Gujarati / English

વૈશાખ સુદ-૫ને રોજ સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઘનશ્યામજીવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી તથા સ્વામી ગુણાતીતદાસજી તથા સ્વામી ભગવતસ્વરૂપદાસજી તથા પુરાણી ધર્મકિશોરદાસજી, આદિ સંતોએ બાપાશ્રીને પૂછયું જે, “મૂળીનો શતવાર્ષિક પાટોત્સવ કરવો કે નહિ?”

ત્યારે બાપાશ્રીએ પાટોત્સવ કરવાની આજ્ઞા કરીને કહ્યું જે, “અમે આવીશું.”

પછી તે સર્વે સંત મૂળી તથા અમદાવાદ ગયા. તે વર્ષે વરસાદ નહિ હોવાથી યજ્ઞ કરવાનો વિચાર મૂળીમાં જન્માષ્ટમીના સમૈયામાં બંધ રાખ્યો.

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ બાપાશ્રીને પત્ર લખ્યો જે, “આ દેશમાં વરસાદ નથી તેથી દુકાળમાં પૈસા ભેગા થાય તેમ લાગતું નથી. માટે જો આપ દયા કરીને વરસાદ કરો તો પાટોત્સવ કરવાની હિંમત આવે.”

પછી બાપાશ્રીએ લખી મોકલ્યું જે, “તમે ખરડો કરવા નીકળશો ત્યાં જ તે દિવસે વરસાદ આવશે ને વર્ષ બહુ સારું પાકશે, માટે વિચાર કાયમ રાખજો.”

પછી ખરડા કરવા નીકળ્યા તે પહેલા વાંકાનેર ગયા, ત્યાં માર્ગમાં જ વરસાદ થવા મંડયો તે બધા દેશમાં થયો ને હરિભક્તોએ રાજી થઈને ખરડા કર્યા.

પછી સંવત ૧૯૭૯ના પોષ માસમાં રાજકોટથી મનાઈ હુકમ આવ્યો જે પાટોત્સવ ન કરવો. પછી પાટોત્સવ ન કરવો એવો ઠરાવ કરવા સારુ વઢવાણ કાંપમાં સર્વે સત્સંગીએ આવવું એવા કાગળો મૂળીથી મોટેરા સાધુ અને મોટેરા સત્સંગીએ લખાવ્યા.

તે જ દિવસે સ્વામી ઈશ્વરચરણદાસજી, મુક્તવલ્લભદાસજી, દેવજીવનદાસજી આદિ કચ્છમાં બાપાશ્રી પાસે ગયા. અને સવારમાં સભામાં બાપાશ્રીને પ્રાર્થના કરી જે, “પાટોત્સવ ન કરવો એવો મનાઈ હુકમ રાજકોટથી વુડ સાહેબનો આવી ગયો અને આજે વઢવાણ કાંપમાં સંત-હરિજનોની કમિટી ભરાઈ હશે તે પાટોત્સવ ન કરવો એવો ઠરાવ કરશે, માટે આપને પૂછવા આવ્યા છીએ જે પાટોત્સવ થશે કે નહિ થાય? જો મુંબઈ અપીલ કરીએ તો મહા સુદ-૫ નજીક આવી છે તેટલામાં આપણને હુકમ મળે નહિ ને પછી મળે તે કાંઈ કામ ન આવે.”

પછી બાપાશ્રી બોલ્યા જે, “યજ્ઞ થશે; માટે પ્રયત્ન કરો. અને સારું કામ છે માટે મહારાજ ને મુક્ત પ્રેરણા કરશે.”

પછી બળદેવભાઈ શેઠે મૂળી ઠાકોરશ્રી મારફત પ્રયત્ન કરી યજ્ઞ થવા બંદોબસ્ત કર્યો. પછી સત્સંગ ભેળો કર્યો ને પાટોત્સવ કરવાની વાત કરી ત્યારે કેટલાક સંત અને જીવા પટેલ આદિ સત્સંગીઓએ કહ્યું જે, “લાખ રૂપિયાનું કામ છે, તેમાં ખૂટે તો કોણ પૂરું કરે?”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “લોકોમાં વાત ફેલાઈ ગઈ છે ને ન થાય તો ઠીક ન દેખાય.”

ત્યારે પટેલે કહ્યું જે, “માથે કોણ રાખે છે?”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “શ્રીજી મહારાજ પૂરું કરશે.”

