Gujarati / English

વૈશાખ વદ-૨ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “મન છે તે આ સભા મેલીને ક્યાંય જતું રહે.”

એટલામાં ધનજીભાઈએ આવીને બાપાશ્રીને પ્રાર્થના કરી જે, “જમવા પધારો.”

પછી બાપાશ્રી બોલ્યા જે, “ભલે ચાલો.”

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ રમૂજ કરી કે, “ધનજીભાઈને ત્યાં આપ એકલા જમવા પધારશો?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “અમે એકલા જમતા હશું? સર્વેને ભેળા જમાડીએ છીએ.”

પછી જમવા પધાર્યા અને જમીને પાછા મંદિરમાં પધાર્યા અને વચનામૃત કથા વંચાતી હતી.

પછી વઢવાણવાળા માસ્તર કેશવલાલે પૂછયું જે, “ભગવાનની વાત કરતો હોય અને આજ્ઞા લોપતો હોય તેની વાત સાંભળવાથી બુદ્ધિ ભ્રષ્ટ થાય કે કેમ?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “હા, થાય ખરી. એ વાચ્યાર્થવાળો હલકારો તો બહુ કરે, પણ લૂખો હોય; અને લક્ષ્યાર્થવાળો મહારાજની મૂર્તિને લઈને વાતો કરે અને તેજોમય ઝળળળ ઝળળળ મહારાજની મૂર્તિ ધારીને વાતો કરે. અને તે તો મૂર્તિમાં રહીને ધીમે ધીમે બોલે, પણ ધડાકા ન મારે. એને એક નિશાન મહારાજ સામું હોય અને વાચ્યાર્થવાળો વાતો કરે તે આ લોકમાં ખૂબ મળતું આવે, પણ તેની વાતો ફળ વિનાનાં થોથાં જેવી હોય.”

પછી પુરાણી ધર્મકિશોરદાસજીએ પૂછયું જે, “પ્રત્યક્ષ ભગવાનનું સ્વરૂપ વિચરતું હોય તેનો નિશ્ચય સંપૂર્ણ હોય, પણ આત્મામાં દેખતો ન હોય અને એક તો દેખતો હોય; એ બેયને સરખી પ્રાપ્તિ થાય કે કાંઈ ફેર રહે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “કાંઈ ફેર રહે ખરો; કેમ કે આ દેહાભિમાની કહેવાય, તે જોગ કરતાં કરતાં આત્મામાં દેખે. એ તો ખરેખરો ચઢી ચૂકયો જે આત્માને વિષે મહારાજ પધરાવી દીધા અને ઓ તો દેહરૂપે દેખે છે.”

પછી શેઠ બળદેવભાઈએ કહ્યું જે, “મનુષ્યરૂપને દિવ્ય જાણતો હોય તો?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “દેહરૂપે વર્તે છે તેને ધક્કો લાગે છે. ઓલ્યાને ધક્કો ન લાગે. જો સાચો ભાવ હોય તો બધુંય પૂરું થઈ જાય.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછયું જે, “તેણે ઓના જેવો નક્કી વિશ્વાસ કરી રાખ્યો હોય તો કેમ?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “દેખતો તો ન હોય, પણ પરિપક્વ નિશ્ચય હોય તો તો બરાબર કહેવાય. જો નિશ્ચયરૂપી પાયો નકકી કરી રાખ્યો ન હોય તો તેને સંગદોષ લાગે ખરો. પરિપક્વ નિશ્ચયવાળાને તો કાંઈ વાંધો નહિ. જીવના સ્વભાવ એવા છે જે મોટાને લાખો વાતો પૂછી હોય ને નિશ્ચય કર્યો હોય અને મોટાની દૃષ્ટિ પણ એવા ઉપર પડી હોય, પણ ચઢી બેસે ઝાડની ટોચે. ‘હમબી હૈ’ એવું સંગદોષથી થાય.

“અમે ગોધલા પાળીપાળીને ખૂબ મજબૂત કરીએ અને પછી જો આડા સૂએ તો પેટ બળે. આપણે તો અધમ જેવા જીવને વિષે પણ અહિંસા ધર્મ રાખવો એટલે કે દયા રાખવી. તેવાને પણ ઉદ્ધારવા છે, માટે એવાનું સારું થાય એમ સૌ ઈચ્છજો. એવાનું બહુ અવળું કહે કહે કરવું નહિ. સંગદોષે કરીને કોઈક બાળક થઈ ગયું તો જે વસ્તુ તેને જોઈએ તે આપીને રાજી કરીને તેને રસ્તે ચઢાવવો; કોઈક માયિકે રાજી થાય. આ છોકરું છે તે રૂપિયા આપો તો રાજી ન થાય અને કોડીએથી રાજી થાય. જીવના સ્વભાવ એવા થાય છે તે બહુ કૂટો તો સમું ન થાય. એણે નનામા કાગળો લખ્યા, પણ અમે તો હસ્તામળ દેખીએ છીએ. આપણે શું? તે પોતાનું બગાડે છે. આપણે તો એક સ્વામિનારાયણ છે. એ લોકો ભૂંઠા પડે છે.

