Gujarati / English

વૈશાખ વદ-૧૧ને રોજ બાપાશ્રી સર્વે સંત, બ્રહ્મચારી, હરિજનો સહિત છત્રીએ પધાર્યા હતા. ત્યાં સ્વામી ઈશ્વરચરણદાસજી પાસે વચનામૃતની ટીકાની કથા કરાવી. પછી બાપાશ્રીએ પુસ્તકની પૂજા કરી અને પછી સૌ સંત, બ્રહ્મચારી, હરિજનોએ બાપાશ્રીની પૂજા કરી.

પછી બાપાશ્રી સર્વે સંત, બ્રહ્મચારી, હરિજનોને ચંદન ચર્ચીને બોલ્યા જે, “આજ તો જેવો પર્વતભાઈએ યજ્ઞ કર્યો હતો જે, ‘મારી નજરે જે પડે તે સર્વેને હું અંતકાળે આવીને અક્ષરધામમાં લઈ જઈશ’, એવો આ યજ્ઞ છે. આ ટાણે જે જે અમારી નજરે પડયા તે સર્વેને અમે અક્ષરધામમાં લઈ જાશું.”

એમ વર આપીને  પછી ત્રણ ફેર ફરતાં કરાવીને રાસક્રીડાનાં કીર્તન ગવરાવ્યાં. પછી કાળી તલાવડી સામા છત્રીના ઓટા ઉપર પગથિયાં પાસે ઊગમણા મુખારવિંદે વિરાજમાન થયા અને સંત, બ્રહ્મચારી, હરિજનોએ છત્રીની ચારે પાસે ફરતાં ઘણીવાર સુધી કીર્તન ગાયાં.

તે સમયે આકાશમાં વાદળ છાઈ રહ્યું, ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આ મુક્તોએ વિમાન સહિત આકાશમાં આવીને આપણને છાંયો કર્યો છે. શ્રીજી મહારાજે પંચાળામાં રાસ રમાડયો હતો, તે દિવસે અર્ધો કળિ કાઢી મૂકયો હતો. અને સાત ફેર કર્યા હતા ને જેટલા સંત હતા તેટલાં રૂપ ધારીને તેમના ભેળા ફરતા, એવાં દર્શન દીધાં હતાં.”

એમ વાત કરીને પછી મંદિરમાં પધાર્યા ને નારાયણપુર, કેરા આદિના હરિભક્તો સૌ પોતપોતાને ગામ ગયા.

પછી તે જ દિવસે બપોરે સભા કરી તે વખતે પ્રથમ પ્રકરણનું ૬૯મું વચનામૃત વંચાતું હતું, તેમાં હિંસાની વાત આવી.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મૃગાસુર નામનો દૈત્ય બગીચો ખોદતો હતો, તેને રામચંદ્રજી મારવા ગયા હતા ત્યારથી હિંસા ચાલી છે, પણ હિંસા કરવી તે રાજાનો  ધર્મ નથી.”

પછી વાત કરી જે, “સદગુરુશ્રી નિર્ગુણદાસજી સ્વામી માંદા હતા, ત્યારે અમે અમદાવાદ ગયા હતા. પછી સ્વામીશ્રી અમારા સામું જોઈને બહુ રાજી થયા ને કહ્યું જે, ‘તમે આવ્યા તેથી બહુ શાંતિ થઈ ને હવે અમારો મંદવાડ મટી જશે.’ એમ મોટાનો મહિમા મોટા જાણે.

“અમે એકાવનની સાલમાં કચ્છથી ગુજરાત જતાં ગઢડે ગયા, ત્યારે ભુજથી ઉપરદળ રામજીભાઈને કાગળ લખ્યો હતો જે, ‘અમે અહીંથી નીકળ્યા છીએ, તે જૂનાગઢ, ગઢડા થઈને અમદાવાદ આવીશું.’ તે કાગળ વાંચી રામજીભાઈ રેલે બેસી નિંગાળે ઊતર્યા ને એકો ભાડે કર્યો ને એકાવાળાને પૂછયું જે, ‘કચ્છના કોઈ આવ્યા છે?’ ત્યારે તેણે કહ્યું જે, ‘ઘેરવાળાં કેડિયાં પહેર્યાં હતાં ને સૂંથણાં પહેર્યાં હતાં ને સવારે ઘેલામાં નાહવા જતા હતા, એવા કોઈક આવ્યા છે ખરા.’ પછી રામજીભાઈ મંદિરમાં દર્શન કરવા ચઢયા, ત્યાં ઠાકોરજી પાસે અમે ઊભા હતા તે મળ્યા. પછી એકાવાળાને ભાડા સિવાય એક રૂપિયો ઈનામ આપ્યો, ત્યારે અમે કહ્યું જે, ‘એક રૂપિયો વધારે કેમ આપ્યો?’ ત્યારે રામજીભાઈએ કહ્યું જે, ‘માણસો દીકરાની વધામણી ખાય તેને દસ-વીસ રૂપિયા દે છે; તો આ તો આપની વધામણી ખાધી તેને તો હજારો રૂપિયા આપીએ તોપણ ઓછા છે. તમારી વધામણી ક્યાંથી હોય!’ એવા મહિમાવાળા હતા.”