પછી પાટોત્સવ કરવાનું નકકી કર્યું ને બાપાશ્રીને તેડવા  પોષ વદ ૦)) અમાસને રોજ સ્વામી ઈશ્વરચરણદાસજી, મુક્તવલ્લભદાસજી અને આશાભાઈ ગયા. તે રાત્રિએ સ્ટીમર ચાલી નહિ ને મહા સુદ-૧ને રોજ સવારે સાડા અગિયાર વાગે ચાલી તે સાડા ચાર વાગે તુણા બંદરે ઊતર્યા. ત્યાં નાહી પૂજા કરી, આરતી કરીને પછી તુણે જઈ ગાડી કરી બાર વાગે રાત્રે અંજાર જઈ ઘોડાગાડી કરી મહા સુદ-૨ને રોજ સવારે પાંચ વાગે ભુજની વાડીએ પહોંચ્યા. ત્યાં નાહી પૂજા કરીને ભુજના મંદિરમાં ગયા. ત્યાં બ્રહ્મચારી નિર્ગુણાનંદજીએ તથા પુરાણી કેશવપ્રિયદાસજીએ તથા મહંત સ્વામી મહાપુરુષદાસજીએ કહ્યું જે, “બાપાશ્રી તો માંદા છે તે આવી શકશે નહિ; કેમ જે મોતીભાઈનો દીકરો મગનલાલ ઘણો માંદો છે, તેને દર્શન દેવા પધારવા ઘોડાગાડી મોકલી હતી, પણ આવી શકયા નહિ એવા માંદા છે ને નભી શકશે નહિ. માટે બાપાશ્રીને તમે લઈ જવાનો આગ્રહ કરશો નહિ.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું  જે, “એ તો અમે ને બાપાશ્રી જાણીએ, પણ તમે સંતો આવશો કે  કેમ? તે કહો.”

ત્યારે તેમણે કહ્યું જે, “અહીં તો સાધુ માંદા બહુ છે. તેથી અમારાથી તો આવી શકાશે નહિ.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજી, મુક્તવલ્લભદાસજી અને આશાભાઈ ત્રણે ઘોડાગાડી ભાડે કરીને વૃષપુર દસ વાગે પહોંચ્યા ને ઝાંપેથી ઊતરીને ચાલ્યા ત્યાં બાપાશ્રી પોતાના ઘરના બારણામાં ઊભા હતા, તે મળ્યા ને બોલ્યા જે, “આવડલી વાર ક્યાં લગાડી વીરા!”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “રાત્રિએ આગબોટ ઊપડી નહિ ને પડવેને રોજ સાડા અગિયાર વાગે ઉપડી, તેથી રેલ ન મળી ને રાતોરાત ઘોડાગાડીથી આવ્યા તે આજ આવ્યા ને ટપાલ તો આગબોટમાં જ રહી ગઈ. તેમાં આપણી કંકોત્રીઓ રહી છે, પણ બીજી હું સાથે લાવ્યો છું. તે લખીને બેય ઢોળમાં મોકલાવીએ, પણ આપને ચરણે વા છે તેને શેકો છો, તેનું કેમ કરશો?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “વાને તો રજા આપીશું, પણ યજ્ઞ થશે કે નહિ તે કહો?”

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “બાપાશ્રી! એ તો આપ જાણો. જો થાય તેમ હોય તો પધારો ને ન થાય એમ હોય તો હું પણ અહીં આપની સેવામાં રહીશ.”

પછી બાપાશ્રી બોલ્યા જે, “યજ્ઞ અમારે કરવો છે. કોણ બંધ કરનાર  છે? કોઈનો ભાર નથી જે બંધ કરી શકે.”

પછી બેય ઢોળમાં કંકોત્રીઓ પાંટિયા સાથે મોકલાવીને લખ્યું જે, “અમો મૂળી યજ્ઞ કરવા સારુ મહા સુદ-3ને રોજ નીકળશું અને જેને આવવું હોય તે સુદ-૪ને રોજ નીકળજો. તમારે માટે નારાયણપુરના પટેલ ધનજીભાઈને રાખ્યા છે તે તમને સર્વેને મૂળી લાવશે. અમે આગબોટ સ્પેશિયલ તમારા માટે કરશું.”

એવી રીતે કંકોત્રીઓ મોકલાવીને બોલ્યા જે, “બાવા! તમે ઠાકોરજીને જમાડવા રસોઈ કરો; આપણે રાત્રિએ નીકળશું તે સવારે પરબારા સ્ટેશને જઈશું.”

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “રસોઈ તો નહિ કરીએ. અમારે અત્યારે જ  જવું પડશે, કેમ જે ભુજ ઓફિસમાં ઘણાં તાર કરવાના છે અને આપ મગનલાલને દર્શન આપીને સ્ટેશને  પધારજો.”

પછી બાપાશ્રીએ ટીમણ જમાડયું ને બપોરે દોઢ વાગે નીકળ્યા તે સાડા ત્રણ વાગે તાર ઓફિસમાં પહોંચ્યા. ત્યાં એક હરિભક્ત પ્રથમથી આવેલ હતા, તેમને સ્વામીએ પૂછયું જે, “તમે કેમ આવ્યા છો?”

ત્યારે તેમણે કહ્યું કે, “સ્વામી મહાપુરષદાસજીએ તાર કરવા મોકલ્યો હતો તે આવ્યો છું.”

પછી કહ્યું જે, “ક્યાં તાર કર્યો ને કેવી રીતે કર્યો?”

ત્યારે તે હરિભક્તે કહ્યું જે, “કરાંચી કર્યો ને બાપાશ્રી કે સંત-હરિજન કોઈ મૂળી જવાના નથી ને તમે પણ જશો નહિ એવો તાર કરાવ્યો છે.”