“પ્રકૃતિના કાર્યમાં માલ શું છે? આપણે એક શ્રીજી મહારાજને પકડીએ; તે આપણા ભેળા હોય તો હય્યો. અમારે ઘેર એક વેપાર છે; બીજો વેપાર છેય નહિ ને કોઈ કરશોય નહિ. આપણે એક રુચિવાળાને તો હારીને રાજી થાવું. જો હારીને રાજી થઈએ તો મહારાજ ધણી થાય.

“અમે મૂળીમાં યજ્ઞ કરવા ગયા હતા, તે યજ્ઞ બગાડવો અને અમને પાછા વાળી મૂકવા એવો ઠરાવ હતો, તોપણ અમે જઈને યજ્ઞ કર્યો. મૂળીના વાસ્તે રાત્રિ-દિવસ વલખાં કર્યાં ને કાગળો વાંચી વાંચીને થાકી પડયા. દહાડો ઊગે ને કાગળ આવે, હવે તો બ્રહ્માનો દિવસ થઈ ગયો તોપણ કાગળ લખતા નથી. એવા ધકકા લાગે છે, તે મહારાજને મૂકીને પરા જાતા રહેવાય; માટે એવા ન થાવું. પર્વતભાઈ, દાદા ખાચર, માંચા ખાચર, સોમલા ખાચર, વસ્તા ખાચર આદિના ગુણ ગવાય છે તેવા ગુણ શીખવા. જેવા દાદા ખાચરના ગુણ ગવાય છે તેવા જ કોઈકના ભાવનગરિયા સ્વભાવ હોય તે પણ ગવાય.

“દાદા ખાચરનું સારું દેખાશે તે ઠીક નહિ, એમ જાણીને જીવા ખાચાર ઘોડીએ ચડીને મંદિર બંધ કરાવવા ભાવનગર ગયા. તે સચ્ચિદાનંદ સ્વામી પહોંચ્યા તે ઘોડીએથી હેઠે પાડી નાખ્યા, તેમને ખાટલે સુવારીને ઘેર લાવ્યા. તેમને જોવા મહારાજ પધાર્યા અને કહ્યું કે, ‘તમે ઘોડે ચઢાઉ બરાબર છો ને કેમ પડી ગયા?’ ત્યારે તે કહે જે, ‘કોઈકે મારો ટાંટિયો ઝાલીને પછાડયો.’ પછી મહારાજે સભામાં વઢવા માંડયું, ત્યારે સચ્ચિદાનંદ સ્વામી બોલ્યા જે, ‘કોઈ બીશો નહિ, એમને પાડનારો સાક્ષાત્કાર હું છું તે મને વઢે છે.’ પછી મહારાજ બોલ્યા જે, ‘ભાઈ, કોઈએ એવા ભાવનગરિયા સ્વભાવ ન રાખવા.’ તેમ ‘ચાલો આપણે જઈએ ને તેમનું ખોટું દેખાડીએ’ એ ભાવનગરિયા સ્વભાવ કહેવાય.

“ભત્રીજાનું સારું જોઈને કાકાથી દેખી ખમાયું નહિ, તેમ અમારે પણ કાકા-ભત્રીજાનું ચાલે છે. અમને ભત્રીજો માવજી એવો મળ્યો છે તે એવા સ્વભાવ વર્તાવે છે.

“શ્રીજી મહારાજ સ્વધામ પધાર્યા ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું જે, ‘મારે એકે ન રહ્યો આધાર, ક્યાં જઈ ઊભિયે’ એમ એમને હતું. માટે  મુક્તને તો એક શ્રીજી મહારાજ વિના બીજો આધાર નથી. શ્રીજી મહારાજ સંવત ૧૮૩૭થી પ્રગટ થયા ત્યારથી કરીને સંવત ૧૮૮૬ની સાલે અંતર્ધાન થયા તોપણ એવો ને જોગ છે, કારણ કે શ્રીજી મહારાજનો અને તેમનો અનાદિ મુક્તનો જોગ એક સરખો છે. અત્યારે ધ્યાન, કથા, વાર્તા કરીને આનંદ થાય છે. આ જોગે કરીને જન્મ ધરવા ન દઈએ. અધિકારમાં કાંઈ માલ નથી. ખરો અધિકાર તો સંતના ચરણમાં રહીએ તે જ છે.”  || ૨૧૭ ||

On the day of Vaishakh Vad 2nd Bapashri showing his favour, talked. He said, “The mind is such that it will go away somewhere leaving assembly.” In the meanwhile, Dhanjibhai came and requested Bapashri to come for dinner. Bapashri consented. Then Swami Ishwarcharandasji  jokingly asked Bapashri if he would go alone to dine to Dhanjibhai’s house. Bapashri replied, “Is it possible that I alone take dinner, I dine with all.” Then he went for dinner and after dinner came back to the temple, katha of Vachanamrut was being read there.

