Gujarati / English

સંવત ૧૯૮૧ના ચૈત્ર સુદ-૯નો સમૈયો કરી અમદાવાદથી સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઘનશ્યામજીવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતો તથા મૂળીના સંતો સર્વે ભુજ થઈને વૈશાખ સુદ-૧૧ને રોજ શ્રી વૃષપુર ગયા.

વૈશાખ સુદ-૧૨ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “મૂર્તિમાં જોડાઈ બેઠા હોય તે મૂર્તિમાંથી બહાર ન નીકળે, રસબસ જોડાઈ રહ્યા હોય. ધ્યાનમાં જાય તે જળમીનવત્ રહે, જેમ જળમાં પડયો તે કોરો રહે નહિ તેમ. એનાં અવયવ શીતળ, ઈન્દ્રિયો શીતળ, અંતઃકરણ શીતળ, અને ચિત્ત અખંડ ભગવાનના ચિંતવનમાં રહે. ધ્યાન કરતાં, માળા ફેરવતાં એ મૂર્તિની બહાર નીકળાય નહિ એ યોગીની નિદ્રા કહેવાય. મૂર્તિના ઘરાક થાવું. જે એના ઘરાક નથી થાતા તે તો મૂર્તિ વિના વાંઝિયા પડયા છે, માટે એક ભગવાન ને તેમના સંત રાખીએ તો શીતળ શાંત રહેવાય. એ મૂર્તિનું તેજ ઝળળળ ઝળળળ નીકળે છે. એ તેજમાં ઠરે પણ નહિ, બળે પણ નહિ, આનંદ આનંદ રહે; બીજું કાંઈ ભાસે નહિ.

“મહારાજ કહે, ‘મંદવાડ એવો ખરેખરો કરી દેવો કે આ લોક, ભોગ, સગાં, સંબંધી, નાત, જાતમાં ક્યાંય વૃત્તિ રહે નહિ.’ એમ મૂર્તિના સુખે જ સુખી થઈ જવાય. એ સાધનમાં સર્વેએ રહેવું. એ સાધન જબરું છે. એ સાધન કર્યા વિના પાર નહિ આવે; એ સાધન તે સર્વે સાધનનું ફળ છે. આજ વખત સારો છે. એ જોગ તમને મળ્યો છે. મોટાનો જોગ કરતાં કરતાં મૂર્તિ મળે છે અને આવો મોટો જોગ મળવો તે પણ મોટાં ભાગ્યવાળાને મળે છે; માટે આ જોગ કરવો. મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખવી અને અખંડ મહારાજના સ્વરૂપમાં જોડાઈ રહેવું એ બહુ જબરી વાત છે; માટે હળીમળીને એક થઈ રહેવું. અધિકાર ઉપર તાન હોય, જડ ઉપર તાન હોય તો મહારાજ ભૂલી જવાય. મહારાજ કે મહારાજના સંત મળે ત્યારે કલ્યાણ  થાય. તે મળેલા કોને કહેવાય? તો કોઈ વખત જરા પણ મૂર્તિથી જુદા ન થાય તે મળેલા કહેવાય. આપણે પણ તેમ વર્તવું. મોટા સૂતા હોય ત્યારે આપણે સૂતા છે એમ જાણીએ, પણ એ તો મૂર્તિમાં કિલ્લોલ કરતા હોય.

ચાલીસની સાલમાં મૂળીમાં ભોજો ભક્ત હતો તે અખંડ મૂર્તિમાં જોડાઈ જાતો. તેને નિશ્ચયમાં ખામી હતી તે એકલો નીકળીને રખડી મૂઓ.

“સત્સંગમાં આજ શ્રીજી મહારાજ પ્રત્યક્ષ બિરાજે છે. તેમને મળેલાનો જોગ અને સમાગમ કરવો અને કથા વાર્તા કરવી. એવાના જોગથી જુદું ન પડવું. જડ માયામાં લેવાઈને એવાના પક્ષથી જુદું ન પડવું. આજ મોટા મુક્ત મૂર્તિમાં રમ્યા કરે છે. આ તમને મળ્યા છે તે કોઈને મળ્યા નથી. એ જોગ અને ટાણું મળ્યું છે. જોગ, ટાણું અને કહેનારા સારા છે. જેવા મહારાજને અને મુક્તને જાણશો તેવા થશો. મોટા મુક્તની વૃત્તિ તો શ્રીજી મહારાજ વિના બીજે છે જ નહિ, પણ જ્ઞાની અને વિષયીને એવા મોટા પણ વિષયી ને અજ્ઞાની ભાસે છે.”