એવામાં મોતીભાઈ એક તાર લઈને આવ્યા તે તાર કરનારે સ્વામી ઈશ્વરચરણદાસજી અને પુરાણી કેશવપ્રિયદાસજી ઉપર તાર કરેલો જે, “અહીં તો ખૂન થયું છે ને  બહુ તોફાન થયું છે, માટે આવશો નહિ. કદાપિ બાપાશ્રી નીકળી ગયા હોય તો તાર કરીને નગરથી પણ પાછા વાળજો.” માટે આનો જવાબ મંગાવીએ.

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “એ તાર ખોટો છે; કાંઈ જવાબ મંગાવવો નથી.”

પછી કંરાચી, મુંબઈ, મૂળી, અમદાવાદ, કલકત્તા, ઝરિયા, કટક ઈત્યાદિ સ્થળોએ તાર કર્યો જે, “અમે ને બાપાશ્રી મહા સુદ-૩ને રોજ મૂળી જઈએ છીએ ને જેનાથી અવાય તે આવજો.”

પછી સ્વામી ભુજમાં ગયા. ત્યાં બ્રહ્મચારી નિર્ગુણાનંદજીએ ખીચડી કરી, તે શ્રી ઠાકોરજીને જમાડી. પછી આશાભાઈને ભુજથી ઘોડાગાડી કરીને સાડા છ વાગે પાછા વૃષપુર મોકલ્યા ને કહેવરાવ્યું કે, “આશાભાઈની સાથે રાત્રિએ ત્રણ વાગે નીકળી ભુજમાં મોતીભાઈને ઘેર પધારી મગનલાલને દર્શન આપીને પછી સ્ટેશને પધારશો.”

પછી બાપાશ્રી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી તથા મુક્તવલ્લભદાસજી સર્વે સ્ટેશને ભેળા થયા. અને ભુજના સાધુ તથા ભુજના હરિજનો ઘણાક સ્ટેશને મળવા આવ્યા, તેમને બાપાશ્રીએ કહ્યું જે, “તમે અમારા ભેળા મૂળી આવતા નથી ને એમ જાણો છો જે યજ્ઞ નહિ થાય ને બાપાશ્રી પાછા આવશે ને ફજેતી થશે, પણ અમે યજ્ઞ કરવા જઈએ છીએ અને આ ટાણે જ અમારો યજ્ઞ શરૂ થઈ ગયો. અમે જય જયકાર કરીને લાવીશું, પણ એમ ને એમ પાછા નહિ આવીએ. માટે જેને આવવું હોય તે આવતી કાલે સુદ-૪ને રોજ ધનજીભાઈ જાદવજીભાઈની સાથે આવજો.”

પછી ગાડી ઊપડી તે તુણે આવ્યા. ત્યાં ટીમણ કરીને દોઢ વાગે આગબોટમાં બેઠા તે રાત્રિએ જામનગર પહોંચ્યા. ત્યાંથી સુદ-૪ને રોજ સવારે રેલમાં બેઠા ને રાજકોટ આવ્યા. ત્યાં સ્વામી ઈશ્વરચરણ-દાસજીએ બાપાશ્રીને વિનંતી કરી જે, “આ કામ તાબડતોબ થયું છે માટે વાસણ, બળતણ આજ જ સાંજે મૂળી પહોંચશે અને પાગરણ કે ઓઢવાનું બિકુલ છે જ નહિ, માટે ટાઢને રજા આપો તો સારું.”

ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “ચાર દિવસ રજા આપીશું. એક લૂગડે જ ચાલે એટલી રહેશે, વધુ નહિ રહે.”

પછી રેલ ઊપડી તે રાજકોટ સીટીએ આવી. ત્યાં ખોટો તાર કરનાર જોવા આવ્યા જે બાપાશ્રી આવ્યા છે કે નહિ, પણ એમના દેખવામાં બાપાશ્રી આવ્યા નહિ. પછી મૂળી આવ્યા ને હજારો માણસો સ્ટેશને સામા આવેલા તેમણે વીંટાણા થકા સિગરામમાં બેસીને બાપાશ્રી મૂળીના મંદિરમાં પધાર્યા ને શ્રી ઠાકોરજીનાં દર્શન કરીને સભામંડપમાં ઘડીક બેસીને પછી ઉતારે પધાર્યા.

રાત્રિએ સ્વામી ઈશ્વરચરણદાસજીને પાકશાળામાં મોકલ્યા જે, “જોઈ આવો; કેટલો શીરો કર્યો છે? કેટલું સીધું છે?”

પછી તે ગયા ને જોઈ આવીને બાપાશ્રીને કહ્યું જે, “આટલો શીરો થઈ ગયો છે ને આટલું સીધું છે.”

પછી ફેર મોકલ્યા જે, “જાઓ બંધ રખાવી આવો.”

પછી તે ફેર જઈને બંધ કરાવી આવ્યા.

