આવ્યું નહિ.’

“એમ કરતાં એક દિવસ બાકી રહ્યો ત્યારે ગોપાળાનંદ સ્વામી આવ્યા. એમને જોઈને મહારાજ બહુ રાજી થયા ને કહ્યું જે, ‘અમારું રત્ન આવ્યું ને હવે અમારી જીત થશે.’ પછી બીજે દિવસે સભા થઈ અને શ્રી ગોપાળાનંદ સ્વામી સભામાં આવીને બેઠા, ત્યારે શાસ્ત્રીઓએ તથા બીજા સર્વેએ સ્વામીશ્રીને તેજોમય ને ચારેકોરે અનંત દેવો ને અનંત અવતારો સ્તુતિ કરતાં તથા અનંત નાનાં પ્રકારનાં ઐશ્વર્ય સહિત દેખ્યા. એટલે શાસ્ત્રીઓ તો સ્વામીશ્રીનું આવું આશ્ચર્યકારક ઐશ્વર્ય જોઈને દબાઈ ગયા ને કહેવા લાગ્યા જે, ‘અમે હાર્યા ને તમે જીત્યા.’ એમ કહીને વંદન કરવા લાગ્યા ને મહારાજની જીત થઈ. પછી શ્રીજી મહારાજ કહે જે, ‘સંતો તો હારીને અમને મુસલમાન કરાવનારા હતા,  પણ આ ગોપાળાનંદ સ્વામીએ આવીને અમારી જય કરાવી.’ આમાં સમજવાનું એ છે જે હજારો સાધનિક સંત હોય તે એક અનાદિમુક્તની તુલ્ય ન થાય એવી અનાદિમુક્તની અલૌકિક સામર્થી છે.”  II ૨૦૮ II

On the noon of Vaishakh Vad 10th ,the katha of Vachanamrut was being read in the assembly. After katha, Bapashri and saints would take a nap. After two hours he along with saints would go to bathe, Bapashri himself would check the crop of millet in the farm and would sit under the Jambun tree near the well, and saints would go to Kakarwadi for bath. They came to Bapashri to new farm after the bath. Then saints and devotees would perform pooja of Bapashri with sandalwood paste and flowers and Bapashri would give prasadi of fruits of different kinds to saints and devotees. Then Bapashri said, “This prasadi, this darshan and this opportunity are very rare.  Shriji Maharaj and Muktas are as divine as in Akshardham in which they dwell and this human feeling they show by their thought. Maharaj himself and Muktas have met you –it is your goal. This achievement is big, very big. Think of the place in which you are sitting and think for whose attachment you are here-both causes are met with by meeting Anadi Mukta himself.” After this talk, Bapashri would give handful of jambun to saints and devotees and then they would come to the temple. After darshan of Thakorji, katha of Vachanamrut was being read in this session. The 38th Vachanamrut, of first chapter was being read. In it, there was reference about Jiva. Bapashri said, “Jiva is as pure as gold but it has been polluted by the fault of bad company but basically it is pure so it gets attached to Murti.”

Lallubhai of Karachi said, “In the 7th ,Vachanamrut of Loya the cycle of birth and death can be understood for the one who is bound by senses, consciousness and experience but for the one who is self realized means having goal of kaivalya moksha also comes in the circle of birth and death-why is it so?  Because self realized whose goal is kaivalya moksha merged in Akshardham means he merged with Brahm like a river merges with sea–how to understand this?” Bapashri said, “The one having goal of kaivalya moksh is like a stone in water and like a bird merging with a tree, but he does not merge like river merging with sea. When Maharaj comes on the earth to liberate jivas by his grace, He also creates the one having goal of kaivalya moksh along with other creature by showing mercy, because He shows mercy on passionate jiva, then when He shows mercy on the one who has achieved Brahm, by doing means, what is there to be surprised?  He will definitely do it. Therefore, Shriji Maharaj brings him in this world and making him worship (upashna) His incarnate form, liberates him.

Then Bapashri started another talk. He said, “Once an argument/ discussion took place between Shriji Maharaj and Goswami (Gosaijivala) in Vadodara. In the discussion it was fixed that all learned saints of Shriji Maharaj and all Shastries of Goswami who take part in this discussion and whosoever is defeated would become Muslim. This discussion was held daily and question-answer session took place. In it, saints of Maharaj were defeated and Shastries of Goswami won but saint would say that they would defeat   Shastries of Goswami. In spite of that confidence, they were defeated daily. Maharaj would remember Gopalanand Swami and would say His gem had not come. In this way when only one day was left out Gopalanand Swami came. On seeing him, Maharaj was very much pleased and said that His gem had come and now they would win. On the next day, the discussion took place and Shree Gopalanand Swami came there. When he was sitting, there Shastries and all others saw Swami as luminescence and all around infinite deity and infinite incarnation were praying him and infinite kinds of miracles were seen so Shastries were awed by his incredible miracles and they accepted their defeat and said that they had won. Saying so they started bowing to him and Maharaj won. Shriji Maharaj said that they were to be made Muslim with the defeat of saints but this Gopalanand Swami got victory. Here the gist of the talk is, there may be thousands of seeker saints (doing means) but they cannot be compared with an Anadi Mukta, such is the extra ordinary power of Anadi Mukta. || 208 ||