Gujarati / English

વૈશાખ વદ-૭ને રોજ સભામાં મધ્ય પ્રકરણનું ૩૧મું વચનામૃત વંચાતું હતું. તેમાં સર્વ કારણના કારણ એ વાત આવી.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આમાં બે કારણ થયાં. એક અનાદિ એ કારણ અને તેના કારણ શ્રીજી મહારાજ. જ્યાં સુધી આવું પુરુષોત્તમ નારાયણનું જ્ઞાન ન થાય ત્યાં સુધી જ્યાં ત્યાં વલખાં કરાય છે. મહારાજે આ સભા અક્ષરધામની કહી છે, માટે આ સભાને દિવ્ય જાણવી અને મૂર્તિઓને વિષે ધાતુ–પાષાણ ભાવ ન રાખવો. અમારો સિદ્ધાંત એવો છે, પછી તમે મરડી-મચોડી ક્યાંઈક લઈ જાવ તો ભલે. મહારાજે તો કહ્યું છે જે, ‘અમારા સંતને ને અમને જેવડા જાણશો તેવા થાશો.’ સ્વામિનારાયણને ઘેર બધી વસ્તુ છે. વિષયી, મુમુક્ષુ, પરમ એકાંતિક મુક્ત અને અનાદિમુક્ત એ સર્વે છે. માટે મોટાને  ન ઓળખે અને મોટાનો મહિમા ન સમજે તો તે કયે ઠેકાણે જાય? આ સભા તો અક્ષરધામનો દરવાજો છે અને પૂરું તો સાક્ષાત્કાર અનુભવજ્ઞાન થાય ત્યારે થાય. જે મૂર્તિ સાથે રસબસ કરે તે અનુભવજ્ઞાન કહેવાય. તે મહારાજની મૂર્તિમાં જોડાય તો આવું જ્ઞાન થાય.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછયું જે, “અનુભવજ્ઞાન તે શું સમજવું?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “જેમ જળ પોતે ઊંડું લઈ જાય છે તેમ પુરુષોત્તમ નારાયણની ખુશબો છે તે જીવને ખેંચીને મૂર્તિમાં લઈ જાય છે. એ ખુશબો તે અનુભવજ્ઞાન જાણવું. તે સર્વેથી પર શ્રીજી મહારાજ અને અનાદિમુક્તને સમજે ત્યારે અનુભવજ્ઞાન થયું કહેવાય; પણ ખોટાને ખોટું કરે તે સાચું જ્ઞાન ન કહેવાય. મહારાજની મૂર્તિથી ઓરું અક્ષરપર્યંત સર્વે ખોટું થઈ જાય અને મહાપ્રભુની મૂર્તિમાં જોડાઈ જવાય એ અનુભવજ્ઞાન કહેવાય, માટે અનુભવજ્ઞાન સિદ્ધ કરીને મૂર્તિમાં રસબસ થઈ જાવું.  અનાદિ વસ્તુ જે મહારાજ ને મુક્ત તેમને ઓળખવા તે બહુ કઠણ છે. સોની હોય તે સોનાની ભૂલ શોધી કહાડે. આ અક્ષરધામની સભા છે તેને ચૂંથી ન નાખવી એટલે કે સાધનદશાવાળાની સાથે ન ગણવા.

“કલ્યાણસંગજીને રામપરામાં ચિત્રની પ્રતિમા અમે બતાવીને કહ્યું કે, ‘આ મૂર્તિને શું કહેશો?’ ત્યારે તેમણે કહ્યું જે, ‘સાક્ષાત્ મહારાજ છે.’ ભારાસરમાં એક સાધુ માંદા હતા તેને જોવા માટે અમે ગયા. ત્યારે સ્વામી અક્ષરજીવનદાસજીએ સાધુને કહ્યું કે, ‘આ કોણ છે?’ ત્યારે તે સાધુએ કહ્યું કે, ‘આ વૃષપુરના અબજી બાપા છે.’ એની બાધિતાનુવૃત્તિ હતી. આપણે તો મહારાજની સભા અને મહારાજની મૂર્તિ જોઈએ. જુઓને! સ્વરૂપાનંદજી સ્વામીનો મંદવાડ, દાદા ખાચરનો મંદવાડ, તે જુએ તો અધૂરા જ્ઞાનવાળાને સરખું ન રહેવાય.”