પછી સવારે સ્વામી ગુણાતીતદાસજીએ કહ્યું જે, “તમે અમને શીરો કરવા દો; ખૂટે તો અમારી લાજ જાય.”

પછી બાપાશ્રી બોલ્યા જે, “લાજ તો અમારી જાય; કેમ કે અમારો યજ્ઞ છે ને અમે યજ્ઞ કરવા આવ્યા છીએ તેથી અમારે ખૂટવા દેવો નથી. લાજ રાખવી તે તમારા હાથમાં નથી; એ તો અમારા હાથમાં છે.”

પણ તેમના માનવામાં આવ્યું નહિ. પછી શેઠ બળદેવભાઈએ કહ્યું જે, “બાપા, કરવો હોય તો બીજો કરવા દો.”

પછી બાપાશ્રી બોલ્યા જે, “અમારે તો અડધો શીરો પણ વરવા દેવો નથી, ઘણો વધશે ને ગાડે ઘાલીને ગામોગામ વહેંચશે ને ભાડાં ખરચી ખરચીને થાકી જશે તોપણ ખૂટશે નહિ.”

પછી સવારે બાપાશ્રી પાકશાળામાં પધાર્યા ને સાકરની પ્રસાદી જેટલા હોજ હતા તે સર્વેમાં નાખીને બોલ્યા જે, “આ તો ગાડે ઘાલ્યો પણ નહિ ખૂટે.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “બાપા, બંધ કરાવો.”

પછી પુરાણી ધર્મકિશોરદાસજીને બોલાવીને બાપાશ્રીએ કહ્યું જે, “શીરો કરવો બંધ કરાવો.”

પછી તેમણે બંધ કરાવ્યો ને પછી મંદિરમાં આવ્યા ને જે યજ્ઞમાં આવ્યા તે સર્વેને બે દિવસ જમાડયા. જેને લઈ જવો હોય તે સર્વેને લઈ જવાની છૂટ આપી તેથી લોકો ગાડીઓમાં તથા વાસણમાં લઈ ગયા તોયે એટલો વધ્યો કે ભાડે ગાડાં કરીને ગામોગામ પહોંચાડયો ને માણસો, ગાયો, કૂતરાં વગેરેને જમાડયો અને સુદ-૫ને રોજ ધનજીભાઈ કચ્છનો સંઘ લઈ આવી પહોંચ્યા હતા તેમને તો એક આખો હોજ સોંપી દીધો હતો તે રહ્યા તેટલા દિવસ બધો સંઘ જમ્યો હતો.

પછી મૂળીથી બાપાશ્રી પાટડી, વિરમગામ થઈ મહા સુદ-૧૦ને રોજ મણિપરે પધાર્યા ને ત્યાં મૂર્તિની પ્રતિષ્ઠા કરી. ત્યાંથી જોશીપરા, કલ્યાણપરા, ધર્મપુર, વિશોતપરા, કડી થઈ અમદાવાદ, સરસપુર, જેતલપુર, અશ્લાલી, રાયપુર, વહેલાલ, કણભા, કુજાડ, બાકરોલ, મોટેરા આદિ ગામોમાં ફરીને સુરત, વડોદરા, વરતાલ, નળકંઠો આદિમાં દર્શન આપ્યાં.

ત્યાં કેસરડીથી વનાળિયે આવતાં ઝાંપ ગામમાં થઈને જતાં વગડામાં એક તળાવ આવ્યું ત્યાં ફરતાં ગામોની ગાયો ચરતી હતી, તે બધી મોટર સામી આવીને પૂંછડાં ઊંચા કરીને ઊભી રહી. પછી રબારી આવ્યા ને બોલ્યા જે, “આમાં કોઈક કાનુડો છે; નહિ તો અમારી વાંભ ઉલંઘે નહિ; માટે માનો કે ન માનો, પણ આ મોટરમાં કાનુડો છે.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ બાપાશ્રીને બતાવ્યા ને કહ્યું જે, “આ મોટા પુરુષ છે; તેમનાં દર્શન કરો.”

પછી તેમણે બાપાશ્રીનાં હાથ જોડીને દર્શન કર્યાં, ત્યારે બાપાશ્રીએ તે સર્વેને વર આપ્યો જે, “તમારું કલ્યાણ કરીશું ને આ ગાયોનું પણ કરીશું.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “આ ગાયો ખસશે નહિ, માટે તમારી કામળી અમને ઓઢાડો.”

પછી તેમણે કામળી ઓઢાડી એટલે ગાયો ચાલી ગઈ ને મોટર હાંકી તે વનાળિયા, ઉપરદળ થઈને વાંસવે પધાર્યા. ત્યાં મૂર્તિની પ્રતિષ્ઠા બાઈઓના મંદિરમાં કરી.

