Gujarati / English

વૈશાખ વદ-૪ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે “ધ્યાનની લટક એવી શીખવી જે, ‘મહારાજની મૂર્તિમાં હું છું અને બોલે છે, ચાલે છે તે તો મહારાજ કરે છે’ એમ સમજવું, પણ તે કૃપા સિવાય થાય નહિ. મોટાની કૃપા વિના ધ્યાન કરે ને સિદ્ધિઓ દેખાય ને જો તેમાં લેવાઈ જાય તો કુટાઈ પડે. પરિપક્વ નિશ્ચયવાળો લેવાય નહિ. એ સિદ્ધિઓ પણ સ્વામિનારાયણના પ્રતાપે કરીને પરિપક્વ નિશ્ચયવાળાને મળે છે.”

પછી વાત કરી જે, “એક સમયે હળવદવાળા અમરશી ભક્તના દીકરા મહાદેવ ભક્ત આ કચ્છ દેશમાં આવ્યા હતા. તેમને રામપુરાના મંદિરમાં પેસવા પણ ન દીધા, ધક્કો દઈને કાઢયા અને બે દિવસ ખાવા ન મળ્યું, તે કેરે ગયા અને ત્રીજે ઉપવાસે એક ડોશી પાસે ગાજર માગ્યાં ને જ્મ્યા. પછી આપણી વાડીએ આવીને દંડવત કરવા માંડયા એટલે અમે કોસ હાંકવો પડ્યો મૂકીને તેમની પાસે ગયા ને ઓળખ્યા ને તેમને જમાડયા. પછી તે માંડવી ગયા. તે માંડવીથી પાછા આવ્યા તે આથમણી કોરે કૂવો છે ત્યાં મળ્યા ને ખૂબ વાતો કરી.

“તે અમરશી ભક્તે શ્રીજી મહારાજ પાસે એવો લેખ લખાવ્યો હતો કે હળવદમાં જેટલા સંત હોય તે સર્વેને દર બારસે પોતાની રસોઈ આપવી. તે જેસીંગભાઈ હતા ત્યાં સુધી આપી હતી. અને તે જેસીંગભાઈ દર બારસે રસોઈ દેતા તેથી હળવદમાં તે બારસિયા કહેવાયા. અને મહાદેવભાઈ સાધુ થવા નીકળ્યા હતા તેમને શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજે ના પાડી, છતાં સાધુ થયા ત્યારે મહારાજશ્રીએ શાપ દીધો કે ક્યાંય ટકશો નહિ. એ અયોધ્યાપ્રસાદજી મહારાજનો મહિમા શ્રીજી મહારાજના જેવો હતો. એમને દર્શને શાંતિ થાય એવા હતા. શ્રીજી મહારાજ રોઝે ઘોડે સત્સંગમાં ફરે છે અને મુક્તો ભેળા ફરે છે અને સત્સંગની રમત જુએ છે.”

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “જુએ છે ખરા, પણ કરતા તો કાંઈ નથી.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આપણે ભગવાનના ભક્તને કાંઈ નથી ગયું. જે ખપે તે સત્સંગમાં છે. ખજીનો સાજો ભર્યો પડયો છે, પણ બાળકિયા સ્વભાવને લીધે ખબર પડતી નથી. જો મૂર્તિનો આનંદ અને ખુમારી હોય તો બીજું કાંઈ જોઈએ જ નહિ.”  || ૨૧૯ ||

On the day Vaishakh Vad 4th ,Bapashri showing his favour, talked. He said, “The technique of Meditation should be learnt in such a way that we feel that we are in Maharaj’s Murti and it speaks, walks, and it is done by Maharaj but it is not possible without his grace. If he meditates without the grace of Muktas, siddhis (super natural power) will appear before him and if he is tempted by them, he will miss his goal. The one having matured determination cannot be tempted. Those siddhis are also got by the person having matured determination, because of Swaminarayan’s grace. One Mahadevbhakta son of Amarshibhakta of Halvad had come to Kutch. He was not allowed to enter the temple of Rampara. He was pushed out, for two days he did not get food. He went to Kera and on the third day he asked for a carrot from an old woman and ate. Then he came to my (Bapashri’s) farm and prostrated. I was watering the field. I kept the work aside and went to him, knew him and fed him. Then he went to Mandvi. When he came back from Mandvi, he met me at the west side of the well. There we talked much. Amashibhakta had Shriji Maharaj to write a document in which he stated that all saints in Halvad should be given meals on the day of every ‘Barash’ (Twelfth day of fortnight).  It was given till Jeshingbhai was there. On every ‘Barash’ Jeshingbhai used to give meals so he was called Barshia in Halvad. Mahadevbhai had started to become saint, Ayodhyaprasadji Maharaj refused him. Even then he became saint. Maharajshree cursed him that he would not be able to remain at one place. Ayodhyaprasadji Maharaj’s greatness was like that of Shriji Maharaj. By his darshan one would become calm. Shriji Maharaj moves about in satsang on the roze horse back. Muktas also move with Him and see the game of satsang. Then Swami Ishwarcharandasji said, “They do see but do nothing.” Bapashri said, “The devotee of God has lost nothing. Everything whatever he wants is in satsang. The treasure is full but because of childish nature he does not know. If he has joy and pride of Murti he requires nothing. || 219 ||