એમ કહીને વાત કરી જે, “રસનામાં વૃત્તિ તણાઈ જાય તો પાછી વાળવી ને મૂર્તિનો માર્ગ લેવો. મોટાની વાતો જોઈએ તો એ મૂર્તિની બહારની હોય જ નહિ. મોટા મુક્ત છે તેમના હાથની પ્રસાદીથી, દૃષ્ટિથી તથા તેમને ભટકાઈને આવેલા વાયુનો સ્પર્શ થવાથી પણ કલ્યાણ થાય.

“પ્રતાપ તો જુઓ! જેવી ગોપાળાનંદ સ્વામીની સ્થિતિ, તેવી જ નિર્ગુણદાસજી સ્વામીની! અને તેવી જ તેમના આ ચેલા સ્વામી ઈશ્વરચરણદાસજીની! એવા મૂર્તિના સુખે સુખિયા થાવું.

“આમાં તો ઘણું સુખ પડયું છે, પણ જીવ અધિકાર વગેરેમાં ગૂંચાઈ જાય છે. હવે તો સાધુ જડ ભેળું કરીને પટારા, પૈસા વગેરે કરે છે. એમાંથી નીકળીને આપણે શુદ્ધ થાવું છે; માટે સુરત રાખવી. એ સામી દૃષ્ટિ જ કરવી નહિ. નકરાં ચીંથરાં ભેગાં ન કરશો. બરાબર વર્તવું જોઈશે.

“પરિપક્વ નિશ્ચયવાળાને સિદ્ધિઓ મળે છે, બીજાને મળતી નથી. તે પરિપક્વ નિશ્ચયવાળા કિયા? તો કોઠાર, ભંડાર, મહંતાઈ મળે તે નહિ. સ્વામી આવે ત્યારે સાકર ને ધોતિયાંનાં ગાડાં ભરાઈ જાય, તે પોતે સંતના મંડળને વહેંચી આપતા. અહીં સદગુરુ શ્રી લોકનાથાનંદ સ્વામી આવ્યા હતા, તે કૂવે નાહવા ગયા હતા, ત્યાં તેમના શિષ્યે શકરિયાનો વેલો ઊંચકયો તેને લોકનાથાનંદ સ્વામી વઢયા જે, ‘એ કામ તારે કરવું છે તે ઉપાડયો?’ અને હવે તો પાંચ હજાર, દશ હજાર પટારામાં ભરે છે. આપણે તે ગરવા ન દેવું, ન દેવું, ન દેવું. આ જોગ નહિ આવે. માલપુઆ, બિરંજ, કેરીની રસોઈ દે છે તે સિદ્ધિઓ પરિપક્વ નિશ્ચયવાળાને આવે છે તેમાં લોભાવું નહિ.

“બાળકિયા, રમતિયાળ સ્વભાવ ન રાખવા ને ન કરવા. મૂર્તિમાંથી બહાર નીકળાય નહિ. મૂર્તિમાંથી બહાર નીકળાય તો માયિક વૈભવમાં લેવાઈ જવાય, માટે મૂર્તિમાં બેસી રહેવું. મંદિરના કાર્યમાં હાથ ઘાલવામાં સાધુતા ન રહે. ખરેખરા વાદીને નાગ ન કરડે; બીજાને કરડી ખાય. તે વાદી કોણ? તો જે મહારાજની આજ્ઞા પ્રમાણે ચાલે તે. મોટા મોટાને વગોઈ નાખ્યા. આ વાત પોતાના જાણીને કરીએ છીએ. અમે વ્યવહારમાં પૈસા વગેરેમાં પડયા હોઈએ, પણ તેનાં દુઃખ જાણી લીધાં છે. કોઈ મોજા મેલતા હોય તો સહન કરીએ છીએ. અમારે તો આ સંત ને હરિજન વિના બીજી કોઈ વસ્તુ જ નથી; તે ત્રણે અવસ્થામાં મૂર્તિમાં રહેતા હશે તે જાણતા હશે. રામજીભાઈએ અમે સંત જમાડયા ત્યાં ઘણીકવાર સુધી દંડવત કર્યા, એવું હેત હતું; એવાં હેત અને વિશ્વાસ જોઈએ. ધૂળ માથે નાખે અને વળી ફેર નાખે એટલે કે એક વાર ભગવાં પહેરે અને ધોળાં પહેરીને ફરી વાર ભગવાં પહેરે. આ મારગથી પડે તે બાપડાનું બગડી જશે.”  II ૨૧૪ II