બીજે દિવસે અમદાવાદ આવ્યા, ત્યાં કરાંચીથી મુક્તરાજ લાલુભાઈ તથા સાંવલદાસજીભાઈ, સોમચંદભાઈ, ગોવિંદભાઈ, ગોવર્ધનભાઈ આદિ હરિજનો બાપાશ્રીને તેડવા આવ્યા હતા. તેથી સ્વામી ઘનશ્યામજીવનદાસજી, સ્વામી ઈશ્વરચરણદાસજી, પુરાણી ધર્મકિશોરદાસજી, સાધુ દેવજીવનદાસજી, સાધુ મુક્તવલ્લભદાસજી આદિ સંત તથા આશાભાઈ, દલસુખરામ, મોહનલાલ આદિ હરિજનોએ સહિત બાપાશ્રી કરાંચી પધાર્યા.

ત્યાં સ્ટેશને હજારો હજાર માણસ સામા આવ્યા હતા તેમની સાથે મંદિરમાં ગયા. ત્યાં હરિજનોને ઘણું સુખ આપીને અતિ આનંદિત કર્યા અને ધામમાં તેડી જવાના વર આપ્યા અને સર્વેને ઘેર પધાર્યા. ત્યાં જે જે લોકો દર્શને આવે તે સર્વેના ઘાટ-સંકલ્પ બંધ થઈ જતા અને સુખિયા થતા ને શાંતિ પામતા તેથી સર્વે લોકો એમ પ્રાર્થના કરતા જે, “અમારા ઉપર કૃપા કરીને અમારા ઘાટ-સંકલ્પ ટાળી નાખ્યા ને અમને સુખિયા કર્યા તેમ અમને ગર્ભવાસ થકી પણ છોડાવજો અને અમારાં આત્યંતિક કલ્યાણ કરજો.” વળી કેટલાકને ભૂત વળગેલાં તે પણ આવેલા, તે સર્વેને ભૂત થકી છોડાવ્યા. એમ સર્વેને સુખ આપતા થકા દશ દિવસ રહી ત્યાંથી ચાલ્યા તે સ્ટેશને આવ્યા, ને ઘણાક હરિજનો સ્ટેશન સુધી વળાવવા આવ્યા અને પચાસને આશરે તો હૈદ્રાબાદ સુધી ભેળા આવીને ત્યાંથી પાછા કરાંચી ગયા.

બાપાશ્રી તથા ગુજરાતના સંત-હરિજનો સર્વ ચાલ્યા તે ખારચી આવ્યા. ત્યાં ધર્મશાળામાં ખારચી પાસે દેવરાસણ ગામ છે ત્યાંની ચાર-પાંચ જાનો ઊતરી હતી અને બાપાશ્રી નાહી, પૂજા કરીને મંદિરમાં બેઠા  હતા ત્યાં સર્વેએ આવીને પગે લાગીને પ્રાર્થના કરી જે, “તમે મોટા પુરુષ છો ને જીવોનો મોક્ષ કરવા આવ્યા છો તો અમારો મોક્ષ કરજો.”

પછી બાપાશ્રીએ તે સર્વેને વર આપ્યો જે, “તમો સર્વેનું આ જન્મે જ આત્યંતિક કલ્યાણ કરીશું.” એમ કહીને સર્વેને પ્રસાદી આપી ને ત્યાંથી અમદાવાદ આવ્યા અને શેઠ બળદેવભાઈની મિલમાં ઊતર્યા. એક માસ ત્યાં રહી ત્યાંથી ઝાલાવાડમાં પધાર્યા. ત્યાં ધ્રાંગધ્રા સ્ટેશને ગયા તે વખતે રાજ્યમાં કુંવરનો જન્મ થયો તેની વધામણી આવી; ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ‘એ રાજા થશે.’ તે રાણીએ બાપાશ્રીને તથા સંતોને રોકીને રસોઈ દીધી ને ધોતિયાં ઓઢાડયાં. ત્યાંથી વાંટાવદર, ઘાંટીલા, માલણિયાદ આદિ ગામોમાં ફરીને હળવદ થઈ પાછા ધ્રાંગધ્રા સ્ટેશને આવ્યા. ત્યાં ઘણાક હરિજનો સ્ટેશન સુધી વળાવવા આવ્યા હતા.

તેમાં એક ચંચળ નામે બ્રાહ્મણ બાઈ હતી, તેણે પ્રાર્થના કરી જે, “મને ધામમાં લઈ જાઓ. મારે આ દેહમાં ને આ લોકમાં રહેવું નથી.”

પછી તેને કહ્યું જે, “સવારે લઈ જઈશું.”

તેણે બીજે દિવસે સવારે હરિજનોને બોલાવી કહ્યું જે, “મને બાપાશ્રી તેડવા આવ્યા છે ને મહારાજના ધામમાં લઈ જાય છે, જુઓ! આ ઊભા!” એમ કહીને પછી દેહ મૂકયો.

બાપાશ્રી ઝાલાવાડ, પાળિયાદ, ગઢડા, ભાવનગર આદિ ગામોમાં ફરીને પછી કચ્છમાં પધાર્યા. તેમની સાથે સ્વામી ઈશ્વરચરણદાસજી તથા સાધુ મુક્તવલ્લભદાસજી અને આશાભાઈ કચ્છમાં ગયા, ને ભુજ જઈ રસોઈ આપીને ધોતિયાં ઓઢાડીને વૃષપુર પધાર્યા, અને સંઘના માણસો સર્વે પોતપોતાને ગામ ગયા.