પછી એક હરિભક્ત પ્રત્યે બોલ્યા જે, “આ સંત કોણ છે? ઓળખો છો? ખોળી આવો, આખા બ્રહ્માંડમાં ક્યાંય જડ-ચૈતન્યના ત્યાગી આવા મળે છે?”

પછી સંતો પ્રત્યે બોલ્યા જે, “જડમાં માલ શું છે? એ તો ઝેર છે. જો ખરું જ્ઞાન હોય તો તેના ઉપર લઘુ કરીને અને ઝાડે ફરીને ચાલ્યા જાય. એમાં શું માલ છે? પણ આવા મોટા મળવા કઠણ છે. અમે માંડવી ગયા હતા ત્યાં રામકૃષ્ણભાઈએ કહ્યું કે, ‘આ કણબી કેમ ફરતા હશે?’ ત્યારે અમે કહ્યું કે, ‘કણબી તે બીવાળા છે. તે બી તે મહારાજની મૂર્તિ, તેમાં રસબસ રહેલા છે. તમારું બી બળી ગયું. તમે આવાં પુસ્તકો વાંચો છે, તે શાસ્ત્ર તો વૈરાજનારાયણની વાતો કરે છે. તે તમે વૈરાજનારાયણને ત્યાં જશો કે અક્ષરધામમાં જશો?’ પછી તો વાત સમજાણી એટલે મુખમાં તરણું લઈ રોયા ને બોલ્યા જે, ‘મારો મોક્ષ કરજો અને જો જન્મ ધરાવો તો કણબીના કુળમાં  જન્મ આપશો, પણ બ્રાહ્મણના કુળમાં ન આપશો.’

“આપણે તો અધમ જીવને પણ ઉદ્ધારવા છે. આપણે ઘેર વસ્તુ સાચી છે, તેને શીદ વંજાવવી જોઈએ? બ્રહ્મચારીની વાત ઉડાડી તે સાંભળીને અમારું તો કાળજું બળી ગયું. આવા અપરાધ થાય તો સાધન બધાં બળી જાય! જેમ કોળી કોળીથી કાંપો, ને કાંપે કાંપેથી ભારી, અને ભારી ભારીથી ગાડુ અને ગાડે ગાડેથી ગંજી થાય; તેમાં એક દિવાસળી મૂકે તો બધું બળી જાય. માટે આવો એક અપરાધ થાય તો બધું બળી જાય. મહારાજ કહે, ‘ત્રણ ગુણ કાઢી નાખવા. એ ગુણ હોય ત્યાં સુધી સત્સંગમાં સુખ આવવા દે નહિ.’ બધે જોઈ આવે, તમોગુણ બધાનું ખાઈને અભડાઈ આવે. નબળા માણસ સત્સંગમાં ન ખપે (જોઈએ). એ ભગવાન ભજ્યામાં કામ ન આવે. સાચું બી રાખશો તો ઊગી આવશે. જેમ આ બાજરો પરમ દિવસે વાવ્યો હતો અને આજ ઊગી ગયો તેમ.”

પછી બોલ્યા જે, “લીલું બે પ્રકારનું છે: એક દેવાળું કાઢે તે પણ લીલું કહેવાય અને સારું કામ કરે તે પણ લીલું કહેવાય. તેમ મોટા સત્પુરુષની નિંદા કરનારા નબળા માણસ સત્સંગમાં નખોદ વાળે, એવા હોય તે ભગવાનને અને અનાદિમુક્તને પણ ઓળખે નહિ. જેને પોતામાં દોષ છે તેને મોટામાં દોષ સૂઝે છે. નિશ્ચયમાં કસર હોય તો ડગી જવાય, માટે નિર્વાસનિક થઈને ભગવાન ને ભગવાનના સંત સાથે એકતા કરવી. જેને પરિપક્વ નિશ્ચય હોય તેને કાંઈ ન અડે. અનાદિ કોઈના દોષ દેખતા નથી, અધમ જેવા જીવને પણ ઉદ્ધારે છે. અને બિચારો કોઈ જીવ રખે દુઃખિયો થઈ જાય, એવી દયા રાખે તો મહારાજ રાજી થાય.”