એમ કહીને પછી બોલ્યા જે, “આ દર્શન ક્યાંથી મળે? મોટા મોટા સદગુરુની પાસે જાવું પણ કઠણ પડતું અને આ તો બાળક જેમ માવતરના ખોળામાં આળોટે તેમ ચરણમાં સૌ લોટો છો ને આવા અનાદિમુક્ત સાથે ભાષણ કરો છો તે કેટલી મોટી પ્રાપ્તિ કહેવાય!”

ઈત્યાદિક વાતો કરીને પોઢી ગયા.

પછી સાંજના કાકરવાડીએ નાહવા પધાર્યા. ત્યાં નાહીને આંબા નીચે બેસીને માનસી પૂજા કરીને પછી સંત સહિત નવા ડહેલામાં જઈને બેઠા.

તે સમયે બાપાશ્રી કરુણાકટાક્ષે કરીને સંત-હરિજન સામું જોઈને બોલ્યા જે, “આ સભા દિવ્ય છે અને આ સભામાં આ મુક્તને વિષે દિવ્ય મૂર્તિ શ્રીજી મહારાજ પ્રત્યક્ષ વિરાજીને મંદમંદ જુએ છે, મંદમંદ હસે છે, મંદમંદ પ્રસાદી આપે છે– જો ઓળખાય તો. પણ જીવ ઓળખતો નથી ને માયાનો લહરકો લેવા જાય છે. જેમ એક બ્રાહ્મણ રાજા પાસે દાન લેવા ગયો, પછી રાજાએ તેની પરીક્ષા લેવા માટે સારાં સારાં ભોજન તથા પલંગ તથા સેવક તેની સેવામાં આપ્યાં અને કહ્યું જે, ‘બપોરે બાર વાગે દાન લેવા આવજો, તો પાંચ હજાર સોનામહોરો આપશું.’  પછી તે બ્રાહ્મણ સારી પેઠે ભોજન જમીને જરાક પલંગ ઉપર સૂતો ને સેવક પગચંપી કરવા લાગ્યા, તેથી ઊંઘ આવી ગઈ ને દાન લેવાનો વખત વીતી ગયો. પછી રાજા પાસે ગયો, ત્યારે રાજા કહે જે, ‘વખત વીતી ગયો; હવે નહિ મળે.’ તેમ આ જીવ માયાનો લહરકો લેવા જાય છે ને મહારાજને ને મોટાને ભૂલી જાય છે. તે માયાનો ત્યાગ કર્યો હોય તોપણ અંતરમાં તેનો રાગ રહી જાય છે, એવા જીવના સ્વભાવ છે; તે ભગવાન જેવડી વસ્તુને શી રીતે ઓળખી શકે?”

એમ વાત કરીને પછી સૌ સંતોને મળીને અતિ આનંદિત કરીને મંદિરમાં પધારતા હતા. અને આરતી થઈ રહ્યા પછી સંતોને સભામાં વાત કરવાની આજ્ઞા કરી અને કહ્યું જે, “કાલે તમારે ચાલવાનું છે, માટે હરિભક્તોને વાત કરજો.”

પછી સંતોએ સભામાં વાત કરી ને સમાપ્તિ વખતે હરિભક્તોને  કહ્યું જે, “કાલે અમારે ચાલવું છે.”