પછી બાપાશ્રીએ ચૈત્ર વદ (બીજી) દશમે શિક્ષાપત્રીનું પારાયણ બેસાડયું હતું, તેની સમાપ્તિ ચૈત્ર વદ ૦)) અમાસને રોજ કરી. તે વખતે ઘણા દેશ-દેશાંતરના હરિજનો આવ્યા હતા, તે સર્વેને શ્રીજી મહારાજની મૂર્તિમાં રાખવાનો વર આપ્યો. પછી સ્વામી  ઈશ્વરચરણદાસજી આદિ ગુજરાત તરફ આવ્યા અને સૌ હરિજનો પણ અનાદિ મહામુક્તરાજના વચનથી પોતે શ્રીજી મહારાજની મૂર્તિમાં જાણે નિમગ્ન હોય એવા આનંદથી હર્ષાયમાન થતા ને કિલ્લોલ કરતા સૌ સૌને સ્થાનકે ગયા.  II ૨૧૩ II

On Vaishakh Sud 5th,Swami Vrundavandasji, Swami Ghanshyamjivandasji, Swami Ishwarcharandasji, Swami Gunatitdasji, Swami Bhagwatswarupdasji, Purani Dharmakishordasji, etc. saints asked Bapashri, “Should ‘shatvarshik’ (hundred years) celebration of Muli be celebrated or not?”  Bapashri consented to celebrate and said that he would come. All saints went to Muli and Amdavad. The idea of yagna was postponed in Janmastami samaiya in Muli because of no rainfall during that year. Swami Ishwarcharandasji wrote a letter to Bapashri informing him that there was no rain in that region so getting donation in famine was not possible. Therefore, send rain showing your mercy so that performing celebration could be made possible. Bapashri wrote to him, when you start for collecting donation, on the very same day it would rain and there would be very good crop. Therefore, remain firm on the idea of celebration. Then they started for collecting donation. First, they went to Vankaner. On the way, it started raining and it rained in the whole region and devotees willingly donated. Then in Samvat 1979, in the month of Posh a stay was given from Rajkot against celebration. Then letters from Muli were got, written by big sadhus and big satsangis informing all satsangis to come to Vadhvan camp for the resolution of not celebrating the ‘Patotsava’ of Muli. On the very day Swami Ishwarcharandasji, Muktavallabhdasji, Devjivandasji, etc. went to Bapashri in Kutch. In the morning assembly, they informed Bapashri that the stay against celebration has been issued by Mr.Wood from Rajkot and today the meeting would have been held by saints and devotees in Vadhavan camp to pass the resolution to this effect. Therefore, we have come to ask whether celebration would be held or not? If we make appeal against the stay in Mumbai, the decision will not come before Maha Sud 5th and if it comes thereafter, it will be of no use. Bapashri said, “Yagna will be performed so go on trying. It is good cause and Maharaj and Muktas will inspire.” Then Baldevbhai Sheth arranged for the yagna through the good offices of Thakorshree of Muli. Then meeting of satsang was held and discussion of celebration took place. Now the question was that the expenditure would amount to hundred thousand rupees (one-lac rupees) and if the target is not completed who would take the responsibility. This question was raised by Jiva Patel and satsangis. Swami Ishwarcharandasji said that the news spread among the people. If the celebration was not held, it would not be advisable. Jiva Patel again expressed his worry for the expenditure. Swami Ishwarcharandasji said that Shriji Maharaj will do everything. To celebrate Patotsava was finalized. On the day of Posh Vad 30th Swami Ishwarcharandasji, Muktavallbhadasji and Ashabhai went to fetch Bapashri. On that night the steamer did not start. It started on the day of Maha Sud 1st in the morning at 11.30 a.m. and reached Tuna Port at 4.30 p.m. After bath, pooja and arti was performed then from Tuna they hired texi and reach Anjar at 00.00 hour in the night and from there on the day of Maha Sud 2nd horse carriage was hired and reached farm (vadi) of Bhuj temple at 5.00 a.m. in the morning. There after bath, pooja was performed and went to the temple of Bhuj. There, Brahmchari Nirgundasji and Purani Keshavpriyadasji, Mahant Swami Mahapurushdasji informed that Bapashri was ill and he could not come. Even he could not go to give darshan to Maganlal, the son of Motibhai, who was very ill. The horse carriage was sent to fetch him but he could not go-such is his illness. Therefore, do not insist for Bapashri’s presence. Then Swami Ishwarcharandasji said, “It was the matter between Bapashri and me but what about you saints -tell me.” Then they said that the saint was very ill there. Therefore they could not come. Then Swami Ishwarcharandasji, Muktavallabhdasji and Ashabhai all three hired a horse carriage and reached Vruspur at 10.00 o’clock got down and met Bapashri who was standing at the door of his house. Bapashri asked them, “Where were you for such a long time.” Swami Ishwarcharandasji replied, “The steamer did not start at night. It started on the day 1st of Maha at half past eleven. Therefore, we missed the train and on the same night started by horse carriage and came today but the post has been left behind in the steamer. There are invitation card in it but I have brought others with me. They can be sent to both dhol. But you are suffering from gout and warming your leg. What are you going to do for it?” Bapashri said, “Gout will be given leave. But tell me whether yagna will be held or not?”  