તે વખતે બે કબૂતર લડતાં હતાં. તેને જોઈને કહ્યું કે, “આમ કાંઈ મ કરજો. આમ કરતાં કરતાં બાજ પક્ષી ઉપાડી જાય તેમ કાળ લઈ જાય. આ વખત નહિ મળે. મહારાજને સંભારશો તો સદગુરુ થાશો અને મહારાજને મૂકશો તો કોઈ ભાવ નહિ પૂછે. જેવા ગોપાળાનંદ સ્વામી હતા, જેવા નિર્ગુણદાસજી સ્વામી તેવા આ ઈશ્વર બાવો છે! મીસરી દૂધમાં નાખી હોય તો ખોળી ન જડે, તેમ મુક્ત મૂર્તિમાં રસબસ રહે છે. સર્વના આધાર, સર્વના કર્તા, સર્વના નિયંતા અને સર્વ દિવ્યના પણ દિવ્ય, એવા ભગવાન આપણને મળ્યા! એમાં કોઈએ કુતર્ક કરવો નહિ. મહારાજની આજ્ઞામાં રહેવું; નાટક, ચેટક, ભાંડ, ભવાઈ જોવી નહિ.

“આ તો જેમ વાઘરણે છોકરી ઉકરડામાં નાખી તેને કોઈ સારા માણસે લઈ મોટી કરી. તે રૂપાળી હતી તેથી રાજા પરણ્યો. પછી તે બહુ માંદી પડી. પછી ગોખલામાં રોટલાનાં બચકાં મૂક્યાં. તે તેણે ગોખલા પાસેથી માગી માગીને ખાધાં ને પુષ્ટ થઈ; પછી તેને રાજાએ ગોળીએ દીધી. તેમ જે વાઘરણ જેવા સ્વભાવ રાખે તેનો શ્રીજી મહારાજ ત્યાગ કરે, માટે માયિક વાસના ન રાખવી. સત્સંગમાં દાસપણું રાખવું. રજોગુણ-તમોગુણ તો પાપરૂપ છે, તેનો ત્યાગ કરીને શુદ્ધ સત્વગુણ રાખવો; જેથી ગુરુની, સભાની, સત્સંગની સેજા રહે. ભગવાન કરતાં ગુણો વહાલા રાખે તો દુઃખી થાય. તમોગુણ તો કાળા નાગ જેવો છે. આ માયિક જણસ તો જોઈએ જ નહિ. જેને અખંડ સોહાગી થાવું હોય તેણે મોહનિદ્રામાંથી જાગી જવું અને દાસપણું રાખવું.”  || ૨૨૨ ||

On the day of Vaishakh Vad 7th, the 31st Vachanamrut of middle chapter was being read in the assembly. In it, there was reference about the cause of a cause. Bapashri said, “There are two causes, one is Anadi who is cause and Shriji Maharaj who is his cause. Unless there is knowledge of Purushottamnarayan, one’s efforts are in vain. Maharaj has called this assembly as that of Akshardham. Therefore, this assembly should be known as divine and feelings for Murti should not be of metal or stone. Such is my principle but if you twist it and use it elsewhere, its your choice. Maharaj has said that you would become as big as you know our saints and Him.Swaminarayan has everything. He has all viz passionate, Mumukshu, Param Ekantik and Anadi Mukta. Therefore if one does not know Muktas and does not understand their greatness, where would he go?  This assembly is the door of Akshardham and when one has realized experience knowledge one will be fulfilled. The experience knowledge is called when one is engrossed in Murti. If he gets attached to Maharaj’s Murti he will have such knowledge.