After performing samaiya, on the day of Chaitra Sud 9th, of Samvat 1981, Swami Vrundavandasji, Swami Ghanshyamjivandasji, Swami Ishwarcharandasji, saints of Amdavad and saints of Muli reached Vruspur via Bhuj on the day of Vaishakh Sud 11th. On the day of Vaishakh Sud 12th Bapashri showing his favour talked. He said, “Those who are attached to Murti do not come out of Murti remain attached to it engrossingly. Those who go in meditation remain as fish remaining in the water. Just as he cannot remain dry in water. His organs, senses, heart, remain cool and his chitta (mind) constantly meditates on God. By meditating, rosary, he would not come out from that Murti-it is called sleep of Yogi. We should demand Murti and those who do not demand are like childless person without Murti. Therefore, we should have on constant memory of God and His saint, then only we will be peaceful and cool. The luminescence of that Murti emits very brightly. In this luminescence one neither remains cool nor burns. There is joy and joy- nothing else is seen. Maharaj has said that illness should be so severe that our vruti ignores this world, passion, relative, related, caste, etc. Thus we can be happy in the happiness of Murti. All should remain in this mean-this means is incredible. Without this mean, there is no way out. This mean is the fruit of all means. This time is good so you have got this opportunity. Murti can be realized by remaining in constant association with Muktas and getting such big opportunity is available only to fortunate people. Therefore it should be seized. Keep constant Vruti in Murti and should remain attached constantly in the form of Maharaj-it is big thing. Therefore we should remain amicably. We should not be proud of power (authorities), if we are proud of inanimate thing Maharaj will be forgotten. When Maharaj and Maharaj’s saint meet, it will be salvation. Who can be said to have met them- the one who does not separate himself from Murti even for a moment. We should behave thus. When Muktas get enjoyment from Murti, they seem to be sleeping but it is not so. In the Samvat 1940, there was a Bhojobhakta at Muli. He used to get attached in Murti constantly. There was a defect in his determination so, he became lonely and died. Today Shriji Maharaj Himself sits gloriously in this satsang. We should associate with those who have met Shriji Maharaj and do katha varta. We should not give up our attachment with them. We should not leave such company by becoming victim of inanimate illusion. Today great Mukta is one with Murti. You have met them- nobody has met them. You have got this opportunity and time and pointing out to it, are also good. You will become such as you recognize Maharaj and Muktas. Vruti of great Muktas is not anywhere excepting in Shriji Maharaj. But they appear passionate and ignorant to ignorant and passionate people. If vruti is drawn in taste, it should be called back and should take the path of Murti. The talks of Muktas are never outside the circle of Murti. Prasad given by great Muktas, their glance, and wind coming to us by touching them, will lead to salvation. See their power! The state of Nirgundasji Swami is the same that of Gopalanand Swami and also of his disciple Swami Ishwarcharandasji. We should be such and become happy in the happiness of Murti. There is much happiness in it. But Jiva is entwined in authority, etc. Now a days even saints collect money, etc and keep patara (big box) for storing them. We should come out of this and be pure and be alert and should not look at it at all. Do not collect useless things. You have to behave properly. Those having matured determination get siddhis- others do not. Who are those having matured determination-they are not who get Mahantai (head priest of the temple), in charge of store and kitchen. When Swami would come he would bring lot of cubical sugar, dhotis, etc. which he have got as offerings and he would distribute them among the group of saints. Sadguru Shree Loknathanand Swami had come here. He had gone at the well to bathe. There, his disciple lifted a creeper of sweet edible root (shakaria). Loknathanand Swami scolded him and asked him if that was his work. Now a days such disciple collect money put it in patara. Such saints should not be allowed in our fold. This opportunity will not come. The person having matured determination gets delicious dishes and other things by siddhis (super natural power) but he should not be tempted in it. Childish or playful nature should be avoided. We should not come out of Murti. If we come out of Murti we will drawn in the illusive luxury. Therefore, we should remain in Murti. Saint will not remain saint if he interferes in the work of a temple. A snake will not bite a real snake charmer but will bite others. Who is that snake charmer-the one who obeys the commands of Maharaj. Even great Muktas have got disrepute. This I say because you are mine. He said, “I have taken part in worldly affairs and have dealt with money and have suffered because of it. I bear with others’ allegations. For me there is nothing excepting these saint and devotees. He who dwells in Murti in all three states can know it. When I was offering meals to saints Ramjibhai continue to prostrate before them. Such was his respect. Such respect and faith is needed. Some wear saffron clothes and then discard them and once again wear saffron clothes. Those who fall from this path will never be fulfilled. || 214 ||