Master Keshavlal of Vaddhwan said, “One may be talking about God and also violating commands. Will our intellect be, polluted by hearing his talk?” Bapashri said, “Obviously it would. The person of vachayarth (literal meaning) nature may talk loudly but his words are barren, and the person of lakshyarth  (implied meaning-manifest) nature will talk dwelling in Maharaj’s Murti and will talk by concentrating on bright luminescence of Maharaj’s Murti and he will talk gently, his only goal is Maharaj. Whereas the talks of the person of vachayarth nature will almost be like (similar) that of this world and his talks are fruitless.

Purani Dharmakishordasji said, “He who has firm determination that God himself is here, but he does not see Him in his soul, whereas the other sees Him, will both get same achievement or with some difference?” Bapashri said, “There will be some difference because he is call egoistic. In association by and by, he can see in his soul. He who has installed Maharaj in his soul has really achieved, whereas the other one sees Him in the form of body.

            Then Sheth Baldevbhai asked, “What about him who knows human form as divine?” Bapashri replied, “He who sees Him in the body form get jolt. But the other one does not get jolt”. If feelings are sincere, everything will be fulfilled.

Swami Ishwarcharandasji asked, “What about him who has firm trust?” Bapashri replied, “He may not see Him but if the determination is matured, it is proper. If the foundation in the form of determination is not firm, he may be affected by company. One having matured determination has no problem. The nature of Jiva is such that he would have got clarification from Muktas and then would have taken decision and also glance of Muktas would have fallen on him, but he would consider himself to be superior. This happens because of improper company. We feed calves and make them very strong but when they fail to come in use, we feel very much. We should follow the dharma of nonviolence even for mean Jiva. We should have mercy on them. Even such are to be liberated. Therefore, all of you wish that they are also benefited. They should not be humiliated. If anybody has become like a child in bad company, he should be given a thing which he wants to please him so that he comes to his senses. Someone please by illusive objects. If you give money to this boy, he will not be pleased but if you give him sea-shell he will be pleased. The nature of Jiva is such that it would not behave properly even if we try our level best. He wrote letter without writing his name but I could see him divinely. Why should I worry? He is corrupting his self. We have only Swaminarayana. Such people feel ashamed. What is the value of work of Prakruti (Universal objects)?  We should always catch hold of Shriji Maharaj and if He is with us, everything is with us. We have only one business. There is no other business and you also do not do any other business. We, having one tendency should be pleased even in defeat. If we are pleased in defeat, Maharaj will become our Master. We went to Muli for yagna but some decided to put hurdles in yagna and to send us back –such was their decision but we performed yagna. They did their best for stopping the yagna and we were tired of reading their letters. Daily they used to write and now they are not writing a single letter after the yagna was over-such are the jolts. They leave Maharaj and go away so do not do like that. Virtues of Parvatbhai, DadaKhachar, ManchaKhachar, SomlaKhachar, VastaKhachar etc. are praised- we should learn such virtues. So called virtues such as that of Bhavnagarvala are also remembered just as that of DadaKhachar. JivaKhachar went to Bhavnagar on horseback to stop the work of temple at Gadhada because he did not want DadaKhachar to take the credit. Sachchidanand Swami persuaded him and made him fall from the horseback. He was brought back home on the cot. Maharaj came to see him and ask him, “How did you fall from the horse though you are a good rider?” He said that somebody pulled his leg and made him fall. Then Maharaj scolded in general in the assembly. Sachchidanand Swami asked not to fear he himself is responsible and he was being scolded. Maharaj advised do not keep the nature of  Bhavnagarvala. Bhavnagaria nature means we try to disrepute some one by interfering in his work. Uncle (JivaKhachar) could not bare reputation of his nephew (DadaKhachar). With us also it is like uncle- nephew. We have such nephew named Mavji and his nature is of that kind. When Shriji Maharaj left for Akshardham, Brahmanand Swami said, “Mare ake na rahyo adhar, kaya jai ubhiye”  -I have no any other succour (in time of hardship and distress), where to go. Such was his trust. Therefore, Muktas have no any succour excepting the Shriji Maharaj. Shriji Maharaj incarnated in the Samvat 1837, and become invisible (left for Akshardham) in the Samvat 1886, even then yog (opportunity) is the same because yog for Shriji Maharaj and His Anadi Mukta is the same. Now- a- days there is joy in meditation, katha, varta. In this yoga next birth will be prevented. There is nothing in authority. The real authority is at the feet (charan) of saints. || 217 ||