Swami Ishwarcharandasji asked, “What is the meaning of experience knowledge. Then Bapashri said, “Just as water itself takes one deep in to it.  Similarly there is fragrance of Purushottamnarayan which draws Jiva in to Murti. That fragrance  should be known as experience knowledge. When one knows Shriji Maharaj and Anadi Muktas above all, it is called one has got experience knowledge but if one makes false as false, it is not called true knowledge. If everything up to Akshar which is near Maharaj’s Murti becomes false and one gets attached to Maharaj’s Murti, it is called experience knowledge. Therefore one should realize experience knowledge and get engrossed in Murti. One should know Maharaj and Muktas as Anadi (without beginning or end). It is very difficult. The goldsmith finds out impurity in gold. This assembly is of the Akshardham which should not be disturbed. That means it should not be considered with that of seekers. In Rampara I showed portrait of an idol to Kalyansangji and asked him what he would say for this Murti. He said it is Maharaj Himself. In Bharasar I went to see a saint who was ill. Swami Aksharjivandasji asked the saint who he was. Saint said that he was Abjibapa of Vruspur. His powers are hidden. We should have need for Maharaj’s assembly and His Murti. Just see! If the one having imperfect knowledge and he sees illness of Swarupanandji Swami and of DadaKhachar, he would comment adversely. Then Bapashri asked devotee if he knew who this saint was. Go and search and find out such inanimate and animate renouncer if you can in the whole cosmos. Then addressing saints Bapashri said what was there in inanimate. It is poison. If one has real knowledge, one would not look at it- it is worthless. But getting such Mukta is difficult. I had been to Mandvi where Ramkrishnabhai questioned my presence (by calling me Kanbi). I said Kanbi is of seed which is Maharaj’s Murti and I am engrossed in it. Your seed (Ramkrishnabhai’s ) is burnt. Bapashri told Ramkrishnabhai that he read such sciptures which talk about Vairajnarayan where he would go- to Vairajnarayan or Akshardham? He understood the point and cried by taking straw in mouth and requested me for salvation and if there was next birth it should be in kanbi community but in no case in Brahmin community. I have to liberate even mean Jiva. We have real thing and why we should lose it. I was very much in pain when I heard people saying nonsense about Brahmchari. By such guilt all means will burn. If you put lighted match in a haystack it will burn. Therefore by such guilt everything will be burnt. Maharaj says that three attributes should be driven out. Till then there are three attributes, they will not allow happiness in satsang. One having ‘Tam’ attribute will go everywhere and will become impure. Weak persons are not needed in satsang. They are not useful in worship of God. If you sow real seed it will grow. Just as millet was sown day before yesterday and today it has grown. Then Bapashri said there are two kind of ‘green.’ One who declares bankruptcy is also called ‘green’ and he who does good work is also called ‘green’. Similarly weak persons who criticize great Satpurush do harm in satsang. Such persons do not know God and Anadi. One who has fault in oneself finds fault in Muktas. If there is shortcoming in determination, he may loose faith. Therefore one should become passionless and should be one with God and His saints. The one having matured determination will not have obstacles. Anadi do not see any one’s fault, they liberate even the meanest Jiva and lest any Jiva become miserable, keep mercy on it. Maharaj will be please if there is such mercy. At that time two doves were fighting. The hawk will carry away these doves, seeing them we were advised not to fight. Similarly Kal (God of death) will take us and we will not get time. If you remember Maharaj, you will become Sadguru and if you leave Maharaj, nobody will care for you. This Iswarbava is as good as Gopalanand Swami and Nirgundasji Swami. If you put sugar in milk, it will melt and cannot be    found.  Similarly, Muktas remain engrossed in Murti. We have met Lord who is shelter, doer, controller of all and the most divine of all divines. Therefore, nobody should doubt. We should remain obedient to Maharaj. we should not see drama, bhavai, etc. It is just like a girl thrown in refuge by vagharan. She was brought up by a gentleman. The king married her because she was beautiful. Afterwards she became very ill. She begged by putting pieces of loaves on the door step and ate them and became healthy. On knowing this king shot her. Similarly  the one whose nature is like Vagharan will be discarded by Shriji Maharaj. Therefore illusive passion should be avoided. One should keep sevak’s feeling in satsang. Attribute of Raj and Tam are of form of sin. They should be avoided and only pure Satwa attribute should be kept, so that we have regard for guru, assembly, satsang. If one considers attributes more than God, he will become miserable. Tam attribute is like cobra. This illusive thing is not required at all. One who wants to be with Maharaj should wake up from delusive sleep and should feel himself as sevak.  || 222 ||