Swami Ishwarcharandasji said, “Bapashri! It is within your knowledge. If it is going to be held, please come and if not, I shall stay here in your service.” Bapashri said, “I have to perform yagna-who is going to stop it? Nobody has might to stop it.” Then invitation cards were sent through a messenger informing that they were going to Muli for yagna. They would start on the day of Maha Sud 3rd and whosoever wanted to come should start on the day of Maha Sud 4th. For them Patel Dhanjibhai of Narayanpur has been kept and he would bring them all to Muli. Special steamer would be arranged for them. Then Bapashri said, “Bava! Prepare food to offer to Thakorji. We will start at night, and in the morning we will go directly to the station.”  Then Swami Ishwarcharandasji said, “I will not prepare meals because I have to start right now as I have to send many telegrams from Bhuj and you come to the station after giving darshan to Maganlal. Bapashri fed him and he started at 1.30 p.m. and reached the telegraph office at 3.30p.m. One devotee was already there. Swami asked him why he had come. He said that Swami Mahapurushdasji had sent him to send telegram. Swami asked where the telegram was sent and what it was about. The devotee said him that it was sent to Karachi informing that Bapashri, saint, devotees would not go to Muli and he should also not go. In the meanwhile, Motibhai came with a telegram, which was for Swami Ishwarcharandasji and for Purani Keshavpriyadasji informing that a murder had taken place there and riots had broken out so not to come. In case Bapashri had started, send him back from Nagar by informing telegraphically. Therefore, reply should be got. Swami Ishwarcharandasji said that it was a false telegram and reply was not necessary. Then Swami sent telegrams to Karanchi, Mumbai, Muli, Amdavad, kolkatta, Zaria, Katak, etc informing he and Bapashri were going to Muli on Maha Sud 3rd and those who could come, should come. Then Swami went to temple in Bhuj. There Brahmchari Nirgunanandji prepare hotch-potch (khichdi) offered to Thakorji. Then Swami sent Ashabhai from Bhuj to Vruspur by horse carriage at 6.30p.m. and informed Bapashri that he should start with Ashabhai at 3.00a.m. in night and after coming to Bhuj go to Motibhai’s house, give darshan to Maganlal and then go to the station. Then Bapashri, Swami Ishwarcharandasji, Muktavallabhdasji all met at the railway station. Saints of Bhuj and many devotees of Bhuj came to the station to give send off. Bapashri told them, “You are not coming with us to Muli because you think that yagna will not be held and Bapashri will come back and he will be disgraced but we are going to perform yagna, and from this very moment our yagna has started. We will come back with great success- not without success. Therefore, whosoever wants to come may come tomorrow on the day of Maha Sud 4th with Dhanjibhai Jadavjibhai. Then train left Bhuj station and reached Tuna. There they ate tiffin and boarded the steamer at half past one and reach Jamnagar at night. From there on the day, Maha Sud 4th left by train and came to Rajkot. There Swami Ishwarcharandasji requested Bapashri that this work had been done hurriedly so vessels, firewood would reach Muli in the evening. But no arrangement was there for mattresses or blankets. Therefore, asked cold to go away. Bapashri said, “It will be given leave for four days. Only single cloth will be enough in the cold. Then the train left and came to Rajkot city. There those who had sent false telegram had come to see whether Bapashri had come or not but they could not see him. Then they came to Muli and thousands of people came to receive them. Surrounded by devotees they set in sigram (horse carriage), Bapashri came to the temple of Muli, and after having the darshan of Thakorji set for a while in the assembly hall and went to the guesthouse. At night Bapashri sent Ishwarcharandasji Swami in the kitchen and asked to see how much shiro (sweet preparation from wheat flour) there was and how much raw material. Swami went there and informed Bapashri about shiro and raw material. Then again, Swami was sent back to the kitchen and told him to stop preparing more and Swami did accordingly. In the morning Gunatitdasji Swami requested Bapashri to allow to prepare more shiro. If the quantity is used up, it will be question of prestige. Bapashri said that it would be the question of his prestige because it was his yagna and he had come to perform yagna and he would see that it is not exhausted. To keep prestige is in his hand and not in their hands but they did not rely. Then Sheth Baldevbhai requested Bapashri to allow them to prepare more. Then Bapashri said, “I will not allow even the half quantity of shiro to be used. It will become over plus and even if residue is distributed from village to village by spending on the fare of carts, it will not be used up.  