Gujarati / English

વૈશાખ વદ-૫ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “અનુભવજ્ઞાન સાક્ષાત્કાર થાય ત્યારે વિઘ્ન ન થાય. બ્રહ્મા-નારદને આવી પ્રાપ્તિ નહોતી. આજનો પ્રતાપ બહુ મોટો છે. તમને તો બહુ મોટી પ્રાપ્તિ મળી છે. શિવ, બ્રહ્મા, વિષ્ણુ એ ત્રણે મળીને એક ગામડાનું કામ ચલાવે છે, એના ઉપરી વૈરાજ છે, તે બ્રહ્માંડરૂપી ગામડાના અધિપતિ છે. એના ઉપરી અહંકાર છે, એના ઉપરી મહત્તત્વ છે, એના ઉપરી પ્રધાનપુરુષ છે અને એવા અનંત પ્રધાનપુરુષોના ઉપરી મૂળપુરુષ ઈશ્વર જે શ્રીકૃષ્ણ તે છે, એવા અનંત શ્રીકૃષ્ણના ઉપરી વાસુદેવબ્રહ્મ છે, એવા અનંત વાસુદેવોના ઉપરી અક્ષર છે જેને મૂળઅક્ષર કહે છે તે. અને આ તો એવા અનંત કોટિ મૂળઅક્ષરોરૂપી બ્રહ્માંડના ઉપરી મહારાજાધિરાજ છે તે આપણને મળ્યા છે.”

પછી હરિજનો પ્રત્યે બોલ્યા જે, “તમારે સંતનાં દર્શન કરવાં, સમાગમ કરવો, પણ જ્યારે કોઈક વખતે ભેખ મળે અને અવળું સમજાવે ત્યારે ‘હા સ્વામી, હા સ્વામી’ એમ ન કરશો. ઊભા થઈ રહેવું, પણ કૂદકા મારવા નહિ. એવાનાં દર્શન ને સમાગમનો ત્યાગ કરવો. જીવનું ગજું શું જે ભગવાનને ને ભગવાનના ભક્તને ઓળખી શકે? આપણે સ્વામિનારાયણને ઘેર જાવું છે તે આવરણ ઘણાં હોય તે ન જાણ્યાં હોય તો ક્યાંય બંધાઈ જવાય. જુઓને! શિવ, બ્રહ્મા, નારદ, સનકાદિક આદિ બંધાઈ ગયા! માટે ભગવાનના ભક્તે સરત રાખવી. ભારાસરના હરિભક્તો છે તે અમારો મહિમા બહુ જાણે છે અને અમારી મરજી બહુ સાચવે છે અને અમારા વ્યવહારમાં પણ બહુ કામ આવે છે.”

પછી વાત કરી જે, “ભગવાનના ભક્ત મોટા હોય તેની અંત વખતની સ્થિતિ જોઈને મનમાં સંદેહ લાવવો નહિ. બ્રહ્મચારી નિર્ગુણાનંદજીના જેવા ચોવીસ મંદિરમાં એકેય નથી એવા એ હતા. તેમને કેટલાક કહે છે કે બ્રહ્મચારી બહુ દુઃખી થયા; તે અણસમજણથી કહે છે. એવા વખતના જાણનારા તો એક સ્વામી અક્ષરજીવનદાસજી હતા. તે કહેતા કે, ‘આ દિવ્ય મૂર્તિઓમાં એવી નજર કરશે તો જીવ નીકળી જશે, આંખો નીકળી જશે.’ અને કેટલાક બોલતા કે, ‘કચરો ભક્ત ભૂત થયા છે.’ ત્યારે અમે કહ્યું જે, ‘એ તો ત્રણે અવસ્થામાં ભગવાનને દેખતા. એ ભૂત થયા ત્યારે તમે ક્યાં જશો?’ પછી તો બધાય ચૂપ રહ્યા.

