Gujarati / English

વૈશાખ સુદ-૧૩ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “પહેલાં સંત ગોળા જમતા ને  ડાંસ કરડે તો શરીર હલાવવું નહિ; આવાં કષ્ટ ભોગવીને સત્સંગ કરાવતા. અને આજ તો સંસાર ત્યાગ કરે ત્યારે સંકલ્પ કેવા કરે કે મૂર્તિ એક જ ધારશું; બીજું કાંઈ નહિ કરીએ, એવા ઠરાવ હોય. પછી તે ભૂલી જાય ને રજોગુણ-તમોગુણના ભાવ વધતા જાય. પહેલાં તો મોટા મોટા સંત હતા તે મૂર્તિમાં રસબસ જોડાઈ બેઠા હોય. એ મૂર્તિમાં તેજના ફુવારા છૂટે. તે શીતળ ને શાંત ને સુખરૂપ ને આનંદરૂપ એવા મહારાજની મૂર્તિના સુખે સુખિયા હતા. આજ આપણે ઘરાક થાવું. આજ તો સાધન ઉપર તાન, તે સાધન તો ચાલી ચાલીને બહુ કરે તો અક્ષર સુધી જાય, તોય લૂખું ને લૂખું.”

પછી સંતોને કહ્યું જે, “સત્સંગમાં દેખાઈ રહેજો જે અમારો સત્સંગ કર્યો, પણ રસિક માર્ગના કે ઝેરના દેખા દેજ્યો નહિ. આજ્ઞા યથાર્થ પાળજો. કોઈ ખસી જાય તો બળતરા થાય જે બાપડાનું બગડી જશે. આપણે વ્યાવહારિક કાર્ય કરતાં મહારાજની મૂર્તિથી નોખું પડવું જ નહિ; નોખું પડાય તો સત્સંગમાં તેની જય થાય નહિ. મૃત્યુ સામી નજર રાખવી. અમારા બ્રહ્મચારી શ્રી નિર્ગુણાનંદજી માંદા હતા, ત્યાં અમે ગયા અને કહ્યું જે, ‘સ્વામી, હવે ઘેર ચાલો.’ અક્ષરધામ તે ઘર અને મૂર્તિમાંહી રહેવાનું તે ઘર; પછી દેહ પડી ગયો. પોતે તો મૂર્તિમાં જોડાઈ બેઠા હોય અને કલેવરનું ગમે તેમ થતું હોય. દેહને દુઃખ-સુખ થાય તેમાં આપણે શું?”

પછી કહ્યું જે, “મૂર્તિમાં જોડાઈ જાય ને તેમાં સ્થિર વૃત્તિ થાય તેમાં દાખડો નથી પડતો. અને જેમ જેમ તેવી સ્થિતિ થાય તેમ તેમ અનુભવજ્ઞાન આવતું જાય. સર્વે જ્ઞાનનો રસ તે સાક્ષાત્ પુરુષોત્તમ નારાયણનું જ્ઞાન તે અનુભવજ્ઞાન છે. એ ગૃહસ્થને અને ત્યાગીને સર્વેને કરવાનું છે. આ કળિ ખરેખરો આવ્યો છે તેમાં આપણે સત્સંગ સ્થાપી દેવો અને સદાય આનંદ વર્તે અને અપારપણું રહે તેમ કરવું.

“જીવને પ્રસન્નતાનાં સાધન કરવાનાં છે. પુરુષ પ્રયત્ન તો જોઈએ જ. તે શું તો મહારાજ ને મોટાનાં વચનમાં ખરેખરો વિશ્વાસ જે રાત કહે તો રાત અને દિવસ કહે તો દિવસ, એમ સમજવું. શ્રી ગોપાળાનંદ સ્વામીએ એમના સંતોને અર્ધી રાત્રિએ પૂછયું જે, ‘રાત્રિ છે કે દિવસ?’ ત્યારે સંતોએ કહ્યું જે, ‘આપ રાત્રિ કહો તો રાત્રિ અને દિવસ કહો તો દિવસ.’ માટે મોટા પાસે પોતાના મનનું ગમતું કરાવવું નહિ. આંખ મીંચો એટલે અંધારું અને ઉઘાડીએ એટલે અજવાળું; એટલી જ વાર છે.

“પરોક્ષ શાસ્ત્ર વૈરાજમાંથી થયાં છે, તેનું આપણે કામ નથી. આપણે તો સ્વામિનારાયણ જોઈએ છીએ. તે અજ જે અનાદિ તે કોઈ દિવસ માયામાં આવતા જ નથી. તેવા અનાદિમુક્ત તે મૂર્તિમાં રહ્યા થકા ખંપાળી નાખીને મુમુક્ષુઓને ઘસડી લે છે. તે ખંપાળી નાખી એટલે કૃપાસાધ્ય કહેવાય.