In the morning, Bapashri visited the kitchen and prasadi of sugar cube was dropped in all the storing vessels (place-hoj) and said that it would not be exhausted even if it was used in very large quantity. Then Swami Ishwarcharandasji requested Bapashri to get the preparation of shiro stopped. The task was given to Purani Dharmakishordasji and he did accordingly. Then Bapashri came to the temple and all who came to the yagna were fed for two days. All were allowed to take as much quantity as they wanted. People carried it in their carts and in their vessels, even then it was so much  surplus that it was sent village to village by hired carts and eaten by people, cows, dogs, etc. and on the day of Maha Sud 5th , Dhanjibhai who had come with the group of kutch devotees was handed over very big vessel of shiro (hoj) and they ate it till they were there. Then Bapashri came to Manipur on Maha Sud 10th from Muli via Patdi and Viramgam. There, Murti was installed. From there he gave darshan to the people in Joshipura, Kalyanpura, Dharampur, Vishotpura, Kadi, Amdavad, Saraspur, Jetalpur, Ashalali, Raipur, Vehlal, Kanbha, Kujad, Bakrol, Motera and cities of Surat, Vadodara, Vartal and Nalkantho, etc. from there while going from Keshardi to Vanalia and Zanp, there came a lake/ pond outside the village where the cows were grazing. They all came in front of the car and stood there raising their tails. Then Rabaris came and said that there must be someone Kanudo otherwise they would not disobey our instruction and move. Therefore, believe it or not there was Kanudo in that car. Swami Ishwarcharandasji pointed to Bapashri and asks them to have the darshan. They had the darshan of Bapashri with folded hands. Bapashri blessed them and said them they as well their cows would be liberated. Then Swami Ishwarcharandasji told Bapashri that those cows would not move unless his blanket was put on him. Bapashri put the blanket on Swami so the cow went away. Car started and came to Vansva via Vanalia and Uperdal. There Murti was installed in the ladies temple. On the next day, they came to Amdavad. There, Muktaraj Lalubhai, shavaldasjibhai, Shomchandbhai, Govindbhai, Govrdhanbhai, etc. from Karanchi had come to fetch Bapashri. So, saints named, Swami Ghanshyamjivandasji, Swami Ishwarcharandasji, Purani Dharmakishordasji, saint Devjivandasji, saint Muktavallabhdasji, etc. along with the devotees named Ashabhai, Dalshukhram, Mohanlal, etc. and Bapashri came to Karachi.  There at the station, thousands of devotees had gathered to receive them and they went with them in the temple. There devotees were given much happiness and joy and bless them that he (Bapashri) would come to fetch to all of them and would take them to Akshardham and graced while visiting houses of all. There those who came for darshan were free from worthless thoughts and became happy and got peace. So all prayed to Bapashri and said that their thoughts were made void by showing his (Bapashri) grace and were made happy. They requested Bapashri to liberate them from the cycle of birth and death and prayed for ultimate liberation. Moreover those who affected by ghost also came. They were freed from the clutches of ghost. Thus giving happiness to all left for the station after ten days. Many devotees went up to the station to give send off and about fifty went with them up to Hyderabad and from there went back to Karachi. Bapashri, devotees and saints of Gujarat started and came to Kharachi. There, about four –five marriage parties had come of the village Devrashan near Kharchi and they were staying in an inn.  Bapashri after taking bath and performing pooja was sitting in the temple. The people of marriage party came to the temple, prostrated before Bapashri and prayed and said to Bapashri that he was a great man and had come to liberate Jivas so they should also to be liberated. Bapashri blessed them and said that he would give them ultimate liberation during this birth itself. Then he gave prasadi to all. From there he came to Amdavad and lodged in the mills of Sheth Baldevbhai. He stayed there for a month and from there went to Zalawad. He went to the Dhrangadhra station. During his visit, a prince was born in the kingdom and good news was given to Bapashri. Bapashri said he would become a king. The queen delayed their departure and offered meals, dhotis to saints and Bapashri. From there they went to Vantavadar, Ghantila, Malaniyad and Halvad and retured to Dhrangradhra station. There many devotees had come up to the station to give send off. Among them there was a Brahmin woman named Chanchal. She prayed to Bapashri and requested him to take her to Akshardham. She did not want to live in the body and also in this world. Bapashri told her that she would be taken on the next morning. On the next day, she called all devotees and said that Bapashri had come to fetch her and taking her to the abode of Maharaj. Look here he stands! Saying so she left her body. Bapashri came to Kutch after visiting Zalawad, Paliyad, Gadhada, Bhavnagar, etc. he was accompanied by Swami Ishwarcharandasji, saint Muktavallabhdasji and Ashabhai. They offered meals and dhotis in the Bhuj temple and came Vruspur. Devotees went back to their respective villages.

Bapashri had arranged Parayan (discourse) of Shikshapatri on the day of Chaitra Vad 10th and came to end on the day of Chaitra Vad 30th. During that occasion many devotees from different places had come. They all were blessed for keeping in Shriji Maharaj’s Murti. Then Swami Ishwarcharandasji etc went to Gujarat and all devotees, as if they were engrossed in Shriji Maharaj’s Murti by the blessings of Anadi Maha Muktaraj, went back to their respective places with joy and glee. || 213 ||