“આજ તો ભુજના મંદિરમાં ભૂતને નાળિયેરમાં રાખીને કથા સંભળાવે છે, તેથી અમે કહ્યું જે, ‘હવે મઠ બનાવ્યો.’ ત્યારે સાધુ બાળકૃષ્ણદાસે કહ્યું જે, ‘અમારા મંદિરમાં કોરીઓની ઊપજ થાય છે માટે અમે ભૂત મંદિરમાં રાખીએ છીએ.’ ત્યારે અમે કહ્યું જે, ‘તમને ભગવાનનો નિશ્ચય નથી. જો ભગવાનનો નિશ્ચય હોય તો આવી ક્રિયા ન થાય. હજી માયાનો નિશ્ચય છે અને માયાને પ્રભુ માની છે.’ એમ અમે વઢયા. નિર્ગુણાનંદજી બ્રહ્મચારી માંદા હતા તેમને અમારા જાણીને એ બ્રહ્મચારીની સેવામાં સાધુ આવતા નહિ; તે સાધુની બુદ્ધિ ઓછી સમજવી. તે ભુજના સાધુઓને અમારો મહિમા નથી એટલે પાછળથી ગલોલા ફેંકે, પણ અમારી રૂબરૂ તો કાંઈ ન બોલે. હાલ તો અમારા દાબથી દબાઈ ગયેલા છે, તે જ્યારે અમે અદૃશ્ય થઈશું ત્યારે તેમનાં વર્તન જેવાં છે તેવાં જણાઈ આવશે.”

પછી સાંજના બાપાશ્રી સંત-હરિજનોએ સહિત વૃષપુર પધાર્યા. || ૨૨૦ ||

On the day of Vaishakh Vad 5th Bapashri showing his favour, talked. He said, “When experience knowledge is realised, there will not be obstacle. Brahma and Narad did not have such achievement. Power of today is very great. We have got very big achievement. Shiva, Brahma, Vishnu all the three together manage a village. Vairaj is above them. He is head of village in the form of cosmos. Above it Ego (Ahankar) and its head is Mahatatwa  and its head is Pradhanpurush and above all these infinite Pradhanpurush is Mulpurush Ishwar shree Krishna. Above such infinite Shree Krishna is Vasudevbrahm. Above such infinite Vasudevs Akshar which is called Mulakshar and above such infinite Mulakshars’ Brahmand is Maharajadhiraj whom we have met.

            He said to devotees to have darshan of saint, listen to them. But when sometimes if saint meets and tells contrary to our faith, you should not listen to him and agree with him, to wait and watch. Darshan of such saint and discourses should be avoided. What is the capacity of Jiva that it can recognize God and His devotee? We have to go the house of Swaminarayan and there are many obstacles and if they are not known, we may get bound somewhere. Just see! Shiva, Brahma, Narad, Sanak, etc caught bound. Devotee of God should remain alert. Devotees of Bharasar know very well our greatness and act according to our wish and also are very useful in our daily affairs. If the devotee of God is Mukta, no doubt should be kept for him about his state at the time of his death. There was no one in twenty four temples like Brahmchari Nirgunanandji. Some say that Brahmchari was very miserable. They say so because of their misunderstaning. There was only Swami Aksharjivandasji who knew such time. He would say that if he would throw glance at Murtis, Jiva would come out, eyes would come out. Some would say that Kachrobhakta  had become ghost. Then I said that he used to see God in all three states-if he had become ghost where would you go. Then all become mum. In the temple of Bhuj katha is read by keeping ghost in the coconut. So I say that ‘math’ had been made. Then saint Balkrishnadasji said, “We have income in kories (currency of Kutch) in our temple. So we keep ghost in our temple. I told him that he had no determination of God. If he had determination of God he would not do that. There is still determination of illusion (maya) and illusion is believed as God-thus I scolded him. When Brahmchari Nirgunanandji was ill saint did not come to serve him because they thought he belong to me. The wisdom of such saint should be considered as low. Saints of Bhuj do not know my greatness so they do back biting but have no courage to say on my face. At present they are suppressed by me . When I become invisible, people will know them as they are. Then Bapashri along with saints and devotees came to Vrushpur in the evening. || 220 ||