“એરંડાકાકડીની ભેટ  કરવી તે મહારાજને ને મોટાને મન સોંપી દેવું તે કહેવાય. જેમ મોટા કહે તેમ કરવું તે મન સોંપ્યું કહેવાય; પણ બધું મહારાજ ને મોટા પાસે ન કરાવવું. મોટા જ્યાં જોઈએ ત્યાં હાજર જ છે, પણ તેટલો વિશ્વાસ નથી.

“આ નૈમિષારણ્ય ક્ષેત્રમાં આવ્યા છો, તે દોષ રહેશે નહિ; ઘસાઈને નાશ પામી જશે. અહીં જે વાવશો તે ઊગશે; અપરાધ કરશો તોય ઊગશે, જો તન કુરબાન કરી નાખશો તો મૂર્તિના સુખે સુખિયા થશો.

“પરોક્ષના કાર્યમાં રજોગુણ ને તમોગુણ છે. પાંડવોનાં યુદ્ધ, હિરણ્યકશ્યપનાં યુદ્ધ, એ તમોગુણ-રજોગુણ કહેવાય; પણ અહીં તો નૈમિષારણ્ય ક્ષેત્રમાં એવું એકેય નથી. આ તો દિવ્ય સભા છે તેમાં આવીને ભગવાનને ને મુક્તને જે મનુષ્ય જેવા જાણે તેને ભગવાનમાં ને મુક્તમાં દોષ જણાય છે. તે દોષ લઈને ભેગા કરે છે. તે માંસના પિંડા ખણે છે. જીવને મોહે કરીને દેહના રૂપમાં આનંદ મનાય છે, પણ હાડકાંની મેડી છે તેમાં શું આનંદ માનતો હશે?”  II ૨૧૫ II

On the day of Vaishakh Sud 13th Bapashri showing his favour and talked. He said, “Formerly saints used to eat flour added with water, but would not shake body even if bitten by insect bearing such difficulties they would make people join satsang. Where as today he would renounce the world and would determine that he would meditate only Murti and would do nothing else. Then he would forget and gets affected by the attributes of Raj and Tam. Formerly great saints were remaining engrossed in Murti. Luminescence would emit from Murti. They were blissful in the bliss of Maharaj’s Murti, which is cool, peaceful, happy and joyful. We should have inclination for it. Today we depend on means but means are useful up to Akshar even then one remains unfulfilled. Then he told saint, “You should prove that you were in our satsang but do not bring disrepute to satsang. Obey commands properly. If one leaves, this satang, I feel sorry for him and think that he will remain unfulfilled. We should not separate our selves from the Maharaj’s Murti while doing the work of worldly affairs. If he separates,   he will not get success in satsang, always keep eye on death. Brahmchari Nirgunanandji was ill and I went to him and told him to start the journey for home. Home is Akshardham and dwell in Murti is the dwelling place in the home- then he left body. He may be in Murti and if anything goes wrong with the body, he should show no concern for it. Why should we worry for happiness or unhappiness of the body? The one gets attached to Murti and his vruti becomes steady in it, he will not be disturbed by any thing. By and by when he reaches such stage, he will get experience with knowledge. The gist of whole knowledge is the knowledge of Purushottamnarayan Himself- it is experience knowledge. This has to be done by all- householder as well renouncer. This Kali has come factual in which we have to establish satsang and should see that there is always joy which should be unlimited. Jiva has to do means of pleasing God. Efforts are must. This means one should have full trust in words of Maharaj and Muktas whatever they say, should be accepted blindly (with full faith). Shree Gopalanand Swami asked his saint at midnight whether it was night or day. Saints reply that if he said it was night, it was night and if he said it was day, it was day. Therefore, one should not wish that Muktas should do according to one’s liking. Close your eyes and it is dark, open them and it is light- it requires only this much time. Paroksha scriptures have come from Vairaj, we are not concern with it. We want Swaminarayan. He is ‘Aaj’ who is Anadi- birthless and never gets tempted by illusion (maya).such Anadi Muktas dwelling in Murti draw mumukshu (desirous for salvation). This is their grace. Even a small gesture means surrendering mind to Maharaj and Muktas but everything should not be get done by Maharaj and Muktas. Muktas are always there, where you want them but that much trust is lacking. You have come in this Naimisharanya kshetrya so shortcomings will be done away with, whatever you sow here will grow, even you commit guilt, it will grow. If you surrender your body, you will be happy in the happiness of Murti. There are attributes of Raj and Tam in Paroksha activities- their examples are Pandawas’ war, Hiranyakashyapu’s war, etc. but here in this Naimisharanya kshetrya nothing like it. This is the divine assembly. In this assembly if someone knows God and Muktas as Human beings, he will find faults in them. Thus, he collects sins. Jiva, by fascination finds joy in body, which is made of meat and bones. What kind of joy does he believe in it? || 215 ||