પછી બીજે દિવસે પારણાં કરીને સંત તથા હરિજન સર્વે ભુજ થઈને ઝાલાવાડ તથા ગુજરાત તરફ આવ્યા.  II ૨૦૯ II

On the day of Vaishakh Vad 11th Bapashri, all saints, celibate, devotees had come to chhatri. There katha of Vachanamrut commentary (tika-critique appreciation) was read by Ishwarcharandasji Swami. Then Bapashri performed pooja of the volume (grantha) and then all saints, celibates and devotee performed pooja of Bapashri. Then Bapashri applied sandalwood paste on the forehead of all saints, brahmachari and devotee and said, this yagna is like the yagna performed by Parvatbhai who said that he would take all in Akshardham on whom his sight falls. On this occasion I will take all to Akshardham on whom my sight fell- he blessed with such boon. Thereafter Bapashri formed three circles and made them sing devotional songs of raskrida. Then he sat facing east on the steps of front portion of chhatri opposite Kali talawadi and saints, brahmchari, devotee, sang devotion songs (Ras krida) for a long time going round the chhatri. At that time, the sky became cloudy. Bapashri said this Muktas have come in the sky along with planes and have given us shadow. Shriji Maharaj had arranged rash (collective circular dance) in Panchala. On that day, he had driven away half part of Kaliyug and had arranged seven circles and had taken as many forms as there were saints and took rounds with them- such darshan was given. After this talk, they came to the temple and devotees of Narayanpura, Kera, etc. went to their respective villages.

Thereafter on the very day of the noon, assembly was held and the 69th Vachanamrut of first chapter was being read. In it, there was reference about violence. Bapashri said, “A demon named Mrugasur was digging a garden. Ramchandraji went to kill him, since then there is violence but violence is not the dharma of a king.

Then Bapashri said, “When Sadguru Shree Nirgundasji was ill I had gone to Amdavad. On seeing me Swamiji was very much pleased and said that his illness would be cured because you had come and now I fill peaceful-thus he knows the greatness of Mukta. In Samvat 1951, while I was going from Kutch to Gujarat, I went to Gadhada. At that time, I had written letter from Bhuj to Ramjibhai at Upardal informing him that I had started from here and would go to Amdavad via Junagadh and Gadhada. On reading this letter, Ramjibhai came to Nigala by rail and hired vehicle (ako-horse-carriage). He asked its driver if anyone had come from Bhuj. He replied that someone wearing kedia and shuthana (kind of kutchi dress) had come and was going to bath in Ghela river in the morning. Then Ramjibhai went to the temple for the darshan. There I was standing near Thakorji and he met me. Then Ramjibhai paid the fare to the driver and rupee more as a gift. I asked him why he had given a rupee more. Ramjibhai said hearing the news of birth of a son people give ten to twenty rupees where as this driver gave me your news and if I pay thousands of rupees it would not be enough. Where can I find such news of rejoice! (Vadhamani). He had such knowledge of greatness. Then Bapashri said, “Where can you get such darshan”. It was difficult to go to great Sadgurus whereas you are all playing at my feet (charan) like a child plays in the lap of parents and talking with such Anadi Mukta –what a big achievement. Then they went to bed.

In the evening, they came to Kakarwadi for bath. There after taking bath performed mental worship under a mango tree and thereafter set in a new room along with saints. At that time Bapashri said with sarcasm and compassion looking at saints and devotees, “This assembly is divine and in this assembly, divine Murti Shriji Maharaj Himself sitting in front of this Mukta and sees gently, smiles gently, gives prasadi gently provided he is recognized but jiva does not recognize and taking joy of illusion (maya). Just as a brahmin went to a king for donation. The king to test him gave him delicious food, a cot and a servant for his service and told him to come at 12.00 noon for donation-he would give him five thousand gold coins. Then the Brahmin ate food in excess and slept on the cot and the servant massaged his legs so he went in to deep sleep and the time of donation was over. He went to the king but the king told him the time was over and he would not get donation. Similarly Jiva takes the joy (is bound in maya) of illusion and forgets Maharaj and Muktas. Even if he discards illusion, there is passion in the heart. Such is the nature of Jiva. How can he recognize God? After talking thus, Bapashri met all saints made them very happy and came to the temple. After arti, Bapashri commanded saints to talk in the assembly and told them that they had to start next day, so inform devotees. Saints talked in the assembly and end of the talk told the devotees that they had to start tomorrow. On the next day after ‘parna’ (breaking fast), all saints and devotees came to Gujarat via Bhuj and Zalawad (district of Surendranagar). || 209 ||